P24 News Gujarat

ટ્રમ્પે કહ્યું- ભારત સાથે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થવાની આશા:ટેરિફ પણ ઓછો રહેશે, ભારતની માંગ છે કે ટેરિફ 10% કે તેથી ઓછો હોવા જોઈએ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે અને ટેરિફ પણ ઓછો હશે. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથેની ટ્રેડ ડીલ કંઈક અલગ હશે. ભારત કોઈપણ દેશને ટેરિફના સંદર્ભમાં કોઈ છૂટ આપતું નથી. પરંતુ મારું માનવું છે કે આ વખતે બંને દેશોને ટ્રેડ ડીલથી ફાયદો થશે. ટ્રમ્પે આ ડીલ માટે 9 જુલાઈની ડેડલાઈન નક્કી કરી છે. ભારતીય પ્રતિનિધિમંડળ ડીલ અંગે બે શરતો પર મક્કમ છે ભારતનું કહેવું છે કે GSP (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સ) ની જેમ ભારતીય ઉત્પાદનો માટે ઝીરો ટેરિફ કેટેગરી હોવી જોઈએ. 2019 સુધીમાં, લગભગ 20% ભારતીય ઉત્પાદનોને GSPને કારણે ટેરિફ ચૂકવવો પડતો નહોતો. અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું- ભારત સાથે બાકી રહેલી સંરક્ષણ ડીલ ટૂંક સમયમાં થશે અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું છે કે ભારત દ્વારા કરવામાં આવેલા સંરક્ષણ ડીલ અને અમેરિકા દ્વારા ભારતને આપવામાં આવેલા સંરક્ષણ સાધનોનો ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેગસેથે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં એક નવો 10 વર્ષનો રક્ષા સમજુતી થશે. હેગસેથે કહ્યું કે બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધશે. વર્ષના અંત સુધીમાં ફાઈનલ હસ્તાક્ષર થવાની અપેક્ષા અહેવાલ મુજબ, બંને પક્ષો આ ટ્રેડ ડીલને 2030 સુધીમાં પ્રસ્તાવિત રૂ. 43 લાખ કરોડ (500 અબજ ડોલર) દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) તરફના પ્રથમ પગલા તરીકે વિચારી રહ્યા છે. તેમનું માનવું છે કે આ ડીલ દ્વિપક્ષીય સમજુતીનો આધાર બનશે. ફેબ્રુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે ટ્રેડ 2030 સમજુતી પર હસ્તાક્ષર થયા હતા. આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં બંને દેશો વચ્ચે ફાઈનલ હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. બંને દેશોના પ્રતિનિધિઓનું કહેવું છે કે વેપાર વધારવા માટે ટેરિફ ઘટાડવા પર સંયુક્ત કાર્યવાહી થવી જોઈએ. ભારત કેટલાક અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડશે ભારતનું કહેવું છે કે જો અમેરિકા ભારત સાથેની વર્તમાન વેપાર ખાધ ઘટાડવા માંગે છે, તો તેણે કેટલાક ક્ષેત્રોમાં ભારતીય ઉત્પાદનો માટે વધુ સારું વાતાવરણ પૂરું પાડવું પડશે. ભારતે પણ કેટલાક અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી છે. હવે આ બાબતે બધુ અમેરિકાના હાથમાં છે. જેપી મોર્ગનના રિપોર્ટ અનુસાર, જો 9 જુલાઈ પછી પણ ઘણા દેશો પર ટ્રમ્પના ટેરિફ યથાવત રહેશે, તો અમેરિકન કર્મચારીઓ પર 7 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી શકે છે. જો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય, તો ભારત પર 26% ટેરિફ લાગશે જો 9 જુલાઈ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સંમજુતી નહીં થાય, તો ભારતને 26% ટેરિફનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પના સસ્પેંડેડ ટેરિફ આ દિવસથી ફરીથી લાદવામાં આવશે. 2 એપ્રિલના રોજ ટ્રમ્પે વિશ્વભરના લગભગ 100 દેશો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આમાં ભારત પર 26% ટેરિફ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 એપ્રિલના રોજ ટ્રમ્પ વહીવટીતંત્રે તેને 90 દિવસ માટે મુલતવી રાખ્યું હતું. ટ્રમ્પે ભારત જેવા દેશોને આ ડીલ પર નિર્ણય લેવા માટે આ સમય આપ્યો છે. સમાચાર એજન્સી ANI એ એક સીનિયર અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો 26% ટેરિફ સ્ટ્રક્ચર તાત્કાલિક અસરથી ફરીથી લાગુ કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પે કહ્યું- ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર થશે: ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થશે; 9 જુલાઈ પહેલા બંને દેશો વચ્ચે ડીલ થશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક વેપાર કરાર થશે. જેમાં ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે. ટ્રમ્પે તેને બંને દેશોના બજારોમાં સારી સ્પર્ધા માટે સારું ગણાવ્યું.

​અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થશે અને ટેરિફ પણ ઓછો હશે. મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, ભારત સાથેની ટ્રેડ ડીલ કંઈક અલગ હશે. ભારત કોઈપણ દેશને ટેરિફના સંદર્ભમાં કોઈ છૂટ આપતું નથી. પરંતુ મારું માનવું છે કે આ વખતે બંને દેશોને ટ્રેડ ડીલથી ફાયદો થશે. ટ્રમ્પે આ ડીલ માટે 9 જુલાઈની ડેડલાઈન નક્કી કરી છે. ભારતીય પ્રતિનિધિમંડળ ડીલ અંગે બે શરતો પર મક્કમ છે ભારતનું કહેવું છે કે GSP (જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરેન્સ) ની જેમ ભારતીય ઉત્પાદનો માટે ઝીરો ટેરિફ કેટેગરી હોવી જોઈએ. 2019 સુધીમાં, લગભગ 20% ભારતીય ઉત્પાદનોને GSPને કારણે ટેરિફ ચૂકવવો પડતો નહોતો. અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું- ભારત સાથે બાકી રહેલી સંરક્ષણ ડીલ ટૂંક સમયમાં થશે અમેરિકાના રક્ષા મંત્રીએ કહ્યું છે કે ભારત દ્વારા કરવામાં આવેલા સંરક્ષણ ડીલ અને અમેરિકા દ્વારા ભારતને આપવામાં આવેલા સંરક્ષણ સાધનોનો ભારતીય સેના દ્વારા સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હેગસેથે આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં એક નવો 10 વર્ષનો રક્ષા સમજુતી થશે. હેગસેથે કહ્યું કે બંને દેશો વચ્ચે સૈન્ય સહયોગ વધશે. વર્ષના અંત સુધીમાં ફાઈનલ હસ્તાક્ષર થવાની અપેક્ષા અહેવાલ મુજબ, બંને પક્ષો આ ટ્રેડ ડીલને 2030 સુધીમાં પ્રસ્તાવિત રૂ. 43 લાખ કરોડ (500 અબજ ડોલર) દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) તરફના પ્રથમ પગલા તરીકે વિચારી રહ્યા છે. તેમનું માનવું છે કે આ ડીલ દ્વિપક્ષીય સમજુતીનો આધાર બનશે. ફેબ્રુઆરીમાં પીએમ નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે ટ્રેડ 2030 સમજુતી પર હસ્તાક્ષર થયા હતા. આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં બંને દેશો વચ્ચે ફાઈનલ હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. બંને દેશોના પ્રતિનિધિઓનું કહેવું છે કે વેપાર વધારવા માટે ટેરિફ ઘટાડવા પર સંયુક્ત કાર્યવાહી થવી જોઈએ. ભારત કેટલાક અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડશે ભારતનું કહેવું છે કે જો અમેરિકા ભારત સાથેની વર્તમાન વેપાર ખાધ ઘટાડવા માંગે છે, તો તેણે કેટલાક ક્ષેત્રોમાં ભારતીય ઉત્પાદનો માટે વધુ સારું વાતાવરણ પૂરું પાડવું પડશે. ભારતે પણ કેટલાક અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી છે. હવે આ બાબતે બધુ અમેરિકાના હાથમાં છે. જેપી મોર્ગનના રિપોર્ટ અનુસાર, જો 9 જુલાઈ પછી પણ ઘણા દેશો પર ટ્રમ્પના ટેરિફ યથાવત રહેશે, તો અમેરિકન કર્મચારીઓ પર 7 લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડી શકે છે. જો કોઈ ટ્રેડ ડીલ નહીં થાય, તો ભારત પર 26% ટેરિફ લાગશે જો 9 જુલાઈ સુધીમાં ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સંમજુતી નહીં થાય, તો ભારતને 26% ટેરિફનો સામનો કરવો પડી શકે છે. ટ્રમ્પના સસ્પેંડેડ ટેરિફ આ દિવસથી ફરીથી લાદવામાં આવશે. 2 એપ્રિલના રોજ ટ્રમ્પે વિશ્વભરના લગભગ 100 દેશો પર ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આમાં ભારત પર 26% ટેરિફ લાદવામાં આવ્યો હતો. ત્યારબાદ 9 એપ્રિલના રોજ ટ્રમ્પ વહીવટીતંત્રે તેને 90 દિવસ માટે મુલતવી રાખ્યું હતું. ટ્રમ્પે ભારત જેવા દેશોને આ ડીલ પર નિર્ણય લેવા માટે આ સમય આપ્યો છે. સમાચાર એજન્સી ANI એ એક સીનિયર અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે જો વાટાઘાટો નિષ્ફળ જાય, તો 26% ટેરિફ સ્ટ્રક્ચર તાત્કાલિક અસરથી ફરીથી લાગુ કરવામાં આવશે. આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પે કહ્યું- ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર થશે: ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થશે; 9 જુલાઈ પહેલા બંને દેશો વચ્ચે ડીલ થશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક વેપાર કરાર થશે. જેમાં ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે. ટ્રમ્પે તેને બંને દેશોના બજારોમાં સારી સ્પર્ધા માટે સારું ગણાવ્યું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *