ગીર એટલે માત્ર ગીર નહીં….. રેવતા ચલની પરમ મનોહર પુત્રી…
જગતના તમામ ભૂ-ભાગોથી અલગ…
આગવું અને પોતીકું વાતાવરણ ધરાવતી હંમેશાં જીવતી,
સદા સોહાગણ, સદા મોહક ગીર…
સાંસાઈની ગાંડી ગીર… ખમ્મા ગીરને… ગુજરાતના જાણીતા લેખક ધ્રુવ ભટ્ટે ગીરના મહત્ત્વને કંઈક આ રીતે સમજાવ્યું છે. ગીરમાં વસતા સિંહો ગુજરાતનું ગૌરવ છે. તાજેતરમાં જ સિંહની વસતિ ગુજરાતમાં વધીને કુલ 891 હોવાનું સામે આવ્યું છે. અલબત્ત, ઘણીવાર સિંહો ઇનફાઇટમાં મોતને ભેટતા હોય છે. થોડ સમય પહેલાં જ ગીરની સૌથી લોકપ્રિય જોડી જય-વીરુમાંથી વીરુનું અવસાન થયું. જય-વીરુની જોડીનાં દર્શન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કર્યાં હતાં. જય-વીરુની જોડી કેમ આટલી ફેમસ હતી તે જાણવા દિવ્ય ભાસ્કરે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પિન્કેશ તન્ના તથા ગીરના રહેવાસીઓ સાથે ખાસ વાત કરી હતી. વીરુએ બુધવાર 11 જૂને સવારે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. ‘હું તો તેમનો ફુઆ કહેવાઉં’
રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ વાતની શરૂઆત કરતાં કહ્યું, ‘જય-વીરુની જોડીની વાત કરું તો બંને ભાઈઓ હોય તે જ રીતે સાથે રહેતા અને ફરતા. તેમણે માત્ર ગીરમાં જ નહીં, તેની આસપાસના વિસ્તારમાં પણ વર્ચસ્વ જમાવીને રાખ્યું હતું. બંને જ્યારે પણ રસ્તા પર ફરવા નીકળે ત્યારે ભૂખ લાગી હોય કે ના લાગી હોય સામે જે પશુઓ મળે તેનો અચૂકથી શિકાર કરતા. આ બંને સિંહો આખો દિવસ 30 કિમી સુધી ફરતા અને જેવા સાંજના સાડા છ-સાત વાગે એટલે પોતાના સામ્રાજ્ય ગીરમાં પરત ફરી જતા. આ જ કારણે ગીર આવતા લોકોના મોઢે ફક્ત એક જ વાત રહેતી કે, ‘ગીર મેં જય-વીરુ કો નહીં દેખા તો કુછ નહીં દેખા.’ મજાની વાત એ છે કે પહેલાં જ્યારે હું ગીર જતો તો એમ કહેતો કે આ બેની જોડી ક્યાં ગઈ? પછી તો મેં જ આ બંનેનું નામ જય-વીરુ પાડ્યું. એ રીતે જોવા જઈએ તો મેં નામ પાડ્યું એટલે હું તેમનો ફુઆ કહેવાઉં.’ ‘પહેલીવાર જય-વીરુને જોયા તો વિષ્ણુનો અવતાર હોય તેમ લાગ્યું’
2007થી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરતાં પિન્કેશભાઈ તન્નાએ વાતચીતમાં જય-વીરુની જોડીને પહેલીવાર ક્યારે જોઈ તે અંગે વાત કરતાં જણાવ્યું, ’15 ડિસેમ્બર, 2022ના રોજ ડેડકડી વિસ્તારમાં જય-વીરુને પહેલી જ વાર જોયા હતા. મેં જ્યારે આ જોડી જોઈ ત્યારે તેમના નામ ઓલરેડી પાડેલાં જ હતા. સામાન્ય રીતે સિંહ જન્મ થયાનાં બે-અઢી વર્ષ બાદ પોતાની અલગ ટેરિટરી બનાવે છે. માનવામાં આવે છે કે આ બંને સિંહ માલણકા ગામ (જૂનાગઢના મેંદરડા તાલુકામાં આવેલું) પાસેથી આવ્યા હોઈ શકે. જય-વીરુને પહેલી જ વાર જોયા ત્યારે એવું લાગ્યું કે તેઓ વિષ્ણુનો અવતાર નરસિંહ છે અને તેમની છટાદાર ચાલ રાજા જેવી હતી. મેં જ્યારે પહેલીવાર જોયા ત્યારે આ બંને સિંહણ સાથે મેટિંગ કરવાની તૈયારી કરતા હતા.’ ‘વીરુ તો કેસરી સિંહ હતો, આંખોની ચમક કહી આપતી કે તે રાજ કરશે’
વીરુની વાત કરતાં પિન્કેશભાઈ કહે છે, ‘વીરુ નામ પ્રમાણે જ નીડર ને સાહસિક હતો. તેની આંખમાં નીડરતા હતી ને તે વર્ચસ્વ જમાવવા આવ્યો તેવી અદાથી ચાલતો. તેની આંખોની ચમક જોઈને જ લાગતું કે તે આ વિસ્તારમાં આધિપત્ય જમાવવા આવ્યો છે. વીરુને ક્યારેય અન્ય સિંહોથી ડર લાગતો નહોતો. જીવનમાં તેને જે પણ તકલીફ કે સમસ્યા આવી તેણે નાસી જવાને બદલે કે શરણાગતિ સ્વીકારવાને બદલે સંજોગો ને પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કર્યો છે. તે અન્ય સિંહ કરતાં વધારે પ્રભાવશાળી ને દેખાવડો હતો અને ખરા અર્થમાં કેસરી સિંહ હતો. સામાન્ય રીતે સિંહોની હૂક (ગર્જના) 28થી30 (સિંહની એકવારમાં હૂક કરવાની ક્ષમતા)ની હોય છે, પરંતુ વીરુની હૂક 32થી35ની હતી. તે પોતાનો પાવર બતાવવા માટે લાંબી ને મોટી ગર્જના કરતો અને આ જ કારણે જંગલના અન્ય સિંહો તેના વિસ્તારમાં આવવાની હિંમત પણ કરતા નહીં.’ ‘વીરુને પડકાર ફેંકવાની આદત’
દિવ્ય ભાસ્કરે ગીર વિસ્તારના રહેવાસીઓ સાથે પણ વાત કરી હતી. તેમણે પોતાની વાતચીતમાં જય-વીરુની જોડીનાં વખાણ કર્યાં હતાં. તેમણે જણાવ્યું, ‘2022ની આસપાસ જય-વીરુની જોડી ડેડકડી વિસ્તારમાં જોવા મળી હતી. વીરુની વાત કરીએ તો તે ઘણો જ સ્ટ્રોંગ હતો. તે જીવ્યો ત્યાં સુધીમાં તેની ટેરિટરીમાં તેનો દબદબો હતો. એ ઇનફાઇટ બહુ કરતો નહીં. સંઘર્ષમય ઇનફાઇટ કદાચ આ પહેલી જ વાર થઈ હતી. વીરુને પડકાર ફેંકવાની આદત હતી અને આ આદતને કારણે જ સામેના સિંહોને એવું લાગતું કે આની ટેરિટરીમાં બહુ જવા જેવું નથી. એ ગર્જના કરતો ત્યારે એટલી જોરથી કરતો કે સામેથી કોઈ સિંહ તેની સાથે ઇનફાઇટ કરવા આવતા જ નહીં. ઘણીવાર એવું બન્યું કે વીરુ આસપાસ બેઠો હોય અને જો કોઈને ખ્યાલ ના હોય એટલે તે તરત જ અછડતી વોર્નિંગ કે સંકેત આપે કે તે ત્યાં બેઠો છે અને તે બાજુ જવું નહીં.’ ‘ઘટાદાર કેશવાળી હતી’
ગામવાસીઓ સ્વીકારે છે, ‘જય-વીરુની જોડી લોકપ્રિય એટલા માટે હતી કે તે દેખાવે ઘણા જ સુંદર હતા. ઘટાદાર કેશવાળી ને રૂપ જોરદાર હતું. આ બંને સિંહોને જોઈ ટૂરિસ્ટ આકર્ષિત થઈ જતા. આ બંને સિંહોનો વટ રાજા જેવો હતો. તેમને જુઓ એટલે એમ જ થાય કે અસલમાં રાજા તો આવા જ હોય. તેમના દરેક વર્તનમાં રાજવીપણું દેખાઈ આવતું. આ જોડી જોઈને ટૂરિસ્ટને ઘણો જ આનંદ આવતો. ‘બેખૌફ બનીને ચાલતા, માણસો કે વાહનોની પરવા ના કરતા’
પિન્કેશભાઈ વધુમાં બોલ્યા, ‘જય-વીરુ રોડ પર જ્યારે ચાલવાનું સાથે શરૂ કરે ત્યારે 3-4 કિમી સુધી સતત ટૂરિઝમ રોડ પર ચાલ્યા કરે. આ બંનેની જોડીને ક્યારેય કોઈ માણસ કે વાહનની પરવા કરી નથી. રસ્તા પર બેખૌફ ને નીડર બનીને રાજા હોય તે રીતે મદમસ્ત ચાલતા.’ તો અન્ય સિંહ સાથેના વર્તન અંગે ગામવાસીઓ જણાવે છે, ‘જય-વીરુ ક્યારેય અન્ય સિંહોને પોતાના વિસ્તારમાં આવવા દેતા નહીં. તેની ગર્જના જ એટલી પ્રચંડ હતી કે અન્ય સિંહો ત્યાં જવામાં જોખમ લેતાં જ નહીં. અમારા ગીર એરિયામાં 50-60 કિમીના વિસ્તારમાં ફરો તો જય-વીરુ જેવી બીજી કોઈ જોડી મળે નહીં.’ ‘બંનેને ઓળખવામાં એક સેકન્ડનો સમય ના લાગતો’
પરિમલ નથવાણીને પૂછવામાં આવ્યું કે તમે જય-વીરુને કેવી રીતે ઓળખી જતા તો તેમણે જણાવ્યું, ‘જય-વીરુ ચહેરામાં ઘણો જ ડિફરન્સ હતો. અમને આ જય કે આ વીરુ એ શોધવામાં એક સેકન્ડનો સમય લાગતો નહોતો.’ ટેરિટરી કેટલી હતી?
પિન્કેશભાઈ વાતને આગળ વધારતાં કહે છે, ‘આ જોડીએ સાતથી આઠ સિંહણ સાથે મેટિંગ કર્યું હોવાનો અંદાજ છે. બંનેએ ટૂરિઝમના ખાસ્સા વિસ્તારમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. આ બંનેની જોડીનાં કુલ 28-30 બચ્ચાં હોવાનો અંદાજ છે. હાલમાં ટૂરિઝમ વિસ્તારમાં રહેલા 17-18 બચ્ચાં આ જોડીનાં હોવાનું માનવામાં આવે છે. ટેરિટરી વિસ્તારની વાત કરું તો, માલણકા, પીયાવા, ડેડકડી વીડી, ગંધારિયા સહિત 35-40 કિમીના વિસ્તાર પર રાજ કર્યું છે, આમાંથી 50% વિસ્તાર સાસણ સફારીનો એરિયા છે. આ એરિયામાં સામાન્ય પબ્લિક સિંહ દર્શન કરી શકે છે. ડેડકડી, ગંધારિયા બંને ટૂરિઝમ એરિયા છે.’ તો ગામવાસીઓના મતે, ‘જય-વીરુની જોડીએ પોતાની ટેરિટરી ખાસ્સા સમય સુધી સંભાળીને રાખી હતી. આમ તો આ અઘરી બાબત છે, પરંતુ બંનેએ પોતાનું વર્ચસ્વ જમાવીને રાખ્યું હતું. બંને પોતાના એરિયામાં સતત પેટ્રોલિંગ ને માર્કિંગ કરતા અને તેમાં ક્યારેય કોઈ જાતની બાંધછોડ કરી નહોતી. બંને પોતાની સિંહણ ને બાળ સિંહોને પ્રોટેક્શન પૂરું પાડતા.’ ‘ખૂંખાર વીરુ અચાનક જ ફેમિલી મેન બની ગયો’
પિન્કેશભાઈએ જણાવ્યું, ‘વીરુએ તેના જીવનમાં માંડ 2-3 ઇનફાઇટ કરી હતી. ભૂતકાળમાં ડેડકડી વિસ્તારમાં ત્રણ નર સિંહોનું વર્ચસ્વ હતું. જય-વીરુની જોડીએ આ ત્રણેય નર સિંહને તે વિસ્તારમાંથી ખદેડી મૂક્યા હતા. શરૂઆતમાં જ્યારે વીરુ આવ્યો ત્યારે તેનું વર્તન એકદમ ખૂંખાર ટાઇપનું હતું. અલબત્ત, જ્યારથી તેનાં બચ્ચાં આવ્યાં અને પોતાનો ટેરિટરી વિસ્તાર બન્યો ત્યારથી તે એકદમ ફેમિલીમેન જેવો શાંત સ્વભાવનો થઈ ગયો. જે રીતે માનવ સમાજમાં પુરુષ પરિવારનું ધ્યાન રાખે તે જ રીતે વીરુ પોતાના પરિવારનું ઘણું જ ધ્યાન રાખતો. તે પોતાની સિંહણ ને બાળસિંહોને પ્રેમથી સંભાળતો. તે બચ્ચાઓ સાથે રમત રમતો ને પોતાની સિંહણોનું રક્ષણ પણ કરતો. આટલું જ નહીં, સિંહણ જ્યારે શિકાર કરવા જાય ત્યારે વીરુ તેમાં મદદ પણ કરતો. એ રીતે તે પોતાના પરિવારને પૂરતું ભોજન મળી રહે તેની કાળજી લેતો.’ ‘જમતી વખતે કોઈ ડિસ્ટર્બ કરે તો ઊભા થઈને બીજે ગામ જઈને મારણ કરે’
ગામવાસીઓ વીરુને યાદ કરતાં કહે છે, ‘વીરુને જો ખ્યાલ આવી જાય કે સામેની વ્યક્તિ તેને નુકસાન પહોંચાડે તેમ નથી તો તેને યાદ પણ રાખી લેતો. માણસો સાથે પણ તેનો ઘરોબો ઘણો જ સારો હતો, જય-વીરુની જોડી રેવન્યૂ વિસ્તારમાં ઘણી જ ફરતી. તેણે ક્યારેય માણસો પર હુમલો કે ઈજા પહોંચાડી નથી. રાતના સમયે તે બંને રેવન્યૂ વિસ્તારમાં બહુ જતા. ગામમાં જઈને શિકાર કરે અને ભોજન કરવા બેસે અને તેને લાગે કે ત્યાં વસતિ વધી ગઈ છે અને તેને અસહજ કે ડિસ્ટર્બન્સ જેવું લાગે તો તે મારણ ત્યાં મૂકીને જ બીજા ગામ જતા રહે અને ત્યાં શિકાર કરીને શાંતિ ને આરામથી ભોજન આરોગે. આ જોડી માટે લોકોમાં ઘણી જ લાગણી હતી.’ ‘ચોમાસામાં ઊંચાઈવાળા વિસ્તારોમાં જતા રહે’
પિન્કેશનભાઈના મતે, ‘ચોમાસું આવે ત્યારે ટૂરિઝમ એરિયા 15 જૂનથી 15 ઓક્ટોબર એટલે કે ચાર મહિના માટે બંધ થઈ જાય. આ સમયે બધા જ સિંહો ઊંચાઈવાળા વિસ્તાર પર જતા રહે એ જ રીતે જય-વીરુની જોડી પણ પોતાની રીતે સલામત જગ્યા શોધી લેતી. ડેડકડી વિસ્તાર ઊંચો ને પથરાળ છે અને ત્યાં સિંહો ચોમાસામાં સહજતાથી રહી શકે.’ ‘વડાપ્રધાનની જીપ આગળ આવીને બેસી ગયા’
પિન્કેશભાઈ જણાવે છે, ‘જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગીર આવ્યા ત્યારે તેમણે ડેડકડી વિસ્તારમાં જ જય-વીરુની જોડી જોઈ હતી. જય-વીરુની જોડી માત્ર ગીરમાં જ નહીં, ગુજરાત આખામાં ફેમસ હતી. વડાપ્રધાન આ જોડીને જોઈને ઘણા જ ખુશ થયા હતા. આ સિંહોને જોયા બાદ વડાપ્રધાનને હાશકારો થયો કે ગીરના સિંહ આટલા સારા ને પ્રભુત્વ ધરાવે છે.’ ગામવાસીઓ વડાપ્રધાન મોદીની મુલાકાત યાદ કરીને કહે છે, ‘વડાપ્રધાને જ્યારે ગીરની મુલાકાત કરી ત્યારે તે રૂટ પર આવતા ગડકબારી વિસ્તારમાં સવારના સમયે કાફલો પસાર થતો હતો ત્યારે જય-વીરુની જોડી રસ્તા પર નીકળી હતી. પછી આ જોડી વડાપ્રધાનની જીપ આગળ બેસી ગઈ હતી. પછી તો કાફલો સાઇડમાંથી પસાર થઈ ગયો. વડાપ્રધાન મોદી ઘણા જ ખુશ થયા કે ગુજરાતની આટલી ફેમસ જોડીનાં દર્શન આ રીતે થયાં.’ ‘જય-વીરુ બંને એકલા હતા એટલે તેમની પર હુમલો થયો’
વીરુના છેલ્લા લોકેશન અંગે વાત કરતાં પિન્કેશભાઈ કહે છે, ‘વીરુનું છેલ્લું લોકેશન ડેડકડી વિસ્તારમાં રૂટ નંબર 9માં નોંધાયું હતું. સામાન્ય રીતે સિંહો પોતાની ટેરેટરીમાં માર્કિંગ્સ કરવા ફરતા રહેતા હોય છે. જય-વીરુ પોતાના વિસ્તારમાં માર્કિંગ કરવા અલગ-અલગ એકલા નીકળ્યા. આ દરમિયાન કમલેશ્વર સાઇટના બે નર સિંહો સલમાન ને ભૂપતની જોડીએ વીરુ પર હુમલો કર્યો અને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો. આ સમયે જય ડેડકડી વિસ્તારથી ખાસ્સો દૂર હોવાથી તે ઇનફાઇટ દરમિયાન વીરુને બચાવવા આવી શક્યો નહીં. જય પર પણ હુમલો થતાં તે ઘાયલ થયો. જોકે, હવે તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું છે. વીરુની યાદમાં બેસણું પણ રાખવામાં આવ્યું હતું અને સો.મીડિયામાં અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. માણસો ક્યારેય વીરુને ભૂલી શકશે નહીં. તેનો દેખાવ, સ્વભાવ કમાલના હતા.’ ‘જયને કદાચ ખ્યાલ જ નથી કે તેનો ભાઈ હવે નથી’
ગામવાસીઓ પણ માને છે, ‘આ જોડી સ્ટ્રોંગ હતી, પરંતુ જય-વીરુ બંને એકલા હતા એટલે જે તેમની પર હુમલો કરવામાં આવ્યો. અમારા પંથકના ખૂંખાર નર તરીકે ફેમસ એવી સલમાન-ભૂપતની જોડીએ હુમલો કર્યો હતો. હાલમાં જયની સ્થિતિ સ્ટેબલ છે. જયને હજી ખ્યાલ નથી કે તેના ભાઈની શું સ્થિતિ છે, કારણ કે તે હજી પણ રેસ્ક્યૂ સેન્ટરમાં છે. બની શકે કે જયના મનમાં એમ જ હોય કે તેનો ભાઈ જંગલમાં ટેરિટરીની સંભાળ રાખતો હશે.’ ‘દ્વારકાધીશને એટલી જ પ્રાર્થના કે જય ઠીક થઈને મેદાનમાં આવે’
વીરુને યાદ કરતાં પરિમલ નથવાણીએ જણાવ્યું, હાલમાં વીરુ સાથે જે બન્યું તેમાં ગીર નેશનલ પાર્કમાં બહારના વિસ્તારના સિંહ આવ્યા અને તેમણે હુમલો કર્યો. ખરી રીતે, જય મેટિંગમાં હતો અને વીરુ એકલો હતો. જો જય-વીરુની જોડી સાથે હોય તો બહારના સિંહ આવીને હુમલો કરવાની હિંમત જ ના કરે. જંગલમાં 50-60 સિંહ-સિંહણો છે,પરંતુ કોઈનામાં એટલી હિંમત નથી કે તે આ જોડીની નજીક આવે. જોકે, તે ખરાબ દિવસ હતો અને બંને અલગ-અલગ હતા અને આ દુઃખદ ઘટના બની ગઈ. સિંહનો અવતાર ભગવાનનો અવતાર જ ગણાય.પછી તો જય પર પણ હુમલો થયો. વનતારા તથા સરકારના ડૉક્ટર્સ જયનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. દ્વારકાધીશને એટલી જ પ્રાર્થના છે કે તે જયને બચાવે અને જય પોતાનું સામ્રાજ્ય ફરી સંભાળી લે અને સાજો થઈને ફરી મેદાને આવે. હાલમાં તેનાં 12 બચ્ચાં ને ત્રણ સિંહણો છે. રેસ્ક્યૂ સેન્ટરમાં હું જયને જોવા પણ ગયો હતો. મારા મનની હાલ તો એક માત્ર ઈચ્છા એ જ છે કે તે જલ્દીથી આ પરિસ્થિતિમાંથી બહાર આવી જાય. સિંહ જોડી કેમ બનાવે?
વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના પૂર્વ ડીન અને સિનિયર સાયન્ટિસ્ટ યાદવેન્દ્રદેવ વિક્રમસિંહ ઝાલા (વાય.વી. ઝાલા)ના દાદા જોરાવર સિંહ વઢવાણના રાજવી હતા. વાય.વી. ઝાલાએ મુંબઈમાં કોલેજ કરીને PhD અમેરિકામાં કર્યું ને થોડો સમય બાદ ભારતમાં વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટમાં નોકરી મળી. વાય.વી. ઝાલાને જ્યારે પૂછવામાં આવ્યું કે સિંહો કેમ આ રીતે જોડી બનાવે છે તો તેમણે જણાવ્યું, ‘મોટા બિલાડા એટલે કે સિંહ, વાઘ, દીપડા, ચિત્તા, જેગુઆર, સ્નૂલ લેપર્ડ, પ્યૂમામાંથી ચિત્તા ને સિંહ સોશિયલ પ્રાણીઓ છે. સોશિયલ પ્રાણીઓ સામાન્ય રીતે માદાઓના સંગઠનમાં રહે, પરંતુ ચિત્તા-સિંહ સોશિયલ સ્ટ્રક્ચર પણ બનાવે છે અને એને કોઅલિશન (જોડાણ) કહેવામાં આવે છે. ઘણીવાર સિંહ ભાઈઓ વચ્ચે પણ કોઅલિશન હોય છે.’ ‘સાથે રહેવાથી સિંહને ફાયદો’
લાયન કોઅલિશન કેમ કરે એ અંગે વાય.વી. ઝાલા સમજાવે છે, ‘કોઅલિશન એકબીજાની મદદ માટે હોય છે. સિંગલ સિંહ ક્યારેય પોતાનો વિસ્તાર સંભાળી શકે નહીં. બીજા સિંહ એને ભગાડી મૂકે અને એની સિંહણો લઈ લે. જો બે સિંહ સાથે હોય તો લડાઈની ક્ષમતા વધે ને તેઓ વિસ્તાર વધારી શકે, ઉપરાંત એટલી વધુ માત્રામાં સિંહણો મળે. કોઅલિશેનમાં ઇક્વલ પાર્ટનરશિપ ઘણીવાર જોવા મળતી નથી. એક મજબૂત ને બીજો નબળો હોય એવું બને. જો બંને ભાઈઓ સાથે હોય તો એક ભાઈ રિ-પ્રોડક્શન કરે તો એમાં બીજા ભાઈના જિન્સ પણ હોય. બંને ભાઈઓ ના હોય ત્યારે સિંગલ રહેતા સિંહ કરતાં કોઅલિશનમાં રહેલા સિંહમાં જિનેટિક કૉન્ટ્રિબ્યુશન વધારે હોય છે. કોઅલિશનમાં રહેવાથી સિંહોને એકંદરે ફાયદો જ થાય છે.’ બેથી પાંચ સિંહો સુધીનું કોઅલિશન જોવા મળ્યું
‘ગીરમાં સિંહો પોતાના ભાઈઓ ઉપરાંત બહારના પ્રાઇડ (ટોળા)ના સિંહો સાથે પણ મિત્રતા કરીને કોઅલિશન બનાવે છે. ઘણીવાર બંને સિંહો વચ્ચે ઉંમરમાં તફાવત પણ હોય છે. બેથી પાંચ સિંહો સુધીનું કોઅલિશન જોવા મળ્યું છે. કોઅલિશનમાં રહેતા સિંહો પોતાની આસપાસની ટેરિટરીના સિંહોને ભગાડી મૂકે તો તેમની સિંહણ સાથે પણ મેટિંગ કરવા મળે એટલે તેઓ આક્રમક હોય છે. જોકે લડાઇ થાય ત્યારે માત્ર સામેનો જ સિંહ નહીં, પરંતુ લડાઇ કરનાર પણ ઈજાગ્રસ્ત થતો હોય છે’, એમ વાય.વી. ઝાલાએ ઉમેર્યું. ગીરમાં અનેક જોડી બની ચૂકી છે
UPSC પાસ કરીને ગુજરાત કેડરમાં વર્ષ 2009માં DFO તરીકેનું પોસ્ટિંગ મેળવનારા ડૉક્ટર સંદીપ કુમાર વર્ષો સુધી સૌરાષ્ટ્રના સાવજો વચ્ચે રહ્યા છે. તેઓ ગીરની જોડીઓ અંગે કહે છે, ‘ગીરમાં અનેક જોડીઓ બની ચૂકી છે. સંદીપન-મંદીપન, ટપુ-મૌલાનાની જોડી હતી. રામ-શ્યામની જોડીનું સામ્રાજ્ય ઘણું મોટું હતું અને તેમના પ્રાઇડમાં 28-32 જેટલાં સિંહ-સિંહણો હતાં. સામાન્ય રીતે બાળકો સાચવવાની તથા એને મોટા કરવાની ક્ષમતા વધારે હોય એવી જોડી લોકોમાં ઘણી ફેમસ થતી હોય છે.’