P24 News Gujarat

અમેરિકામાં ગુજરાતીના સ્ટોરમાં ફિલ્મી સ્ટાઈલમાં 12 ધાડપાડુઓ ત્રાટક્યા, CCTV:જ્વેલરી શો-રૂમ સાથે કાર અથડાવી દરવાજો તોડ્યો, પછી 1 મિનિટ 6 સેકન્ડમાં લાખોની લૂંટ ચલાવી

અમેરિકામાં દિવસે દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે. હાલમાં જ કેલિફોર્નિયામાં જ્વેલરી તથા ઘડિયાળના શો રૂમમાં થયેલી લૂંટથી માત્ર ગુજરાતીઓ જ નહીં, સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ છે. બપોરના ચાર વાગ્યે અચાનક જ સ્ટોરમાં એક સાથે 12 ધાડપાડુઓ ચહેરા ના દેખાય તે રીતે દુકાન પર ત્રાટક્યા હતા અને ગણતરીની સેકન્ડમાં કિંમતી સામાન લઈને કારમાં રફુચક્કર થઈ ગયા હતા. સ્ટોરના ત્રણ માલિકમાંથી એક માલિક ગુજરાતી હોવાના સમાચાર છે. લૂંટનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી. ક્યાં ઘટના બની?
ફોક્સ 11 ન્યૂઝના અહેવાલ પ્રમાણે, પહેલી જુલાઈ, સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના બે એરિયામાં આવેલા અંબર જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. બનાવની વિગત એવી છે કે બપોરના ચાર વાગ્યાની આસપાસ અચાનક જ સ્ટોરની લોખંડની જાળી આગળ એક કાર જોરથી અથડાઈ હતી. જેને કારણે દરવાજો તૂટી ગયો. દરવાજો તૂટતા જ કાર તરત જ સ્ટોરની બહાર નીકળી ગઈ હતી અને એક પછી એક અંદાજે 12 ધાડપાડુઓ સ્ટોરની અંદર આવી ગયા હતા. આ ઘટનામાં સ્ટોરની એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. સ્ટોરના એક માણસે રોકવાનો પ્રયાસ કર્યો
આ રીતે એક પછી એક ધાડપાડુ ત્રાટકતા સ્ટોરના એક માણસે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આટલી મોટી સંખ્યામાં ચોરો હોવાથી તે કોઈને રોકી શક્યા નહીં. સ્ટોરમાં તે સમયે ત્રણ મહિલાઓ પણ હતી અને તે ડરના માર્યા કાઉન્ટર ટેબલની સાઇડમાં જઈને છુપાઈ ગયાં હતાં. લૂંટ કેટલાની થઈ તેનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી. ધાડપાડુઓએ સ્ટોરમાં કાચના કેબિનેટ હથોળીથી તોડીને સાથે લાવેલા પ્લાસ્ટિકના મોટા કોથળામાં સોનાના ઘરેણા તથા ઘડિયાળો ભરી દીધી હતી તો કેટલાક ધાડપાડુઓ એક સાથે પાંચથી છ બોક્સ હાથમાં લઈને જતા રહ્યા હતા. ગણતરીની સેકન્ડમાં ચોરી કરીને રફુચક્કર
સ્ટોરમાં લાગેલા CCTV પ્રમાણે, ધાડપાડુઓ બપોરે ચાર વાગીને 13 મિનિટ ને 29 સેકન્ડે સ્ટોરમાં એન્ટર થયા હતા અને તેઓ 4 વાગીને 14 મિનિટ ને 35 સેકન્ડે ચોરી કરીને ભાગી ગયા હતા એટલે કે માત્ર એક મિનિટને 6 સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર થયા. ચોરો ચારથી પાંચ કાર લઈને આવ્યા હતા. આ તમામ કારની નંબર પ્લેટ્સ ગાયબ હતી. જ્યારે તેઓ સ્ટોરની બહાર નીકળ્યા ત્યારે આસપાસની દુકાનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને બધાએ પોત-પોતાની દુકાનો ફટોફટ બંધ કરી દીધી હતી. અંબર જ્વેલર્સમાં ત્રણ ભાગીદારો હોવાનો અંદાજ
ભાસ્કરે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે વાત કરી હતી અને તેમણે નામ ના આપવાની શરતે ભાસ્કરને જણાવ્યું હતું, ‘અંબર જ્વેલર્સ ત્રણેક ભાગીદારથી ચાલતો હોવાનો અંદાજ છે, જેમાં એક મૂળ પાકિસ્તાની અબ્બાસ છે, જેઓ ત્યાં કિંમતી ઘડિયાળો વેચવાનું કામ કરે છે, બીજા ભાગીદાર ગુજરાતી છે અને તેઓ ત્યાં સોનાના ઘરેણા વેચે છે અને ત્રીજો ભાગીદાર અમેરિકન છે. સ્ટોરના માલિક સલામત છે, પરંતુ તે આ ઘટનાથી હેબતાઈ ગયા છે અને તેમને પણ અંદાજ નથી કે આખરે કેટલું નુકસાન થયું છે. અલબત્ત, રાહતની વાત એ છે કે લૂંંટેલી કેટલીક ઘડિયાળોમાં GPS સિસ્ટમ ચાલુ હોવાથી તે ટ્રેક થઈ જશે.’ સ્થાનિક ગુજરાતીઓએ વધુમાં વાત કરતા કહ્યું હતું, ‘આ આખી લૂંટ આયોજન બદ્ધ રીતે કરવામાં આવી હતી. બે કાર સ્ટોરની સ્ટ્રીટને બ્લોક કરીને ઊભી રહી હતી. ગુજરાતીઓ માને છે કે અમેરિકામાં આ પ્રકારના ગુનામાં કડક સજા પણ થતી નથી. હવે અમેરિકા પહેલા જેવું રહ્યું નથી. અમેરિકા ધીમે ધીમે થર્ડ વર્લ્ડ કન્ટ્રી જેવું બની રહ્યું છે.’ પોલીસે સ્થાનિકો પાસે માહિતી માગી
લેકવુડ શેરીફ સ્ટેશને આ ઘટનાને ગંભીરતા લઈને તપાસ શરૂ કરી છે. તેમણે સ્થાનિકોને અપીલ કરી છે કે તેઓ આ ઘટના અંગે કઈ પણ જાણતા હોય તો આ (562) 623-3500 નંબર પર ફોન કરીને જાણ કરે. કેલિફોર્નિયામાં જ્વેલરી શો રૂમમાં ચોરીની ઘટના વધી રહી છે
ઉલ્લેખનીય છે કે 29 જૂનના રોજ કેલિફોર્નિયાના સનીવેલના 1000 બ્લોક ઇસ્ટ El કેમિનો રિયલમાં આવેલા જ્વેલરી શો-રૂમમાં બપોરે પોણા ત્રણે ધાડપાડુઓ ત્રાટક્યા હતા અને ચોરી કરીને ફરાર થઈ ગયા. સ્ટોર માલિકને સામાન્ય ઈજા થઈ હતી. કેલિફોર્નિયામાં આ રીતે જ્વેલરી સ્ટોર લૂંટવાની ઘટના વધતી જાય છે. આ પહેલા, 30 માર્ચે ચોરોના એક ગ્રુપે સનીવેલના બીજા એક જ્વેલરી સ્ટોર પર હુમલો કરવા માટે ચોરેલી કારથી અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક કર્મચારી બંદૂક સાથે આવતા જ તેઓ ખાલી હાથે ભાગી ગયા હતા. તે જ રીતે 20 જૂને ડબલિનના એક જ્વેલરી સ્ટોરમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં ચોરોએ મુખ્ય દરવાજો તોડવા માટે ચોરેલી કારનો જ ઉપયોગ કર્યો હતો, પરંતુ માલિકને આસપાસ લૂંટની ઘટના વધતા તેના ત્યાં પણ ચોરી થશે તેવો અંદાજ આવી જતાં તમામ માલ કાઢી નાખતા ચોરોના હાથમાં કંઈ જ આવ્યું નહોતું. છેલ્લા એક વર્ષમાં આઠ જ્વેલરી શોરૂમ લૂંટાયા
મે, 2024થી અત્યાર સુધીમાં કેલિફોર્નિયાનામાં અંદાજે આઠ ઇન્ડિયન જ્વેલરી સ્ટોરને આ રીતે જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે, જેમાં નીતિન જ્વેલર્લ, PNG જ્વેલર્સ, ભીંડી જ્વેલર્સ, બોમ્બે જ્વેલરી કંપની, કુમાર જ્વેલર્સ તથા BJ જ્વેલર્સ સામેલ છે. આમાંથી માત્ર PNG તથા કુમાર જ્વેલર્સમાં ત્રાટકેલા ચોરોની ધરપકડ કરવામાં આવી છે.

​અમેરિકામાં દિવસે દિવસે ક્રાઇમ રેટ વધતો જાય છે. હાલમાં જ કેલિફોર્નિયામાં જ્વેલરી તથા ઘડિયાળના શો રૂમમાં થયેલી લૂંટથી માત્ર ગુજરાતીઓ જ નહીં, સ્થાનિક લોકોમાં પણ ડરનો માહોલ છે. બપોરના ચાર વાગ્યે અચાનક જ સ્ટોરમાં એક સાથે 12 ધાડપાડુઓ ચહેરા ના દેખાય તે રીતે દુકાન પર ત્રાટક્યા હતા અને ગણતરીની સેકન્ડમાં કિંમતી સામાન લઈને કારમાં રફુચક્કર થઈ ગયા હતા. સ્ટોરના ત્રણ માલિકમાંથી એક માલિક ગુજરાતી હોવાના સમાચાર છે. લૂંટનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી. ક્યાં ઘટના બની?
ફોક્સ 11 ન્યૂઝના અહેવાલ પ્રમાણે, પહેલી જુલાઈ, સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના બે એરિયામાં આવેલા અંબર જ્વેલર્સમાં ચોરીની ઘટના બની હતી. બનાવની વિગત એવી છે કે બપોરના ચાર વાગ્યાની આસપાસ અચાનક જ સ્ટોરની લોખંડની જાળી આગળ એક કાર જોરથી અથડાઈ હતી. જેને કારણે દરવાજો તૂટી ગયો. દરવાજો તૂટતા જ કાર તરત જ સ્ટોરની બહાર નીકળી ગઈ હતી અને એક પછી એક અંદાજે 12 ધાડપાડુઓ સ્ટોરની અંદર આવી ગયા હતા. આ ઘટનામાં સ્ટોરની એક વ્યક્તિ ઘાયલ થઈ હતી. સ્ટોરના એક માણસે રોકવાનો પ્રયાસ કર્યો
આ રીતે એક પછી એક ધાડપાડુ ત્રાટકતા સ્ટોરના એક માણસે રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આટલી મોટી સંખ્યામાં ચોરો હોવાથી તે કોઈને રોકી શક્યા નહીં. સ્ટોરમાં તે સમયે ત્રણ મહિલાઓ પણ હતી અને તે ડરના માર્યા કાઉન્ટર ટેબલની સાઇડમાં જઈને છુપાઈ ગયાં હતાં. લૂંટ કેટલાની થઈ તેનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી. ધાડપાડુઓએ સ્ટોરમાં કાચના કેબિનેટ હથોળીથી તોડીને સાથે લાવેલા પ્લાસ્ટિકના મોટા કોથળામાં સોનાના ઘરેણા તથા ઘડિયાળો ભરી દીધી હતી તો કેટલાક ધાડપાડુઓ એક સાથે પાંચથી છ બોક્સ હાથમાં લઈને જતા રહ્યા હતા. ગણતરીની સેકન્ડમાં ચોરી કરીને રફુચક્કર
સ્ટોરમાં લાગેલા CCTV પ્રમાણે, ધાડપાડુઓ બપોરે ચાર વાગીને 13 મિનિટ ને 29 સેકન્ડે સ્ટોરમાં એન્ટર થયા હતા અને તેઓ 4 વાગીને 14 મિનિટ ને 35 સેકન્ડે ચોરી કરીને ભાગી ગયા હતા એટલે કે માત્ર એક મિનિટને 6 સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર થયા. ચોરો ચારથી પાંચ કાર લઈને આવ્યા હતા. આ તમામ કારની નંબર પ્લેટ્સ ગાયબ હતી. જ્યારે તેઓ સ્ટોરની બહાર નીકળ્યા ત્યારે આસપાસની દુકાનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને બધાએ પોત-પોતાની દુકાનો ફટોફટ બંધ કરી દીધી હતી. અંબર જ્વેલર્સમાં ત્રણ ભાગીદારો હોવાનો અંદાજ
ભાસ્કરે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે વાત કરી હતી અને તેમણે નામ ના આપવાની શરતે ભાસ્કરને જણાવ્યું હતું, ‘અંબર જ્વેલર્સ ત્રણેક ભાગીદારથી ચાલતો હોવાનો અંદાજ છે, જેમાં એક મૂળ પાકિસ્તાની અબ્બાસ છે, જેઓ ત્યાં કિંમતી ઘડિયાળો વેચવાનું કામ કરે છે, બીજા ભાગીદાર ગુજરાતી છે અને તેઓ ત્યાં સોનાના ઘરેણા વેચે છે અને ત્રીજો ભાગીદાર અમેરિકન છે. સ્ટોરના માલિક સલામત છે, પરંતુ તે આ ઘટનાથી હેબતાઈ ગયા છે અને તેમને પણ અંદાજ નથી કે આખરે કેટલું નુકસાન થયું છે. અલબત્ત, રાહતની વાત એ છે કે લૂંંટેલી કેટલીક ઘડિયાળોમાં GPS સિસ્ટમ ચાલુ હોવાથી તે ટ્રેક થઈ જશે.’ સ્થાનિક ગુજરાતીઓએ વધુમાં વાત કરતા કહ્યું હતું, ‘આ આખી લૂંટ આયોજન બદ્ધ રીતે કરવામાં આવી હતી. બે કાર સ્ટોરની સ્ટ્રીટને બ્લોક કરીને ઊભી રહી હતી. ગુજરાતીઓ માને છે કે અમેરિકામાં આ પ્રકારના ગુનામાં કડક સજા પણ થતી નથી. હવે અમેરિકા પહેલા જેવું રહ્યું નથી. અમેરિકા ધીમે ધીમે થર્ડ વર્લ્ડ કન્ટ્રી જેવું બની રહ્યું છે.’ પોલીસે સ્થાનિકો પાસે માહિતી માગી
લેકવુડ શેરીફ સ્ટેશને આ ઘટનાને ગંભીરતા લઈને તપાસ શરૂ કરી છે. તેમણે સ્થાનિકોને અપીલ કરી છે કે તેઓ આ ઘટના અંગે કઈ પણ જાણતા હોય તો આ (562) 623-3500 નંબર પર ફોન કરીને જાણ કરે. કેલિફોર્નિયામાં જ્વેલરી શો રૂમમાં ચોરીની ઘટના વધી રહી છે
ઉલ્લેખનીય છે કે 29 જૂનના રોજ કેલિફોર્નિયાના સનીવેલના 1000 બ્લોક ઇસ્ટ El કેમિનો રિયલમાં આવેલા જ્વેલરી શો-રૂમમાં બપોરે પોણા ત્રણે ધાડપાડુઓ ત્રાટક્યા હતા અને ચોરી કરીને ફરાર થઈ ગયા. સ્ટોર માલિકને સામાન્ય ઈજા થઈ હતી. કેલિફોર્નિયામાં આ રીતે જ્વેલરી સ્ટોર લૂંટવાની ઘટના વધતી જાય છે. આ પહેલા, 30 માર્ચે ચોરોના એક ગ્રુપે સનીવેલના બીજા એક જ્વેલરી સ્ટોર પર હુમલો કરવા માટે ચોરેલી કારથી અંદર ઘુસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એક કર્મચારી બંદૂક સાથે આવતા જ તેઓ ખાલી હાથે ભાગી ગયા હતા. તે જ રીતે 20 જૂને ડબલિનના એક જ્વેલરી સ્ટોરમાં ચોરીનો પ્રયાસ થયો હતો, જેમાં ચોરોએ મુખ્ય દરવાજો તોડવા માટે ચોરેલી કારનો જ ઉપયોગ કર્યો હતો, પરંતુ માલિકને આસપાસ લૂંટની ઘટના વધતા તેના ત્યાં પણ ચોરી થશે તેવો અંદાજ આવી જતાં તમામ માલ કાઢી નાખતા ચોરોના હાથમાં કંઈ જ આવ્યું નહોતું. છેલ્લા એક વર્ષમાં આઠ જ્વેલરી શોરૂમ લૂંટાયા
મે, 2024થી અત્યાર સુધીમાં કેલિફોર્નિયાનામાં અંદાજે આઠ ઇન્ડિયન જ્વેલરી સ્ટોરને આ રીતે જ ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે, જેમાં નીતિન જ્વેલર્લ, PNG જ્વેલર્સ, ભીંડી જ્વેલર્સ, બોમ્બે જ્વેલરી કંપની, કુમાર જ્વેલર્સ તથા BJ જ્વેલર્સ સામેલ છે. આમાંથી માત્ર PNG તથા કુમાર જ્વેલર્સમાં ત્રાટકેલા ચોરોની ધરપકડ કરવામાં આવી છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *