P24 News Gujarat

સારા-આદિત્યની ‘મેટ્રો ઇન દિનોં’ની સફર:એક્ટ્રેસે કહ્યું, ‘ફિલ્મમાં મારી રિયલ લાઇફની ઝલક’; એક્ટરે પ્રેમને ઓક્સિજન સમાન ગણાવ્યો

એક્ટ્રેસ સારી અલી ખાન પહેલી વાર ડિરેક્ટર અનુરાગ બાસુ સાથે ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’માં કામ કરી રહી છે. તેણે કહ્યું કે, દાદા (અનુરાગ બાસુ)ની ફિલ્મો જોઈને મોટી થઈ છે અને હવે તેનો ભાગ બનવો તેના માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. જ્યારે ‘લૂડો’ ફિલ્મ પછી બીજી વખત અનુરાગ સાથે કામ કરી રહેલા આદિત્ય રોય કપૂર કહે છે કે, દાદા સાથે કામ કરવું એ દરરોજ એક મજેદાર પડકાર છે. તાજેતરમાં સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. ફિલ્મ અને તેમના પાત્રો વિશે વાત કરવા ઉપરાંત, બંનેએ એ પણ વાત કરી હતી કે તેઓ હાર્ટબ્રેકનો સામનો કેવી રીતે કરે છે. પ્રશ્ન: જ્યારે તમને પાત્ર વિશે કહેવામાં આવ્યું, ત્યારે તમને સૌથી વધુ શું ગમ્યું? સારા અલી ખાનઃ જ્યારે અનુરાગ સરે મને કહ્યું કે, આ મ્યૂઝિકલ ફિલ્મ છે, ત્યારે મને તેમાં રસ વધી ગયો. તેમની ફિલ્મોનું સંગીત અદ્ભુત છે. હું ઘણા સમયથી અનુરાગ સર સાથે કામ કરવા માંગતી હતી. હું તેમની ફિલ્મો જોઈને મોટી થઈ છું. આ ફિલ્મનો ભાગ બનવું મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. પ્રશ્ન: ફિલ્મમાં તમે કેવા પ્રકારનું પાત્ર ભજવી રહ્યા છો? સારા અલી ખાનઃ આ ફિલ્મમાં હું ખૂબ જ સરળ અને સહજ છોકરીનું પાત્ર ભજવી રહી છું. તે એક એવી છોકરી છે, જે પોતાના જીવનને સમજવાનો પ્રયાસ કરી રહી છે. ફિલ્મમાં મારું પાત્ર મેં અત્યાર સુધી ભજવેલા પાત્રો કરતાં તદ્દન અલગ છે. મેં ક્યારેય આવું પાત્ર ભજવ્યું નથી અને મને તેનો ભાગ બનવાનો ગર્વ છે. પ્રશ્ન: ‘લુડો’ પછી અનુરાગ બાસુ સાથે ફરીથી કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આદિત્ય રોય કપૂરઃ હું હંમેશા દાદા (અનુરાગ બાસુ) સાથે કામ કરવા માંગતો હતો. જ્યારે તેમણે મને વાર્તા કહી, ત્યારે મારું પાત્ર ખૂબ જ રસપ્રદ લાગ્યું. તેમની સાથે કામ કરવું એ દરરોજ એક મજેદાર પડકાર હતો. પ્રશ્ન: તમારા પાત્રની સૌથી સારી અને સૌથી મુશ્કેલ બાબત શું હતી? આદિત્ય રોય કપૂરઃ ફિલ્મમાં મારું એક અણધાર્યું પાત્ર છે. તે વિચિત્ર કામ કરતો રહે છે. હાલના સમયમાં જેવો પ્રેમ હોય છે, કંઈક તે જ પ્રકારનું પાત્ર છે. તે ભજવવું ખૂબ જ સરસ હતું. કંઈ મુશ્કેલ નહોતું. પ્રશ્ન: આજના પ્રેમના યુગને તમે કેવી રીતે જુઓ છો? આદિત્ય રોય કપૂરઃ પ્રેમ જીવનમાં ઓક્સિજન જેવો છે. તેના વિના વ્યક્તિ સારું જીવન જીવી શકતું નથી, પછી ભલે તે માતાપિતા માટેનો પ્રેમ હોય, પાલતુ પ્રાણીઓ માટેનો પ્રેમ હોય કે દેશ માટેનો પ્રેમ હોય. પ્રશ્ન: તમારા પાત્રમાં એવું શું ખાસ હતું, જે હૃદયને સ્પર્શી ગયું અને સૌથી મુશ્કેલ બાબત શું હતી? સારા અલી ખાનઃ આ એક એવી છોકરી છે, જે પોતાના જીવનને શોધી રહી છે. આ એક એવું પાત્ર છે, જેની સાથે લોકો રિલેટ કરી શકશે. કોઈને કોઈ રીતે આ પાત્ર મારા વાસ્તવિક જીવન જેવું જ છે. હું વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલકી અને બિન્દાસ છોકરી છું. હું જે કહેવા માંગુ છું, તે કહેવામાં હું અચકાતી નથી. મને સીનમાં દારૂ પીવો ખૂબ મુશ્કેલ લાગ્યો. પ્રશ્ન: શૂટિંગ દરમિયાન તમને સેટ પર શું ગમ્યું? સારા અલી ખાનઃ સેટ પર મારો પહેલો દિવસ ફાતિમા સના શેખ અને આદિત્ય રોય કપૂર સાથે હતો. તેમની સાથે કામ કરવું ખૂબ જ કમ્ફર્ટેબલ રહ્યું. અનુરાગ સરની ફિલ્મોના શૂટિંગની ખાસિયત એ છે કે, વાતાવરણ એકદમ ઘર જેવું છે. તે ખૂબ જ મજેદાર અનુભવ હતો. પ્રશ્ન: દરેકના જીવનમાં હાર્ટબ્રેક થાય છે, તમે બંને તેનો સામનો કેવી રીતે કરો છો? સારા અલી ખાનઃ હું ક્યાંક ફરવા નીકળી જાઉં છું. આદિત્ય રોય કપૂરઃ હું પહેલા જ સાફ-સફાઈ કરી નાખુ છું. હું કોઈ વસ્તુને સંભાળીને નથી રાખતો. મને જે પણ ભેટ કે વસ્તુ મળી હોય, તેને ફેંકી દઉં છું.

​એક્ટ્રેસ સારી અલી ખાન પહેલી વાર ડિરેક્ટર અનુરાગ બાસુ સાથે ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’માં કામ કરી રહી છે. તેણે કહ્યું કે, દાદા (અનુરાગ બાસુ)ની ફિલ્મો જોઈને મોટી થઈ છે અને હવે તેનો ભાગ બનવો તેના માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. જ્યારે ‘લૂડો’ ફિલ્મ પછી બીજી વખત અનુરાગ સાથે કામ કરી રહેલા આદિત્ય રોય કપૂર કહે છે કે, દાદા સાથે કામ કરવું એ દરરોજ એક મજેદાર પડકાર છે. તાજેતરમાં સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂરે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. ફિલ્મ અને તેમના પાત્રો વિશે વાત કરવા ઉપરાંત, બંનેએ એ પણ વાત કરી હતી કે તેઓ હાર્ટબ્રેકનો સામનો કેવી રીતે કરે છે. પ્રશ્ન: જ્યારે તમને પાત્ર વિશે કહેવામાં આવ્યું, ત્યારે તમને સૌથી વધુ શું ગમ્યું? સારા અલી ખાનઃ જ્યારે અનુરાગ સરે મને કહ્યું કે, આ મ્યૂઝિકલ ફિલ્મ છે, ત્યારે મને તેમાં રસ વધી ગયો. તેમની ફિલ્મોનું સંગીત અદ્ભુત છે. હું ઘણા સમયથી અનુરાગ સર સાથે કામ કરવા માંગતી હતી. હું તેમની ફિલ્મો જોઈને મોટી થઈ છું. આ ફિલ્મનો ભાગ બનવું મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું છે. પ્રશ્ન: ફિલ્મમાં તમે કેવા પ્રકારનું પાત્ર ભજવી રહ્યા છો? સારા અલી ખાનઃ આ ફિલ્મમાં હું ખૂબ જ સરળ અને સહજ છોકરીનું પાત્ર ભજવી રહી છું. તે એક એવી છોકરી છે, જે પોતાના જીવનને સમજવાનો પ્રયાસ કરી રહી છે. ફિલ્મમાં મારું પાત્ર મેં અત્યાર સુધી ભજવેલા પાત્રો કરતાં તદ્દન અલગ છે. મેં ક્યારેય આવું પાત્ર ભજવ્યું નથી અને મને તેનો ભાગ બનવાનો ગર્વ છે. પ્રશ્ન: ‘લુડો’ પછી અનુરાગ બાસુ સાથે ફરીથી કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? આદિત્ય રોય કપૂરઃ હું હંમેશા દાદા (અનુરાગ બાસુ) સાથે કામ કરવા માંગતો હતો. જ્યારે તેમણે મને વાર્તા કહી, ત્યારે મારું પાત્ર ખૂબ જ રસપ્રદ લાગ્યું. તેમની સાથે કામ કરવું એ દરરોજ એક મજેદાર પડકાર હતો. પ્રશ્ન: તમારા પાત્રની સૌથી સારી અને સૌથી મુશ્કેલ બાબત શું હતી? આદિત્ય રોય કપૂરઃ ફિલ્મમાં મારું એક અણધાર્યું પાત્ર છે. તે વિચિત્ર કામ કરતો રહે છે. હાલના સમયમાં જેવો પ્રેમ હોય છે, કંઈક તે જ પ્રકારનું પાત્ર છે. તે ભજવવું ખૂબ જ સરસ હતું. કંઈ મુશ્કેલ નહોતું. પ્રશ્ન: આજના પ્રેમના યુગને તમે કેવી રીતે જુઓ છો? આદિત્ય રોય કપૂરઃ પ્રેમ જીવનમાં ઓક્સિજન જેવો છે. તેના વિના વ્યક્તિ સારું જીવન જીવી શકતું નથી, પછી ભલે તે માતાપિતા માટેનો પ્રેમ હોય, પાલતુ પ્રાણીઓ માટેનો પ્રેમ હોય કે દેશ માટેનો પ્રેમ હોય. પ્રશ્ન: તમારા પાત્રમાં એવું શું ખાસ હતું, જે હૃદયને સ્પર્શી ગયું અને સૌથી મુશ્કેલ બાબત શું હતી? સારા અલી ખાનઃ આ એક એવી છોકરી છે, જે પોતાના જીવનને શોધી રહી છે. આ એક એવું પાત્ર છે, જેની સાથે લોકો રિલેટ કરી શકશે. કોઈને કોઈ રીતે આ પાત્ર મારા વાસ્તવિક જીવન જેવું જ છે. હું વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલકી અને બિન્દાસ છોકરી છું. હું જે કહેવા માંગુ છું, તે કહેવામાં હું અચકાતી નથી. મને સીનમાં દારૂ પીવો ખૂબ મુશ્કેલ લાગ્યો. પ્રશ્ન: શૂટિંગ દરમિયાન તમને સેટ પર શું ગમ્યું? સારા અલી ખાનઃ સેટ પર મારો પહેલો દિવસ ફાતિમા સના શેખ અને આદિત્ય રોય કપૂર સાથે હતો. તેમની સાથે કામ કરવું ખૂબ જ કમ્ફર્ટેબલ રહ્યું. અનુરાગ સરની ફિલ્મોના શૂટિંગની ખાસિયત એ છે કે, વાતાવરણ એકદમ ઘર જેવું છે. તે ખૂબ જ મજેદાર અનુભવ હતો. પ્રશ્ન: દરેકના જીવનમાં હાર્ટબ્રેક થાય છે, તમે બંને તેનો સામનો કેવી રીતે કરો છો? સારા અલી ખાનઃ હું ક્યાંક ફરવા નીકળી જાઉં છું. આદિત્ય રોય કપૂરઃ હું પહેલા જ સાફ-સફાઈ કરી નાખુ છું. હું કોઈ વસ્તુને સંભાળીને નથી રાખતો. મને જે પણ ભેટ કે વસ્તુ મળી હોય, તેને ફેંકી દઉં છું. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *