રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કરવેરા અને ખર્ચમાં ઘટાડો કરવાના બિગ બ્યુટીફુલ બિલને ગુરુવારે યુએસ સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ) દ્વારા પસાર કરવામાં આવ્યું. બિલના સમર્થનમાં 218 લોકોએ મતદાન કર્યું જ્યારે તેની વિરુદ્ધમાં 214 લોકોએ મતદાન કર્યું. ટ્રમ્પની પોતાની પાર્ટીના બે સાંસદો, થોમસ મેસી અને બ્રાયન ફિટ્ઝપેટ્રિકે આ બિલની વિરુદ્ધ મતદાન કર્યું. ટ્રમ્પ અને ઈલોન મસ્કે આ બિલ અંગે એકબીજા વિરુદ્ધ તીખા નિવેદનો આપ્યા હતા. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પ શુક્રવારે સાંજે 5 વાગ્યે અમેરિકાના સ્વતંત્રતા દિવસ (4 જુલાઈ) પર એક મોટા અને ભવ્ય સમારોહમાં આ બિલ પર હસ્તાક્ષર કરશે. આ બિલ બે દિવસ પહેલા જ અમેરિકન સંસદના ઉપલા ગૃહ, સેનેટમાં 50-51ના નાના માર્જિનથી પસાર થયું હતું. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે આ બિલ પર નિર્ણાયક મત આપ્યો હતો. મસ્કે ટ્રમ્પના બિલને ગાંડપણ ગણાવ્યું ઈલોન મસ્કે શનિવારે ફરી એકવાર ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલની ટીકા કરી. મસ્કે શનિવારે X પર લખ્યું – ‘ટ્રમ્પનું આ બિલ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને આપણા દેશને મોટું વ્યૂહાત્મક નુકસાન પહોંચાડશે.’ મસ્કે કહ્યું, ‘આ સંપૂર્ણપણે ગાંડપણ અને વિનાશક છે. આ કાયદો જૂના ઉદ્યોગોને રાહત આપે છે, પરંતુ ભવિષ્યના ઉદ્યોગોનો નાશ કરશે.’ આ બિલને લઈને ગયા મહિને ટ્રમ્પ વહીવટમાં સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા પદ પરથી મસ્કે રાજીનામું આપ્યું હતું. ટ્રમ્પે કહ્યું હતું કે જો સબસિડી બંધ કરવામાં આવશે તો મસ્કને આફ્રિકા પાછા ફરવું પડશે મસ્કના આ ટ્વીટ પછી ટ્રમ્પે કહ્યું હતું કે જો મસ્કને આપવામાં આવતી સબસિડી બંધ કરવામાં આવે તો તેમણે પોતાની દુકાન (કંપની) બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડશે. ટ્રમ્પે કહ્યું કે સબસિડી બંધ થવાથી, મસ્ક ન તો ટેસ્લા ઇલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરી શકશે અને ન તો સ્પેસએક્સના રોકેટ અને ઉપગ્રહો લોન્ચ કરી શકશે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મસ્કને સરકારી સબસિડીના રૂપમાં બીજા કોઈ કરતાં વધુ પૈસા મળ્યા છે. તેમણે સૂચન કર્યું કે DoGE એ આ બાબતની વિગતવાર તપાસ કરવી જોઈએ. આનાથી દેશના પૈસા બચશે. યુએસ રાષ્ટ્રપતિએ કહ્યું- મસ્કને રાષ્ટ્રપતિ પદ માટે મને ટેકો આપવાના ઘણા સમય પહેલા જ ખબર હતી કે હું EV આદેશની વિરુદ્ધ છું. ઇલેક્ટ્રિક વાહનો સારા છે, પરંતુ દરેકને તે ખરીદવા માટે દબાણ કરવું ખોટું છે. સરકાર છોડતાંની સાથે જ મસ્કે કહ્યું- ટ્રમ્પને પદ પરથી હટાવો:US રાષ્ટ્રપતિએ કહ્યું- ‘ઇલોન ગાંડો થઈ ગયો છે’, તેના સરકારી કરાર અને સબસિડી બંધ થઈ જશે ઇલોન મસ્કે અમેરિકી સરકારમાંથી રાજીનામું આપ્યાની સાથે જ ખુલ્લેઆમ ટ્રમ્પનો વિરોધ કરી રહ્યા છે. ગુરુવારે રાત્રે મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. આ ચર્ચા એટલી વધી ગઈ કે મસ્કે ટ્રમ્પને પદ પરથી હટાવવાની વાત કરી. મસ્કે કહ્યું હતું કે ટ્રમ્પ તેમની મદદ વગર ચૂંટણી જીતી શક્યા ન હોત. ટ્રમ્પના ‘બિગ બ્યૂટિફુલ બિલ’ને નકામા ખર્ચ ગણાવતાં તેમણે કહ્યું હતું કે તેમને પદ પરથી હટાવવા જોઈએ. તેમના સ્થાને ઉપરાષ્ટ્રપતિ જેડી વન્સને રાષ્ટ્રપતિ બનાવવા જોઈએ. ઈલોન મસ્કના પ્રહારથી ગુસ્સે ભરાયેલા ટ્રમ્પે કહ્યું હતું કે મસ્ક પહેલા આ બિલ પર મૌન રહ્યા અને સરકાર છોડતાંની સાથે જ પોતાનું વલણ બદલી નાખ્યું. તે ગાંડો થઈ ગયો છે. ટ્રમ્પે મસ્કની કંપનીઓને સરકારી કરાર અને સબસિડી બંધ કરવાની ધમકી પણ આપી. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…