ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક ફરી વટે ચડ્યા છે. હવે તો છેલ્લી પાટલીએ બેસી ગયા છે. આ માથાકૂટનું મૂળ છે ટ્રમ્પ સરકારનું ‘બિગ બ્યૂટિફુલ બિલ’. મસ્કને શું સૂઝ્યું તો એક ટ્વીટ કરી નાખ્યું કે ટ્રમ્પનું આ બિલ સેનેટમાં પાસ ન થવું જોઈએ. જો થશે તો બીજા જ દિવસે હું ‘અમેરિકા પાર્ટી’ નામની ત્રીજી પોલિટિકલ પાર્ટી બનાવીશ. ટ્રમ્પ લાલઘૂમ થઈ ગયા. તેમણે કહ્યું, તમારી કંપનીને ખોબલે ખોબલે સબસિડી આપી છે. એ બધી બંધ કરી દઈશ. બહુ એવું હોય તો સાઉથ આફ્રિકા ચાલ્યા જાઓ. ટ્રમ્પે સાઉથ આફ્રિકાની વાત એટલે કરી કે ઇલોન મસ્કનો જન્મ સાઉથ આફ્રિકામાં થયો છે. નમસ્કાર, જાન્યુઆરી-2025માં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમની બાજુમાં બિલિયોનર ઈલોન મસ્ક ઊભા હતા. પછી તો ટ્રમ્પના દરેક નિર્ણયમાં તેઓ સાથે રહેતા. બધાને એમ હતું કે આ તો શોલેના જય-વીરુની જોડી છે. ક્યારેય તૂટશે નહીં, પણ લોકોનો ભ્રમ તૂટી ગયો. ઈલોન મસ્ક અને ટ્રમ્પ વચ્ચે તિરાડ પડી. આ તિરાડ હવે એટલી મોટી થઈ ગઈ છે કે એને સાંધવી શક્ય નથી. ટ્રમ્પ અને મસ્ક વચ્ચે શું માથાકૂટ થઈ એ જાણવા આપણે ભૂતકાળમાં જવું પડશે… મસ્ક અને ટ્રમ્પ વચ્ચે પહેલી તિરાડ આ રીતે પડી… આ વાત ત્રણ મહિના પહેલાંની છે. ફેબ્રુઆરી-2025ની. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ને એક મહિનો માંડ થયો હતો. એ વખતથી જ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તિરાડ પડી રહી હોવાના સંકેત મળી ચૂક્યા હતા. એક કેબિનેટ મિટિંગમાં મસ્કે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો પર જાહેરમાં ઘણા આક્ષેપો કર્યા. ટ્રાન્સપોર્ટમંત્રી સાથે પણ દલીલો કરી. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે મસ્કને બેસી જવા ઈશારો કર્યો. ટ્રમ્પે જાહેરમાં કહ્યું, તમારું કામ માત્ર સલાહ આપવાનું છે. નિર્ણય લેવાનું કામ મંત્રીઓનું છે. એ સમયગાળા દરમિયાન અમેરિકામાં મંદીના ભણકારા વાગી રહ્યા હતા અને એની અસર ઈલોન મસ્કની નેટવર્થ પર પણ જોવા મળી. 24 કલાકમાં મસ્કની કુલ સંપત્તિ 29 બિલિયન ડોલર એટલે કે અઢી લાખ કરોડથી વધુ ઘટી ગઈ. એક મહિના પહેલાં મસ્કે ટ્રમ્પ સરકાર સાથે છેડો ફાડી નાખ્યો અમેરિકામાં સરકારી સંસ્થા છે, જેનું નામ છે – ડોજ. (DOGE). આ સંસ્થાનું કામ એ છે કે ગમે તેમ કરીને સરકારી ખર્ચા ઘટાડવા. ટ્રમ્પ બીજીવાર રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ઈલોન મસ્કને ડોજના હેડ બનાવી દીધા. ટ્રમ્પે અવધિ આપી હતી કે મસ્ક 130 દિવસ માટે ડોજના અધ્યક્ષ રહેશે. આ 130 દિવસ 30 મેએ પૂરા થતા હતા. એના એક દિવસ પહેલાં જ 29 મેએ મસ્કે પોતે જ જાહેરાત કરીને ટ્રમ્પ સાથે છેડો ફાડી નાખ્યો. ઈલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર લખ્યું કે પોતે હવે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમનો ભાગ નથી, જોકે તેઓ ટ્રમ્પને “જિગરી દોસ્ત” માને છે. વિશેષ સરકારી અધિકારી તરીકેનો મારો નિર્ધારિત સમય પૂરો થઈ રહ્યો છે, તેથી હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માનું છું કે તેમણે મને નકામા ખર્ચ ઘટાડવાની તક આપી. સમય જતાં DOGE (ડોજ) મિશન વધુ મજબૂત બનશે. હવે એ બિલ વિશે જાણો, જેના કારણે મસ્ક અને ટ્રમ્પ સામસામા આવી ગયા ‘વન બિગ બ્યૂટિફુલ બિલ’ ટેક્સમાં કાપ, મિલિટરી બજેટમાં વધારો અને દેશમાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને મોટા પાયે દેશનિકાલ જેવી યોજનાઓ પર ખર્ચ વધારવા સાથે સંબંધિત છે, જેનો મસ્ક શરૂઆતથી જ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. બિલ પર ફરી વિવાદ કેમ? આ બિલ સેનેટમાં અટવાયું છે. બિલ રજૂ કરવા મુદ્દે ટ્રમ્પની પાર્ટીના જ બે સભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું. હવે 4 જુલાઈએ વોટિંગ થાય એ પહેલાં મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી દીધી. આ બિલ પર ફરી વિવાદ કેમ થયો? ભારતમાં કોઈ બિલ પાસ કરવું હોય તો બે ગૃહમાંથી પાસ કરવું પડે. એક લોકસભા અને બીજું રાજ્યસભા. સદસ્યો વોટ કરે તો બિલ પસાર થઈ જાય. અમેરિકામાં એવું છે કે ત્યાં પણ બે ગૃહ છે. એક હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ, જેને નીચલું ગૃહ કહે છે અને ઉપલા ગૃહને સેનેટ કહે છે. ટ્રમ્પનું બિગ બ્યૂટિફુલ બિલ નીચલા ગૃહમાં તો પાસ થઈ ગયું છે, પણ ઉપલા ગૃહમાં અટવાયું છે. અટવાયું છે એવી રીતે કે સેનેટમાં બિલ રજૂ કરવું કે નહીં, પહેલા એના માટે મતદાન થાય. સેનેટમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી અને જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યોએ વોટિંગ કર્યું. એમાં પણ ટ્રમ્પની જ પાર્ટીના બે સદસ્યોએ બિલ રજૂ કરવાના વિરુદ્ધમાં મતદાન કર્યું છતાં થયું એવું કે બિલ રજૂ કરવા માટે 51 મત પડ્યા ને ન રજૂ કરવા માટે 49 મત પડ્યા. ટૂંકમાં બિલ રજૂ કરવા લીલીઝંડી મળી ગઈ. હવે 4 જુલાઈએ સેનેટમાં આ બિલ પસાર કરવા માટે વોટિંગ થવાનું છે. આ વોટિંગ થાય એ પહેલાં જ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને વિવાદ છંછેડી દીધો. ઇલોન મસ્કે શું કહ્યું? મસ્કનું કહેવું છે કે આ શોર્ટ ટર્મ માટે લોન્ગ ટર્મમાં નુકસાન કરનારું બિલ છે. આવનારા દાયકામાં અમેરિકા પર 3થી 5 ટ્રિલિયન ડોલરનું દેવું ચડી જશે. એટલું દેવું વધી જશે જે આજના સમયમાં ભારતની GDP છે. મોડીરાત્રે ઈલોન મસ્કે ટ્વીટ કર્યું કે આ બિલ ફિઝિકલી ઈન્સેન (આર્થિક રીતે પાગલ) બિલ છે. આવનારી પેઢી માટે ખતરનાક સાબિત થશે. ટ્રમ્પ લોન્ગ ટર્મ ઈકોનોમિક સ્ટેબિલિટી લેવાને બદલે શોર્ટ ટર્મ પોલિટિકલ ગેઈન લઈ રહ્યા છે. મસ્કે તો ત્યાં સુધી કહી દીધું કે જે લોકો આ બિલને સપોર્ટ કરે છે તેમના વિરુદ્ધમાં હું કેમ્પેન ચલાવીશ. જે બિલનો વિરોધ કરશે તેમને ફંડ આપીશ. સૌથી મોટી જાહેરાત તો એ કરી કે જો આ બિલ સેનેટમાં પાસ થઈ જશે તો એના બીજા જ દિવસે નવી પોલિટિકલ પાર્ટી બનાવીશ, જેનું નામ હશે અમેરિકા પાર્ટી. અમેરિકામાં મુખ્ય બે જ પોલિટિકલ પાર્ટી છે. અમેરિકનો પાસે બે સિવાય ઓપ્શન નથી. જો મસ્ક ત્રીજી પાર્ટી બનાવે છે તો અમેરિકામાં મસ્કની પાર્ટી ઊભરી આવે તો નવાઈ નહીં. મસ્કની પાર્ટીનો એજન્ડા શું હશે? 1990માં બિલિયોનર રોસ પેરોટે ત્રીજી પોલિટિકલ પાર્ટી શરૂ કરી હતી અત્યારે ઈલોન મસ્ક અમેરિકન બિલિયોનર છે તેમ 90ના દાયરામાં રોસ પેરોટ નામના બિઝનેસમેન પણ બિલિયોનર હતા. 1990ના દાયકામાં તેમણે સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઝંપલાવી અમેરિકન રાજનીતિને હચમચાવી નાખી હતી. સામાન્ય સેલ્સમેનથી કારકિર્દી શરૂ કરનારા રોસ પેરોટે કોમ્પ્યુટર બનાવતી કંપની EDS શરૂ કરી, પણ તેમનો જીવ રાજનીતિમાં વધારે હતો. પેરોટે 1992માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું. શરૂઆતના સર્વેમાં તેઓ જ્યોર્જ બુશથી આગળ હતા, પણ પછીથી ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા. 1996માં ફરી તેમણે ચૂંટણી લડવાનું નક્કી કર્યું અને આ વખતે નવી પોલિટિકલ પાર્ટી બનાવીને લડવાનું નક્કી કર્યું. તેમણે રિપબ્લિકન અને ડેમોક્રેટિકના સંખ્યાબંધ કાર્યકરો ખરીદી લીધા. તેમણે ‘રિફોર્મ પાર્ટી’ નામથી પોલિટિકલ પાર્ટી શરૂ કરી. તેમનો સૌથી મોટો મુદ્દો સરકારી ખર્ચ ઘટાડવાનો હતો. આ જ મુદ્દો ઈલોન મસ્કનો છે. એ વખતે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બિલ ક્લિન્ટનને 49% મત મળ્યા ને પેરોટને 8% જ મત મળ્યા. પછી તેઓ રાજકારણ પડતું મૂકીને બિઝનેસ કરવા લાગ્યા. ટેક્સાસના આ ટેક્નોલોજી અબજોપતિનું 2019માં નિધન થયું ત્યારે તેમની પાસે 4.1 બિલિયન ડોલરની સંપત્તિ હતી. મસ્કની વાતથી ટ્રમ્પ ભડક્યા ટ્રમ્પે મસ્કના જવાબમાં લખ્યું, આ મસ્કની આ હિપોક્રેસી (પાખંડ) છે. મસ્કની જેટલી કંપની છે, જેમ કે ટેસ્લા, સ્પેસએક્સ, ન્યુરાલિન્કને ઘણી બધી સબસિડી આપી છે. જો સબસિડી ન આપી હોત તો આજે મસ્કની કંપની જ્યાં ઊભી છે ત્યાં ન હોત. મસ્કને ડોજમાંથી દૂર કર્યા એટલે આવું કરે છે. ટ્રમ્પે લખ્યું, હું જ્યારે ચૂંટણીપ્રચાર કરતો હતો ત્યારે મારી પોલિસી ક્લિયર હતી. હું ઈવી મેન્ડેટ એટલે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસીના વિરુદ્ધમાં હતો એ મસ્ક જાણતા હતા છતાં મને સપોર્ટ કર્યો. અમેરિકાના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ એવો માણસ હશે, જેને મસ્ક જેટલી સબસિડી મળી હોય. કોઈને નથી મળી. જો એવું જ હોય તો ઈલોન મસ્ક તેમની અમેરિકાની દુકાનો બંધ કરીને પાછા સાઉથ આફ્રિકા ચાલ્યા જાય. ટ્રમ્પે ધમકી આપી છે કે મસ્કની કંપની પરની જેટલી સબસિડી છે એ બધી હટાવી દેશે. નવું ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ભવિષ્યમાં મસ્કના બિઝનેસનું ઈન્વેસ્ટિગેશન પણ શરૂ કરાવી શકે છે. ટ્રમ્પે મસ્ક માટે સાઉથ આફ્રિકાનો ઉલ્લેખ એટલે કર્યો કે મસ્કનો જન્મ 1971માં સાઉથ આફ્રિકામાં થયો હતો. મસ્ક અને ટ્રમ્પના સંબંધોની ટાઇમલાઇન છેલ્લે, હમણાં ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ ઓટો ડ્રાઇવ કાર લોન્ચ કરી. આ કાર ડ્રાઈવર વગર શોરૂમમાંથી તેના માલિકના ઘરે પહોંચી ગઈ. હવે જોવાનું એ છે કે મસ્કની ગાડી ટ્રમ્પની પોલિટિકલ રેસમાં આગળ નીકળી જાય છે કે નહીં. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)