P24 News Gujarat

લોકોના જીવ બચાવતા તરાપા જ ડુબાડશે?:તંત્રની નિષ્કાળજીથી વિવિધ વોર્ડ કચેરીમાં કાટ ખાતા તરાપા, એકની કિંમત અંદાજે 14,000; માણસ ન મરતો હોય તોય મરી જાયઃ વિપક્ષ

વડોદરા શહેરમાં ગત વર્ષે વરસેલા અનરાધાર વરસાદ અને મેઘ તાંડવ વચ્ચે વડોદરાની વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની હતી. આ દરમિયાન વડોદરામાં ભયાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સ્થિતિ વચ્ચે વડોદરાના હાલ બેહાલ થયા હતા અને તંત્ર પણ નગરજનોની મદદ કરવાને બદલે પાણીમાં બેસી ગયું હતું. શહેરના નાગરિકો ભોજન, પાણી અને બચવા માટે તરસી રહ્યા હતા, આ પૂરમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સ્થિતિના નિર્માણ બાદ સરકાર એક્શનમાં આવી અને તંત્રને આ પૂર ન આવે તે માટે નદીની માવજત અને યોગ્ય સાધનો વસાવવા નાણાં ફાળવ્યા હતા. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે શહેરમાં જો પૂરની સ્થિતિ ઉદ્ભવે છે તો લોકોના જીવ બચાવવા માટે 200 જેટલા તરાપા કોર્પોરેશને ઝોન પ્રમાણે વસાવ્યા છે. ત્યારે અમે તેની સ્થિતિ અંગેની ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પૂરમાં ઉપયોગમાં લેવાતી ટ્યુબની સ્થિતિ પણ દયનીય જોવા મળી
દિવ્ય ભાસ્કર દ્વારા વડોદરા શહેરમાં આવેલ વહીવટી વોર્ડની વિવિધ કચેરીઓમાં જઈ તરાપાની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે મોટા ભાગની વોર્ડ કચેરીમાં મૂકવામાં આવેલા જૂના અને નવા તરાપા સાવ ખરાબ પરિસ્થિતિમાં હતા. ક્યાંક તરાપા ઊંધા તો ક્યાંક કાટમાળમાં, ક્યાંક ખુલ્લામાં તો ક્યાંક ભંગારમાં મૂકેલા નજરે પડ્યા હતા. તરાપા સાથે પૂરમાં ઉપયોગમાં લેવાતી ટ્યુબની સ્થિતિ પણ ખુબજ દયનીય જોવા મળી હતી. તરાપા યોગ્ય માવજતના અભાવે ભંગાર બનશે
લોકોના જીવ બચાવવા માટે મૂકેલા તરાપા ક્યાંક સ્થિતિ ખરાબ થાય અને ઉપયોગમાં લેવાના થાય તો તરાપાની સ્થિતિ જોતા કાટ ખાઇ રહ્યા છે. તેમાં હોલ પડી જાય તો કદાચ તે લોકોના જીવ બચાવવાની જગ્યાએ ડૂબાડી શકે છે. ત્યારે કહી શકાય તે તંત્રના પાપે જો આ તરાપાની યોગ્ય માવજત નહીં થાય તો તે લોકોના જીવ બચાવવાની જગ્યાએ જીવ લે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એક તરાપાની કિંમત અંદાજિત 14000 રૂપિયાઃ અધિકારી
કોર્પોરેશને આ તરાપા ઝોન પ્રમાણે આપવાનું નક્કી કર્યું હતું અને જેતે સંબંધિત ઝોનના અધિકારીને સોંપવામાં આવી હતી. આ પ્રમાણે સંબંધિત અધિકારીએ ભાસ્કરને આપેલી માહિતી પ્રમાણે, એક તરાપાની કિંમત અંદાજિત 14000 રૂપિયા થાય છે. ત્યારે આ તમામ નવા તરાપા હજુ વિતરણ થઈ થયું છે, કેટલાક કચેરીઓમાં આપી દેવામાં આવ્યા છે. ત્યારે આ તરાપાની યોગ્ય માવજત જરૂરી છે. હાલમાં સંભવિત પૂરની સ્થિતિ અને અન્ય વાર તહવારમાં આ તરાપાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે સારા ઘરના લોકો પણ જમવાનું માંગવા નીકળતા હતાઃ વિપક્ષ
આ અંગે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુભાઈ)એ જણાવ્યું હતું કે, ગયા વખતે જે પૂર આવ્યું હતું જેમાં 12 લોકોના મોત નીપજ્યા હતા. વડોદરા શહેરના લોકોની બદથી બત્તર સ્થિતિ સર્જાઈ હતી, સારા ઘરના લોકો પણ જમવાનું માંગવા નીકળતા હતા. ત્રણ-ચાર દિવસ લાઇટ કપાઈ ગઈ, બાળકો માટે દૂધ ન મળ્યું જેવી ખરાબ સ્થિતિનું નિર્માણ થયું હતું. તે બાદ રાજ્ય સરકારે પૂર ન આવે તે માટે કેટલા રૂપિયા જોઈતા હોય તેટલા આપવાની વાત કરી હતી. સરકારે દોઢસો કરોડ રૂપિયા આ લોકોને આપ્યા છે. ‘ચેરમેનની વાતથી સાબિત થાય છે કે પૂર આવશે’
વધુમાં કહ્યું કે, ચેરમેને તો ભરી સભામાં કહ્યું હતું કે તરાપા લઈ આવો એટલે તેઓને વિશ્વાસ જ નથી. પહેલેથી લોકો પર થોપી દેવામાં આવે છે કે તરાપા લઈ આવો. હાલમાં 200 તરાપા અને 200 તરવૈયા રાખ્યા છે, એનો મતલબ કે તમે જાતે જ કહો છો કે પૂર આવશે. પૂર આવ્યા પછી તમે ચેક કર્યું કે ક્યાં વધારે પાણી ભરાય છે અને કયા તરાપાની જરૂર છે. ‘લોકોને તરાપાની જાણ પણ કરાઈ નથી’
વધુમાં કહ્યું કે, તરાપા લાઈને ને સ્ટોરમાં મૂકી દો, તરાપાની યોગ્ય જાળવણી ન થવાના કારણે કાટ ખાઇ રહ્યા છે. કાટ ખાવાથી હોલ પડી જાય અને માણસ ન મરતો હોય તો પણ મરી જાય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. દરેક જગ્યા પર નાગરિકોને ખબર હોવી જોઈએ કે અહીંયા તરાપા મળે, પણ કોઈને કઈ જાણ કરવામાં આવતી નથી. માત્ર લાઈને મૂકી દીધા છે, વિતરણ વ્યવસ્થા, કાળજી અને લોકોને આ બાબતની ખબર હોય તેવી લોકોને ખબર હોવી જોઈએ. સાથે આ તરાપાની યોગ્ય માવજત થવી જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે. ‘સવાલનો જવાબ આપવા માટે સત્તા પર બેઠેલા લોકો બંધાયેલા’
વધુમાં જણાવ્યું કે, હવે પાણી આવશે કે કેમ? તે બાબતે અમે લોકો વતી સભામાં રજૂઆત કરી ત્યારે તે લોકો ગરમ થઈ ગયા હતા અને તાત્કાલિક કામો મંજૂર કરી દેવામાં આવ્યા હતા. આ રીતે રાજનીતિ નથી ચાલતી. નાનામાં નાના માણસની વાતના સવાલનો જવાબ આપવા માટે સત્તા પર બેઠેલા લોકો બંધાયેલા છે. તે ફરજ અદા નથી કરતા અને જો વડોદરા શહેરમાં આફત આવશે તો એના માટે જવાબદાર આ લોકો હશે. સત્તાપક્ષે ભાસ્કરના સવાલના જવાબ આપવાનું ટાળ્યું
આ અંગે અમે સત્તા પર બેસેલા અને સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેઓ રૂબરૂ મળી શક્યા ન હતા તો અમે ટેલિફોનીક સંપર્ક સાધ્યો હતો. જેમાં તેઓને વાત કરવાનો પ્રયાસ કરી તરાપા બાબતે પૂછતા જ તેઓએ કહ્યું કે, હું દિલ્હી છું, પછી વાત કરીએ અને કોલ કટ કરી દીધો હતો. આ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું તો તેઓ તરાપા બાબતે તપાસ કરી જણાવીશું તેવું કહ્યું હતું.

​વડોદરા શહેરમાં ગત વર્ષે વરસેલા અનરાધાર વરસાદ અને મેઘ તાંડવ વચ્ચે વડોદરાની વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની હતી. આ દરમિયાન વડોદરામાં ભયાનક પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સ્થિતિ વચ્ચે વડોદરાના હાલ બેહાલ થયા હતા અને તંત્ર પણ નગરજનોની મદદ કરવાને બદલે પાણીમાં બેસી ગયું હતું. શહેરના નાગરિકો ભોજન, પાણી અને બચવા માટે તરસી રહ્યા હતા, આ પૂરમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સ્થિતિના નિર્માણ બાદ સરકાર એક્શનમાં આવી અને તંત્રને આ પૂર ન આવે તે માટે નદીની માવજત અને યોગ્ય સાધનો વસાવવા નાણાં ફાળવ્યા હતા. ત્યારે હવે ચોમાસાની શરૂઆત થઈ છે, ત્યારે શહેરમાં જો પૂરની સ્થિતિ ઉદ્ભવે છે તો લોકોના જીવ બચાવવા માટે 200 જેટલા તરાપા કોર્પોરેશને ઝોન પ્રમાણે વસાવ્યા છે. ત્યારે અમે તેની સ્થિતિ અંગેની ચકાસણી કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પૂરમાં ઉપયોગમાં લેવાતી ટ્યુબની સ્થિતિ પણ દયનીય જોવા મળી
દિવ્ય ભાસ્કર દ્વારા વડોદરા શહેરમાં આવેલ વહીવટી વોર્ડની વિવિધ કચેરીઓમાં જઈ તરાપાની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારે મોટા ભાગની વોર્ડ કચેરીમાં મૂકવામાં આવેલા જૂના અને નવા તરાપા સાવ ખરાબ પરિસ્થિતિમાં હતા. ક્યાંક તરાપા ઊંધા તો ક્યાંક કાટમાળમાં, ક્યાંક ખુલ્લામાં તો ક્યાંક ભંગારમાં મૂકેલા નજરે પડ્યા હતા. તરાપા સાથે પૂરમાં ઉપયોગમાં લેવાતી ટ્યુબની સ્થિતિ પણ ખુબજ દયનીય જોવા મળી હતી. તરાપા યોગ્ય માવજતના અભાવે ભંગાર બનશે
લોકોના જીવ બચાવવા માટે મૂકેલા તરાપા ક્યાંક સ્થિતિ ખરાબ થાય અને ઉપયોગમાં લેવાના થાય તો તરાપાની સ્થિતિ જોતા કાટ ખાઇ રહ્યા છે. તેમાં હોલ પડી જાય તો કદાચ તે લોકોના જીવ બચાવવાની જગ્યાએ ડૂબાડી શકે છે. ત્યારે કહી શકાય તે તંત્રના પાપે જો આ તરાપાની યોગ્ય માવજત નહીં થાય તો તે લોકોના જીવ બચાવવાની જગ્યાએ જીવ લે તેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એક તરાપાની કિંમત અંદાજિત 14000 રૂપિયાઃ અધિકારી
કોર્પોરેશને આ તરાપા ઝોન પ્રમાણે આપવાનું નક્કી કર્યું હતું અને જેતે સંબંધિત ઝોનના અધિકારીને સોંપવામાં આવી હતી. આ પ્રમાણે સંબંધિત અધિકારીએ ભાસ્કરને આપેલી માહિતી પ્રમાણે, એક તરાપાની કિંમત અંદાજિત 14000 રૂપિયા થાય છે. ત્યારે આ તમામ નવા તરાપા હજુ વિતરણ થઈ થયું છે, કેટલાક કચેરીઓમાં આપી દેવામાં આવ્યા છે. ત્યારે આ તરાપાની યોગ્ય માવજત જરૂરી છે. હાલમાં સંભવિત પૂરની સ્થિતિ અને અન્ય વાર તહવારમાં આ તરાપાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે સારા ઘરના લોકો પણ જમવાનું માંગવા નીકળતા હતાઃ વિપક્ષ
આ અંગે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુભાઈ)એ જણાવ્યું હતું કે, ગયા વખતે જે પૂર આવ્યું હતું જેમાં 12 લોકોના મોત નીપજ્યા હતા. વડોદરા શહેરના લોકોની બદથી બત્તર સ્થિતિ સર્જાઈ હતી, સારા ઘરના લોકો પણ જમવાનું માંગવા નીકળતા હતા. ત્રણ-ચાર દિવસ લાઇટ કપાઈ ગઈ, બાળકો માટે દૂધ ન મળ્યું જેવી ખરાબ સ્થિતિનું નિર્માણ થયું હતું. તે બાદ રાજ્ય સરકારે પૂર ન આવે તે માટે કેટલા રૂપિયા જોઈતા હોય તેટલા આપવાની વાત કરી હતી. સરકારે દોઢસો કરોડ રૂપિયા આ લોકોને આપ્યા છે. ‘ચેરમેનની વાતથી સાબિત થાય છે કે પૂર આવશે’
વધુમાં કહ્યું કે, ચેરમેને તો ભરી સભામાં કહ્યું હતું કે તરાપા લઈ આવો એટલે તેઓને વિશ્વાસ જ નથી. પહેલેથી લોકો પર થોપી દેવામાં આવે છે કે તરાપા લઈ આવો. હાલમાં 200 તરાપા અને 200 તરવૈયા રાખ્યા છે, એનો મતલબ કે તમે જાતે જ કહો છો કે પૂર આવશે. પૂર આવ્યા પછી તમે ચેક કર્યું કે ક્યાં વધારે પાણી ભરાય છે અને કયા તરાપાની જરૂર છે. ‘લોકોને તરાપાની જાણ પણ કરાઈ નથી’
વધુમાં કહ્યું કે, તરાપા લાઈને ને સ્ટોરમાં મૂકી દો, તરાપાની યોગ્ય જાળવણી ન થવાના કારણે કાટ ખાઇ રહ્યા છે. કાટ ખાવાથી હોલ પડી જાય અને માણસ ન મરતો હોય તો પણ મરી જાય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. દરેક જગ્યા પર નાગરિકોને ખબર હોવી જોઈએ કે અહીંયા તરાપા મળે, પણ કોઈને કઈ જાણ કરવામાં આવતી નથી. માત્ર લાઈને મૂકી દીધા છે, વિતરણ વ્યવસ્થા, કાળજી અને લોકોને આ બાબતની ખબર હોય તેવી લોકોને ખબર હોવી જોઈએ. સાથે આ તરાપાની યોગ્ય માવજત થવી જોઈએ, જેથી જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગમાં આવી શકે. ‘સવાલનો જવાબ આપવા માટે સત્તા પર બેઠેલા લોકો બંધાયેલા’
વધુમાં જણાવ્યું કે, હવે પાણી આવશે કે કેમ? તે બાબતે અમે લોકો વતી સભામાં રજૂઆત કરી ત્યારે તે લોકો ગરમ થઈ ગયા હતા અને તાત્કાલિક કામો મંજૂર કરી દેવામાં આવ્યા હતા. આ રીતે રાજનીતિ નથી ચાલતી. નાનામાં નાના માણસની વાતના સવાલનો જવાબ આપવા માટે સત્તા પર બેઠેલા લોકો બંધાયેલા છે. તે ફરજ અદા નથી કરતા અને જો વડોદરા શહેરમાં આફત આવશે તો એના માટે જવાબદાર આ લોકો હશે. સત્તાપક્ષે ભાસ્કરના સવાલના જવાબ આપવાનું ટાળ્યું
આ અંગે અમે સત્તા પર બેસેલા અને સ્થાઈ સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેઓ રૂબરૂ મળી શક્યા ન હતા તો અમે ટેલિફોનીક સંપર્ક સાધ્યો હતો. જેમાં તેઓને વાત કરવાનો પ્રયાસ કરી તરાપા બાબતે પૂછતા જ તેઓએ કહ્યું કે, હું દિલ્હી છું, પછી વાત કરીએ અને કોલ કટ કરી દીધો હતો. આ બાબતે અમે મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું તો તેઓ તરાપા બાબતે તપાસ કરી જણાવીશું તેવું કહ્યું હતું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *