સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી છ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ઇડર તાલુકામાં સૌથી વધુ 140 મીમી (પોણા 6 ઇંચ) વરસાદ પડ્યો છે. વડાલીમાં 25 મીમી અને હિંમતનગરમાં 30 મીમી વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 21 મીમી અને વિજયનગરમાં 19 મીમી વરસાદ થયો છે. પ્રાંતિજ, તલોદ અને પોશીના તાલુકા કોરાધાકોર રહ્યા છે. હિંમતનગરમાં રાત્રી દરમિયાન અને શુક્રવારે વહેલી સવારે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે. ધરોઈ જળાશય 62.25 ટકા ભરાયું છે અને તેમાં 1968 ક્યુસેક પાણીની આવક થઈ છે. હરણાવ જળાશય 59.70 ટકા ભરાયું છે. ગુહાઈ જળાશય 47.21 ટકા ભરાયું છે અને 364 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. હાથમતી જળાશય 37.12 ટકા ભરાયું છે અને તેમાં 340 ક્યુસેક પાણીની આવક થઈ છે.