ગુજરાતના તમામ ઝોનમાં સિઝનનો 30%થી વધુ વરસાદ પડી ચૂક્યો છે. કચ્છમાં 33%, ઉત્તર ગુજરાતમાં 35%, મધ્ય પૂર્વમાં 40%, સૌરાષ્ટ્રમાં 36% અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 41%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ખેરગામ, કપરાડા, ડોલવણ, ઉમરપાડા આ ચાર તાલુકાઓમાં સિઝનમાં 40 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. કુલ 18 ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે. રાજ્યમાં ગુરુવાર સવારે 8 વાગ્યા સુધી સિઝનનો કુલ 38% એટલે કે સરેરાશ 12.80 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં 3700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 676 લોકોનું સુરક્ષિત સ્થળે રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ગુરુવારે ઉત્તર ગુજરાતમાં બુધવાર મોડી રાતથી સક્રિય થયેલો વરસાદે ગુરૂવાર સાંજે 6 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના 87% વિસ્તારને ઝપેટમાં લીધો હતો. વડગામમાં સૌથી વધુ 12 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત દાંતીવાડામાં સવા 9 ઇંચ, પાલનપુરમાં પોણા 9 ઇંચ, વિજાપુર-ઇડરમાં સાડા 6 ઇંચ, ખેડબ્રહ્મામાં 6 ઇંચ, ધાનેરામાં પોણા 6 ઇંચ, વડાલીમાં સાડા 5 ઇંચ, હિંમતનગરમાં 4 ઇંચ, વડનગરમાં સાડા 3 ઇંચ અને ડીસામાં 3 ઇંચ સહિત 11 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. આ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. મેઘતાંડવના કારણે ઉત્તર ગુજરાતના 25 માર્ગો સંપર્ક વિહોણા થયા હતા. જેમાં બનાસકાંઠાના 19, અરવલ્લીના 5 અને સાબરકાંઠાનો 1 માર્ગનો વાહન વ્યવહાર ખોટકાયો છે. 3703 લોકોનું સ્થળાંતર 676 લોકોનું રેસ્કયૂ
33 NDRF, SDRF ટીમ બચાવમાં
100 બંધ રસ્તાઓ પાલન‘પૂર’: 300 સોસાયટીમાં પાણી ઘૂસ્યાં, બજારો બંધ, શહેરમાં અઘોષિત રજા
પાલનપુર શહેરમાં આગાહી મુજબ જ મધ્યરાત્રીએ 2 વાગે જોરદાર મેઘ ગર્જના સાથે ભારે વરસાદની શરૂઆત થઈ. સતત 4 કલાક સુધી પાલનપુર પંથક વરસાદમાં ઘમરોળાયું, બરાબર એજ સમયે બાજુના તાલુકાઓ દાંતીવાડા, ધાનેરા અને વડગામ તાલુકામાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કરી લીધું હતું. પાલનપુર શહેરમાંથી પસાર થતા અમદાવાદ હાઈવે પર પાણી ભરાતાજ વાહનો ફસાવા લાગ્યાં. ભારે વરસાદના પગલે શહેરના 10 km જેટલા વિસ્તારમાંથી પસાર થતી લોકમાતા લડબી નદી બે કાંઠે વહેતી થઈ હતી. તો આ તરફ પાલનપુરના માર્કેટયાર્ડ વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા જેને લઇ વેપારીઓના જીવ પડી કે બંધાયા હતા. આગાહી; આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા 75% થી વધુની રહેશે. આજે ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં સાડા 4 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે. 5 જુલાઇએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં 8 ઇંચ સુધીનો અતિભારે, તેમજ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં સાડા 4 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા છે. વરસાદની હાલની સ્થિતિ અને આગામી સમયમાં રાજ્યના પૂર્વાનુમાન વિષય પર ગુજરાતના વેધર એક્સપર્ટ અંકિત પટેલ સાથે દિવ્ય ભાસ્કરની ખાસ વાતચીત…
સવાલ : હાલ કઇ સિસ્ટમની સક્રિયતાને
કારણે વરસાદ વરસી રહ્યો છે ?
જવાબ : ઉત્તર-પૂર્વ અરબ સાગરથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી ટ્રફ લાઇન સક્રિય છે. આ ટ્રફ ગુજરાત ઉપરથી જઇ રહી છે. જેના કારણે વરસાદ મળી રહ્યો છે. જૂનમાં પણ આ સિસ્ટમથી જ મોટાભાગનો વરસાદ મળ્યો હતો.
સવાલ : કયા પ્રકારના વાદળો વરસી રહ્યા છે ?
આ વાદળોની કોઇ ખાસ વિશેષતા ?
જવાબ : હાલ રાજ્ય ઉપર મોટાભાગે નિમ્બસ પ્રકારના વાદળોથી વરસાદ મળી રહ્યો છે. આ પ્રકારના વાદળો અડધાથી 6 કિલોમીટરની ઊંચાઇએ હોવાથી તેમાં આઇસ ક્રિસ્ટલ બનતા નથી. જેના કારણે ગાજવીજ વગર વરસાદ વરસી રહ્યો છે. જે જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઇ રહ્યો છે ત્યાં 10 થી 15 કિલોમીટરની ઊંચાઇના કમ્યુલોનિમ્બસ પ્રકારના વાદળો સક્રિય છે.
સવાલ : ખેડૂતોને વાવણી માટેનો સમય ક્યારે મળી શકે?
જવાબ : હજુ એકાદ સપ્તાહ વરસાદ સક્રિય રહી શકે છે. 15 જુલાઇથી મોનસૂન બ્રેકની શક્યતા છે. એટલે કે, ખેડૂતોને વાવણી માટેના યોગ્ય સમય માટે એકાદ સપ્તાહ રાહ જોવી પડી શકે છે.