ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પ્રકૃતિ થનગનાટ કરી રહી છે અને સુરતની તાપી નદીનું સૌમ્ય તેમજ રૌદ્ર બંને રૂપ જોવા મળી રહ્યું છે. સુરતમાં વહેતી તાપી નદી ક્યાંક ક્યાંક સૌમ્ય સ્વરૂપે બે કાંઠે વહી રહી છે તો ક્યાંક નદીનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. નદી કાંઠા વિસ્તારનું સોંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું
ડ્રોન દ્વારા લેવામાં આવેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે તાપી નદી શહેરમાં બે કાંઠે હિલોળા લઈ રહેલી નજરે પડે છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ભારે વરસાદ થયો હતો, તેના કારણે નાના ઝરણાંથી માંડીને બધી જ નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. નદી કાંઠાના વિસ્તારનું કુદરતનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. કોઝવે ખાતે સપાટી 6.57 મીટરે પહોંચી
સુરતમાં છેલ્લા 15 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના પગલે તાપી નદીમાં નવા નીરની આવક થઈ છે અને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ તાપી નદીની સપાટી કોઝવે ખાતે 6.57 મીટર છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. કોઝવે પરથી પાણી ઓવરફ્લો થતું હોવાથી કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ કોઝવેની સપાટીમાં ઉપર અને નીચે થઈ રહ્યું છે. જોકે કોઝવે પરથી પાણીનો ધર્મસ તો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તાપી નદીમાં નવા નીરના કારણે ઠેર ઠેર જામી ગયેલી જળકુંભી પણ પ્રવાહમાં તણાઈ ગઈ છે. હાલ તાપી નદી નવા પાણીના કારણે ક્યાંક તો પ્રવાહ છે તો ક્યાંક શાંત છે. આગામી સમયમાં ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવશે તો આ સપાટીમાં પણ વધારો થશે. હાલ ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ પડી રહ્યો હોવાથી છેલ્લા 20 દિવસમાં સપાટીમાં વધારો થયો છે.