ન્યૂ એજ્યુકેશન પોલિસી 2022ના નિયમની ધીમે ધીમે ગુજરાતમાં અમલવારી શરૂ થઈ રહી છે, જેમાં પ્રાથમિક સ્કૂલોમાં દર શનિવારે નો સ્કૂલબેગ ડે રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતની પ્રાથમિક પ્રાથમિક સ્કૂલોમાં શનિવાર(5 જુલાઈ)થી નો સ્કૂલબેગનો અમલ શરૂ થયો છે. હવે દર શનિવારે બાળકોને બેગ વિના જ સ્કૂલે આવવાનું રહેશે અને બાળકોને અભ્યાસ સિવાયની રમતગમત,સાંસ્કૃતિક,યોગ,ચિત્ર સહિતની પ્રવૃતિઓ કરાવવામાં આવશે. પરંતુ અમદાવાદમાં પ્રથમ શનિવારે જ બાળકો સ્કૂલોમાં બેગ સાથે જતા દેખાયા છે. શિક્ષણ વિભાગનો નિર્ણય સ્કૂલો સુધી પહોંચ્યો ન હોય અથવા અમદાવાદ કક્ષાએથી સ્કૂલને જાણ ન કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ખાનગી સ્કૂલો જ નહીં સરકારી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ બેગ સાથે જતા જોવા મળ્યા હતા. સુરતની વિદ્યાભારતી સ્કૂલના બાળકો મોજમાં આવી ગયા
જ્યારે સુરતમાં એક અલગ જ માહોલ જોવા મળ્યો. વિદ્યાર્થીઓ બેગ લઈને આવ્યા તો હતા, પરંતુ તેમાં પુસ્તકોને બદલે માત્ર વોટર બોટલ અને ટિફિન જ હતા. ભટાર સ્થિત વિદ્યા ભારતી શાળાના વિદ્યાર્થીઓ આજે ખૂબ જ આનંદિત નજરે પડ્યા. તેઓ ભણતરને બદલે અલગ અલગ પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. અમદાવાદમાં બેગલેસ સેટરડેનું પાલન ન થયું
દિવ્યભાસ્કર દ્વારા આજે પ્રથમ શનિવાર હોવાથી બેગલેસ ડેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.આ દરમિયાન અમદાવાદની ખાનગી સ્કૂલો,સરકારી સ્કૂલ અને CBSEની સરકારી સ્કૂલ એમ અલગ અલગ સ્કૂલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન તમામ સ્કૂલો બેગલેસ ડેનું પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું છે. તમામ સ્કૂલોમાં બાળકો આજે બેગ સાથે જ જોવા મળ્યા હતા. શાહીબાગમાં આવેલી કેન્દ્રીય વિધાલયમાં તપાસ કરવામાં આવી તો બાળકો નિયમિત જે પ્રમાણે બેગ લઈને આવે છે તે જ પ્રમાણે બાળકો બેગ લઈને આવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ રાજસ્થાન સ્કૂલમાં તપાસ કરવામાં આવી ત્યાં પણ નાના બાળકોથી લઈને મોટી ઉંમરના બાળકો ભારે ભરખમ બેગ સાથે જ જોવા મળ્યા હતા.સ્વામિનારાયણ ગુરુકુળમાં તપાસ કરવામાં આવી તો ત્યાં પણ આ જ સ્થિતિ હતી. બાળપણમાં ભારેખમ સ્કૂલ બેગ ઉપાડવાથી ગંભીર બીમારીનો શિકાર બની શકે
શરીર વિજ્ઞાાનીઓ ચેતવણી આપી ચૂક્યાં છે કે ભારે વજનની સ્કૂલ બેગો બાળકોના હાડકા અને ખાસ કરીને કરોડરજ્જૂમાં વિકૃતિ પેદા કરે છે. નાનપણથી જ ભારેખમ સ્કૂલ બેગોનું વજન ઉપાડતા બાળકો મોટી ઉંમરે ગંભીર બીમારીઓના શિકાર બની શકે છે. શિક્ષણશાસ્ત્રીઓનું કહેવું છે કે 4થી 12 વર્ષની ઉંમર બાળકના સમગ્ર વ્યક્તિત્ત્વના વિકાસ માટે મહત્ત્વની હોય છે. અને આ ઉંમર દરમિયાન તેમના ઉપર ગોખણપટ્ટી કરાવતા શિક્ષણનો બોજ નાખી દેવાના બદલે તેમની રચનાત્મકતા વિકસે એવા પ્રયાસો કરવાની જરૂર છે. સારી બાબત છે કે સરકાર વિશેષજ્ઞાોના આવા અભિપ્રાયો ઉપર ધ્યાન આપી રહી છે અને પ્રાથમિક ધોરણોમાં સિલેબસનો બોજ ઓછો કરવા માટે પગલાં લઇ રહી છે.