નિશાંત દવે દીવા તળે અંધારું ચાલતું હોય તેવો ઘાટ ગુજરાત સરકારનો સરકારી જમીન માટે સર્જાયો છે. સમગ્ર રાજ્યનો વહીવટ જ્યાંથી ચાલી રહ્યો છે તેવા ગાંધીનગરની આસપાસ સરકારી ચોપડે શ્રીસરકાર તરીકે નોંધાયેલી 9 હજાર કરોડની 1100 વીઘા જમીન 780 કરોડમાં વેચવાનો કારસો ચાલી રહ્યો છે. નોંધનીય છે કે, સરકાર જુદા જુદા હેતુ માટે ખાનગી જમીન સંપાદન કરાવતી હોય છે. આ સિવાય શરત ભંગ જેવા કિસ્સામાં પણ સરકાર દ્વારા ખાનગી જમીન પર કબજો જમાવાતો હોય છે. આવી જમીનોને સરકારી ચોપડે શ્રીસરકાર તરીકે બતાવાતી હોય છે. સરકારી ચોપડે શ્રીસરકાર તરીકે નોંધણી થતાં જ તેવી જમીન પર પહેલો હક્ક સરકારનો ગણાય છે. જેથી આવી જમીન સરકારની જાણ બહાર કે મંજૂરી વગર મૂળ માલિક સત્તાવાર રીતે વેચી શકતા નથી. અલબત્ત, કેટલાક કિસ્સામાં જમીન પરત મેળવવા કાનૂની લડત અપાતી હોય છે અને તેના ચુકાદાને આધીન જમીનનો માલિકી હક્ક થતો હોય છે. ગુજરાતના નાથ જ્યાં બેસીને રાજ્યનું સુકાન સંભાળી રહ્યા છે તેવા ગાંધીનગરના ભાટમાં જ 9 હજાર કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી 556 વીઘા એટલે કે 1.39 કરોડ ચોરસ ફૂટ શ્રીસરકાર જમીન 600 કરોડ રૂપિયામાં પાવર ઓફ એટર્ની થકી પધરાવી દેવાનો કારસો ચાલી રહ્યો છે. ગાંધીનગર જિલ્લાના ભાટની સીમમાં આવેલા સરવે નંબર 114, 116, 117, 190, 192, 194, 195 અને 196 પૈકીની 4.27 લાખ ચોરસ મીટર એટલે કે 42 લાખ ચોરસ ફૂટથી વધુ જમીન ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ, શ્રીસરકાર, મહેસૂલ વિભાગના નામે નોંધ પડેલી છે. જ્યારે ચીલોડાના સરવે નંબર 221 પૈકી, 274 પૈકી, 275 પૈકીની તેમજ 312 પૈકીની મળી કુલ2.21 લાખ ચોરસ મીટર એટલે કે 20 લાખ ચોરસ ફૂટથી વધુ જગા જીઆઇડીસીના નામે બોલી રહી છે. અલબત્ત, ભાટમાં જીઆઇડીસી બનાવવાનું આયોજન દોઢ દાયકા બાદ પણ સરકારી ફાઇલ પૂરતું જ સિમીત રહ્યું છે. ગાંધીનગરના ભાટની આ 276 વીઘા શ્રીસરકાર જમીનની વર્તમાન બજાર કિંમત 3500 કરોડ રૂપિયા ગણાવી રહ્યા છે અને તેને જે હાલતમાં છે તે જ હાલતમાં 250 કરોડ રૂપિયામાં વેચી દેવા માટે ખેડૂત તરફે દલાલો સક્રિય થયા છે. નવાઇની વાત તો એવી છે કે, આવી સરકારી જમીનોના સાત-બાર અને 8 ના ઉતારામાં જે જમીન શ્રીસરકાર તરફે બતાવાઇ છે તેવી જમીનોના એમઓયુ કરીને સરકારને ડ્યૂટીની મોટી આવકનું નુકસાન પહોંચાડાઈ રહ્યું છે.તેવી જ રીતે એસપી રિંગ રોડ પર આવેલી 280 વિઘા શ્રીસરકાર જમીન પણ વેચવા માટે દલાલો સક્રિય થયા છે. 4500 કરોડ રૂપિયાની બજાર કિંમત ધરાવતી આ જમીન 350 કરોડ રૂપિયામાં આપી દેવાની ઓફર મૂકવામાં આવી છે, પણ તેની સાથોસાથ બાકી જે સરકારમાં ખર્ચ આવે તે જમીન લેનારે કરવાનો રહેશે તેવી શરત મૂકાઈ છે. આ જગાનો વિસ્તારનો ઝોન રેસિડેન્સી ઝોનમાં પાસ થઇ ગયો છે અને ત્યાં ટીપી પણ મંજૂર થઇ છે. 13 ખેડૂતો છે અને તમામનાં પેઢીનામાં તૈયાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેવી જ રીતે ગાંધીનગર-દહેગામ રોડ પર 550 વિઘા શ્રીસરકાર જમીન મહેસૂલ વિભાગમાં જંત્રીના 20 ટકા ભરીને વેચવા માટે પણ દલાલો સક્રિય થયા છે. અમદાવાદ થલતેજ રોડ સહિતના વિસ્તારોમાં શ્રીસરકાર જમીનો વેચવા દલાલો નીકળ્યા છે બાયડની 500 કરોડની જમીનનો સોદો 70 કરોડમાં કરવાની તૈયારી
1. ગાંધીનગર દહેગામ રોડની 550 વીઘા જમીન શ્રીસરકાર
મહેસૂલ વિભાગમાં જંત્રીના 20 ટકા ભરવાના છે. મેઇન રોડની જગા છે.એક 300, એક 250 વીઘા જમીન છે, એક જ નામ છે, માર્કેટ વેલ્યુ 1000 કરોડ છે. 180 કરોડમાં આપવાની છે
2. ગાંધીનગર જિલ્લો સાદરા
2 વીઘા જમીન છે. શ્રીસરકાર છે. 90 લાખ ઉચ્ચક
3. મોજે ઝુન્ડાલ, જિલ્લો ગાંધીનગર 3 વીઘા જમીન વેચવાની છે
શ્રીસરકાર છે. ઝુન્ડાલ રિંગ રોડ ચોકડીથી 500 મીટર આગળ ચાંદખેડા રોડ ઉપર રોડથી 300 મીટર અંદર છે, 60 કરોડ રૂપિયા વેલ્યૂ છે, માત્ર 10 કરોડ રૂપિયામાં ખેડૂત આપવા તૈયાર છે
4. ગાંધીનગર-દહેગામ રોડ ઉપર આવેલી છે. 554 વીઘા જમીન શ્રીસરકાર
તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી, મોજે આંબલિયારા, એક જ નામ, 500, 600 કરોડ માર્કેટ વેલ્યુ,70 કરોડમાં ઉચ્ચક દેવાની છે