P24 News Gujarat

લોહીથી ખરડાયેલો ચહેરો ને આંખમાં દેશ માટેનું ઝનૂન:સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ બંદૂક વિના લડાયેલા ભીષણ સંઘર્ષની કહાણી કહેશે

પોલીસ અધિકારી, RAW એજન્ટ બાદ હવે ‘દબંગ’ સલમાન ખાન આર્મી ઓફિસરની ભૂમિકા ભજવશે. સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ની જાહેરાત કરી છે. ‘ભાઈજાન’ના ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. મોશન પોસ્ટરમાં સલમાનના ચહેરો લોહીથી ખરડાયેલો, મોટી મૂંછ અને આંખમાં દેશભક્તિ અને દુશ્મનો સામે લડી લેવાની હિંમત સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતના ઉત્તરમાં આવેલા લદ્દાખની ગલવાન ઘાટીમાં વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે ખતરનાક અથડામણ થઈ હતી. ગલવાન ઘાટીને લાંબા સમયથી વિવાદિત સીમા ક્ષેત્ર માનવામાં આવે છે. આ પ્રદેશમાં હથિયારોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવાથી સમુદ્રથી 15 હજાર ફૂટની ઊંચાઈએ થયેલા આ ઘર્ષણ દરમિયાન એક પણ બંદૂક ચલાવવામાં આવી ન હતી. 16 જૂન 2020ના રોજ થયેલી આ અથડામણમાં બંને દેશના સૈનિકોના જીવ ગયા હતા. સૈનિકોએ ડંડા, પત્થર અને હાથથી જ લડાઈ કરી હતી. અંદાજે 45 વર્ષમાં એવું પહેલીવાર થયું હતું, જ્યારે ભારત-ચીન સીમા ઉપર સૈનિકોના જીવ ગયા હોય. આ ઘટના ભારત અને ચીનના સંબંધમાં એક મહત્વનો વળાંક સાબિત થઈ હતી. નોંધનીય છે કે, વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન ગલવાન ઘાટી સંઘર્ષનું મુખ્ય સ્થળ હતું. જુલાઈ 1962માં ચીની સૈનિકોએ ભારતીય ચોકીઓ ઉપર હુમલો કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ ભીષણ પ્રતિકાર કર્યો હતો. ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મને ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’ ફેમ ડિરેક્ટર અપૂર્વ લાખિયા ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મનું પ્રોડક્શન સલમાન ખાન ફિલ્મ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો, આ ફિલ્મ રાહુલ સિંહ અને શિવ અરૂરના પુસ્તક ‘ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3’ના એક ચેપ્ટર ‘બેટલ ઓફ ગલવાન’ પરથી બનાવવામાં આવી રહી છે અને સલમાન ખાન શહીદ કર્નલ બી. સંતોષ બાબૂની ભૂમિકા ભજવશે.

​પોલીસ અધિકારી, RAW એજન્ટ બાદ હવે ‘દબંગ’ સલમાન ખાન આર્મી ઓફિસરની ભૂમિકા ભજવશે. સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ની જાહેરાત કરી છે. ‘ભાઈજાન’ના ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હવે ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. મોશન પોસ્ટરમાં સલમાનના ચહેરો લોહીથી ખરડાયેલો, મોટી મૂંછ અને આંખમાં દેશભક્તિ અને દુશ્મનો સામે લડી લેવાની હિંમત સ્પષ્ટ દેખાઈ રહી છે. ભારતના ઉત્તરમાં આવેલા લદ્દાખની ગલવાન ઘાટીમાં વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે ખતરનાક અથડામણ થઈ હતી. ગલવાન ઘાટીને લાંબા સમયથી વિવાદિત સીમા ક્ષેત્ર માનવામાં આવે છે. આ પ્રદેશમાં હથિયારોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હોવાથી સમુદ્રથી 15 હજાર ફૂટની ઊંચાઈએ થયેલા આ ઘર્ષણ દરમિયાન એક પણ બંદૂક ચલાવવામાં આવી ન હતી. 16 જૂન 2020ના રોજ થયેલી આ અથડામણમાં બંને દેશના સૈનિકોના જીવ ગયા હતા. સૈનિકોએ ડંડા, પત્થર અને હાથથી જ લડાઈ કરી હતી. અંદાજે 45 વર્ષમાં એવું પહેલીવાર થયું હતું, જ્યારે ભારત-ચીન સીમા ઉપર સૈનિકોના જીવ ગયા હોય. આ ઘટના ભારત અને ચીનના સંબંધમાં એક મહત્વનો વળાંક સાબિત થઈ હતી. નોંધનીય છે કે, વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન ગલવાન ઘાટી સંઘર્ષનું મુખ્ય સ્થળ હતું. જુલાઈ 1962માં ચીની સૈનિકોએ ભારતીય ચોકીઓ ઉપર હુમલો કર્યો હતો, જેનો ભારતીય સૈનિકોએ ભીષણ પ્રતિકાર કર્યો હતો. ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મને ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’ ફેમ ડિરેક્ટર અપૂર્વ લાખિયા ડિરેક્ટ કરી રહ્યા છે. જ્યારે ફિલ્મનું પ્રોડક્શન સલમાન ખાન ફિલ્મ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સનું માનીએ તો, આ ફિલ્મ રાહુલ સિંહ અને શિવ અરૂરના પુસ્તક ‘ઇન્ડિયાઝ મોસ્ટ ફિયરલેસ 3’ના એક ચેપ્ટર ‘બેટલ ઓફ ગલવાન’ પરથી બનાવવામાં આવી રહી છે અને સલમાન ખાન શહીદ કર્નલ બી. સંતોષ બાબૂની ભૂમિકા ભજવશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *