P24 News Gujarat

દિલજીત ‘બોર્ડર 2’માં રહેશે જ:એક્ટરે શૂટિંગનો વીડિયો શેર કર્યો, ફિલ્મમાંથી બહાર થવાની અફવાઓ પર પૂર્ણ વિરામ મૂક્યું

પંજાબી ફિલ્મ ‘સરદારજી 3’ ના વિવાદ પછી, દિલજીત દોસાંઝે ‘બોર્ડર 2’ નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી ક્લિપમાં, તે ફ્લાઇંગ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. વીડિયોમાં, દિલજીત સંપૂર્ણ યુનિફોર્મમાં શૂટિંગ કરતો જોવા મળે છે અને પૃષ્ઠભૂમિમાં ‘કે ઘર કબ આઓગે’ ગીત વાગી રહ્યું છે. આ વીડિયો રિલીઝ થયા પછી, ‘બોર્ડર 2’માંથી તેમની હકાલપટ્ટીની અફવાઓ પર પણ વિરામ લાગી ગયું છે. નોંધનીય છે કે, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ સની દેઓલ, ભૂષણ કુમાર અને ઈમ્તિયાઝ અલીને ફિલ્મ ‘સરદાર જી 3’ માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે દિલજીત દોસાંઝના કામ અંગે પત્ર લખ્યો હતો. ફેડરેશને સની દેઓલને ‘બોર્ડર 2’ જેવી દેશભક્તિની ફિલ્મમાં દિલજીત સાથે કામ કરવા અંગે પુનર્વિચાર કરવા અપીલ કરી હતી. ફેડરેશને ભૂષણ કુમાર અને ઇમ્તિયાઝ અલીને પણ દિલજીત સાથે કામ ન કરવાની માગ કરી હતી. જોકે, ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા, FWICE ના પ્રમુખ બીએન તિવારીએ તાજેતરમાં કહ્યું હતું કે, “ભૂષણ કુમારે તેમને દિલજીતને શૂટિંગ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.” તેમણે કહ્યું કે ફેડરેશન દ્વારા હવે તેનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને એક્ટર હવે ‘બોર્ડર 2’નો ભાગ બનશે. તે જ સમયે, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ઈન્ડિયા ટુડેને કહ્યું, “હું ભવિષ્યમાં ક્યારેય મારી ફિલ્મોમાં દિલજીત દોસાંઝને કાસ્ટ કરીશ નહીં. મેં આ સંદર્ભમાં ફેડરેશનને એક પત્ર પણ મોકલ્યો છે.” તેમણે કહ્યું કે ભવિષ્યની ફિલ્મોમાં પણ દિલજીત સામે અસહકાર ચાલુ રહેશે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થશે
નોંધનીય છે કે, અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત ‘બોર્ડર 2’માં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થશે.

​પંજાબી ફિલ્મ ‘સરદારજી 3’ ના વિવાદ પછી, દિલજીત દોસાંઝે ‘બોર્ડર 2’ નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર શેર કરાયેલી ક્લિપમાં, તે ફ્લાઇંગ ઓફિસરની ભૂમિકામાં જોવા મળે છે. વીડિયોમાં, દિલજીત સંપૂર્ણ યુનિફોર્મમાં શૂટિંગ કરતો જોવા મળે છે અને પૃષ્ઠભૂમિમાં ‘કે ઘર કબ આઓગે’ ગીત વાગી રહ્યું છે. આ વીડિયો રિલીઝ થયા પછી, ‘બોર્ડર 2’માંથી તેમની હકાલપટ્ટીની અફવાઓ પર પણ વિરામ લાગી ગયું છે. નોંધનીય છે કે, ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ સની દેઓલ, ભૂષણ કુમાર અને ઈમ્તિયાઝ અલીને ફિલ્મ ‘સરદાર જી 3’ માં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે દિલજીત દોસાંઝના કામ અંગે પત્ર લખ્યો હતો. ફેડરેશને સની દેઓલને ‘બોર્ડર 2’ જેવી દેશભક્તિની ફિલ્મમાં દિલજીત સાથે કામ કરવા અંગે પુનર્વિચાર કરવા અપીલ કરી હતી. ફેડરેશને ભૂષણ કુમાર અને ઇમ્તિયાઝ અલીને પણ દિલજીત સાથે કામ ન કરવાની માગ કરી હતી. જોકે, ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા, FWICE ના પ્રમુખ બીએન તિવારીએ તાજેતરમાં કહ્યું હતું કે, “ભૂષણ કુમારે તેમને દિલજીતને શૂટિંગ કરવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી.” તેમણે કહ્યું કે ફેડરેશન દ્વારા હવે તેનો આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને એક્ટર હવે ‘બોર્ડર 2’નો ભાગ બનશે. તે જ સમયે, ફિલ્મ નિર્માતા અશોક પંડિતે ઈન્ડિયા ટુડેને કહ્યું, “હું ભવિષ્યમાં ક્યારેય મારી ફિલ્મોમાં દિલજીત દોસાંઝને કાસ્ટ કરીશ નહીં. મેં આ સંદર્ભમાં ફેડરેશનને એક પત્ર પણ મોકલ્યો છે.” તેમણે કહ્યું કે ભવિષ્યની ફિલ્મોમાં પણ દિલજીત સામે અસહકાર ચાલુ રહેશે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થશે
નોંધનીય છે કે, અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત ‘બોર્ડર 2’માં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ રિલીઝ થશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *