P24 News Gujarat

‘મોન્ટુ પટેલે એક વર્ષમાં 5000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો’:ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે 117 Crની ઓફિસ અને રાજકીય નેતાના નામે 300 Crની પ્રોપર્ટી ખરીદી: ફાર્માસિસ્ટનો દાવો

‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના અધ્યક્ષ મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ બુધવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. હાલ મોન્ટુ પટેલ ફરાર છે. તેમની સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો તેમજ જરૂર ન હોવા છતાં 117 કરોડની ઓફિસ અને 17 કરોડ રૂપિયાનો બંગલો ખરીદવાનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ 4 વર્ષ પહેલાં PCIમાં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. એટલું જ નહીં આ સંસ્થાનું નેતૃત્વ કરનારા તેઓ પહેલા ગુજરાતી છે. તેઓ ભાજપના યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે. દિવ્ય ભાસ્કરે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે ફરિયાદ કરનાર અને છેલ્લાં કેટલાય સમયથી લડત ચલાવતા લોકોમાંથી મહારાષ્ટ્રના અજય સોની અને ગુજરાતના રાજેશ પટેલ સાથે વાતચીત કરી હતી. અજય સોની નાગપુરના ફાર્મસિસ્ટ છે અને ‘ફાર્મસિસ્ટ ટાઈમ્સ’ નામનું વિકલી ન્યૂઝ પેપર ચલાવે છે. ‘મોન્ટુ પટેલે 2022-23ના વર્ષમાં લગભગ 5000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે’
અજય સોનીએ કહ્યું, ‘એક અંદાજ મુજબ મોન્ટુ પટેલે 2022-23ના એક જ વર્ષમાં લગભગ 5000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓ અમદાવાદના રહેવાસી છે. તેઓ જ્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ હતા ત્યારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)માં નોમિનેટ થયા હતા. એક વખતનો કાર્યકાળ પૂરો થયા બાદ ફરી યોજાયેલી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. આથી તેમનું PCIમાં નોમિનેશન થયું નહોતું. જેથી તેમણે ખોટી રીતે દીવ-દમણથી પોતાનું નોમિનેશન કરાવડાવ્યું હતું. જે ફાર્મસી એક્ટ મુજબ ખોટું હતું. નિયમ મુજબ એક વ્યક્તિ એક રાજ્યમાંથી એક જ વખત મેમ્બરમશિપ લઈ શકે. તેમણે કોઈ અન્ય રાજમાંથી મેમ્બરશિપ લેવી હોય તો પહેલાં એક રાજ્યમાંથી રાજીનામું આપી આપવું પડે. પણ મોન્ટુ પટેલે એમ ન કરતાં દીવ-દમણ અને ગુજરાત બંનેની મેમ્બરશિપ રાખી હતી. જેમની સામે જે-તે વખતે બળદેવભાઈ નામના મેમ્બરે PCI અને કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીમાં ફરિયાદ કરી હતી. ‘ ‘નવી કોલેજની પરમશિન માટે 18થી 20 લાખ રૂપિયા લેવામાં આવે છે’
અજય સોનીના જણાવ્યા પ્રમાણે, ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંડરમાં દેશભરની 12000થી વધુ ફાર્મસી કોલેજ આવે છે. જેના રિન્યુઅલ માટે કોઈ કોલેજ પાસે 3 લાખ, કોઈ પાસે 5 લાખ તો કોઈ પાસે 10 લાખની રકમ માગવમાં આવે છે. ફાર્મસી કોલેજમાં બીફાર્મના અભ્યાસક્રમની સીટો વધારવી હોય તો 15થી 20 રૂપિયા લેવામાં આવે છે. કોલેજમાં કોર્સ કે સબ્જેક્ટ વધારવા માટે પણ 15થી 45 લાખ રૂપિયા જેટલી રકમ લેવામાં આવે છે. આ ઉપરાંત ડિપ્લોમાની નવી કોલેજની પરમિશન માટે 18થી 20 લાખ રૂપિયા લેવામાં આવે છે.’ ‘કોંગ્રેસના નેતાના નામે 300 કરોડની પ્રોપર્ટી લીધી’
અજય સોનીએ મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું, ‘મોન્ટુ પટેલ સાથે કોંગ્રેસના એક નેતા પણ મળેલા છે. જેના નામે મોન્ટુ પટેલે અંદાજે 300થી 350 કરોડની પ્રોપર્ટી લીધી છે. આ નેતા કોંગ્રેસમાં મોટા પદ પર છે. જોકે તેમની સામે મારી પાસે ઓથેન્ટિક પુરાવા નથી. પણ એ વ્યક્તિ હજી મોન્ટુ પટેલને બચાવે છે એવું સાંભળ્યું છે. બીજેપીના પદ પર રહેલી વ્યક્તિની કોંગ્રેસ નેતા મદદ કરે એ વાત બીજેપીએ વિચારવા જેવું છે. જોકે બીજેપી મોન્ટુ પટેલ પર ભરોસો કરે છે અને એક પછી એક કામ સોંપે છે. બીજેપીએ આને જલ્દીથી કાઢી મૂકવો જોઈએ. ભાજપના ટોચના નેતાઓના નામે બધા રાજ્યોમાં કોલેજોના મેનેજમેન્ટને ડરાવે છે. કોલેજવાળા પણ બીજેપીની સરકાર હોવાથી ડરી જાય છે. અને મોં માગ્યા રૂપિયા આપી દે છે.’ તેમણે કહ્યું, ‘દેશના દરેક ડિસ્ટ્રિક્ટમાં મોન્ટુ પટેલ અને તેના માણસોના એજન્ટ છે. તેમને પણ ઉઘાડા પાડવા જરૂરી છે. આ લોકોએ આખા ફાર્મા ફિલ્ડનું સત્યાનાશ કરી નાખ્યું છે. તમે કોઈ પણ ફાર્મા એકેડેમિશિયનને પૂછશો તો એ કહેશે કે પહેલા અમારું ફાર્મા પ્રોફેશન શું હતું અને હવે શું છે.’ અજય સોનીએ કહ્યું, ‘અત્યાર સુધીમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)ના અધ્યક્ષપદે ઘણા લોકો રહી ચૂક્યા હતા. સંસ્થાના ખાતામાં અબજો જરૂપિયા જમા હતા. જે મોન્ટુ પટેલથી જોવાયું નહી અને તેણે ખર્ચા શરૂ કરી દીધા. પહેલા એક ગાડી હતી, આજે પાંચ લક્ઝરી ગાડી લઈ આવ્યા છે. એક ડ્રાઈવરથી કામ ચાલતું હતું, આમણે ત્રણ ડ્રાઈવર રાખ્યા છે. પૂરતા કર્મચારી હોવા છતાં પોતાની સુવિધા માટે 100 નવા લોકોની ભરતી કરી હતી. તેમની સેલરી સહિતના ખર્ચા PCI આપે છે.’ ‘ જરૂર ન હોવા છતાં 117 કરોડની નવી ઓફિસ ખરીદી’
તેમણે વધુમા્ં કહ્યું, ‘PCI જૂની ઓફિસ દિલ્હીના ઓખલા વિસ્તારમાં વિશાળ જગ્યામાં હતી, આમ છતાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં 117 કરોડ રૂપિયામાં નવી ઓફિસ ખરીદી હતી. જેના રજિસ્ટ્રેશન પાછળ 20થી 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આમ જેની જરૂર નહોતી એવી મિલકત ખરીદીને 130 કરોડ રૂપિયા વાપરી નાખ્યા હતા. જ્યારે આ પ્રોપર્ટીનું રેટ પ્રમાણે કેલ્યુકેશન કરો તો તેની કિંમત 85થી 87 કરોડ રૂપિયા જ થાય છે. અત્યાર સુધી PCIના કોઈ પણ અધ્યક્ષે રહેવા માટે પોતાનું મકાન નહોતું લીધું, આને 17 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો. જ્યાં ખરીદ્યો ત્યાં અત્યારે 10-15 કરોડમાં પ્રોપર્ટી મળે છે. એટલે કે 5-6 કરોડ તો લાંચમાં જ ગયા. મતલબ કે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે.’ અજય સોનીએ આગળ કહ્યું, ‘મોન્ટુ પટેલની વિરુદ્ધમાં અમે વર્ષ 2022-23માં એ વખતના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે તેમજ ત્યાર બાદ હાલના કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાને ફરિયાદ કરી હતી. આ અગાઉ મોન્ટુ પટેલ સામે સીબીઆઈએ તપાસ કરી હતી. પણ કંઈ હાથ લાગ્યું નહોતું. અમે કેટલાય મહિનાથી સતત હેમરિંગ કરી રહ્યા હતા. અંતે હવે સરકાર જાગી છે અને કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. ‘ અજય સોનીએ ઉમેર્યું, ‘ગઈ કાલ બુધવારે સીબીઆઈના 7 અધિકારીઓએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દિલ્હી સ્થિત ઓફિસ પર રેડ પાડી હતી. ત્યાંથી કમ્પ્યુટર ફાઈલ્સ સહિતની સામગ્ર જપ્ત કરી હતી. અન્ય લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. જોકે રેડમાં મોન્ટુ પટેલ અને તેમનો ડ્રાઈવર મળ્યા નહોતા. તેમના મોબાઈલ ફોન સતત બંધ આવે છે.’ ‘મારી પાસે મોન્ટુ પટેલની ડાયરીનો ફોટો, જેમાં લાખોની લેવડ-દેવડનો ઉલ્લેખ’
અજય સોનીએ દાવો કર્યો હતો કે મોન્ટુ પટેલની એક ડાયરીના ફોટો તેની પાસે છે. જેમાં કોની સાથે કેટલા રૂપિયાની લેવડ-દેવડ થઈ તેનો ઉલ્લેખ છે. તેમણે વાતને આગળ વધારતા કહ્યું, ‘મોન્ટુ પટેલને સુપ્રીમ કોર્ટે પણ ખખડાવ્યા હતા.કોર્ટે કહ્યું હતું કે જો તમે હજુ પણ નિયમ નહીં પાળો, લોકોની તકલીફ દૂર નહીં થાય તો તમે આવતી વખતે શેતરંજી અને કંબલ સાથે લઈને આવજો. તમને અમે અહિયાથી સીધા તિહાર જેલ મોકલીશું. સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આવું લખ્યું છે. આ કેસની વિગત એવી છે કે એક કોલેજ પાસે નાની નાની વસ્તુઓના કારણે આ લોકો રૂપિયા માંગતા હતા. જેના કારણે કોલેજવાળાઓએ કોર્ટનો સહારો લીધો હતો અને કહ્યું હતું કે અમારી પાસે બધુ હોવા છતાં એપ્રુવલ નથી મળતી, જ્યારે અન્ય લોકોને ઘણી કમીઓ હોવા છતાં એપ્રુવ આપી દેવામાં આવે છે.’ અજય સોનીએ કહ્યું, ‘મોન્ટુ પટેલે આખા દેશમાં તેની વિરુદ્ધમાં સમાચારો આપ્યા હતા. જેથી 6 રાજ્યોમાંથી કુલ 7 લોકોએ મારા પર માનહાનીની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ગુજરાતમાંથી મોન્ટુ પટેલ અને તેની પત્ની ખુશ્બુ પટેલે મારી સામે માનહાનીની ફરિયાદ કરી હતી. જ્યારે પંજાબમાંથી ભંસલજી, તેલંગાણાથી વેંકટરમના સહિતના લોકોએ ફરિયાદ કરી હતી. જ્યાર મોન્ટુ પટેલ સામે સામે અમે જ્યાં જ્યાં પણ ફરિયાદ કરી હતી ત્યાં એ લોકો રૂપિયા આપીને દબાવી દે છે. પણ આ વખતે સીબીઆઈ સક્રિય થઈ છે. અને તેની તપાસમાં મને પૂરો વિશ્વાસ છે. દિવ્ય ભાસ્કરે ફાર્મસી હિતરક્ષક સમિતિના સભ્ય અને ગુજરાત ફાર્મસી એસોસિએશનના પૂર્વ મંત્રી રાજેશ પટેલે સાથે પણ વાતચીત કરી હતી. ‘મોન્ટુ પટેલ મેમ્બર જ નથી તો ચેરમેન કેવી રીત બન્યા?’
રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ‘મોન્ટુ પટેલ ચેરમેન બન્યા છે પણ એ ખરેખર ક્યાના મેમ્બર છે એ એને પોતાને ખબર નથી. એક વખત ગુજરાત સરકારના મેમ્બર હતા. એ ઇલેક્શન હારી ગયા. પછી દીવ-દમણથી ખોટા મેમ્બર બન્યા. ખરેખર નિયમ એવો છે કે મેમ્બર હોય એ કાઉન્સિલનો ચેરમેન બની શકે. પણ એ અત્યારે એક વર્ષથી ક્યાંય મેમ્બર છે જ નહીં. તો પણ મોન્ટુ પટેલ કાઉન્સિલના ચેરમેનનો હોદ્દો ધરાવતો હતો.’ મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં આચરેલી ગેરરીતિની તપાસ થશે
મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે. મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કામગીરી શું?
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ફાર્માસિસ્ટ તથા ફાર્મસીને લગતા અભ્યાસક્રમના નીતિવિષયક બાબતો ક્ષેત્રે કામ કરે છે. જે માટે કાઉન્સિલ રેગ્યુલેશનની કામગીરી પણ કરતું હોય છે. સાથે સાથે દેશભરની નવી ફાર્મસી કોલેજના પરવાનગી આપવાનું તથા કોલેજ નિરીક્ષણ કરીને તેની માન્યતા રિન્યુ કરવાનું પણ કામ કરતું હોય છે.

​’ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના અધ્યક્ષ મોન્ટુ પટેલની દિલ્હી સ્થિત ઓફિસ તેમજ અમદાવાદ સ્થિત પ્રોપર્ટી પર સીબીઆઈએ બુધવાર મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. દેશની 12000 ફોર્મસી કોલેજ જેની અન્ડરમાં આવે છે એ ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ના વડા સામે કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. હાલ મોન્ટુ પટેલ ફરાર છે. તેમની સામે ખોટી રીતે અધ્યક્ષ બની ફાર્મસી કોલેજમાં અલગ-અલગ મંજૂરીના નામે લાખો રૂપિયા ઉઘરાવવાનો તેમજ જરૂર ન હોવા છતાં 117 કરોડની ઓફિસ અને 17 કરોડ રૂપિયાનો બંગલો ખરીદવાનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ 4 વર્ષ પહેલાં PCIમાં સૌથી નાની વયે પ્રમુખ બન્યા હતા. એટલું જ નહીં આ સંસ્થાનું નેતૃત્વ કરનારા તેઓ પહેલા ગુજરાતી છે. તેઓ ભાજપના યુવા મોરચા સાથે પણ સંકળાયેલા છે. દિવ્ય ભાસ્કરે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે ફરિયાદ કરનાર અને છેલ્લાં કેટલાય સમયથી લડત ચલાવતા લોકોમાંથી મહારાષ્ટ્રના અજય સોની અને ગુજરાતના રાજેશ પટેલ સાથે વાતચીત કરી હતી. અજય સોની નાગપુરના ફાર્મસિસ્ટ છે અને ‘ફાર્મસિસ્ટ ટાઈમ્સ’ નામનું વિકલી ન્યૂઝ પેપર ચલાવે છે. ‘મોન્ટુ પટેલે 2022-23ના વર્ષમાં લગભગ 5000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે’
અજય સોનીએ કહ્યું, ‘એક અંદાજ મુજબ મોન્ટુ પટેલે 2022-23ના એક જ વર્ષમાં લગભગ 5000 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે. તેઓ અમદાવાદના રહેવાસી છે. તેઓ જ્યારે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રેસિડેન્ટ હતા ત્યારે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)માં નોમિનેટ થયા હતા. એક વખતનો કાર્યકાળ પૂરો થયા બાદ ફરી યોજાયેલી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં તેમની હાર થઈ હતી. આથી તેમનું PCIમાં નોમિનેશન થયું નહોતું. જેથી તેમણે ખોટી રીતે દીવ-દમણથી પોતાનું નોમિનેશન કરાવડાવ્યું હતું. જે ફાર્મસી એક્ટ મુજબ ખોટું હતું. નિયમ મુજબ એક વ્યક્તિ એક રાજ્યમાંથી એક જ વખત મેમ્બરમશિપ લઈ શકે. તેમણે કોઈ અન્ય રાજમાંથી મેમ્બરશિપ લેવી હોય તો પહેલાં એક રાજ્યમાંથી રાજીનામું આપી આપવું પડે. પણ મોન્ટુ પટેલે એમ ન કરતાં દીવ-દમણ અને ગુજરાત બંનેની મેમ્બરશિપ રાખી હતી. જેમની સામે જે-તે વખતે બળદેવભાઈ નામના મેમ્બરે PCI અને કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીમાં ફરિયાદ કરી હતી. ‘ ‘નવી કોલેજની પરમશિન માટે 18થી 20 લાખ રૂપિયા લેવામાં આવે છે’
અજય સોનીના જણાવ્યા પ્રમાણે, ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની અંડરમાં દેશભરની 12000થી વધુ ફાર્મસી કોલેજ આવે છે. જેના રિન્યુઅલ માટે કોઈ કોલેજ પાસે 3 લાખ, કોઈ પાસે 5 લાખ તો કોઈ પાસે 10 લાખની રકમ માગવમાં આવે છે. ફાર્મસી કોલેજમાં બીફાર્મના અભ્યાસક્રમની સીટો વધારવી હોય તો 15થી 20 રૂપિયા લેવામાં આવે છે. કોલેજમાં કોર્સ કે સબ્જેક્ટ વધારવા માટે પણ 15થી 45 લાખ રૂપિયા જેટલી રકમ લેવામાં આવે છે. આ ઉપરાંત ડિપ્લોમાની નવી કોલેજની પરમિશન માટે 18થી 20 લાખ રૂપિયા લેવામાં આવે છે.’ ‘કોંગ્રેસના નેતાના નામે 300 કરોડની પ્રોપર્ટી લીધી’
અજય સોનીએ મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું, ‘મોન્ટુ પટેલ સાથે કોંગ્રેસના એક નેતા પણ મળેલા છે. જેના નામે મોન્ટુ પટેલે અંદાજે 300થી 350 કરોડની પ્રોપર્ટી લીધી છે. આ નેતા કોંગ્રેસમાં મોટા પદ પર છે. જોકે તેમની સામે મારી પાસે ઓથેન્ટિક પુરાવા નથી. પણ એ વ્યક્તિ હજી મોન્ટુ પટેલને બચાવે છે એવું સાંભળ્યું છે. બીજેપીના પદ પર રહેલી વ્યક્તિની કોંગ્રેસ નેતા મદદ કરે એ વાત બીજેપીએ વિચારવા જેવું છે. જોકે બીજેપી મોન્ટુ પટેલ પર ભરોસો કરે છે અને એક પછી એક કામ સોંપે છે. બીજેપીએ આને જલ્દીથી કાઢી મૂકવો જોઈએ. ભાજપના ટોચના નેતાઓના નામે બધા રાજ્યોમાં કોલેજોના મેનેજમેન્ટને ડરાવે છે. કોલેજવાળા પણ બીજેપીની સરકાર હોવાથી ડરી જાય છે. અને મોં માગ્યા રૂપિયા આપી દે છે.’ તેમણે કહ્યું, ‘દેશના દરેક ડિસ્ટ્રિક્ટમાં મોન્ટુ પટેલ અને તેના માણસોના એજન્ટ છે. તેમને પણ ઉઘાડા પાડવા જરૂરી છે. આ લોકોએ આખા ફાર્મા ફિલ્ડનું સત્યાનાશ કરી નાખ્યું છે. તમે કોઈ પણ ફાર્મા એકેડેમિશિયનને પૂછશો તો એ કહેશે કે પહેલા અમારું ફાર્મા પ્રોફેશન શું હતું અને હવે શું છે.’ અજય સોનીએ કહ્યું, ‘અત્યાર સુધીમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI)ના અધ્યક્ષપદે ઘણા લોકો રહી ચૂક્યા હતા. સંસ્થાના ખાતામાં અબજો જરૂપિયા જમા હતા. જે મોન્ટુ પટેલથી જોવાયું નહી અને તેણે ખર્ચા શરૂ કરી દીધા. પહેલા એક ગાડી હતી, આજે પાંચ લક્ઝરી ગાડી લઈ આવ્યા છે. એક ડ્રાઈવરથી કામ ચાલતું હતું, આમણે ત્રણ ડ્રાઈવર રાખ્યા છે. પૂરતા કર્મચારી હોવા છતાં પોતાની સુવિધા માટે 100 નવા લોકોની ભરતી કરી હતી. તેમની સેલરી સહિતના ખર્ચા PCI આપે છે.’ ‘ જરૂર ન હોવા છતાં 117 કરોડની નવી ઓફિસ ખરીદી’
તેમણે વધુમા્ં કહ્યું, ‘PCI જૂની ઓફિસ દિલ્હીના ઓખલા વિસ્તારમાં વિશાળ જગ્યામાં હતી, આમ છતાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં 117 કરોડ રૂપિયામાં નવી ઓફિસ ખરીદી હતી. જેના રજિસ્ટ્રેશન પાછળ 20થી 25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આમ જેની જરૂર નહોતી એવી મિલકત ખરીદીને 130 કરોડ રૂપિયા વાપરી નાખ્યા હતા. જ્યારે આ પ્રોપર્ટીનું રેટ પ્રમાણે કેલ્યુકેશન કરો તો તેની કિંમત 85થી 87 કરોડ રૂપિયા જ થાય છે. અત્યાર સુધી PCIના કોઈ પણ અધ્યક્ષે રહેવા માટે પોતાનું મકાન નહોતું લીધું, આને 17 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો હતો. જ્યાં ખરીદ્યો ત્યાં અત્યારે 10-15 કરોડમાં પ્રોપર્ટી મળે છે. એટલે કે 5-6 કરોડ તો લાંચમાં જ ગયા. મતલબ કે ક્યાંકને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે.’ અજય સોનીએ આગળ કહ્યું, ‘મોન્ટુ પટેલની વિરુદ્ધમાં અમે વર્ષ 2022-23માં એ વખતના કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સામે તેમજ ત્યાર બાદ હાલના કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડાને ફરિયાદ કરી હતી. આ અગાઉ મોન્ટુ પટેલ સામે સીબીઆઈએ તપાસ કરી હતી. પણ કંઈ હાથ લાગ્યું નહોતું. અમે કેટલાય મહિનાથી સતત હેમરિંગ કરી રહ્યા હતા. અંતે હવે સરકાર જાગી છે અને કડક પગલા લેવાનું શરૂ કર્યું છે. ‘ અજય સોનીએ ઉમેર્યું, ‘ગઈ કાલ બુધવારે સીબીઆઈના 7 અધિકારીઓએ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના દિલ્હી સ્થિત ઓફિસ પર રેડ પાડી હતી. ત્યાંથી કમ્પ્યુટર ફાઈલ્સ સહિતની સામગ્ર જપ્ત કરી હતી. અન્ય લોકોના નિવેદનો પણ લેવામાં આવ્યા હતા. જોકે રેડમાં મોન્ટુ પટેલ અને તેમનો ડ્રાઈવર મળ્યા નહોતા. તેમના મોબાઈલ ફોન સતત બંધ આવે છે.’ ‘મારી પાસે મોન્ટુ પટેલની ડાયરીનો ફોટો, જેમાં લાખોની લેવડ-દેવડનો ઉલ્લેખ’
અજય સોનીએ દાવો કર્યો હતો કે મોન્ટુ પટેલની એક ડાયરીના ફોટો તેની પાસે છે. જેમાં કોની સાથે કેટલા રૂપિયાની લેવડ-દેવડ થઈ તેનો ઉલ્લેખ છે. તેમણે વાતને આગળ વધારતા કહ્યું, ‘મોન્ટુ પટેલને સુપ્રીમ કોર્ટે પણ ખખડાવ્યા હતા.કોર્ટે કહ્યું હતું કે જો તમે હજુ પણ નિયમ નહીં પાળો, લોકોની તકલીફ દૂર નહીં થાય તો તમે આવતી વખતે શેતરંજી અને કંબલ સાથે લઈને આવજો. તમને અમે અહિયાથી સીધા તિહાર જેલ મોકલીશું. સુપ્રીમ કોર્ટના જજમેન્ટના આવું લખ્યું છે. આ કેસની વિગત એવી છે કે એક કોલેજ પાસે નાની નાની વસ્તુઓના કારણે આ લોકો રૂપિયા માંગતા હતા. જેના કારણે કોલેજવાળાઓએ કોર્ટનો સહારો લીધો હતો અને કહ્યું હતું કે અમારી પાસે બધુ હોવા છતાં એપ્રુવલ નથી મળતી, જ્યારે અન્ય લોકોને ઘણી કમીઓ હોવા છતાં એપ્રુવ આપી દેવામાં આવે છે.’ અજય સોનીએ કહ્યું, ‘મોન્ટુ પટેલે આખા દેશમાં તેની વિરુદ્ધમાં સમાચારો આપ્યા હતા. જેથી 6 રાજ્યોમાંથી કુલ 7 લોકોએ મારા પર માનહાનીની ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. ગુજરાતમાંથી મોન્ટુ પટેલ અને તેની પત્ની ખુશ્બુ પટેલે મારી સામે માનહાનીની ફરિયાદ કરી હતી. જ્યારે પંજાબમાંથી ભંસલજી, તેલંગાણાથી વેંકટરમના સહિતના લોકોએ ફરિયાદ કરી હતી. જ્યાર મોન્ટુ પટેલ સામે સામે અમે જ્યાં જ્યાં પણ ફરિયાદ કરી હતી ત્યાં એ લોકો રૂપિયા આપીને દબાવી દે છે. પણ આ વખતે સીબીઆઈ સક્રિય થઈ છે. અને તેની તપાસમાં મને પૂરો વિશ્વાસ છે. દિવ્ય ભાસ્કરે ફાર્મસી હિતરક્ષક સમિતિના સભ્ય અને ગુજરાત ફાર્મસી એસોસિએશનના પૂર્વ મંત્રી રાજેશ પટેલે સાથે પણ વાતચીત કરી હતી. ‘મોન્ટુ પટેલ મેમ્બર જ નથી તો ચેરમેન કેવી રીત બન્યા?’
રાજેશ પટેલે જણાવ્યું હતું કે, ‘મોન્ટુ પટેલ ચેરમેન બન્યા છે પણ એ ખરેખર ક્યાના મેમ્બર છે એ એને પોતાને ખબર નથી. એક વખત ગુજરાત સરકારના મેમ્બર હતા. એ ઇલેક્શન હારી ગયા. પછી દીવ-દમણથી ખોટા મેમ્બર બન્યા. ખરેખર નિયમ એવો છે કે મેમ્બર હોય એ કાઉન્સિલનો ચેરમેન બની શકે. પણ એ અત્યારે એક વર્ષથી ક્યાંય મેમ્બર છે જ નહીં. તો પણ મોન્ટુ પટેલ કાઉન્સિલના ચેરમેનનો હોદ્દો ધરાવતો હતો.’ મહારાષ્ટ્રની કોલેજોને આપેલી માન્યતામાં આચરેલી ગેરરીતિની તપાસ થશે
મોન્ટુ પર કોલેજની માન્યતા બદલ લાંચ લેવાનો પણ આક્ષેપ છે. આ કાર્યવાહીને લઈ મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોમાં કોલેજોની માન્યતામાં આચરેલી ગેરરીતિની પણ તપાસ કરવામાં આવશે. મોન્ટુ પટેલ અને તેના સહયોગીઓ પર PCIમાં નકલી ઇનવર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ અને GPSCની ફાઇલોમાં હેરાફેરી કરીને પોતાને અને પોતાના સાથીઓને મોટા પદ પર બેસાડવાના આક્ષેપો પણ થઈ ચૂક્યા છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કામગીરી શું?
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ફાર્માસિસ્ટ તથા ફાર્મસીને લગતા અભ્યાસક્રમના નીતિવિષયક બાબતો ક્ષેત્રે કામ કરે છે. જે માટે કાઉન્સિલ રેગ્યુલેશનની કામગીરી પણ કરતું હોય છે. સાથે સાથે દેશભરની નવી ફાર્મસી કોલેજના પરવાનગી આપવાનું તથા કોલેજ નિરીક્ષણ કરીને તેની માન્યતા રિન્યુ કરવાનું પણ કામ કરતું હોય છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *