P24 News Gujarat

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:અચાનક મૃત્યુનો કોરોના રસી સાથે સંબંધ નથી, ઓલા-ઉબેર હવે ડબલ ભાડાં વસૂલશે; દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

નમસ્તે, કાલના મોટા સમાચાર કોવિડ પછી અચાનક મોત પર થયેલા સ્ટડીના રહ્યા, દેશની હેલ્થ એજન્સીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અચાનક મોતને કોવિડ વેક્સિન સાથે સંબંધ નથી. જ્યારે કેન્દ્રએ ઓલા-ઉબર જેવાં પ્લેટફોર્મ્સને પિક અવર્સમાં 2 ગણા ભાડાં વસૂલ કરવા અનુમતિ આપી છે. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઇવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમરનાથ યાત્રીઓનો પ્રથમ જથ્થો પહેલગામથી રવાના થશે. આ ટુકડી ચંદનવાડી થઈને શેષનાગ પહોંચશે.
2. PM મોદીની ઘાના યાત્રાનો બીજો દિવસ છે. અહીં સંસદના જોઈન્ટ સેશનને સંબોધિત કરશે. તેના પછી ત્રિનિદાદ માટે રવાના થશે.
3. ઈંગ્લેન્ડ-ઈન્ડિયા વચ્ચેની બીજી ટેસ્ટનો બીજો દિવસ, બપોરે 3.30 વાગ્યાથી બર્મિંગહામમાં રમાશે.
📰 કાલના મોટા સમાચારો 1. કોરોના બાદ અચાનક મૃત્યુ મામલે સ્ટડી, વેક્સિન સાથે સંબંધ નથી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC)એ તેના રિસર્ચમાં જણાવ્યું હતું કે દેશમાં હાર્ટ-એટેકને કારણે થતાં અચાનક મૃત્યુનો કોવિડ વેક્સિન સાથે કોઈ સીધો સંબંધ નથી. આ રિસર્ચ 18થી 45 વર્ષની વયના લોકોનાં અચાનક મૃત્યુ પર કેન્દ્રિત હતું. આરોગ્ય મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી. રિસર્ચથી પુષ્ટિ મળી છે કે ભારતની કોવિડ વેક્સિન સલામત અને અસરકારક છે. એનાથી થતી ગંભીર આડઅસરોના કિસ્સાઓ નહિવત્ છે. રિસર્ચ દર્શાવે છે કે હૃદય સંબંધિત કારણોથી મૃત્યુનાં બીજાં કારણો પણ હોઈ શકે છે. આમાં આનુવંશિકતા, લાઇફસ્ટાઇલ, પહેલાંથી જૂની બીમારી અને કોવિડ બાદના કોમ્પ્લિકેશન સામેલ છે. અચાનક મૃત્યુનાં કારણોને સમજવા માટે ICMR અને NCDC સાથે મળીને કામ કરી રહ્યા છે. આ માટે બે રિસર્ચ સ્ટડી હાથ ધરવામાં આવી રહ્યા છે. પહેલો ભૂતકાળના ડેટા પર આધારિત હતો અને બીજો રિયલ ટાઈમ ઈન્વેસ્ટિગેશન સાથે સંબંધિત હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 2. હિમાચલમાં પહાડ ધસી પડ્યો, UP પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ દેશના મોટા ભાગનાં રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ છે. હિમાચલમાં છેલ્લા 3 દિવસમાં 11 સ્થળે વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું. પહાડો પરથી કાટમાળ રસ્તાઓ પર પડ્યો છે. હિમાચલમાં ભારે વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ત્રણ દિવસમાં વાદળ ફાટવાની 11થી વધુ ઘટનાઓ બની છે. એનાથી નદીઓના પાણીનો સ્તર વધ્યો છે. મંડીમાં 11 લોકો તણાઈ ગયા હતા, જેમાંથી 10 લોકોના મૃતદેહ મળ્યા છે. યુપીમાં વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ છે. વારાણસીમાં ગંગાના વધતા જળસ્તરને કારણે ઘાટ કિનારે આવેલાં 20 નાનાં મંદિરો ડૂબી ગયાં છે. મણિકર્ણિકા ઘાટ સુધી પાણી પહોંચી ગયું છે. મણિકર્ણિકા ઘાટનો ગંગા દ્વાર ઘાટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જો પરિસ્થિતિ આવી જ રહેશે, તો ટૂંક સમયમાં ઘાટ પર અવરજવર બંધ થઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઓલા-ઉબેર-રેપિડો હવે બમણું ભાડું વસૂલશે; ડ્રાઇવર રાઇડ કેન્સલ કરશે તો 10 ટકા દંડ જો તમે ઓફિસમાં મુસાફરી કરતા હોવ અથવા સાંજના પિક અવર્સ દરમિયાન ઓલા, ઉબેર અથવા રેપિડો દ્વારા મુસાફરી કરો છો તો હવે એ તમારા ખિસ્સા પર વધુ ભાર પડી શકે છે. કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેના હેઠળ એપ-આધારિત ટેક્સી કંપનીઓ હવે પિક અવર્સ દરમિયાન બેઝ ભાડું બમણું વસૂલ કરી શકશે. પિક અવર્સ એ એવો સમય હોય છે, જ્યારે રસ્તાઓ પર ભારે ટ્રાફિક હોય છે અથવા કેબની માગ વધે છે, જેમ કે સવાર અને સાંજના ધસારાના કલાકો દરમિયાન અથવા ખરાબ હવામાન દરમિયાન. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ટૂથપેસ્ટ, કપડાં, જૂતાં અને વાસણો સસ્તાં થઈ શકે છે: સરકાર GST ઘટાડી શકે છે કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને વધુ એક મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દરોમાં ટૂંક સમયમાં ભારે ઘટાડો થઈ શકે છે, જેના કારણે સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓ સસ્તી થશે. સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે વપરાતી અને હાલમાં 12% GST લાગતી વસ્તુઓ પર GST ઘટાડવાનું ગંભીરતાથી વિચારી રહી છે. સરકાર GST પર મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે અને આ અંતર્ગત 12% GST સ્લેબ હેઠળ આવતા મોટા ભાગના માલ-સામાનને 5% કેટેગરીમાં લાવી શકાય છે. સરકાર 12 ટકા GST યાદીમાં રહેલી મોટા ભાગની વસ્તુઓને 5 ટકાના સ્લેબમાં લાવવા અથવા 12 ટકાના સ્લેબને જ નાબૂદ કરવા પર વિચારી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. પોલીસને સોનમનાં બે મંગળસૂત્ર મળ્યાં:રાજાના ભાઈએ કહ્યું- એક અમે આપ્યું, પણ બીજાની ખબર નથી ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાના કેસમાં રાજાના ભાઈ વિપિન રઘુવંશીએ એક નવો દાવો કર્યો છે. વિપિન કહે છે કે જ્યારે મેઘાલય પોલીસે તેમને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે સોનમ પાસેથી બે મંગળસૂત્ર મળ્યાં છે. આ મંગળસૂત્રોમાંથી એક એ છે, જે અમારા પરિવારે સોનમને તેના લગ્ન સમયે આપ્યું હતું, પરંતુ બીજું મંગળસૂત્ર ક્યાંથી આવ્યું એ જાણી શકાયું નથી. શક્ય છે કે રાજાના મૃત્યુ પછી જ્યારે સોનમ ઇન્દોરમાં રહી હતી ત્યારે તેના અને રાજ કુશવાહાનાં લગ્ન થયાં હોય અને આ બીજું મંગળસૂત્ર તેનું હોય. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના: રાજ્યમાં વાવણી લાયક વરસાદ ગત 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકદંરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી સપ્તાહથી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 56 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ ડાંગના સુબીરમાં સવાત્રણ ઇંચ, જ્યારે તાપીના ડોલવણમાં પોણાત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગુજરાતમાં કેજરીવાલની હાજરીમાં AAPનો સદસ્યતા કાર્યક્રમ, ગારિયાધારના MLAની ગેરહાજરી સાવદર બેઠક પર જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. પાર્ટીએ આગામી સમયમાં યોજાનારી કોર્પોરેશન-જિલ્લા પંચાયતની ચૂંટણી અને 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે, જેના ભાગરૂપે આજે કેજરીવાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો, જોકે આજના કાર્યક્રમમાં ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીની સૂચક ગેરહાજરી જોવા મળી. કાર્યક્રમ તો ઠીક, પણ પાર્ટીએ તૈયાર કરેલાં હોર્ડિંગ્ઝમાંથી પણ વાઘાણીની બાદબાકી ઊડીને આંખે વળગી હતી. ઉમેશ મકવાણા બાદ સુધીર વાઘાણી પણ પાર્ટીથી નારાજ હોવાની ચર્ચા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્ત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ : કોલકાતા ગેંગરેપ: ત્રણ આરોપીની કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવાઈ: લો કોલેજે મનોજીત મિશ્રાને નોકરીમાંથી કાઢી મૂક્યો, અન્ય બે આરોપીને સસ્પેન્ડ કર્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈન્ટરનેશનલ : ‘ટ્રમ્પ ફ્રેગ્રેન્સ’, સ્માર્ટ ફોન પછી ટ્રમ્પે લોન્ચ કર્યું પર્ફ્યૂમ:સોશિયલ મીડિયા પર વિક્ટ્રી-47ની જાહેરાત કરી, કિંમત 21 હજાર; ટ્રમ્પે કહ્યું, આ જીતનું પ્રતીક. વાંચો સંપૂર્ણ સમાચાર 3. નેશનલ : થાણેમાં MNS કાર્યકરોએ ગુજરાતી દુકાનદારને લાફા ઝીંક્યા:મરાઠી બોલવું કેમ જરૂરી? આટલું પૂછવા પર એક પછી એક 3 લાફા માર્યા, કાર્યકર્તાએ કહ્યું, આ મહારાષ્ટ્ર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈન્ટરનેશનલ : બાંગ્લાદેશમાં શેખ હસીનાને 6 મહિનાની જેલની સજા:કોર્ટના તિરસ્કારના દોષી જાહેર; પૂર્વ પીએમ 11 મહિના પહેલાં ભારત ભાગી ગયાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સ્પોર્ટ્સ : સરહદ બાદ ક્રિકેટના ગ્રાઉન્ડમાં ભારત-પાક. વચ્ચે જંગ:એશિયા કપમાં બંને ટીમ વચ્ચે બે મેચ, 5થી 21 સપ્ટેમ્બર દરમિયાન ટુર્નામેન્ટ યોજાશે; મીડિયા રિપોર્ટમાં દાવો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. હેલ્થ : મોન્સૂન એટલે મન માટે મજા અને શરીર માટે સજા!:બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શનનું જોખમ વધે છે, ડૉક્ટર પાસેથી જાણો બચવાની 15 ટિપ્સ. વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટે બીયર પીધી ગુજરાત હાઈકોર્ટમાં 26 જૂને વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ ભાસ્કર તન્નાએ બિયર પીતા હોવાનો એક વીડિયો સામે આવ્યો હતો. સુનાવણી દરમિયાન તન્ના મગમાંથી બિયર પીતા જોવા મળ્યા હતા. કોર્ટે તન્ના સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી છે. હાઈકોર્ટે તન્નાની વર્ચ્યુઅલ હાજરી પર પ્રતિબંધ મૂક્યો છે. આગામી સુનાવણી 2 અઠવાડિયાં પછી થશે. ​​​​​​​📸​​​​​​​ ફોટો, જે પોતે સમાચાર છે 🌟​​​​​​​ ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View: અમેરિકા ભારત પર ઓળઘોળ:ટ્રમ્પ કૂણાં પડ્યા, હવે ટ્રેડ ડીલ કરવા તલપાપડ, બે જગ્યાએ પેચ ફસાયો, જાણો ત્રણ સંભાવના અને જગત જમાદારની ગરજની કહાની ​​​​​​​2. અરુણા લોખંડનો દસ્તો લઈ બાળક પર તૂટી પડી:રસોડામાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું, લાશને કોથળામાં રાખી કબાટમાં મૂકી દીધી 3. ગ્રાઉન્ડ રિપોર્ટ : અમરનાથ યાત્રા પર કઈ રીતે જશો, જાણો બધું:રજિસ્ટ્રેશન, ક્યાં રોકાવું અને કેટલો ખર્ચ, પહેલગામ એટેક પછી કેટલો સુરક્ષિત છે માર્ગ 4. હાથરસ નાસભાગઃ પોલીસની ભૂલથી 121નાં મોત:3 લાખ લોકો સેવાદારોના ભરોસે, તપાસ વગર મંજૂરી, ઝેરી સ્પ્રે-ચરણરજની થિયરી કેટલી સાચી? 5. તેલંગાણા ફેક્ટરી બ્લાસ્ટઃ બળેલા મજૂરો 100 મીટર દૂર જઈને પડ્યા:પહેલી સેલરી ના લઈ શક્યા અજય-જસ્ટિન, પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું, આવું દૃશ્ય ક્યારેય નથી જોયું 6. આજનું એક્સપ્લેનર:ભારત બનાવી રહ્યું ‘બંકર બસ્ટર‘ મિસાઇલ; જમીનમાં 100 મીટર નીચે જઈને મચાવશે તબાહી; PAK-ચીનનાં ગુપ્ત ઠેકાણાં સુધીની રેન્જ ​​​​​​​​​​​​​🌍​​​​​​​ કરંટ અફેર્સ​​​​​​​​​​​​​​ ⏳​​​​​​​ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️​​​​​​​ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:વૃષભ જાતકો કોર્ટ-કચેરી જેવા મામલાઓથી દૂર રહો, કન્યા જાતકોએ રોકાણ કરવાનું ટાળવું… વાંચો સંપૂર્ણ રાશિફળ ​​​​​​​તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ

​નમસ્તે, કાલના મોટા સમાચાર કોવિડ પછી અચાનક મોત પર થયેલા સ્ટડીના રહ્યા, દેશની હેલ્થ એજન્સીએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે અચાનક મોતને કોવિડ વેક્સિન સાથે સંબંધ નથી. જ્યારે કેન્દ્રએ ઓલા-ઉબર જેવાં પ્લેટફોર્મ્સને પિક અવર્સમાં 2 ગણા ભાડાં વસૂલ કરવા અનુમતિ આપી છે. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઇવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અમરનાથ યાત્રીઓનો પ્રથમ જથ્થો પહેલગામથી રવાના થશે. આ ટુકડી ચંદનવાડી થઈને શેષનાગ પહોંચશે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *