ફરી એકવાર મરાઠી V/S બિનમરાઠીનો ભાષાકીય વિવાદ માધ્યમોમાં હેડલાઇન બન્યો છે. તેની પાછળનું કારણ છે સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલો 1 મિનિટ 1 સેકન્ડના વીડિયો. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં બનેલી આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરોએ એક વેપારીને લગભગ 10થી 12 લાફા ઝીંકી દીધા. કારણ કે વેપારી મરાઠી ભાષા બોલતો ન હતો. છેલ્લા ચાર દિવસથી ગુજરાતી વેપારીને મરાઠી ભાષા ન બોલવા પર લાફા માર્યા હોવાના દાવા સાથે આ વીડિયો વાઇરલ છે. રાજકારણીઓએ તો વિરોધ નોંધાવ્યો, સાથે જ સામાન્ય લોકો પણ ઉશ્કેરાયા છે. જો કે આ વેપારી બાબુલાલ ચૌધરી ગુજરાતના નહીં પરંતુ મૂળ રાજસ્થાનના વતની છે. દિવ્ય ભાસ્કરે ભોગ બનનાર વેપારીનો સંપર્ક કરીને એ દિવસનો બનાવ, બીજા દિવસનો ઘટનાક્રમ અને તેમની વ્યથા જાણી. લગભગ અડધા કલાકની વાતચીતમાં વેપારી બાબુલાલ ચૌધરીએ તેમની હૈયાવરાળ ઠાલવી. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ‘જોધપુર સ્વિટ શોપ’ નામની દુકાન ચલાવતા 48 વર્ષિય બાબુલાલ ચૌધરીની વ્યથા વાંચો એમના જ શબ્દોમાં. બાબુલાલ ચૌધરીએ કહ્યું, હું રાજસ્થાનનો વતની છું અને 2007થી મુંબઈમાં કામધંધો કરું છું. મારો પરિવાર મુંબઈમાં જ રહે છે, બાળકો પણ અહીંની શાળામાં ભણે છે. મીરા રોડ વિસ્તારમાં હું નાસ્તા-મીઠાઈની દુકાન ચલાવું છું. મારી અલગ-અલગ ત્રણ દુકાનો છે. 29 તારીખે રવિવારે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં મરાઠીને પ્રાધાન્ય આપવાની માગ સાથે લોકો પ્રદર્શન કરી રહ્યા હતા. મારી બીજી દુકાને કામ ચાલતું હતું. એટલે બનાવ બન્યો એ દુકાને હું પણ દસેક મિનિટ પહેલા જ પહોંચ્યો હતો. દુકાને પહોંચ્યા પછી હું મારી દુકાનના નાસ્તા કાઉન્ટરની સામે ઉભો રહીને દુકાનમાં કામ કરતા છોકરાને કઈ વસ્તુ ક્યાં મૂકવી જોઈએ એ વિશે સમજાવી રહ્યો હતો. બીજી બાજુ આ લોકોનો કાર્યક્રમ ચાલુ થયે લગભગ અડધો કલાક થયો હશે.આ અરસામાં 7 લોકો મારી દુકાને આવ્યા. એમાંથી ત્રણ લોકો તો એકદમ મારી નજીક આવીને ઊભા રહી ગયા હતા. બીજા ચાર લોકો થોડે દૂર ઊભા હતા. મારી પાસે ઉભેલા ત્રણ લોકોએ તેમની સાથે આવેલા બીજાને ઇશારો કર્યો અને મારી નજીક આવવા કહ્યું. આ બધું મારી દુકાનના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયું છે. થોડીવારમાં એ લોકો મરાઠી ભાષા ન બોલવા પર ગાળો આપવા લાગ્યા. જો કે ત્યારે મારું વધારે ધ્યાન એ તરફ ન હતું. આ ત્રણ લોકોમાંથી એક વ્યક્તિ પેલા ચાર લોકો પાસે ગયો અને મારી નજીક બોલાવી લાવ્યો. આમ સાત લોકો મારી આસપાસ એકઠાં થઈ ગયા હતા. એમાંથી એકે મારી દુકાને કામ કરતા છોકરા પાસે પાણીની બોટલ માગી અને પૂછ્યું કે તને મરાઠી આવડે છે કે નહીં? તો મેં જવાબ આપ્યો, સાહેબ… આ છોકરો ઉત્તરપ્રદેશથી છે. કામ પર આવ્યે સાત મહિના થયા છે એટલે એને મરાઠી નથી આવડતી. મને એકે કહ્યું, તું દુકાનનો માલીક છે, તને ખબર હોવી જોઈએ કે હવે કાયદો બની ગયો છે કે મરાઠી ફરજિયાત છે. તું શેઠ છે એટલે મરાઠી બોલવાવાળાને જ દુકાનમાં નોકરી પર રાખવો જોઈએ. બધા હિન્દીમાં બોલે છે, મરાઠી નથી બોલતા? મેં કહ્યું, સાહેબ આ કાયદો ક્યારે બન્યો? મને ખબર નથી. મારું ધ્યાન તો દુકાનના કામમાં જ હોય છે. એણે કહ્યું, કાલે જ કાયદો બન્યો. હું ગ્રાહકો સાથે પ્રેમભાવથી વાત કરું છું અને એ જ રીતે આ લોકો સાથે પણ વાતચીત કરી રહ્યો હતો. પણ એ લોકોએ સવાલ ચાલુ રાખ્યા. મને પૂછ્યું, તારી દુકાન કયા રાજ્યમાં છે? મેં હસતા હસતા જવાબ આપ્યો, મહારાષ્ટ્રમાં તો બોલ્યા, તને ખબર છે મહારાષ્ટ્રમાં કઈ ભાષા બોલવામાં આવે છે? મેં કહ્યું, અહીંયાં તો બધી જ ભાષા બોલાય છે. આ સમયે લાલ શર્ટ પહેરેલા એક ઊંચા-લાંબા કદના વ્યક્તિએ મને મરાઠીમાં ગાળ આપી અને પછી થપ્પડ મારી દીધી. હું તેમનો આવો વ્યવહાર જોઈને સ્તબ્ધ થઈ ગયો. મને પણ સમજણ ન પડી કે એવું તો મેં શું ખોટું કરી દીધું. પણ કંઈક રિએક્ટ કરું એ પહેલાં તો બીજા બે-ત્રણ લોકો પણ મને મારવા લાગ્યા. મેં કહ્યું, સાહેબ શાંતિથી વાત કરો… પણ તેઓ મારતા જ રહ્યા. મને 10થી 12 લાફા માર્યા. જો કે થોડીવારમાં આસપાસના લોકો આવી ગયા અને મામલો શાંત પાડ્યો. પછી સાતેય લોકો ગાળો આપતા-આપતા જતા રહ્યા. અમારા વિસ્તારમાં આવી ઘટના પહેલીવાર બની છે. મારી દુકાને મનસેના ઘણા સ્થાનિક નેતાઓ આવે છે. હું તમામ પક્ષના લોકોનો આદર કરું છું. રાતના અગિયાર વાગી ચૂક્યા હતા. મને ખબર નથી પડતી કે શું કરું. ઘણા વિચારો આવતા હતા કે આ ઘટના બાદ ઘરના લોકો શું કહેશે? માર્કેટમાં મારી છાપ કેવી પડશે? કારણ કે મને ખબર હતી કે મારો વીડિયો પણ ઉતારી લીધો છે. હું ડરતો નહતો કે તેઓ વીડિયો વાઇરલ કરી દેશે. હું દુકાન પરથી સીધો ઘરે જતો રહ્યો અને કોઈને કાંઈ જ કહ્યા વગર ઊંઘી ગયો. આમ તો હું સવારે પાંચ વાગે ઉઠી જાઉં છું પણ મારપીટની ઘટનાના બીજા દિવસે ટેન્શનમાં 10 વાગ્યે ઉઠ્યો. મારા એક મિત્રનો સવાર-સવારમાં ફોન આવ્યો કે તારો વીડિયો ફરતો થઈ ગયો છે. એ જ લોકોએ વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો હતો. સંદીપ રાણેનો (મીરા ભાયંદરના મનસે અધ્યક્ષ) ફોન મારા પર આવી ગયો હતો. એમણે કહ્યું, અમારા લોકોએ જે કર્યુ એ ખોટું છે. હું માફી માગું છું. સાંજે મારી ઓફિસે આવ, હું એ લોકો પાસે તારી માફી મંગાવું છું. મેં કહ્યું, મારી આબરુનો કચરો થઈ ગયો છે. મેં મારી દુકાનની આસપાસના વેપારી આગેવાનોને ફોન કર્યા અને પૂછ્યું કે આવી ઘટના બાદ શું કરવું જોઈએ? અમે ભેગા મળીને નક્કી કર્યું કે પોલીસ ફરિયાદ કરીએ. હું એકલો જ પોલીસ ફરિયાદ કરવા ગયો હતો, કોઈને સાથે નહોતો લઈ ગયો. પોલીસે સૌથી પહેલા માત્ર અરજી લીધી. એટલે મેં અમારા એક આગેવાનને ફોન કર્યો. તેમણે કહ્યું આપણી પાસે દુકાનના સીસીટીવી ફૂટેજ છે. એ લોકોએ ફેસબૂક પર પોસ્ટ કરેલો વીડિયો પણ છે. હું વકીલ લઈને આવું છું. આપણે પોલીસ ફરિયાદ જ નોંધાવવાની છે. અમે આ ઘટનાના વિરોધમાં રેલી કાઢી હતી. જેમાં વેપારી આગેવાનો અને રાજસ્થાનના અમારા સમાજના લોકો પણ એકઠાં થયા હતા. અમે બંધ પાડીને પણ વિરોધ નોંધાવ્યો છે. જ્યારે રેલીની પરવાનગી માટે અમે રાતના સમયે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ખબર પડી કે મનસેના કેટલાક લોકો પણ મારા વિરુદ્ધ ક્રોસ FIR કરાવવા માટે આવ્યા હતા. મારી સાથે આવેલા મારા પાડોશીને એ લોકોએ પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યો અને કહ્યું, બાબુલાલને સમજાવો, નહીં તો અમે પણ તેની સામે પોલીસ ફરિયાદ કરીશું. કેસ લાંબો ચાલશે એટલે તેનો કોઈ અર્થ નહીં રહે. તમે રેલી ન કરો. અમે કહ્યું, બધાને મેસેજ કરી દીધા છે એટલે રેલી તો કરીશું. પછી સમાજ અને વેપારી જે કહેશે એમ કરીશું. લોકોએ મને કહ્યું છે કે અમે તમારી સાથે જ છીએ. મેં હજુ પોલીસ પ્રોટેક્શન નથી માગ્યું પરંતુ વેપારીઓ કહી રહ્યા છે કે તમે પોલીસ પ્રોટેક્શન માગી લો. પોલીસે આ કેસમાં ત્રણ આરોપી પ્રમોદ નિલેકર, કરણ કંદાનગિરે અને અક્ષય સાલ્વેની ઓળખ કરી લીધી છે. જ્યારે બાકીના ચાર આરોપીઓની ઓળખ પણ બાકી છે. અચાનક કેમ તાજો થયો ભાષાનો વિવાદ?
મુંબઈમાં ભાષાનો વિવાદ નવો નથી. પરંતુ 16 એપ્રિલના રોજ, મહારાષ્ટ્રે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે હિન્દીને ફરજિયાત ત્રીજી ભાષા બનાવવામાં આવી હતી. જો કે, મહારાષ્ટના ઘણા સંગઠનો અને રાજકીય પક્ષોએ હિન્દીને ફરજિયાત બનાવવાનો વિરોધ નોંધાવ્યો હતો. આ કારણે રાજ્ય સરકારે 22 એપ્રિલે હિન્દીને ફરજિયાત બનાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. પત્રકારો સાથે વાત કરતી વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમની પસંદગી મુજબ ત્રીજી ભાષા પસંદ કરી શકશે. હિન્દી ફરજિયાત રહેશે નહીં.