નમસ્તે, કાલના મોટા સમાચાર બિહાર વિધાનસભા ચૂંટણીને સંબંધિત રહ્યા. એક સમાચાર ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફના નિવેદનના રહ્યા. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી આર્જેન્ટીનામાં રાષ્ટ્રપતિ જેવિયર મિલઈ સાથે મુલાકાત કરશે. અહીંથી 8 જુલાઈ સુધી બ્રાઝિલની સત્તાવાર મુલાકાતે જશે. 2. ઉદ્ધવ અને રાજ ઠાકરે ‘મરાઠી વિજય દિવસ’ પર મુંબઈમાં રેલી કરશે. બંને 20 વર્ષ પછી મંચ પર સાથે નજરે પડશે. 3.જગન્નાથ રથ યાત્રાનું સમાપન થશે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાનો રથ મુખ્ય મંદિરે પરત ફરશે. 4. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની બીજી ટેસ્ટ બર્મિંઘમમાં રમાઈ રહી છે. આજે મેચનો ચોથો દિવસ છે. 📰 કાલના મોટા સમાચારો 1. ડેપ્યુટી આર્મી ચીફે કહ્યું- એક બોર્ડર, ત્રણ દુશ્મન: ઓપરેશન સિંદૂરમાં ચીને અમને હથિયારોની ટેસ્ટિંગ લેબ સમજ્યા; તુર્કીએ પાકિસ્તાનને ડ્રોન આપ્યાં ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે શુક્રવારે જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન સરહદ એક અને દુશ્મનો ત્રણ હતા. પાકિસ્તાન મોરચે હતું. ચીન અને તુર્કી પાકિસ્તાનને હથિયારો અને અન્ય સહાય પૂરી પાડી રહ્યા હતા. તેમણે કહ્યું, ચીને પાકિસ્તાનને શસ્ત્રો આપ્યા અને શસ્ત્રોના પરીક્ષણ માટે ભારતનો લેબોરેટરી તરીકે ઉપયોગ કર્યો. ચીન પાકિસ્તાન સાથે ભારતના દરેક વ્યૂહાત્મક પગલાંના લાઇવ અપડેટ્સ શેર કરી રહ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. મથુરાની શાહી ઇદગાહ મસ્જિદ વિવાદિત માળખું નથી: અલાહાબાદ હાઇકોર્ટે હિન્દુ પક્ષની અરજી ફગાવી અલાહાબાદ હાઈકોર્ટે મથુરાની શાહી ઈદગાહ મસ્જિદને વિવાદિત માળખું જાહેર કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. 23 મેના રોજ, કોર્ટે હિન્દુ પક્ષની અરજી પર નિર્ણય અનામત રાખ્યો હતો. હકીકતમાં, 5 માર્ચે, હિન્દુ પક્ષના વકીલ મહેન્દ્ર પ્રતાપ સિંહે માળખાને વિવાદિત જાહેર કરવા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ પાસે જમીનના કાગળો નથી, તેમણે અતિક્રમણ કર્યું છે. તેને મસ્જિદ કેમ કહેવું જોઈએ? તેથી, મસ્જિદને પણ વિવાદિત માળખું જાહેર કરવું જોઈએ. મુસ્લિમ પક્ષે આની સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે હિન્દુ પક્ષની માંગ બિલકુલ ખોટી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. સેનિટરી પેડના પેકેટ પર રાહુલ ગાંધીનો ફોટો: કોંગ્રેસ 5 લાખ મહિલામાં વહેંચશે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ બિહારમાં 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે. આ સેનિટરી પેડના કવર પર રાહુલ ગાંધીનો ફોટો છપાયેલો છે. લખ્યું છે, ‘માઈ-બહિન માન યોજના, જરૂરિયાતમંદ મહિલાઓને માનદ વેતન – દર મહિને 2500 રૂપિયા.’ બિહાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ કુમારે શુક્રવારે પટનામાં એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે, “અમે બિહારમાં મહિલાઓ માટે ખાસ તૈયારીઓ કરી છે. અમારું લક્ષ્ય ઘરે ઘરે જઈને 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરવાનું છે.” ભાજપે તેને બિહારની મહિલાઓનું અપમાન ગણાવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અજય આલોકે કહ્યું કે આ જાણી જોઈને કરવામાં આવેલું ઘૃણાસ્પદ કૃત્ય છે. બિહારની મહિલાઓ ગરીબ હોઈ શકે છે, પરંતુ તેમનું આત્મસન્માન મરી ગયું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમદાવાદ પ્લેન ક્રેશ, ‘એર ઈન્ડિયા વળતર આપવાનું ટાળી રહી છે’: UKની ફર્મનો ગંભીર આરોપ એર ઈન્ડિયા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિવારોને વળતર ચૂકવવાનું ટાળવા માંગે છે. આ આરોપ યુકેની લો ફર્મ સ્ટુઅર્ટ્સ દ્વારા લગાવવામાં આવ્યો છે, જે 40થી વધુ પીડિત પરિવારોનો કેસ લડી રહી છે. કંપનીના એડવોકેટ પીટર નિનાને કહ્યું છે કે એર ઇન્ડિયાએ વળતર ચૂકવતા પહેલા પરિવારો પાસેથી કાયદેસર રીતે સંવેદનશીલ નાણાકીય માહિતી માંગી હતી, જેનાથી તેમના અધિકારોમાં ઘટાડો થઈ શકે છે. બીજી તરફ, એર ઇન્ડિયાએ આરોપોને નકારી કાઢ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારે વરસાદથી હિમાચલમાં 69નાં મોત, ₹500 કરોડનું નુકસાન:ભૂસ્ખલનને કારણે કેદારનાથ માર્ગ બંધ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના પગલે બનેલી ઘટનાઓમાં અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયાં છે. એક દિવસ પહેલા 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. છેલ્લા 15 દિવસમાં ભારે વરસાદ અને પૂર પ્રકોપથી રાજ્યને લગભગ 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે અલકનંદા બે કાંઠે વહી રહી છે. તેના કિનારા પર બનેલા ઘરો ડૂબી ગયા છે. કેદારનાથ યાત્રાના વિરામ ગૌરીકુંડમાં ભૂસ્ખલન બાદ માર્ગ અવરોધિત થયો છે. બદ્રીનાથ હાઇવે પર નંદપ્રયાગ અને ભાનેરપાણી નજીક ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઈ ગયો હતો, તે હવે ખોલવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીઓના પાણીના સ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે પૂરનું જોખમ વધવા લાગ્યું છે. આ અંગે વહીવટીતંત્ર દ્વારા ચેતવણી જારી કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં વરસાદની એક મજબૂત સિસ્ટમ સક્રિય છે. આને કારણે, ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ એક હોવાના નિવેદનના 24 કલાકમાં જ કોંગ્રેસ-AAP એક ગઇકાલે જ અમદાવાદમાં AAPના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ એક છે. હવે કોંગ્રેસ જોડે AAPનું કોઈ ગઠબંધન નથી, પરંતુ AAP સંયોજકના આ નિવેદનને જાણે કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ના લીધું હોય એમ લાગે છે. આ નિવેદનને હજુ 24 કલાક પણ નથી થયા ત્યાં આજે (4 જુલાઈ) સુરતમાં DGVCLની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં AAPના MLA ચૈતર વસાવા અને કોંગ્રેસના MLA અનંત પટેલ ‘ગઠબંધન’ કરી વિરોધ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરત મોડેલ આપઘાત કેસ: માતાએ કહ્યું, મારી દીકરીએ તો સાચો પ્રેમ કર્યો, પણ ચિંતને તેનો ઉપયોગ જ કર્યો સુરતમાં રહેતી અને મોડેલિંગ કરતી અંજલિ વરમોરા નામની યુવતીએ 7મી જૂને તેના જ ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. મોડેલના આપઘાત કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. અંજલિનાં માતા દક્ષાબેન વરમોરાએ દીકરીના પ્રેમી ચિંતન અગ્રાવત પર ગંભીર આરોપો લગાવ્યા છે, જેના આધારે પોલીસે ચિંતન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અંજલિ વરમોરાના માતા દક્ષાબેને પોતાની દીકરી અને ચિંતન વચ્ચેના પ્રેમસંબંધ અંગે વાતચીત કરી હતી. માતાએ કહ્યું હતું કે, મારી દીકરીએ તો સાચો પ્રેમ જ કર્યો પણ ચિંતને તેનો ઉપયોગ કર્યો. દીકરી હવે આ દુનિયામાં નથી રહી ત્યારે તેને ન્યાય મળે તે માટે ચિંતનને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્ત્વના સમાચારો હેડલાઈનમાં 1. ઈન્ટરનેશનલ : ‘ઊડી જવાનો ડર લાગે છે એટલે પોતાને બાંધીને ઊંઘું છું’:શુભાંશુએ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી વિદ્યાર્થીઓ સાથે વાત કરી; કહ્યું- હું રોજ યોગ કરું છું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. નેશનલ : અમરનાથ યાત્રાઃ પહેલા દિવસે 12,348 શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા:6400 મુસાફરોનો ત્રીજો જથ્થો રવાના થયો; અત્યાર સુધીમાં 3.5 લાખથી વધુ રજિસ્ટ્રેશન વાંચો સંપૂર્ણ સમાચાર 3. સ્પોર્ટ્સ : ભારતનો બાંગ્લાદેશ પ્રવાસ શેડ્યૂલ મુજબ નહીં થાય:સુરક્ષા કારણોસર BCCIએ ઇનકાર કર્યો; BCBએ મીડિયા રાઇટ્સનું વેચાણ મુલતવી રાખ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. ઈન્ટરનેશનલ : રશિયાએ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપી:આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ; તાલિબાને નિર્ણયને બહાદુરી ગણાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5. બિઝનેસ : અમેરિકી કંપનીઓ બજારમાં ઉછાળો અને ઘટાડો કરાવતી હતી:SEBIએ પ્રતિબંધ મૂક્યો, ₹4,844 કરોડની ગેરકાયદેસર કમાણી કરી; સામાન્ય રોકાણકારોને નુકસાન. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ઈન્ટરનેશનલ : મસ્કને લાગ્યો મોટો ઝટકો:ટ્રમ્પનું ‘બિગ બ્યૂટિફુલ બિલ’ US સંસદમાં પસાર થયું, હવે ટેક્સ અને ખર્ચમાં કાપ મુકાશે વાંચો સંપૂર્ણ સમાચાર 7. સ્પોર્ટ્સ : વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે નંબર વન કાર્લસનને ફરી હરાવ્યો:એક મહિનામાં સતત બીજી જીત; ગ્રાન્ડ ચેસ ટુર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં મ્હાત આપી. વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે મેડ્રિડમાં લોકો હાઈ હીલ્સ પહેરીને દોડ્યા સ્પેનના મેડ્રિડમાં 3 જુલાઈના રોજ 8મી વખત હાઈ હીલ્સ રેસનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીસિપેટ્સ 15 સેમી (5.9 ઇંચ) હાઈ હીલ્સ પહેરીને દોડ્યા હતા. આ એન્યુઅલ ઈવેન્ટમાં ભાગ લેવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. રેસ પહેલાં હીલ્સની ઊંચાઈ માપવામાં આવે છે. વિજેતાને 350 એયરોસ એટલે કે લગભગ 33 હજારનું ઇનામ મળે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ‘સેમ્પલ જોઇને એવું લાગતું કે લાશ ઓળખી નહીં શકાય’:પ્લેન ક્રેશ સાઇટ પરથી હજુ પણ મળે છે અંગો, ગુજરાતનું સૌથી લાંબું DNA ઓપરેશન 2. ફિલ્મી ફેમિલી : ભગવાનના પ્રકોપને કારણે અનુપમ ખેર દેવાળિયા બન્યા?:પરિણીત છતાં એક દીકરાની માતાના પ્રેમમાં પડ્યા; કરોડોની સંપત્તિ, પણ રહે છે ભાડાના ઘરમાં 3. ભાસ્કર એક્સક્લૂસિવ અમદાવાદ પ્લેન ક્રેશઃ શું પાઇલટે ખોટું એન્જિન બંધ કર્યું:ફ્યૂઅલમાં ગરબડ કે બંને એન્જિન ફેલ?, 4 કેસ સ્ટડીથી સમજો દુર્ઘટનાની થિયરી 4. આજનું એક્સપ્લેનર:શું ચીનમાં જિનપિંગનો ‘સત્તાપલટો’ થશે; 2 સપ્તાહ ગાયબ રહ્યા, નજીકના અધિકારીઓ બદલવામાં આવ્યા, BRICS સમિટમાં પણ નહીં જાય 5. રાજ-ઉદ્ધવનું એકસાથે આવવું મજબૂરી કે BJPનો સિક્રેટ પ્લાન:ફડણવીસ સાથેની મુલાકાત બાદ રાજનું વલણ બદલાયું, શું નિશાના પર શિંદેની શિવસેના? 6. ગ્રાઉન્ડ રિપોર્ટ : પાટનગર પાસે ગામનાં 30 મકાન 24 કલાક લાઇટ વગરનાં:જ્યાં CMએ ચા પીધી ત્યાં નથી માધ્યમિક શાળા કે ST; વિદ્યાર્થીઓ ગાંઠનું ગોપીચંદન કરીને ભણવા જાય છે 7. મૃત્યુદંડ પાવર ટેબ્લેટ ખાઈને ટ્યૂશન-ટીચરની લાશ સાથે રેપ:પત્ની અને 2 પુત્રીનાં માથાં હથોડાથી ફોડ્યાં, સ્નાન કર્યા પછી પૂજા કરી; જમશેદપુર મર્ડરકેસ પાર્ટ-1 8. Editor’s View: અમેરિકાની ચાલને મોટો ઝટકો:રશિયાએ અફઘાનની તાલિબાન સરકારને માન્યતા આપી, ચીન પણ સમર્થનમાં, ભારતને શું અસર થશે? જાણો A TO Z 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ:મેષ જાતકોને નાણાકીય બાબતોમાં સુધારો થશે, તુલા જાતકોને મોટાભાગના કામ સરળતાથી પૂર્ણ થશે… વધુ વાંચવા ક્લિક કરો તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ