P24 News Gujarat

જાણીતી ગુજરાતી એક્ટ્રેસના પુત્રએ મોતની છલાંગ લગાવી:ટ્યુશન જવાનું કહેતાં 14 વર્ષીય પંતે 57મા માળેથી પડતું મૂક્યું; મુંબઈના કાંદિવલીની ઘટના

એક ચોંકાવનારી ઘટનામાં, એક જાણીતી ગુજરાતી ટેલિવિઝન એક્ટ્રેસના 14 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. બુધવારે રાત્રે કાંદિવલીના એક ગગનચુંબી ઈમારતના 57મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. એક્ટ્રેસ પશ્ચિમ મુંબઈના સી બ્રૂક કોમ્પ્લેક્સમાં રહે છે, તે ગુજરાતી ટીવી સિરિયલોમાં અભિનય માટે જાણીતી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુ:ખદ ઘટના લગભગ સાંજે 7 વાગ્યે બની, માતા અને તેના પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. એક્ટ્રેસે તેના પુત્રને ટ્યુશન ક્લાસમાં જવાનું કહ્યું હતું, પરંતુ છોકરાએ ના પાડી રહ્યો હતો. આ બાબતે ઘરમાં ચર્ચા વધુ તીવ્ર બની હતી, અને ગુસ્સાના આવેશમાં, પુત્રએ ઈમારતના સૌથી ઉપરના માળે જઈને મોતની છલાંગ લગાવી દીધી હતી. માતાને લાગ્યું કે પુત્ર ક્લાસમાં ગયો હશે. આ ઘટના 2 જુલાઈની સાંજે બની, જ્યારે 14 વર્ષનો છોકરો, પંત આરતી મકવાણા, કાંદિવલી વિસ્તારમાં આવેલી બ્રૂક ઈમારતમાંથી કૂદી ગયો. અહેવાલો જણાવે છે કે છોકરાની માતાએ જણાવ્યું હતું કે તેણે સાંજે 7 વાગ્યે પોતાના પુત્રને ટ્યુશનમાં જવાનું કહ્યું હતું, પરંતુ તે ના પાડતો હતો. વારંવાર આગ્રહ કર્યા પછી, પંત આખરે ઘરની બહાર નીકળ્યો, જેથી તેની માતાને લાગ્યું કે તે ક્લાસમાં ગયો હશે. થોડીવાર પછી, ગાર્ડ ઘરે પહોંચ્યો અને એક્ટ્રેસને જણાવ્યું કે તેનો પુત્ર ઈમારતમાંથી નીચે પડી ગયો છે. પોલીસે જણાવ્યું કે આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો છે, અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. કોઈ ગેરરીતિની શંકા નથી, તપાસ ચાલુ છે
પીટીઆઈ મુજબ, કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી કે આકસ્મિક મૃત્યુનો અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ ગેરરીતિના સંકેતો મળ્યા નથી. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિએ આ ઘટના જોઈ હતી અને તરત જ છોકરાની માતાને જાણ કરી હતી. બાદમાં પોલીસની એક ટીમ પંચનામું કરવા અને વધુ તપાસ શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.

​એક ચોંકાવનારી ઘટનામાં, એક જાણીતી ગુજરાતી ટેલિવિઝન એક્ટ્રેસના 14 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. બુધવારે રાત્રે કાંદિવલીના એક ગગનચુંબી ઈમારતના 57મા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. એક્ટ્રેસ પશ્ચિમ મુંબઈના સી બ્રૂક કોમ્પ્લેક્સમાં રહે છે, તે ગુજરાતી ટીવી સિરિયલોમાં અભિનય માટે જાણીતી છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુ:ખદ ઘટના લગભગ સાંજે 7 વાગ્યે બની, માતા અને તેના પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. એક્ટ્રેસે તેના પુત્રને ટ્યુશન ક્લાસમાં જવાનું કહ્યું હતું, પરંતુ છોકરાએ ના પાડી રહ્યો હતો. આ બાબતે ઘરમાં ચર્ચા વધુ તીવ્ર બની હતી, અને ગુસ્સાના આવેશમાં, પુત્રએ ઈમારતના સૌથી ઉપરના માળે જઈને મોતની છલાંગ લગાવી દીધી હતી. માતાને લાગ્યું કે પુત્ર ક્લાસમાં ગયો હશે. આ ઘટના 2 જુલાઈની સાંજે બની, જ્યારે 14 વર્ષનો છોકરો, પંત આરતી મકવાણા, કાંદિવલી વિસ્તારમાં આવેલી બ્રૂક ઈમારતમાંથી કૂદી ગયો. અહેવાલો જણાવે છે કે છોકરાની માતાએ જણાવ્યું હતું કે તેણે સાંજે 7 વાગ્યે પોતાના પુત્રને ટ્યુશનમાં જવાનું કહ્યું હતું, પરંતુ તે ના પાડતો હતો. વારંવાર આગ્રહ કર્યા પછી, પંત આખરે ઘરની બહાર નીકળ્યો, જેથી તેની માતાને લાગ્યું કે તે ક્લાસમાં ગયો હશે. થોડીવાર પછી, ગાર્ડ ઘરે પહોંચ્યો અને એક્ટ્રેસને જણાવ્યું કે તેનો પુત્ર ઈમારતમાંથી નીચે પડી ગયો છે. પોલીસે જણાવ્યું કે આકસ્મિક મૃત્યુનો અહેવાલ નોંધવામાં આવ્યો છે, અને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. કોઈ ગેરરીતિની શંકા નથી, તપાસ ચાલુ છે
પીટીઆઈ મુજબ, કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી કે આકસ્મિક મૃત્યુનો અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી કોઈ ગેરરીતિના સંકેતો મળ્યા નથી. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિએ આ ઘટના જોઈ હતી અને તરત જ છોકરાની માતાને જાણ કરી હતી. બાદમાં પોલીસની એક ટીમ પંચનામું કરવા અને વધુ તપાસ શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *