P24 News Gujarat

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાની હોકી ટીમ ભારત આવશે, ચીને ભારતને મશીન ડિલિવરીમાં ફાચર પાડી; સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ

નમસ્તે, કાલના મોટા સમાચાર PM મોદીની ઘાના મુલાકાતના રહ્યા. એક સમાચાર ભારતમાં યોજાનાર હોકી ટુર્નામેન્ટના રહ્યા, જેમાં સામેલ થવા માટે પાકિસ્તાની ટીમ ભારત આવી શકે છે. જ્યારે ચીને ભારતને જરૂરી મશીનોની ડિલિવરી અટકાવી દીધી છે. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી ત્રિનિદાદ અને ટોબેગોની સંસદમાં ભાષણ આપશે. તેઓ અહીં આવનારા ત્રીજા ભારતીય પીએમ છે. ત્યારબાદ મોદી આર્જેન્ટિના જવા રવાના થશે. 2. મધ્યપ્રદેશમાં OBCને 27% અનામત ન આપવાના મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 3. ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ છે. મેચ બર્મિઘમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. 4. NTA, CUET UG 2025નું રિઝલ્ટ જાહેર કરશે. કેન્ડિડેટ્સ cuet.nta.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. દેશભરના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં એડમિશન માટે આ એક્ઝામ લેવાય છે. 📰 કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાન હોકી એશિયા કપ માટે ભારત આવશે, પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં, પાકિસ્તાની ટીમને હોકી એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવતા અટકાવવામાં આવશે નહીં. રમતગમત મંત્રાલયના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે અમે દ્વિપક્ષીય શ્રેણીની વિરુદ્ધ છીએ, પરંતુ અમે કોઈપણ ટીમને ટુર્નામેન્ટ માટે ભારત આવતા અટકાવીશું નહીં. પહેલગામ હુમલા પછી પાકિસ્તાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય રમતોમાં, ટીમ તણાવ છતાં ભાગ લે છે. રશિયા અને યુક્રેન યુદ્ધ છતાં ટુર્નામેન્ટ રમી રહ્યા છે. હોકી એશિયા કપ 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.” ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે એશિયા કપ મેચ અંગે અધિકારીએ કહ્યું, ‘BCCI એ હજુ સુધી આ અંગે સરકાર સાથે વાત કરી નથી. બોર્ડ તરફથી ચર્ચા થતાં જ અમે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે નિર્ણય લઈશું.’ વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદીએ કહ્યું- ભારતમાં લોકશાહી સિસ્ટમ નહીં, સંસ્કૃતિ છે: ઘાનામાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવો એ સન્માનની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઘાનાની સંસદને સંબોધિત કરી. તેમણે કહ્યું, ‘આજે આ પ્રતિષ્ઠિત ગૃહને સંબોધન કરવાનો મને ગર્વ છે. ઘાનામાં હોવું એ એક સૌભાગ્યની વાત છે. આ લોકશાહીની ભાવનાથી ભરેલી ભૂમિ છે. ઘાના સમગ્ર આફ્રિકા માટે પ્રેરણાનું કેન્દ્ર છે.’ પીએમ મોદીએ કહ્યું, ‘ભારત અને ઘાનાના ઇતિહાસમાં વસાહતી શાસનના નિશાન છે, પરંતુ આપણો આત્મા હંમેશા સ્વતંત્ર અને નિર્ભય રહ્યો છે. આપણે આપણા સમૃદ્ધ વારસામાંથી શક્તિ અને પ્રેરણા મેળવીએ છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકાઈ:કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન, 40 લોકોનું રેસ્ક્યૂ ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે યાત્રા ત્યારે જ ફરી શરૂ કરવામાં આવશે જ્યારે યાત્રાનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત હશે. ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું અને રસ્તો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુ ફસાઈ ગયા હતા. SDRF ટીમે ઘટનાસ્થળે પહોંચીને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતાં અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો છે. 29 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે સવારે 2 મૃતદેહ મળ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કેરળમાં ફસાયેલું ફાઇટર જેટ F-35B રિપેર ન થયું:હવે તેને ટુકડાઓમાં બ્રિટન પરત લઈ જવાની તૈયારી બ્રિટિશ રોયલ નેવીનું ફાઇટર જેટ F-35 હજુ પણ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાર્ક કરેલું છે. અનેક સમારકામ છતાં, વિમાન ઉડવા યોગ્ય સ્થિતિમાં નથી. બ્રિટનથી એન્જિનિયરોની એક ટીમ તેને સુધારવા માટે આવી હતી, પરંતુ અત્યાર સુધી સમારકામ સફળ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ફાઇટર જેટને લશ્કરી કાર્ગો વિમાન દ્વારા ટુકડાઓમાં બ્રિટન પરત લઈ જવામાં આવશે. 14 જૂનની રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફાઇટર જેટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. AAPએ બિહારમાં ચૂંટણી લડવાની જાહેરાત ગુજરાતથી કરી, કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી બિહારમાં ચૂંટણી લડવાની કેજરીવાલે ગુજરાતમાંથી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભાજપની જેમ એક મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી. તેમને યુવાનોને અપીલ કરી હતી કે માત્ર બે વર્ષ આપી દો, આ એક હવન છે; એમાં આહુતિ આપો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઇડરમાં સાડા પાંચ અને ધાનેરામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો; સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગુરૂવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઇડરમાં સાડા પાંચ ઇંચ અને બનાસકાંઠાના ધાનેરામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં સુરતના બે પરિવારની ત્રણ દીકરી હજુ પણ લાપતા, એક મૃતદેહ 150 કિમી દૂરથી મળ્યો 7 દિવસ પહેલાં ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ઉદયપુરની ખાનગી ટ્રાવેલ્સની બસ નદીમાં ખાબકી, જેમાં સુરતના સોની સાળા-બનેવી પરિવારના 9 સભ્ય બસમાં સવાર હતા. એમાં એક સભ્યનું મોત અને ચાર સભ્ય લાપતા હતા, જે પૈકી પાંચ દિવસે નદીમાં 150 કિ.મી. દૂરથી લલિત સોનીનો મૃતદેહ મળ્યો હતો, પણ બંને પરિવારની ત્રણ દીકરીની શોધખોળ માટેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત બંને સોની પરિવારની પુત્રી અને મોભીની અંતિમવિધિ રાજસ્થાનના વતન ખાતે કરવામાં આવી હતી. ત્યારે ધાર્મિક યાત્રાએ ગયેલા આ પરિવારની યાત્રા દરમિયાનની તસવીરો છેલ્લી યાદ બની ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ : ફુવાના પ્રેમમાં પાગલ યુવતીએ પતિની હત્યા કરી:મહિના પહેલાં લગ્ન, ઝારખંડથી શૂટર્સ બોલાવ્યા; મંડપમાં જ મર્ડરનું પ્લાનિંગ કર્યું, બિહારની ઘટના વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈન્ટરનેશનલ : મોદીએ કહ્યું- ભારતમાં લોકશાહી સિસ્ટમ નહીં, સંસ્કૃતિ છે:અમે વિશ્વ માટે શક્તિસ્તંભ, ઘાનામાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવો એ સન્માનની વાત વાંચો સંપૂર્ણ સમાચાર 3. નેશનલ : કાવડ રૂટ પર QR કોડ સ્કેન કરીને ધર્મ પૂછવામાં આવ્યો:મેરઠમાં હિન્દુ સંગઠનો સક્રિય, કાવડિયાઓએ કહ્યું, હવે અપવિત્ર થવાનું જોખમ ઓછું વાંચો સંપૂર્ણ સમાચાર 4. બિઝનેસ : કરોડપતિ બનાવશે PPFમાં રોકાણ કરવાની 15+5+5 ફોર્મ્યુલા:વ્યાજથી દર મહિને ₹ 61 હજારની કમાણી પણ થશે, સમજો સંપૂર્ણ ગણિત. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સ્પોર્ટ્સ : શુભમન ગિલે કોહલીનો રેકોર્ડ તોડ્યો:કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બન્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ધર્મ-તહેવાર : આજે ભડલી નોમ:ગુપ્ત નવરાત્રીનો છેલ્લો દિવસ વર્ષના ચાર શ્રેષ્ઠ મુહૂર્તોમાંનો એક છે; લગ્ન, મુંડન, ગૃહસ્થી જેવા શુભ કાર્યો માટે શુભ દિવસ​​​​​​​. વાંચો સંપૂર્ણ સમાચાર​​​​​​​​​​​​​​ 🗣️​​​​​​​ ચર્ચિત નિવેદન 😲​​​​​​​ ખબર હટકે ​​​​​​​AI રોબોટ્સ વચ્ચે ફૂટબોલ ટુર્નામેન્ટ ચીનની રાજધાની બેઇજિંગમાં પહેલીવાર ‘રોબોટ ફૂટબોલ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં AI સંચાલિત રોબોટ્સની ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ જોવા માટે હજારો દર્શકો આવ્યા હતા. સિંગુઆ યુનિવર્સિટીની રોબોટ ટીમે ચાઇના એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીને 5-3થી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ ઓગસ્ટમાં બેઇજિંગમાં યોજાનારી ‘વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ સ્પોર્ટ્સ ગેમ્સ’ની તૈયારીનો એક ભાગ છે.
​​​​​​​​​​​​
​​📸​​​​​​​​​​​​​​ ફોટો, જે પોતે સમાચાર છે 🌟​​​​​​​ ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ​​​​​​​Editor’s View: બિલાડીને દૂધનું રખોપું:હવે દુનિયાની સુરક્ષા કરશે આતંકી દેશ!, UNSCનું અધ્યક્ષ બનતાં જ પાકિસ્તાનની નવી ચાલ, ભારત પર માછલાં ધોયાં 2. ભાસ્કર એક્સક્લૂસિવ: ‘મોન્ટુ પટેલે નેતાના નામે 300 કરોડની પ્રોપર્ટી ખરીદી’:ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે એક વર્ષમાં 5000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો: ફાર્માસિસ્ટનો દાવો 3. ભાસ્કર એક્સક્લૂસિવ : પ્લેન ક્રેશમાં મોતને ભેટનારા મહેશ જીરાવાલાના CCTV ભાસ્કરને મળ્યા:અર્શદીપ ફંગોળાઈને બાઇક સાથે કેમ્પસમાં પડ્યો, આકાશ ખાટલા પર ભોગ બન્યો 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : ચારધામ યાત્રામાં કેમ થઈ રહી છે હેલિકોપ્ટર દુર્ઘટનાઓ:દિવસમાં 200 ફેરા, અસંખ્ય મુસાફરો, પાઇલટ્સ પર દબાણ; અધિકારીએ કહ્યું, સિંગલ એન્જિન જીવલેણ 5. આજનું એક્સપ્લેનર:‘મનોજીતની ગરદન પર લવ-બાઇટ, સહમતીથી સંબંધ બન્યા; વકીલની આ દલીલ શું કોલકાતા ગેંગરેપના આરોપીને બચાવી લેશે? 6. ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ભાસ્કર હમાસે ભૂખ્યા રાખ્યા, બોમ્બ લગાવ્યા જેથી ભાગી ન શકે:498 દિવસ પછી બંધકો પાછા ફર્યા, નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર- ગાઝામાં લોહી ન વહેવડાવો 7. બ્લેકબોર્ડઃ પપ્પાને મંદિરની સીડીઓ પર ઢસડ્યા, ગાળો આપી:ઘર સળગાવી દીધા, દલિતોએ કહ્યું- 26 વર્ષથી ગામમાં જવા માટે ઝંખી રહ્યા છીએ​​​​​​​​​​​​​​ 🌍​​​​​​​ કરંટ અફેર્સ​​​​​​​​​​​​​​ ​​​​​​​⏳​​​​​​​ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️​​​​​​​ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મિથુન જાતકોને ખાસ પ્રોજેક્ટ પર રોકાણ કરવું લાભદાયક રહેશે, કર્ક જાતકોને મહત્ત્વના સમાચાર મળશે… વાંચો સંપૂર્ણ રાશિફળ ​​​​​​​તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ ​​​​​​​

​નમસ્તે, કાલના મોટા સમાચાર PM મોદીની ઘાના મુલાકાતના રહ્યા. એક સમાચાર ભારતમાં યોજાનાર હોકી ટુર્નામેન્ટના રહ્યા, જેમાં સામેલ થવા માટે પાકિસ્તાની ટીમ ભારત આવી શકે છે. જ્યારે ચીને ભારતને જરૂરી મશીનોની ડિલિવરી અટકાવી દીધી છે. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદી ત્રિનિદાદ અને ટોબેગોની સંસદમાં ભાષણ આપશે. તેઓ અહીં આવનારા ત્રીજા ભારતીય પીએમ છે. ત્યારબાદ મોદી આર્જેન્ટિના જવા રવાના થશે. 2. મધ્યપ્રદેશમાં OBCને 27% અનામત ન આપવાના મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે. કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. 3. ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ છે. મેચ બર્મિઘમમાં બપોરે 3.30 વાગ્યાથી રમાશે. 4. NTA, CUET UG 2025નું રિઝલ્ટ જાહેર કરશે. કેન્ડિડેટ્સ cuet.nta.in પર પોતાનું રિઝલ્ટ ચેક કરી શકે છે. દેશભરના અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સમાં એડમિશન માટે આ એક્ઝામ લેવાય છે. 📰 કાલના મોટા સમાચારો 1. પાકિસ્તાન હોકી એશિયા કપ માટે ભારત આવશે, પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હોવા છતાં, પાકિસ્તાની ટીમને હોકી એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ માટે ભારત આવતા અટકાવવામાં આવશે નહીં. રમતગમત મંત્રાલયના એક સૂત્રએ સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે અમે દ્વિપક્ષીય શ્રેણીની વિરુદ્ધ છીએ, પરંતુ અમે કોઈપણ ટીમને ટુર્નામેન્ટ માટે ભારત આવતા અટકાવીશું નહીં. પહેલગામ હુમલા પછી પાકિસ્તાનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય રમતોમાં, ટીમ તણાવ છતાં ભાગ લે છે. રશિયા અને યુક્રેન યુદ્ધ છતાં ટુર્નામેન્ટ રમી રહ્યા છે. હોકી એશિયા કપ 27 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન બિહારના રાજગીરમાં રમાશે.” ભારત અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે એશિયા કપ મેચ અંગે અધિકારીએ કહ્યું, ‘BCCI એ હજુ સુધી આ અંગે સરકાર સાથે વાત કરી નથી. બોર્ડ તરફથી ચર્ચા થતાં જ અમે એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ભાગીદારી અંગે નિર્ણય લઈશું.’ વાંચો સંપૂર્ણ સમાચાર 2. મોદીએ કહ્યું- ભારતમાં લોકશાહી સિસ્ટમ નહીં, સંસ્કૃતિ છે: ઘાનામાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવો એ સન્માનની વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઘાનાની સંસદને સંબોધિત કરી. તેમણે કહ્યું, ‘આજે આ પ્રતિષ્ઠિત ગૃહને સંબોધન કરવાનો મને ગર્વ છે. ઘાનામાં હોવું એ એક સૌભાગ્યની વાત છે. આ લોકશાહીની ભાવનાથી ભરેલી ભૂમિ છે. ઘાના સમગ્ર આફ્રિકા માટે પ્રેરણાનું કેન્દ્ર છે.’ પીએમ મોદીએ કહ્યું, ‘ભારત અને ઘાનાના ઇતિહાસમાં વસાહતી શાસનના નિશાન છે, પરંતુ આપણો આત્મા હંમેશા સ્વતંત્ર અને નિર્ભય રહ્યો છે. આપણે આપણા સમૃદ્ધ વારસામાંથી શક્તિ અને પ્રેરણા મેળવીએ છીએ. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામ યાત્રા રોકાઈ:કેદારનાથ રૂટ પર ભૂસ્ખલન, 40 લોકોનું રેસ્ક્યૂ ઉત્તરાખંડમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ચારધામ યાત્રાને રોકી દેવામાં આવી છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે યાત્રા ત્યારે જ ફરી શરૂ કરવામાં આવશે જ્યારે યાત્રાનો માર્ગ શ્રદ્ધાળુઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત હશે. ઉત્તરાખંડમાં કેદારનાથ રૂટ પર સોનપ્રયાગ પાસે ભૂસ્ખલન થયું હતું અને રસ્તો બંધ થઈ ગયો હતો. આ દરમિયાન 40 શ્રદ્ધાળુ ફસાઈ ગયા હતા. SDRF ટીમે ઘટનાસ્થળે પહોંચીને બધાને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં વાદળ ફાટતાં અને પૂરને કારણે મૃત્યુઆંક વધીને 13 થયો છે. 29 લોકો હજુ પણ ગુમ છે. ગુરુવારે સવારે 2 મૃતદેહ મળ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 4. કેરળમાં ફસાયેલું ફાઇટર જેટ F-35B રિપેર ન થયું:હવે તેને ટુકડાઓમાં બ્રિટન પરત લઈ જવાની તૈયારી બ્રિટિશ રોયલ નેવીનું ફાઇટર જેટ F-35 હજુ પણ કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પાર્ક કરેલું છે. અનેક સમારકામ છતાં, વિમાન ઉડવા યોગ્ય સ્થિતિમાં નથી. બ્રિટનથી એન્જિનિયરોની એક ટીમ તેને સુધારવા માટે આવી હતી, પરંતુ અત્યાર સુધી સમારકામ સફળ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે ફાઇટર જેટને લશ્કરી કાર્ગો વિમાન દ્વારા ટુકડાઓમાં બ્રિટન પરત લઈ જવામાં આવશે. 14 જૂનની રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફાઇટર જેટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 5. AAPએ બિહારમાં ચૂંટણી લડવાની જાહેરાત ગુજરાતથી કરી, કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી બિહારમાં ચૂંટણી લડવાની કેજરીવાલે ગુજરાતમાંથી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ભાજપની જેમ એક મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન તેમણે આ વાત કહી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈપણ ગઠબંધન નથી. તેમને યુવાનોને અપીલ કરી હતી કે માત્ર બે વર્ષ આપી દો, આ એક હવન છે; એમાં આહુતિ આપો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઇડરમાં સાડા પાંચ અને ધાનેરામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો; સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું રેડ એલર્ટ મેઘરાજા ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગુરૂવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ સાબરકાંઠાના ઇડરમાં સાડા પાંચ ઇંચ અને બનાસકાંઠાના ધાનેરામાં પોણા પાંચ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી દિવસો માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ઉત્તરાખંડ બસ દુર્ઘટનામાં સુરતના બે પરિવારની ત્રણ દીકરી હજુ પણ લાપતા, એક મૃતદેહ 150 કિમી દૂરથી મળ્યો 7 દિવસ પહેલાં ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ઉદયપુરની ખાનગી ટ્રાવેલ્સની બસ નદીમાં ખાબકી, જેમાં સુરતના સોની સાળા-બનેવી પરિવારના 9 સભ્ય બસમાં સવાર હતા. એમાં એક સભ્યનું મોત અને ચાર સભ્ય લાપતા હતા, જે પૈકી પાંચ દિવસે નદીમાં 150 કિ.મી. દૂરથી લલિત સોનીનો મૃતદેહ મળ્યો હતો, પણ બંને પરિવારની ત્રણ દીકરીની શોધખોળ માટેની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત બંને સોની પરિવારની પુત્રી અને મોભીની અંતિમવિધિ રાજસ્થાનના વતન ખાતે કરવામાં આવી હતી. ત્યારે ધાર્મિક યાત્રાએ ગયેલા આ પરિવારની યાત્રા દરમિયાનની તસવીરો છેલ્લી યાદ બની ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર
🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ : ફુવાના પ્રેમમાં પાગલ યુવતીએ પતિની હત્યા કરી:મહિના પહેલાં લગ્ન, ઝારખંડથી શૂટર્સ બોલાવ્યા; મંડપમાં જ મર્ડરનું પ્લાનિંગ કર્યું, બિહારની ઘટના વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઈન્ટરનેશનલ : મોદીએ કહ્યું- ભારતમાં લોકશાહી સિસ્ટમ નહીં, સંસ્કૃતિ છે:અમે વિશ્વ માટે શક્તિસ્તંભ, ઘાનામાં રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવો એ સન્માનની વાત વાંચો સંપૂર્ણ સમાચાર 3. નેશનલ : કાવડ રૂટ પર QR કોડ સ્કેન કરીને ધર્મ પૂછવામાં આવ્યો:મેરઠમાં હિન્દુ સંગઠનો સક્રિય, કાવડિયાઓએ કહ્યું, હવે અપવિત્ર થવાનું જોખમ ઓછું વાંચો સંપૂર્ણ સમાચાર 4. બિઝનેસ : કરોડપતિ બનાવશે PPFમાં રોકાણ કરવાની 15+5+5 ફોર્મ્યુલા:વ્યાજથી દર મહિને ₹ 61 હજારની કમાણી પણ થશે, સમજો સંપૂર્ણ ગણિત. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સ્પોર્ટ્સ : શુભમન ગિલે કોહલીનો રેકોર્ડ તોડ્યો:કેપ્ટન તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ભારતીય બન્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ધર્મ-તહેવાર : આજે ભડલી નોમ:ગુપ્ત નવરાત્રીનો છેલ્લો દિવસ વર્ષના ચાર શ્રેષ્ઠ મુહૂર્તોમાંનો એક છે; લગ્ન, મુંડન, ગૃહસ્થી જેવા શુભ કાર્યો માટે શુભ દિવસ​​​​​​​. વાંચો સંપૂર્ણ સમાચાર​​​​​​​​​​​​​​ 🗣️​​​​​​​ ચર્ચિત નિવેદન 😲​​​​​​​ ખબર હટકે ​​​​​​​AI રોબોટ્સ વચ્ચે ફૂટબોલ ટુર્નામેન્ટ ચીનની રાજધાની બેઇજિંગમાં પહેલીવાર ‘રોબોટ ફૂટબોલ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં AI સંચાલિત રોબોટ્સની ત્રણ ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ જોવા માટે હજારો દર્શકો આવ્યા હતા. સિંગુઆ યુનિવર્સિટીની રોબોટ ટીમે ચાઇના એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીને 5-3થી હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટ ઓગસ્ટમાં બેઇજિંગમાં યોજાનારી ‘વર્લ્ડ હ્યુમનોઇડ રોબોટ સ્પોર્ટ્સ ગેમ્સ’ની તૈયારીનો એક ભાગ છે.
​​​​​​​​​​​​
​​📸​​​​​​​​​​​​​​ ફોટો, જે પોતે સમાચાર છે 🌟​​​​​​​ ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ​​​​​​​Editor’s View: બિલાડીને દૂધનું રખોપું:હવે દુનિયાની સુરક્ષા કરશે આતંકી દેશ!, UNSCનું અધ્યક્ષ બનતાં જ પાકિસ્તાનની નવી ચાલ, ભારત પર માછલાં ધોયાં 2. ભાસ્કર એક્સક્લૂસિવ: ‘મોન્ટુ પટેલે નેતાના નામે 300 કરોડની પ્રોપર્ટી ખરીદી’:ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના પ્રમુખે એક વર્ષમાં 5000 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો: ફાર્માસિસ્ટનો દાવો 3. ભાસ્કર એક્સક્લૂસિવ : પ્લેન ક્રેશમાં મોતને ભેટનારા મહેશ જીરાવાલાના CCTV ભાસ્કરને મળ્યા:અર્શદીપ ફંગોળાઈને બાઇક સાથે કેમ્પસમાં પડ્યો, આકાશ ખાટલા પર ભોગ બન્યો 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : ચારધામ યાત્રામાં કેમ થઈ રહી છે હેલિકોપ્ટર દુર્ઘટનાઓ:દિવસમાં 200 ફેરા, અસંખ્ય મુસાફરો, પાઇલટ્સ પર દબાણ; અધિકારીએ કહ્યું, સિંગલ એન્જિન જીવલેણ 5. આજનું એક્સપ્લેનર:‘મનોજીતની ગરદન પર લવ-બાઇટ, સહમતીથી સંબંધ બન્યા; વકીલની આ દલીલ શું કોલકાતા ગેંગરેપના આરોપીને બચાવી લેશે? 6. ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી ભાસ્કર હમાસે ભૂખ્યા રાખ્યા, બોમ્બ લગાવ્યા જેથી ભાગી ન શકે:498 દિવસ પછી બંધકો પાછા ફર્યા, નેતન્યાહુ વિરુદ્ધ સૂત્રોચ્ચાર- ગાઝામાં લોહી ન વહેવડાવો 7. બ્લેકબોર્ડઃ પપ્પાને મંદિરની સીડીઓ પર ઢસડ્યા, ગાળો આપી:ઘર સળગાવી દીધા, દલિતોએ કહ્યું- 26 વર્ષથી ગામમાં જવા માટે ઝંખી રહ્યા છીએ​​​​​​​​​​​​​​ 🌍​​​​​​​ કરંટ અફેર્સ​​​​​​​​​​​​​​ ​​​​​​​⏳​​​​​​​ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️​​​​​​​ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: મિથુન જાતકોને ખાસ પ્રોજેક્ટ પર રોકાણ કરવું લાભદાયક રહેશે, કર્ક જાતકોને મહત્ત્વના સમાચાર મળશે… વાંચો સંપૂર્ણ રાશિફળ ​​​​​​​તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ ​​​​​​​ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *