છેલ્લા બે અઠવાડિયામાં જાપાનના ટોકારા ટાપુઓની આસપાસ એક હજારથી વધુ ભૂકંપ આવ્યા છે. જાપાન હવામાન એજન્સી અનુસાર, આ ભૂકંપ 21 જૂનથી શરૂ થયા હતા અને હજુ પણ ભૂકંપના આંચકા આવી રહ્યા છે. બુધવારે રાત્રે લગભગ 3 વાગ્યે અહીં 5.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ એજન્સીએ ભારે ભૂકંપની ચેતવણી જાહેર કરી છે. આ સાથે, લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે. જાપાન વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત દેશોમાંનો એક છે. તે ચાર મુખ્ય ટેક્ટોનિક પ્લેટો પર વસેલું છે અને પેસિફિક મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’નો ભાગ છે. દર વર્ષે, અહીં લગભગ 1,500 ભૂકંપ આવે છે, જેમાંથી મોટાભાગના હળવા હોય છે. ટોકારા ટાપુ પર માત્ર બે અઠવાડિયામાં આટલા બધા ભૂકંપ કેમ આવ્યા તે હજુ સુધી જાણી શકાયું નથી. એક દિવસમાં 183 ભૂકંપ આવ્યા હતા ટોકારા ટાપુઓ પર, 21 થી 30 જુલાઈ દરમિયાન 740 ભૂકંપ નોંધાયા હતા, જેમાંથી મોટાભાગના ભૂકંપ 5 કે તેથી વધુ તીવ્રતાના હતા. ટોકારાના 12 ટાપુઓમાંથી 7 પર લગભગ 700 લોકો રહે છે. માહિતી અનુસાર, 23 જૂને 183 ભૂકંપ આવ્યા હતા, જે એક જ દિવસમાં આવેલા ભૂકંપની સૌથી વધુ સંખ્યા હતી. 26 જૂને 15 અને 27 જૂને 16 ભૂકંપ આવ્યા હતા. પરંતુ આ સંખ્યા ફરી વધીને 28 જૂને 34 અને 29 જૂને 98 થઈ ગઈ. 30 જૂને 62 ભૂકંપ નોંધાયા હતા. આગામી 30 વર્ષમાં ભૂકંપથી ૨2.98 લાખ લોકોના મોતનું જોખમ 2024માં જાપાનના નોટો ટાપુ પર આવેલા ભૂકંપમાં લગભગ 600 લોકો માર્યા ગયા હતા. 2011માં 9.0ની તીવ્રતાના ભૂકંપ અને સુનામીમાં 18 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. જાપાન સરકારે ચેતવણી આપી છે કે આગામી 30 વર્ષમાં અહીં ભૂકંપની તીવ્રતા 75-82 ટકા વધી શકે છે. જો આવું થાય તો 2.98 લાખ લોકો મૃત્યુ પામી શકે છે અને 2 ટ્રિલિયન ડોલર (167 લાખ કરોડ રૂપિયા)નું નુકસાન થઈ શકે છે. લોકોએ કહ્યું- એવું લાગે છે કે ઘર હંમેશા ધ્રુજતું રહે છે અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં ક્યાંયથી કોઈ નુકસાનના સમાચાર નથી અને ભૂકંપને કારણે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ જરૂર પડ્યે લોકોને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. એક સ્થાનિક રહેવાસીએ મીડિયાને જણાવ્યું કે રાત્રે અહીં સૂવું ખૂબ જ ડરામણું બની ગયું છે. એવું લાગે છે કે ઘર હંમેશા ધ્રુજતું રહે છે. સ્થાનિક લોકો કહે છે કે તેઓ ડરના કારણે સૂઈ શકતા નથી. એક વ્યક્તિએ કહ્યું, “પૃથ્વી હંમેશા ધ્રુજી રહી છે, આ ભૂકંપ એક દુઃસ્વપ્ન જેવો છે.” બીજા રહેવાસીએ કહ્યું, “મને ખબર નથી કે આ ક્યારે બંધ થશે. મારે મારા બાળકોને સલામત સ્થળે લઈ જવા છે.” સુનામી છે કે નહીં તે કેવી રીતે નક્કી કરાય છે? જાપાનની ‘સુનામી વોર્નિંગ સિસ્ટમ’ મુજબ, જો ભૂકંપ પછી સુનામીની એડવાઈઝરી અથવા એલર્ટ જાહેર કરવામાં આવે છે અને આ પછી સમુદ્રમાં 1 મીટર ઊંચા મોજા ઉછળે છે, તો તેને સુનામી કેટેગરીમાં મૂકવામાં આવે છે. તેની ઊંચાઈ પાછળથી 3 થી 5 મીટર સુધી હોઈ શકે છે. જો મોજા 5 મીટર સુધી વધે છે, તો તેને ‘મેજર સુનામી’ કેટેગરીમાં મૂકવામાં આવે છે. જાપાન રિંગ ઓફ ફાયર પર વસેલું છે જાપાન ભૂકંપના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં છે. અહીં ભૂકંપ આવતા રહે છે, કારણ કે એ બે ટેક્ટોનિક પ્લેટના જંકશનની નજીક આવેલું છે. ઇશિકાવા પ્રાંત, જ્યાં ભૂકંપ આવ્યો છે એ રિંગ ઓફ ફાયરની નજીક આવેલું છે – સમુદ્રની ચારેય કોર ભૂકંપ ફોલ્ટલાઇનની એક ઘોડાની નાળના આકારમાં- રિંગ ઓફ ફાયરની નજીક છે. રિંગ ઓફ ફાયર એ એક એવો વિસ્તાર છે, જ્યાં કોન્ટિનેટલ પ્લેટો સાથે ઓશિયનિક ટેક્ટોનિક પ્લેટો પણ આવેલી છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યારે ભૂકંપ આવે છે. એની અસરને કારણે જ સુનામી આવે છે અને જ્વાળામુખી પણ ફાટે છે. વિશ્વના 90% ભૂકંપ આ રિંગ ઓફ ફાયરમાં આવે છે. આ વિસ્તાર 40 હજાર કિલોમીટરમાં ફેલાયેલો છે. વિશ્વના તમામ સક્રિય જ્વાળામુખીમાંથી 75% આ પ્રદેશમાં છે. 15 દેશો – જાપાન, રશિયા, ફિલિપિન્સ, ઇન્ડોનેશિયા, ન્યૂઝીલેન્ડ, એન્ટાર્કટિકા, કેનેડા, અમેરિકા, મેક્સિકો, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, પેરુ, એક્વાડોર, ચિલી, બોલિવિયા રિંગ ઓફ ફાયરમાં છે. આ સમાચાર પણ વાંચો… ટુવાલુની વસ્તીનો એક તૃતીયાંશ ભાગ દેશ છોડવા માંગે છે: ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે અરજી કરી; 25 વર્ષમાં ટુવાલુનો અડધો ભાગ સમુદ્રમાં ડૂબી જશે ટુવાલુના એક તૃતીયાંશથી વધુ લોકોએ વિશ્વના પ્રથમ ‘ક્લાઇમેટ વિઝા’ માટે અરજી કરી છે. આનાથી તેઓ ઓસ્ટ્રેલિયામાં કાયમી ધોરણે રહી શકશે. આ વિઝા અરજી 16 જૂનથી શરૂ થઈ હતી.