રાજકોટના નાણાવટી ચોકમાં આવેલા અતુલ બેકરીના આઉટલેટ પર વાસી કેક સાથે હોબાળો મચાવતા ગ્રાહકનો વીડિયો વાઈરલ થયા બાદ હવે પુષ્કરધામ વિસ્તારના આઉટલેટ પર ફુગવાળી બ્રેડની ફરિયાદ સામે આવતા ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સેન્ડવીચ બ્રેડમાં ફૂગ લાગી ગઈ હોવાની રજૂઆત કરી રહેલા એક મહિલાનો વીડિયો વાઈરલ થયો છે.જેમાં મહિલા ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે, મારી છોકરીએ ચાર બ્રેડ ખાધી છે, જો તેને કંઈ થયું તો તમારી દુકાનનું શટર પાડી દઈશ.આ મામલે RMCને ફરિયાદ મળતા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારી અને ગ્રાહક વચ્ચે બ્રેડની ગુણવત્તા બાબતે બોલાચાલી
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના પુષ્કરધામ ચોક નજીક આવેલા અતુલ બેકરીના આઉટલેટ પર ગુરુવારે બપોરના સુમારે ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મૂળ કારણ એક મહિલા ગ્રાહકને વેચવામાં આવેલી ફૂગવાળી બ્રેડ હતી. જેને લઈને મહિલાએ અતુલ બેકરીના આઉટલેટ ખાતે પહોંચી હોબાળો કર્યો હતો. અને જણાવ્યું કે, ઘરે જઈને જ્યારે તેમણે બ્રેડનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને બ્રેડના પેકેટમાં સ્પષ્ટપણે ફૂગ જોવા મળી. બ્રેડ પર લીલાશ પડતી ફૂગના નિશાન જોવા મળી હતી. મહિલાનો રોષ ઠાલવતો વીડિયો વાઈરલ
મહિલા તાત્કાલિક અતુલ બેકરીના આઉટલેટ પર પાછા પહોંચ્યા હતા. ત્યાં તેમણે આઉટલેટના માલિક અને કર્મચારીઓ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. મહિલાએ વેચાયેલી ફૂગવાળી બ્રેડ દુકાન માલિકને બતાવી હતી અને તેમની પાસેથી આ અંગે તાત્કાલિક જવાબ માંગ્યો હતો. ઘટના સ્થળે હાજર લોકો દ્વારા ઉતારવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બ્રેડ પર કેવી રીતે લીલાશ પડતી ફૂગ ફેલાયેલી છે. આ વીડિયો મહિલાએ ઘરેથી જ બનાવવાનું શરૂ કરી દીધું હતું અને બેકરી પર પણ તેમણે પોતાનો રોષ વીડિયોમાં રેકોર્ડ કર્યો હતો. ‘મારી દીકરીને કંઈ થયું તો તમારું શટર પાડી દઈશ’
આ અંગે બેકરી માલિકે પ્રારંભિક દલીલ કરતા કહ્યું હતું કે “પેક બરોબર” છે અને કદાચ ભેજવાળા વાતાવરણને કારણે આવું થયું હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની બધી પ્રોડક્ટ “યુઝ બાય ડેટ” પ્રમાણે જ હોય છે અને રોજ તાજી બને છે. જોકે, મહિલાએ આ દલીલો સ્વીકારી ન હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે તેમની નાની દીકરીએ આ બ્રેડ ખાધી છે અને જો તેને કંઈ પણ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી બેકરીની રહેશે. મહિલાનો ગુસ્સો એટલો હતો કે તેમણે ગુસ્સામાં કહ્યું હતું કે, “જો મારી દીકરીને કાંઈ થયું તો બેકરીના શટર પાડી દઈશ. મનપાનો ફૂડ વિભાગ હરકતમાં આવ્યો
આ સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકા (મનપા)નાં ફૂડ ઇન્સ્પેક્ટર કે. જે. સરવૈયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગેની ફરિયાદ મળી છે. આ મામલે અમારી ટીમ દ્વારા ત્યાં રૂબરૂ જઈને તપાસ કરવામાં આવશે. જેમાં પ્રોડક્ટ્સ ઉપર મેન્યુફેક્ચરિંગ અને એક્સપયારી ડેટ લખેલી છે કે નહીં તે તપાસવામાં આવશે. તેમજ વેપારીને જરૂર પડ્યે હાઇજેનિક કન્ડિશન જાળવવા માટે નોટિસ કે દંડ પણ ફટકારવામાં આવશે. અને ત્યાંથી સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ચાર દિવસ પહેલા એક ગ્રાહકે વાસી કેકની ફરિયાદ કરી હતી
રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે સોમવારે 799 રૂપિયાની કેક ખરીદી હતી. જોકે, ગ્રાહક ઘરે કેક લઈ ગયા ત્યારે તેમાંથી દુર્ગંધ આવતી હતી અને તે વાસી હોવાનું જણાયું હતું. આ અંગે ગ્રાહકે તાત્કાલિક અતુલ બેકરીનો સંપર્ક કર્યો અને કેક પરત આપી. બેકરી સંચાલક દ્વારા કેકના બદલામાં ગ્રાહકને અન્ય પ્રોડક્ટ, ચોકો પૉપના પેકેટ આપવામાં આવ્યા. પરંતુ, આ ચોકો પૉપના પેકેટ પણ એક્સપાયરી ડેટવાળા હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગે નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)