P24 News Gujarat

અજબ-ગજબ: પિતાની અંતિમ યાત્રામાં હેલિકોપ્ટરથી નોટોનો વરસાદ:સુરતનો નીલ ધોરણ 12માં 26 વખત નાપાસ, ફરી પરીક્ષા આપશે; 80% મતો સાથે સરપંચ બન્યો

ઘણીવાર લોકો પોતાનાં પ્રિયજનોને ફૂલો અથવા તોપની સલામી આપીને અંતિમ વિદાય આપે છે, પરંતુ એક માણસે પોતાના પિતાના અંતિમસંસ્કારમાં હેલિકોપ્ટરથી પૈસાનો વરસાદ કર્યો. આ દરમિયાન ગુજરાતમાં એક પીએચડી કરનાર જે 26 વર્ષથી ધોરણ 12માં નાપાસ થઈ રહ્યા છે, તેઓ ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. હાલના દિવસોમાં દુનિયાભરમાં ચર્ચામાં રહેલા કેટલાક અજબ-ગજબના સમાચાર. ચાલો… જાણીએ… અમેરિકાના ડેટ્ર્રાઇટમાં એક વ્યક્તિએ પોતાના પિતાના અંતિમસંસ્કાર પર હેલિકોપ્ટરમાંથી ફૂલો અને પૈસાનો વરસાદ કર્યો. આ દરમિયાન ગુલાબની પાંખડીઓ સાથે કુલ 4 લાખ 17 હજાર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. આકાશમાંથી વરસતી નોટોને પકડવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ. તે માણસે કહ્યું હતું કે તેના પિતા ડેરેલ થોમસ હંમેશાં લોકો માટે કંઈપણ કરવા તૈયાર રહેતા હતા. તેઓ એક સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે દાનવીર પણ હતા. આ કરવું એ થોમસના પ્રેમની છેલ્લી અભિવ્યક્તિ હતી. આ તેમની છેલ્લી ઇચ્છા હતી, જે મેં પૂરી કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ફક્ત ફૂલોના વરસાદ વિશે જ જાણ કરવામાં આવી હતી, પરંતુ પૈસાના વરસાદ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જોકે ડેટ્રાઇટ પોલીસે સ્પષ્ટતા કરી છે કે તેઓ આ મામલાની તપાસ કરી નથી, પરંતુ FAA (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)એ હેલિકોપ્ટર ઉડાન અને પૈસા વરસાવવાની ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જે લોકો ભણવામાં સારા નથી તેઓ જીવનમાં કંઈ ખાસ કરી શકશે નહીં. ગુજરાતના સુરતમાં રહેતા નીલ દેસાઈ 12મા ધોરણની પરીક્ષામાં 26 વાર નાપાસ થયા છે, પરંતુ તેમ છતાં તેમણે ડોક્ટરેટ (પીએચડી)ની ડિગ્રી મેળવી છે અને હવે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ વિના, તેઓ 80% મતો સાથે પંચાયતની ચૂંટણી જીતીને સરપંચ બન્યા છે. 2026માં નીલ 27મી વખત 12મા ધોરણની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. 52 વર્ષીય નીલે 1989માં 10મા ધોરણની પરીક્ષા પાસ કરી. તેણે એન્જિનિયર બનવા માટે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યુ, પરંતુ 1991માં 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા. બેવાર નાપાસ થયા પછી પણ તેમણે હાર ન માની. તેમણે 10મા ધોરણના પરિણામના આધારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સમાં એડમિશન લીધું. તેણે 1996માં એ પૂરું કર્યું. ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી તેમણે પોતાનો ઇલેક્ટ્રિકલ વ્યવસાય શરૂ કર્યો. ત્યારથી તેઓ સાથે-સાથે 12મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ તેમને આજ સુધી સફળતા મળી નથી. 12મા ધોરણમાં નાપાસ થયા પછી પણ તેમણે પીએચડીની ડિગ્રી મેળવી
2005માં ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરીને ડિપ્લોમાધારકોને સીધા ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવવાની મંજૂરી આપી. ત્યાર બાદ નીલે કેમિસ્ટ્રીમાં બીએસસી અને એમએસસી પૂર્ણ કર્યું. 2018માં તેણે PHDમાં એડમિશન લીધું અને એ પણ પૂર્ણ કર્યું. ભારતીય સમાજના ઇતિહાસમાં મહિલાઓએ શાસન કર્યું હોવાની ઘણા કિસ્સા છે, પરંતુ હવે તુર્કીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 9 હજાર વર્ષ પહેલાં મહિલાઓએ તેમના દેશ પર શાસન કર્યું હતું. તુર્કીના દક્ષિણ એનાટોલિયામાં 130થી વધુ હાડપિંજરના જૂના જીન કાઢવામાં આવ્યા છે. તેમના આનુવંશિક ક્રમાંકન કરાવ્યા પછી એવું જાણવા મળ્યું કે લગ્ન પછી પુરુષો સ્ત્રીઓના ઘરમાં રહેતા હતા. મોટા ભાગના જનીનો સ્ત્રીઓના પરિવારમાંથી મળ્યાં હતા, જ્યારે પુરુષો તેમના પરિવાર છોડીને તેમના સાસરિયાંના ઘરે આવતા હતા. ખોદકામ દરમિયાન સ્ત્રીઓની મૂર્તિઓ મળી આવી હતી, જેને માતૃ દેવી (Mother Goddess) તરીકે જોવામાં આવે છે. આ માતૃસત્તાત્મક સમાજના સંકેત આપે છે. તમે અબજોપતિઓનાં મોટાં ઘરો અને કંપનીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ ભારતીય મૂળના ઉદ્યોગપતિ બાલાજી શ્રીનિવાસને સિંગાપોર નજીક એક આખો ટાપુ ખરીદ્યો છે. તેમણે તેનું નામ ધ નેટવર્ક સ્કૂલ રાખ્યું. અહીંથી તેઓ ‘સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને જિમ જનારાઓ’ માટે એક દેશ ચલાવી રહ્યા છે. આ સ્કૂલમાં ટેક્નિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો માટે 3-મહિના અને વાર્ષિક પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામમાં રહેવાની વ્યવસ્થા ઉપરાંત જિમ સુપરફાસ્ટ વાઇફાઇ, મોટા ટેક નેતાઓ સાથે વાતચીત કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલમાં આ સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા નિક પીટરસને આ સ્થળની ઝલક બતાવી છે. શ્રીનિવાસનની આ સ્કૂલની માગ ધીમે ધીમે વધવા લાગી છે. અત્યારસુધીમાં 80 દેશમાંથી 4000 અરજી મળી છે. ડિઝની ડ્રીમ ક્રૂઝ શિપના ચોથા માળેથી એક નાની છોકરી દરિયામાં પડી ગઈ. તેને બચાવવા માટે તેના પિતાએ વિચાર્યા વગર દરિયામાં કૂદી પડ્યા. મુસાફરોએ જણાવ્યું કે છોકરી રેલિંગ પાસે તેના પિતા સાથે ફોટો પાડી રહી હતી ત્યારે તે અચાનક નીચે પડી ગઈ. છોકરી પડી જતાં જ જહાજના ક્રૂએ તરત જ એક માણસને ઓવરબોર્ડ એલર્ટ આપ્યું. કેપ્ટને જહાજની ગતિ ધીમી કરી અને બચાવમાં મદદ કરવા માટે તેને છોકરીની નજીક ખસેડ્યું. ક્રૂ-સભ્યોએ તરત જ લાઈફ સેવરને પાણીમાં ફેંકી દીધા. 10 મિનિટથી વધુ સમય સુધી દરિયામાં સંઘર્ષ કર્યા પછી, ક્રૂએ તેમને સુરક્ષિત રીતે બચાવી લીધા. લોકો હવે છોકરીને બચાવનાર પિતાને ખરા હીરો કહી રહ્યા છે. આ ક્રૂઝમાં 4,000 લોકો હતા અને તેના ડેક પર સુરક્ષા બેરિયર પણ લગાવવામાં આવ્યા છે. તો આ રહ્યા આજના અજબ-ગજબના સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અજબ-ગજબ સમાચાર સાથે… અજબ-ગજબને વધુ સારું બનાવવા માટે અમને તમારા પ્રતિભાવની જરૂર છે. આ માટે અહીં ક્લિક કરો

​ઘણીવાર લોકો પોતાનાં પ્રિયજનોને ફૂલો અથવા તોપની સલામી આપીને અંતિમ વિદાય આપે છે, પરંતુ એક માણસે પોતાના પિતાના અંતિમસંસ્કારમાં હેલિકોપ્ટરથી પૈસાનો વરસાદ કર્યો. આ દરમિયાન ગુજરાતમાં એક પીએચડી કરનાર જે 26 વર્ષથી ધોરણ 12માં નાપાસ થઈ રહ્યા છે, તેઓ ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. હાલના દિવસોમાં દુનિયાભરમાં ચર્ચામાં રહેલા કેટલાક અજબ-ગજબના સમાચાર. ચાલો… જાણીએ… અમેરિકાના ડેટ્ર્રાઇટમાં એક વ્યક્તિએ પોતાના પિતાના અંતિમસંસ્કાર પર હેલિકોપ્ટરમાંથી ફૂલો અને પૈસાનો વરસાદ કર્યો. આ દરમિયાન ગુલાબની પાંખડીઓ સાથે કુલ 4 લાખ 17 હજાર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. આકાશમાંથી વરસતી નોટોને પકડવા માટે મોટી ભીડ એકઠી થઈ ગઈ. તે માણસે કહ્યું હતું કે તેના પિતા ડેરેલ થોમસ હંમેશાં લોકો માટે કંઈપણ કરવા તૈયાર રહેતા હતા. તેઓ એક સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે સાથે દાનવીર પણ હતા. આ કરવું એ થોમસના પ્રેમની છેલ્લી અભિવ્યક્તિ હતી. આ તેમની છેલ્લી ઇચ્છા હતી, જે મેં પૂરી કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસને ફક્ત ફૂલોના વરસાદ વિશે જ જાણ કરવામાં આવી હતી, પરંતુ પૈસાના વરસાદ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી. જોકે ડેટ્રાઇટ પોલીસે સ્પષ્ટતા કરી છે કે તેઓ આ મામલાની તપાસ કરી નથી, પરંતુ FAA (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન)એ હેલિકોપ્ટર ઉડાન અને પૈસા વરસાવવાની ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આપણે ઘણીવાર વિચારીએ છીએ કે જે લોકો ભણવામાં સારા નથી તેઓ જીવનમાં કંઈ ખાસ કરી શકશે નહીં. ગુજરાતના સુરતમાં રહેતા નીલ દેસાઈ 12મા ધોરણની પરીક્ષામાં 26 વાર નાપાસ થયા છે, પરંતુ તેમ છતાં તેમણે ડોક્ટરેટ (પીએચડી)ની ડિગ્રી મેળવી છે અને હવે કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ વિના, તેઓ 80% મતો સાથે પંચાયતની ચૂંટણી જીતીને સરપંચ બન્યા છે. 2026માં નીલ 27મી વખત 12મા ધોરણની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે. 52 વર્ષીય નીલે 1989માં 10મા ધોરણની પરીક્ષા પાસ કરી. તેણે એન્જિનિયર બનવા માટે વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યુ, પરંતુ 1991માં 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા. બેવાર નાપાસ થયા પછી પણ તેમણે હાર ન માની. તેમણે 10મા ધોરણના પરિણામના આધારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કોર્સમાં એડમિશન લીધું. તેણે 1996માં એ પૂરું કર્યું. ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી તેમણે પોતાનો ઇલેક્ટ્રિકલ વ્યવસાય શરૂ કર્યો. ત્યારથી તેઓ સાથે-સાથે 12મા ધોરણની પરીક્ષા આપી રહ્યા છે, પરંતુ તેમને આજ સુધી સફળતા મળી નથી. 12મા ધોરણમાં નાપાસ થયા પછી પણ તેમણે પીએચડીની ડિગ્રી મેળવી
2005માં ગુજરાત સરકારે નિયમોમાં ફેરફાર કરીને ડિપ્લોમાધારકોને સીધા ગ્રેજ્યુએશનમાં પ્રવેશ મેળવવાની મંજૂરી આપી. ત્યાર બાદ નીલે કેમિસ્ટ્રીમાં બીએસસી અને એમએસસી પૂર્ણ કર્યું. 2018માં તેણે PHDમાં એડમિશન લીધું અને એ પણ પૂર્ણ કર્યું. ભારતીય સમાજના ઇતિહાસમાં મહિલાઓએ શાસન કર્યું હોવાની ઘણા કિસ્સા છે, પરંતુ હવે તુર્કીના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે 9 હજાર વર્ષ પહેલાં મહિલાઓએ તેમના દેશ પર શાસન કર્યું હતું. તુર્કીના દક્ષિણ એનાટોલિયામાં 130થી વધુ હાડપિંજરના જૂના જીન કાઢવામાં આવ્યા છે. તેમના આનુવંશિક ક્રમાંકન કરાવ્યા પછી એવું જાણવા મળ્યું કે લગ્ન પછી પુરુષો સ્ત્રીઓના ઘરમાં રહેતા હતા. મોટા ભાગના જનીનો સ્ત્રીઓના પરિવારમાંથી મળ્યાં હતા, જ્યારે પુરુષો તેમના પરિવાર છોડીને તેમના સાસરિયાંના ઘરે આવતા હતા. ખોદકામ દરમિયાન સ્ત્રીઓની મૂર્તિઓ મળી આવી હતી, જેને માતૃ દેવી (Mother Goddess) તરીકે જોવામાં આવે છે. આ માતૃસત્તાત્મક સમાજના સંકેત આપે છે. તમે અબજોપતિઓનાં મોટાં ઘરો અને કંપનીઓ વિશે સાંભળ્યું હશે, પરંતુ ભારતીય મૂળના ઉદ્યોગપતિ બાલાજી શ્રીનિવાસને સિંગાપોર નજીક એક આખો ટાપુ ખરીદ્યો છે. તેમણે તેનું નામ ધ નેટવર્ક સ્કૂલ રાખ્યું. અહીંથી તેઓ ‘સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને જિમ જનારાઓ’ માટે એક દેશ ચલાવી રહ્યા છે. આ સ્કૂલમાં ટેક્નિકલ ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો માટે 3-મહિના અને વાર્ષિક પ્રોગ્રામ ચલાવે છે. આ પ્રોગ્રામમાં રહેવાની વ્યવસ્થા ઉપરાંત જિમ સુપરફાસ્ટ વાઇફાઇ, મોટા ટેક નેતાઓ સાથે વાતચીત કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલમાં આ સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા નિક પીટરસને આ સ્થળની ઝલક બતાવી છે. શ્રીનિવાસનની આ સ્કૂલની માગ ધીમે ધીમે વધવા લાગી છે. અત્યારસુધીમાં 80 દેશમાંથી 4000 અરજી મળી છે. ડિઝની ડ્રીમ ક્રૂઝ શિપના ચોથા માળેથી એક નાની છોકરી દરિયામાં પડી ગઈ. તેને બચાવવા માટે તેના પિતાએ વિચાર્યા વગર દરિયામાં કૂદી પડ્યા. મુસાફરોએ જણાવ્યું કે છોકરી રેલિંગ પાસે તેના પિતા સાથે ફોટો પાડી રહી હતી ત્યારે તે અચાનક નીચે પડી ગઈ. છોકરી પડી જતાં જ જહાજના ક્રૂએ તરત જ એક માણસને ઓવરબોર્ડ એલર્ટ આપ્યું. કેપ્ટને જહાજની ગતિ ધીમી કરી અને બચાવમાં મદદ કરવા માટે તેને છોકરીની નજીક ખસેડ્યું. ક્રૂ-સભ્યોએ તરત જ લાઈફ સેવરને પાણીમાં ફેંકી દીધા. 10 મિનિટથી વધુ સમય સુધી દરિયામાં સંઘર્ષ કર્યા પછી, ક્રૂએ તેમને સુરક્ષિત રીતે બચાવી લીધા. લોકો હવે છોકરીને બચાવનાર પિતાને ખરા હીરો કહી રહ્યા છે. આ ક્રૂઝમાં 4,000 લોકો હતા અને તેના ડેક પર સુરક્ષા બેરિયર પણ લગાવવામાં આવ્યા છે. તો આ રહ્યા આજના અજબ-ગજબના સમાચાર, કાલે ફરી મળીશું કેટલાક વધુ રસપ્રદ અને અજબ-ગજબ સમાચાર સાથે… અજબ-ગજબને વધુ સારું બનાવવા માટે અમને તમારા પ્રતિભાવની જરૂર છે. આ માટે અહીં ક્લિક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *