બુલાવાયોમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને 328 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ સાથે, મુલાકાતી ટીમે 2 ટેસ્ટની સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી. પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં 153 રન બનાવનાર 19 વર્ષીય લુહાન ડી પ્રિટોરિયસ પ્લેયર ઓફ ધ મેચ રહ્યો. સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર કોર્બિન બોશે પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને પછી બીજી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં વિઆન મુલ્ડરે 4 વિકેટ લીધી હતી અને સદી પણ ફટકારી હતી. જ્યારે ઝિમ્બાબ્વે તરફથી ફક્ત સીન વિલિયમ્સ જ સદી ફટકારી શક્યો હતો. ચિવાંગાએ પહેલી ઇનિંગમાં 4 વિકેટ લીધી હતી
સાઉથ આફ્રિકાએ 28 જૂને બુલાવાયોમાં બેટિંગ કરવાનું પસંદ કર્યું. ટીમે 418/9 ના સ્કોર પર પ્રથમ ઇનિંગ ડિકલેર કરી. ડેબ્યૂટન્ટ ડેવાલ્ડ બ્રેવિસે 51 રન બનાવ્યા. ઝિમ્બાબ્વે તરફથી, તનાકા ચિવાંગાએ 4 વિકેટ અને બ્લેસિંગ મુઝારાબાનીએ 2 વિકેટ લીધી. વેલિંગ્ટન મસાકાડઝા અને વિન્સેન્ટ માસેકેસાએ 1-1 વિકેટ મેળવી. ઝિમ્બાબ્વે તરફથી ફક્ત એક જ સદી ફટકારી
પહેલી ઇનિંગમાં, ઝિમ્બાબ્વેની ટીમ 251 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી ફક્ત સીન વિલિયમ્સ જ સદી ફટકારી શક્યો. તેણે 137 રન બનાવ્યા. કેપ્ટન ક્રેગ એર્વિન 36, બ્રાયન બેનેટ 19, વેસ્લી માધેવેરે 15 અને વિન્સેન્ટ માસેકેસાએ 11 રન બનાવ્યા. બાકીના બેટર્સ 10 રનનો આંકડો પણ સ્પર્શી શક્યા નહીં. સાઉથ આફ્રિકા તરફથી, વિઆન મુલ્ડરે 4 વિકેટ લીધી. કોડી યુસુફ અને કેશવ મહારાજે 3-3 વિકેટ લીધી. મુલ્ડરે બીજી ઇનિંગમાં સેન્ચુરી ફટકારી
સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં 167 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં ટીમ તરફથી વિઆન મુલ્ડરે 147 રન બનાવ્યા હતા. ટોની ડી જ્યોર્જીએ 31, ડેવિડ બેડિંગહામે 35, કાયલ વેરિયને 36, કેપ્ટન કેશવ મહારાજે 51 અને કોર્બિન બોશે 36 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં 369 રન બનાવ્યા અને 537 રનનો ટાર્ગેટ આપ્યો. ઝિમ્બાબ્વે તરફથી વેલિંગ્ટન મસાકાડ્ઝાએ 4 વિકેટ લીધી હતી. તનાકા ચિવાંગા અને વિન્સેન્ટ માસેકેસાને 2-2 વિકેટ મળી હતી. વેસ્લી માધવેરે અને બ્લેસિંગ મુઝારાબાનીએ 1-1 વિકેટ લીધી હતી. ઝિમ્બાબ્વે તરફથી બીજી ઇનિંગમાં ફક્ત 1 ફિફ્ટી આવી
ઝિમ્બાબ્વેની ટીમ મેચના ચોથા દિવસે મોટા ટાર્ગેટ સામે પડી ભાંગી. ફક્ત વેલિંગ્ટન મસાકાડઝા જ ફિફ્ટી ફટકારી શક્યો. તેણે 57 રન બનાવ્યા. કેપ્ટન ક્રેગ એર્વાઇને 49, સીન વિલિયમ્સે 26 અને બ્લેસિંગ મુઝારાબાનીએ 32 રન બનાવ્યા. બાકીના બેટર્સ 15 રનનો આંકડો પાર કરી શક્યા નહીં. સાઉથ આફ્રિકાના બીજા દાવમાં કોર્બિન બોશે 5 વિકેટ અને કોડી યુસુફે 3 વિકેટ લીધી. કેશવ મહારાજ અને ડેવાલ્ડ બ્રેવિસે 1-1 વિકેટ લીધી. ઝિમ્બાબ્વે ફક્ત 208 રન બનાવી શક્યું અને ટીમ 328 રનથી મેચ હારી ગઈ. બીજી ટેસ્ટ 6 જુલાઈથી બુલાવાયોમાં રમાશે.