P24 News Gujarat

Editor’s View: બિલાડીને દૂધનું રખોપું:હવે દુનિયાની સુરક્ષા કરશે આતંકી દેશ!, UNSCનું અધ્યક્ષ બનતાં જ પાકિસ્તાનની નવી ચાલ, ભારત પર માછલાં ધોયાં

અણઘડ નિર્ણયો લેતા ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં પાવરફુલ દેશની સત્તા આવી જાય શું હાલત થાય, એ બધાએ જોઈ લીધું. હવે વિચારો… આખી દુનિયાના 193 દેશની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ કરતી સંસ્થા યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું અધ્યક્ષપદ પાકિસ્તાન જેવા આતંકી દેશના હાથમાં આવી જાય તો શું થાય? થયું છે એવું જ. UNSCના અધ્યક્ષપદે એક મહિના માટે પાકિસ્તાન આવી ગયું છે. પાકિસ્તાન ખુરસીએ બેસતાં જ ભારત સામે દાંતિયાં કરવા લાગ્યું છે. નમસ્કાર પાકિસ્તાનમાં એટલી બુદ્ધિ નથી કે કયા મંચ પર કયો મુદ્દો ઉઠાવવો. UNSCની મિટિંગ પર આખી દુનિયાની નજર હોય છે. એમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ને ખાસ કરીને આડકતરી રીતે PoKનો મુદ્દો ઉપાડ્યો. હવે આ ભારત-પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે. એમાં બીજા દેશો શું કરે? આ સિવાય ગરીબડા પાકિસ્તાને ભારત પર આરોપો મૂકીને કહ્યું, પાકિસ્તાનમાં ભારત વિકાસ આડે રોડા નાખે છે. ટૂંકમાં, પાકિસ્તાન બાળમંદિરના બાળક જેવું કરે છે. ટીચર, ટીચર, જુઓ… મને આ હેરાન કરે છે…. એમ જ્યાં જાય ત્યાં કહે છે, મને ભારત હેરાન કરે છે… UNSCમાં પાકિસ્તાનનો બફાટ, ભારત પર વરસી પડ્યું
યુએનમાં પાકિસ્તાનના રાજદૂત અસીમ ઈફ્તિખારે કાશ્મીર મુદ્દો ઉછાળ્યો ને ભારત પર સીધો આરોપ મૂકી દીધો કે પાકિસ્તાનના વિકાસમાં બાધા ઉત્પન્ન કરે છે. અસીમ ઈફ્તિખારે કહ્યું, તમે જાણો છો કે સુરક્ષા પરિષદના એજન્ડામાં જે પણ મુદ્દા છે એના પર કોઈપણ સમયે ચર્ચા થઈ શકે છે અને અમે હાલમાં જ મે મહિનામાં પણ આવું થતું જોયું છે, એટલે ભારત-પાકિસ્તાનનો પ્રશ્ન પરિષદના એજન્ડામાં છે, આ એક ઐતિહાસિક તથ્ય છે. આ એક ઐતિહાસિક એજન્ડા છે, જેના પર ઘણી ચર્ચા થઈ છે.
હકીકતમાં સુરક્ષા પરિષદના ઘણા પ્રસ્તાવોનું નેતૃત્વ કરવામાં આવ્યું છે, જેનો તમને ઉલ્લેખ કર્યો છે. મૂળ રૂપે આ પ્રસ્તાવોનો સાર એ છે કે સુરક્ષા પરિષદ એ નિર્ધારિત કરે છે કે આ એક વિવાદ છે અને વિવાદિત ક્ષેત્ર છે. આ વિવાદના શાંતિપૂર્ણ સમાધાન માટે સુરક્ષા પરિષદ દ્વારા સિદ્ધાંત પણ નિર્દિષ્ટ કરવામાં આવ્યા હતા. એ સિદ્ધાંત છે આત્મનિર્ણયનો અધિકાર. જે રીતથી એ નક્કી કરવાનું હતું એ પણ એ પ્રસ્તાવોમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે UNના તત્ત્વાધાનમાં આયોજિત એક જનમત સંગ્રહ હશે, જેમાં ભારત-પાકિસ્તાન નહીં, પણ કાશ્મીરના લોકો પોતાના ભવિષ્યનો નિર્ણય કરશે કે તે ભારત કે પાકિસ્તાનમાં સામેલ થવા માગે છે. આ મામલો જટિલ એટલે થઈ ગયો, કારણ કે આ મામલે અમારો પાડોશી આનાથી પાછળ હટી ગયો. હું મારી રાષ્ટ્રીય ક્ષમતાથી આ વાત કરી રહ્યો છું. તેણે જનમત સંગ્રહ થવાનો ઈનકાર કરી દીધો અને આ જ સમસ્યાનું મૂળ છે. આ જ એ મૂળ સમસ્યા છે, જેને લઈને વિવાદ છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચે છે. આ એક ગંભીર વિવાદ છે અને એનાં ઘણાં પાસાં છે. એમાં શાંતિ અને સુરક્ષાની પણ વાત છે. ભારત અમારા ક્ષેત્રમાં વિકાસ અને દોસ્તીના સંબંધોમાં બાધા નાખે છે. હવે સમય આવી ગયો છે એ કહેવાનો કે આ માત્ર પાકિસ્તાનની જ જવાબદારી નથી, અમે અસ્થાયી રૂપથી બે વર્ષ માટે સદસ્યના રૂપમાં અહીં છીએ. દરેક દેશે પાકિસ્તાનની વાત પણ સાંભળવી પડશે. પાકિસ્તાનને UNSCનું પદ મળ્યું કેવી રીતે?
પાકિસ્તાનને આ પદ મળ્યું એના એક દિવસ પહેલાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર ભવનના એન્ટ્રી ગેટ પર ‘ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ’ નામથી પ્રદર્શન કર્યું. એમાં એ દર્શાવાયું કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પ્રોત્સાહન આપે છે
છતાં પાકિસ્તાન UNSCનું અધ્યક્ષ એવી રીતે બની ગયું કે એમાં રોટેશન પ્રક્રિયાથી અધ્યક્ષતાનું પદ મળે છે. રોટેશનથી આ પદ મળ્યું. UNSCની અધ્યક્ષતા કેવી રીતે અપાય છે? UNSCમાં કયા 15 દેશ છે? UNSCના અધ્યક્ષની જવાબદારી શું હોય છે?
તે મિટિંગોનું આયોજન કરે છે. એજન્ડા નક્કી કરે છે. સુરક્ષા મામલે દરેક દેશો વચ્ચે સંકલન સાધે છે. સુરક્ષા પરિષદ શું કરે છે?
UNSC આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે UNની મેઈન બોડી છે. આ બોડી 193 દેશની સુરક્ષા માટેના નિર્ણયો લઈ શકે છે. ક્યાંય પણ પ્રતિબંધ મૂકી શકે છે. સૈન્ય તાકાતના પ્રદર્શન માટેની મંજૂરી પણ અધ્યક્ષ દેશ જ આપે છે. કોઈ અસ્થાયી દેશ અધ્યક્ષ હોય ને અણઘડ નિર્ણયો લે તો 5 સ્થાયી દેશો વિટો પાવર વાપરીને તેને રોકી શકે છે. ભારતને નુકસાન થશે?
ના, કારણ કે પહેલાગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પછી ભારતનાં પ્રતિનિધિમંડળો વિદેશોમાં જઈને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની વાત મૂકી ચૂક્યાં છે. વિશ્વ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે, પણ પાકિસ્તાન કૂટનીતિથી ભારતને પરેશાન કરી શકે છે, જેમ કે UNSCમાં પાકિસ્તાનના રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે કાશ્મીર મુદ્દા પર ચર્ચા શરૂ કરી દીધી, જ્યારે બધા જાણે છે કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. પાકિસ્તાન પાસે એજન્ડાને નિયંત્રિત કરવાની શક્તિ છે. તે નક્કી કરી શકે છે કે કયા મુદ્દા પર વધુ ચર્ચા થાય છે અને કયા નહીં.
એ પણ શક્ય છે કે અધ્યક્ષ બન્યા પછી પાકિસ્તાન ઇચ્છે તો પોતાને પીડિત કહી શકે છે. સિંધુ જળ સંધિ વિશે પણ આંસુ સારી શકે છે કે ભારતે પાણી રોકી દીધું છે, કારણ કે આ વિશ્વનું એક મોટું પ્લેટફોર્મ છે અને તેને તક મળી છે, તે પોતાનું દુ:ખ આખી દુનિયાને પૂરી તાકાતથી કહી શકે છે. એ પણ શક્ય છે કે તે ઓપરેશન સિંદૂર વિશે ખોટાં નિવેદનો આપે, પરંતુ એનાથી ભારતને બહુ ફરક નહીં પડે. 5 સ્થાયી દેશ વિટો પાવરનો ઉપયોગ કરી ચૂક્યા છે? પાકિસ્તાનના બંને હાથમાં લાડુ
પાકિસ્તાન અત્યારે એક મહિના માટે UNSCનું અધ્યક્ષ છે, પણ એક મહિના પહેલાં પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. પાકિસ્તાન પાસે બબ્બે પાવર છે. તાલિબાન પ્રતિબંધ સમિતિને 1988ની સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુયાના અને રશિયા આ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપશે. આ સમિતિ અફઘાનિસ્તાનની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ગણાતાં જૂથો, વ્યક્તિઓ અને સંસ્થાઓની આર્થિક સંપત્તિઓ ફ્રીઝ કરવા, મુસાફરી અને શસ્ત્રો પર પ્રતિબંધ જેવા નિર્ણયો લે છે. તાલિબાન સાથે સંબંધો સુધારવા માગે છે પાકિસ્તાન
પાકિસ્તાન હવે તાલિબાન પ્રતિબંધ સમિતિ સંબંધિત બેઠકોનું નેતૃત્વ કરશે, ભલામણો તૈયાર કરશે અને સભ્યો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં મદદ કરશે. તાલિબાન પ્રતિબંધ સમિતિ અગાઉ ISIL અને અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓ પર નજર રાખતી હતી. બાદમાં 2011માં UNSC ઠરાવ 1988 હેઠળ એને અલગથી ફરીથી ગોઠવવામાં આવ્યું હતું, જેથી તે તાલિબાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો પાકિસ્તાન તાલિબાન પર પ્રતિબંધ મૂકતી સમિતિનું સુકાન મળ્યા પછી તાલિબાન સામે કડક પગલાં લે છે તો તેના સંબંધો પર અસર પડી શકે છે. પાકિસ્તાનને આ જવાબદારી એવા સમયે મળી છે જ્યારે તે તાલિબાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા મહિને ચીનની મધ્યસ્થતાથી તાલિબાન અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો મળ્યા હતા. આતંકવાદવિરોધી સમિતિને સજા આપવાનો અધિકાર નથી
પાકિસ્તાનને આતંકવાદવિરોધી સમિતિ (1373 કાઉન્ટર ટેરરિઝમ કમિટી) ના ઉપપ્રમુખ પણ બનાવવામાં આવ્યું છે. અલ્જેરિયાને આતંકવાદવિરોધી સમિતિનું અધ્યક્ષ બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનની સાથે ફ્રાન્સ અને રશિયાને પણ સમિતિના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આતંકવાદવિરોધી સમિતિને પોતાની રીતે સજા કરવાનો કે કાર્યવાહી કરવાનો અધિકાર નથી, પરંતુ તે સભ્ય દેશોની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે અને તેમને સૂચવે છે કે આતંકવાદ સામે તેમણે કયાં પગલાં લેવાં જોઈએ. સમિતિનું અધ્યક્ષપદ દર વર્ષે બદલાય છે અને આ ભૂમિકા સભ્ય દેશને આપવામાં આવે છે. 2025માં અલ્જેરિયાને આ સમિતિનું અધ્યક્ષપદ મળ્યું છે, જ્યારે પાકિસ્તાન સહિત 3 દેશોને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભારતે 2022માં આ સમિતિનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. 2021-2022 માટે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયા બાદ ભારતને આ અધ્યક્ષપદ મળ્યું હતું. તાલિબાન અને આતંકવાદ બંને સમિતિમાં ફેર છે
તાલિબાન પ્રતિબંધ સમિતિ અને આતંકવાદવિરોધી સમિતિ બંને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સમિતિઓ છે, પરંતુ તેમનાં કાર્યો અને કાર્યક્ષેત્ર અલગ છે. આતંકવાદવિરોધી સમિતિ સમગ્ર વિશ્વમાં આતંકવાદ સામે લડવામાં મદદ કરે છે તો તાલિબાન પ્રતિબંધ સમિતિનું કામ અફઘાનિસ્તાનની શાંતિ અને સુરક્ષા માટે ખતરો ઊભો કરતા આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવાનું છે. ભારતે વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે કે પાકિસ્તાન સૌથી વધુ સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિયુક્ત આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે. ઉદાહરણ તરીકે, અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો મળ્યો હતો અને 2011માં યુએસ નેવી સીલ ઓપરેશનમાં માર્યો ગયો હતો. છેલ્લે,
આવતા ઓગસ્ટ મહિનાથી બિહારમાં હોકી એશિયા કપ મેચ રમાશે. આ માટે પાકિસ્તાનની હોકી ટીમ રમવા ભારત આવશે. ભારત સરકારે પાકિસ્તાનની ટીમને મંજૂરી આપી દીધી છે. ભારતે આ દુનિયાને સંદેશ આપ્યો છે કે અમને આતંકવાદ સામે વાંધો છે, પાકિસ્તાનીઓ સામે નહીં. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)

​અણઘડ નિર્ણયો લેતા ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં પાવરફુલ દેશની સત્તા આવી જાય શું હાલત થાય, એ બધાએ જોઈ લીધું. હવે વિચારો… આખી દુનિયાના 193 દેશની સુરક્ષા વ્યવસ્થાની દેખરેખ કરતી સંસ્થા યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)નું અધ્યક્ષપદ પાકિસ્તાન જેવા આતંકી દેશના હાથમાં આવી જાય તો શું થાય? થયું છે એવું જ. UNSCના અધ્યક્ષપદે એક મહિના માટે પાકિસ્તાન આવી ગયું છે. પાકિસ્તાન ખુરસીએ બેસતાં જ ભારત સામે દાંતિયાં કરવા લાગ્યું છે. નમસ્કાર પાકિસ્તાનમાં એટલી બુદ્ધિ નથી કે કયા મંચ પર કયો મુદ્દો ઉઠાવવો. UNSCની મિટિંગ પર આખી દુનિયાની નજર હોય છે. એમાં પાકિસ્તાને કાશ્મીરનો મુદ્દો ને ખાસ કરીને આડકતરી રીતે PoKનો મુદ્દો ઉપાડ્યો. હવે આ ભારત-પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે. એમાં બીજા દેશો શું કરે? આ સિવાય ગરીબડા પાકિસ્તાને ભારત પર આરોપો મૂકીને કહ્યું, પાકિસ્તાનમાં ભારત વિકાસ આડે રોડા નાખે છે. ટૂંકમાં, પાકિસ્તાન બાળમંદિરના બાળક જેવું કરે છે. ટીચર, ટીચર, જુઓ… મને આ હેરાન કરે છે…. એમ જ્યાં જાય ત્યાં કહે છે, મને ભારત હેરાન કરે છે… UNSCમાં પાકિસ્તાનનો બફાટ, ભારત પર વરસી પડ્યું
યુએનમાં પાકિસ્તાનના રાજદૂત અસીમ ઈફ્તિખારે કાશ્મીર મુદ્દો ઉછાળ્યો ને ભારત પર સીધો આરોપ મૂકી દીધો કે પાકિસ્તાનના વિકાસમાં બાધા ઉત્પન્ન કરે છે. અસીમ ઈફ્તિખારે કહ્યું, તમે જાણો છો કે સુરક્ષા પરિષદના એજન્ડામાં જે પણ મુદ્દા છે એના પર કોઈપણ સમયે ચર્ચા થઈ શકે છે અને અમે હાલમાં જ મે મહિનામાં પણ આવું થતું જોયું છે, એટલે ભારત-પાકિસ્તાનનો પ્રશ્ન પરિષદના એજન્ડામાં છે, આ એક ઐતિહાસિક તથ્ય છે. આ એક ઐતિહાસિક એજન્ડા છે, જેના પર ઘણી ચર્ચા થઈ છે.
હકીકતમાં સુરક્ષા પરિષદના ઘણા પ્રસ્તાવોનું નેતૃત્વ કરવામાં આવ્યું છે, જેનો તમને ઉલ્લેખ કર્યો છે. મૂળ રૂપે આ પ્રસ્તાવોનો સાર એ છે કે સુરક્ષા પરિષદ એ નિર્ધારિત કરે છે કે આ એક વિવાદ છે અને વિવાદિત ક્ષેત્ર છે. આ વિવાદના શાંતિપૂર્ણ સમાધાન માટે સુરક્ષા પરિષદ દ્વારા સિદ્ધાંત પણ નિર્દિષ્ટ કરવામાં આવ્યા હતા. એ સિદ્ધાંત છે આત્મનિર્ણયનો અધિકાર. જે રીતથી એ નક્કી કરવાનું હતું એ પણ એ પ્રસ્તાવોમાં નિર્ધારિત કરવામાં આવ્યું હતું કે UNના તત્ત્વાધાનમાં આયોજિત એક જનમત સંગ્રહ હશે, જેમાં ભારત-પાકિસ્તાન નહીં, પણ કાશ્મીરના લોકો પોતાના ભવિષ્યનો નિર્ણય કરશે કે તે ભારત કે પાકિસ્તાનમાં સામેલ થવા માગે છે. આ મામલો જટિલ એટલે થઈ ગયો, કારણ કે આ મામલે અમારો પાડોશી આનાથી પાછળ હટી ગયો. હું મારી રાષ્ટ્રીય ક્ષમતાથી આ વાત કરી રહ્યો છું. તેણે જનમત સંગ્રહ થવાનો ઈનકાર કરી દીધો અને આ જ સમસ્યાનું મૂળ છે. આ જ એ મૂળ સમસ્યા છે, જેને લઈને વિવાદ છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચે છે. આ એક ગંભીર વિવાદ છે અને એનાં ઘણાં પાસાં છે. એમાં શાંતિ અને સુરક્ષાની પણ વાત છે. ભારત અમારા ક્ષેત્રમાં વિકાસ અને દોસ્તીના સંબંધોમાં બાધા નાખે છે. હવે સમય આવી ગયો છે એ કહેવાનો કે આ માત્ર પાકિસ્તાનની જ જવાબદારી નથી, અમે અસ્થાયી રૂપથી બે વર્ષ માટે સદસ્યના રૂપમાં અહીં છીએ. દરેક દેશે પાકિસ્તાનની વાત પણ સાંભળવી પડશે. પાકિસ્તાનને UNSCનું પદ મળ્યું કેવી રીતે?
પાકિસ્તાનને આ પદ મળ્યું એના એક દિવસ પહેલાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર ભવનના એન્ટ્રી ગેટ પર ‘ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ’ નામથી પ્રદર્શન કર્યું. એમાં એ દર્શાવાયું કે પાકિસ્તાન આતંકવાદને કેવી રીતે પ્રોત્સાહન આપે છે
છતાં પાકિસ્તાન UNSCનું અધ્યક્ષ એવી રીતે બની ગયું કે એમાં રોટેશન પ્રક્રિયાથી અધ્યક્ષતાનું પદ મળે છે. રોટેશનથી આ પદ મળ્યું. UNSCની અધ્યક્ષતા કેવી રીતે અપાય છે? UNSCમાં કયા 15 દેશ છે? UNSCના અધ્યક્ષની જવાબદારી શું હોય છે?
તે મિટિંગોનું આયોજન કરે છે. એજન્ડા નક્કી કરે છે. સુરક્ષા મામલે દરેક દેશો વચ્ચે સંકલન સાધે છે. સુરક્ષા પરિષદ શું કરે છે?
UNSC આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે UNની મેઈન બોડી છે. આ બોડી 193 દેશની સુરક્ષા માટેના નિર્ણયો લઈ શકે છે. ક્યાંય પણ પ્રતિબંધ મૂકી શકે છે. સૈન્ય તાકાતના પ્રદર્શન માટેની મંજૂરી પણ અધ્યક્ષ દેશ જ આપે છે. કોઈ અસ્થાયી દેશ અધ્યક્ષ હોય ને અણઘડ નિર્ણયો લે તો 5 સ્થાયી દેશો વિટો પાવર વાપરીને તેને રોકી શકે છે. ભારતને નુકસાન થશે?
ના, કારણ કે પહેલાગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પછી ભારતનાં પ્રતિનિધિમંડળો વિદેશોમાં જઈને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદની વાત મૂકી ચૂક્યાં છે. વિશ્વ જાણે છે કે પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપે છે, પણ પાકિસ્તાન કૂટનીતિથી ભારતને પરેશાન કરી શકે છે, જેમ કે UNSCમાં પાકિસ્તાનના રાજદૂત અસીમ ઇફ્તિખાર અહેમદે કાશ્મીર મુદ્દા પર ચર્ચા શરૂ કરી દીધી, જ્યારે બધા જાણે છે કે આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે. પાકિસ્તાન પાસે એજન્ડાને નિયંત્રિત કરવાની શક્તિ છે. તે નક્કી કરી શકે છે કે કયા મુદ્દા પર વધુ ચર્ચા થાય છે અને કયા નહીં.
એ પણ શક્ય છે કે અધ્યક્ષ બન્યા પછી પાકિસ્તાન ઇચ્છે તો પોતાને પીડિત કહી શકે છે. સિંધુ જળ સંધિ વિશે પણ આંસુ સારી શકે છે કે ભારતે પાણી રોકી દીધું છે, કારણ કે આ વિશ્વનું એક મોટું પ્લેટફોર્મ છે અને તેને તક મળી છે, તે પોતાનું દુ:ખ આખી દુનિયાને પૂરી તાકાતથી કહી શકે છે. એ પણ શક્ય છે કે તે ઓપરેશન સિંદૂર વિશે ખોટાં નિવેદનો આપે, પરંતુ એનાથી ભારતને બહુ ફરક નહીં પડે. 5 સ્થાયી દેશ વિટો પાવરનો ઉપયોગ કરી ચૂક્યા છે? પાકિસ્તાનના બંને હાથમાં લાડુ
પાકિસ્તાન અત્યારે એક મહિના માટે UNSCનું અધ્યક્ષ છે, પણ એક મહિના પહેલાં પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. પાકિસ્તાન પાસે બબ્બે પાવર છે. તાલિબાન પ્રતિબંધ સમિતિને 1988ની સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુયાના અને રશિયા આ સમિતિના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપશે. આ સમિતિ અફઘાનિસ્તાનની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ગણાતાં જૂથો, વ્યક્તિઓ અને સંસ્થાઓની આર્થિક સંપત્તિઓ ફ્રીઝ કરવા, મુસાફરી અને શસ્ત્રો પર પ્રતિબંધ જેવા નિર્ણયો લે છે. તાલિબાન સાથે સંબંધો સુધારવા માગે છે પાકિસ્તાન
પાકિસ્તાન હવે તાલિબાન પ્રતિબંધ સમિતિ સંબંધિત બેઠકોનું નેતૃત્વ કરશે, ભલામણો તૈયાર કરશે અને સભ્યો વચ્ચે સર્વસંમતિ બનાવવામાં મદદ કરશે. તાલિબાન પ્રતિબંધ સમિતિ અગાઉ ISIL અને અલ-કાયદા સાથે સંકળાયેલા આતંકવાદીઓ પર નજર રાખતી હતી. બાદમાં 2011માં UNSC ઠરાવ 1988 હેઠળ એને અલગથી ફરીથી ગોઠવવામાં આવ્યું હતું, જેથી તે તાલિબાન પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો પાકિસ્તાન તાલિબાન પર પ્રતિબંધ મૂકતી સમિતિનું સુકાન મળ્યા પછી તાલિબાન સામે કડક પગલાં લે છે તો તેના સંબંધો પર અસર પડી શકે છે. પાકિસ્તાનને આ જવાબદારી એવા સમયે મળી છે જ્યારે તે તાલિબાન સાથે સંબંધો સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગયા મહિને ચીનની મધ્યસ્થતાથી તાલિબાન અને પાકિસ્તાનના વિદેશ પ્રધાનો મળ્યા હતા. આતંકવાદવિરોધી સમિતિને સજા આપવાનો અધિકાર નથી
પાકિસ્તાનને આતંકવાદવિરોધી સમિતિ (1373 કાઉન્ટર ટેરરિઝમ કમિટી) ના ઉપપ્રમુખ પણ બનાવવામાં આવ્યું છે. અલ્જેરિયાને આતંકવાદવિરોધી સમિતિનું અધ્યક્ષ બનાવવામાં આવ્યું છે. પાકિસ્તાનની સાથે ફ્રાન્સ અને રશિયાને પણ સમિતિના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આતંકવાદવિરોધી સમિતિને પોતાની રીતે સજા કરવાનો કે કાર્યવાહી કરવાનો અધિકાર નથી, પરંતુ તે સભ્ય દેશોની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે અને તેમને સૂચવે છે કે આતંકવાદ સામે તેમણે કયાં પગલાં લેવાં જોઈએ. સમિતિનું અધ્યક્ષપદ દર વર્ષે બદલાય છે અને આ ભૂમિકા સભ્ય દેશને આપવામાં આવે છે. 2025માં અલ્જેરિયાને આ સમિતિનું અધ્યક્ષપદ મળ્યું છે, જ્યારે પાકિસ્તાન સહિત 3 દેશોને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ભારતે 2022માં આ સમિતિનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. 2021-2022 માટે અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયા બાદ ભારતને આ અધ્યક્ષપદ મળ્યું હતું. તાલિબાન અને આતંકવાદ બંને સમિતિમાં ફેર છે
તાલિબાન પ્રતિબંધ સમિતિ અને આતંકવાદવિરોધી સમિતિ બંને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની સમિતિઓ છે, પરંતુ તેમનાં કાર્યો અને કાર્યક્ષેત્ર અલગ છે. આતંકવાદવિરોધી સમિતિ સમગ્ર વિશ્વમાં આતંકવાદ સામે લડવામાં મદદ કરે છે તો તાલિબાન પ્રતિબંધ સમિતિનું કામ અફઘાનિસ્તાનની શાંતિ અને સુરક્ષા માટે ખતરો ઊભો કરતા આતંકવાદીઓ પર પ્રતિબંધ મૂકવાનું છે. ભારતે વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો છે કે પાકિસ્તાન સૌથી વધુ સંખ્યામાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિયુક્ત આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપે છે. ઉદાહરણ તરીકે, અલ કાયદાના નેતા ઓસામા બિન લાદેન પાકિસ્તાનના એબોટાબાદમાં છુપાયેલો મળ્યો હતો અને 2011માં યુએસ નેવી સીલ ઓપરેશનમાં માર્યો ગયો હતો. છેલ્લે,
આવતા ઓગસ્ટ મહિનાથી બિહારમાં હોકી એશિયા કપ મેચ રમાશે. આ માટે પાકિસ્તાનની હોકી ટીમ રમવા ભારત આવશે. ભારત સરકારે પાકિસ્તાનની ટીમને મંજૂરી આપી દીધી છે. ભારતે આ દુનિયાને સંદેશ આપ્યો છે કે અમને આતંકવાદ સામે વાંધો છે, પાકિસ્તાનીઓ સામે નહીં. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ… આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી) 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *