‘બાઝીગર’ ફેમ એક્ટ્રેસ રેશમ ટિપનિસ ટીવીનો એક લોકપ્રિય ચહેરો છે. તેમને ‘બિગ બોસ’ મરાઠીથી ખૂબ જ નામના મળી હતી. તાજેતરમાં, એક્ટ્રેસ તેના પુત્ર માનવ સાથે જોડાયેલી અફવાઓ પર ગુસ્સે ભરાઈ ગઈ છે. માનવ વિશે સમાચાર વહેતા થયા હતા કે તેણે આત્મહત્યા કરી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કાંદિવલીમાં આત્મહત્યા કરનાર છોકરો બીજું કોઈ નહીં પણ રેશમ ટિપનિસનો પુત્ર હતો. એક્ટ્રેસે અફવાઓ પર કડક પ્રતિક્રિયા આપી છે અને અફવા ફેલાવનારાઓની ટીકા કરી છે અને તેમને ધમકી પણ આપી છે. ‘મારો પુત્ર સુરક્ષિત છે’
એક્ટ્રેસ રેશમ ટીપનિસે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી. તેણે સ્પષ્ટ કર્યું કે- તેનો પુત્ર સંપૂર્ણપણે સ્વસ્થ છે અને જે કોઈ અફવા ફેલાવી રહ્યું છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એક્ટ્રેસે લખ્યું- કોઈ મારા પુત્ર માનવ વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. બાપ્પાના આશીર્વાદથી, તે ઠીક છે અને સ્વસ્થ છે, પરંતુ જેણે પણ આવું કર્યું છે તે જેલના સળિયા પાછળ જશે. જો કોઈ મને શોધવામાં મદદ કરી શકતું હોય, તો કૃપા કરીને કોમેન્ટ કરો. શું છે સમગ્ર મામલો?
બુધવારે રાત્રે કાંદિવલીની એક ગગનચુંબી ઈમારતના 57મા માળેથી કૂદીને ગુજરાતી ટેલિવિઝન એક્ટ્રેસના 14 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુ:ખદ ઘટના લગભગ સાંજે 7 વાગ્યે બની, માતા અને તેના પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. એક્ટ્રેસે તેના પુત્રને ટ્યૂશન ક્લાસમાં જવાનું કહ્યું હતું, પરંતુ છોકરાએ ના પાડી રહ્યો હતો. આ બાબતે ઘરમાં ચર્ચા વધુ તીવ્ર બની હતી અને ગુસ્સાના આવેશમાં પુત્રએ ઈમારતના સૌથી ઉપરના માળે જઈને મોતની છલાંગ લગાવી દીધી હતી. કેટલાક સમાચારોમાં આત્મહત્યા કરનાર છોકરોને રેશમ ટીપનિસનો પુત્ર ગણાવવામાં આવ્યો હતો. આ મામલે હવે એક્ટ્રેસે મૌન તોડ્યું છે અને કહ્યું કે- તે છોકરો બીજો કોઈ છે, મારો માનવ સંપૂર્ણપણે ઠીક છે, તેને કંઈ થયું નથી. કોઈ ગેરરીતિની શંકા નથી, તપાસ ચાલુ છે
પીટીઆઇ મુજબ, કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી કે આકસ્મિક મૃત્યુનો અહેવાલ દાખલ કરવામાં આવ્યો છે. અત્યારસુધી કોઈ ગેરરીતિના સંકેતો મળ્યા નથી. તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં રહેતી એક વ્યક્તિએ આ ઘટના જોઈ હતી અને તરત જ છોકરાની માતાને જાણ કરી હતી. બાદમાં પોલીસની એક ટીમ પંચનામું કરવા અને વધુ તપાસ શરૂ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી.
’બાઝીગર’ ફેમ એક્ટ્રેસ રેશમ ટિપનિસ ટીવીનો એક લોકપ્રિય ચહેરો છે. તેમને ‘બિગ બોસ’ મરાઠીથી ખૂબ જ નામના મળી હતી. તાજેતરમાં, એક્ટ્રેસ તેના પુત્ર માનવ સાથે જોડાયેલી અફવાઓ પર ગુસ્સે ભરાઈ ગઈ છે. માનવ વિશે સમાચાર વહેતા થયા હતા કે તેણે આત્મહત્યા કરી છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે કાંદિવલીમાં આત્મહત્યા કરનાર છોકરો બીજું કોઈ નહીં પણ રેશમ ટિપનિસનો પુત્ર હતો. એક્ટ્રેસે અફવાઓ પર કડક પ્રતિક્રિયા આપી છે અને અફવા ફેલાવનારાઓની ટીકા કરી છે અને તેમને ધમકી પણ આપી છે. ‘મારો પુત્ર સુરક્ષિત છે’