P24 News Gujarat

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઉદ્ધવ-રાજ એકસાથે, કહ્યું-‘જો મરાઠી માટે લડવું ગુંડાગીરી, તો અમે ગુંડા’; નેશનલ હાઇવે પર અડધો ટોલ માફ, ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદ

નમસ્તે,
કાલના મોટા સમાચાર મહારાષ્ટ્રના રહ્યા, જ્યાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ ‘મરાઠી એકતા’ પર એક રેલી યોજી હતી. બીજા મોટા સમાચાર ટોલ ટેક્સને લઈને રહ્યા. નેશનલ હાઈવે પર હવેથી અડધો ટોલ વસૂલવામાં આવશે. માત્ર મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં… ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. પીએમ મોદીનો બ્રાઝિલ પ્રવાસ. પીએમ મોદી બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં હાજરી આપી શકે છે. તેઓ 8 જુલાઈ સુધી બ્રાઝિલમાં સ્ટેટ વિઝિટ પર રહેશે. 2. ઇંગ્લેન્ડ અને ભારતની બર્મિંગહામ ટેસ્ટનો છેલ્લો દિવસ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની બીજી ટેસ્ટનો છેલ્લો દિવસ છે. આ મેચ બર્મિંગહામમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. 📰 કાલના મોટા સમાચારો 1. ‘જો મરાઠી માટે લડવું ગુંડાગીરી છે, તો અમે ગુંડા છીએ’:જે બાળાસાહેબ ના કરી શક્યા એ ફડણવીસે કરી બતાવ્યું, રાજ-ઉદ્ધવ 20 વર્ષ બાદ એક સ્ટેજ પર, કહ્યું- હિન્દી ઠોકી બેસાડશો નહીં મહારાષ્ટ્રમાં હિન્દી પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શનિવારે મુંબઈના વરલી ઓડિટોરિયમમાં ‘મરાઠી એકતા’ પર એક રેલી યોજી હતી. બંનેએ 48 મિનિટ સુધી હિન્દી-મરાઠી ભાષા વિવાદ, મુંબઈ-મહારાષ્ટ્ર, ભાજપ અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે ત્રણ ભાષાની ફોર્મ્યુલા કેન્દ્ર તરફથી આવી છે. હિન્દી સામે કોઈ વાંધો નથી, પરંતુ એને ઠોકી બેસાડવી ન જોઈએ. જો મરાઠી માટે લડવું ગુંડાગીરી છે તો અમે ગુંડા છીએ. ઉદ્ધવ અને રાજ 20 વર્ષ પછી મંચ પર સાથે દેખાયા હતા. તેઓ છેલ્લે 2006માં બાળાસાહેબ ઠાકરેની રેલીમાં સાથે જોવા મળ્યા હતા. ઉદ્ધવને શિવસેનાના વડા બનાવ્યા પછી રાજે અલગ પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવ્યો હતો. એ સમયે બંને વચ્ચેના સંબંધો સારા નહોતા. વધુ વાંચવા ક્લિક કરો… 2. નેશનલ હાઈવે પર અડધો ટોલ વસૂલવામાં આવશે:સરકારે 50% ઘટાડો કર્યો, સવાલ-જવાબમાં આ નવો ફેરફાર સમજો સરકારે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલ ટેક્સમાં 50% સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ખાસ કરીને એવા ધોરીમાર્ગો પર કરવામાં આવ્યો છે જ્યાં પુલ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ સ્ટ્રેચ છે. હવે તમારે અહીં મુસાફરી કરવા માટે ઓછો ટોલ ચૂકવવો પડશે. આનાથી મુસાફરીનો ખર્ચ ઘટશે. અહીં, 7 સવાલો દ્વારા સમજો કે તેનો તમારા પર શું પ્રભાવ પડશે… 3. MPના 20 શહેરોમાં ભારે વરસાદ: રાજસ્થાનમાં સાડા 6 ઈંચ, સામાન્ય કરતા 137% વધુ; હિમાચલમાં અત્યાર સુધીમાં 69 લોકોનાં મોત શુક્રવારે મધ્યપ્રદેશના 20 શહેરોમાં ભારે વરસાદ પડ્યો. મંડલા, સિઓની અને બાલાઘાટ જિલ્લાઓ રેડ એલર્ટ પર હતા. જબલપુરમાં ગેસ સિલિન્ડર ભરેલો ટ્રક પાણીમાં ડૂબી ગયો. મંડલામાં પૂરની સ્થિતિ છે. ટીકમગઢમાં 24 કલાકમાં 6 ઇંચ વરસાદ પડ્યો છે. રાજસ્થાનમાં 1 જૂનથી અત્યાર સુધીમાં સાડા 6 ઈંચ વરસાદ પડ્યો છે, જે સામાન્ય કરતાં 137% વધુ છે. સતત ચોમાસુ સક્રિય હોવાને કારણે, એક પણ જિલ્લો હવે સૂકો નથી. જ્યારે ગયા જુલાઈના પહેલા અઠવાડિયા સુધી 14 જિલ્લાઓ દુષ્કાળની ઝપેટમાં હતા. હિમાચલ પ્રદેશમાં સતત વરસાદથી તબાહી મચી રહી છે. નદીઓના પ્રવાહમાં 14 પુલ ધોવાઈ ગયા છે. રાજ્યમાં 500 રસ્તાઓ સંપૂર્ણપણે બંધ છે. કાંગડા, મંડી, ચંબા અને શિમલા જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનને કારણે 69 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ મંડી જિલ્લામાં છે, જ્યાં 17 લોકોના મોત થયા છે અને 40 હજુ પણ ગુમ છે. વધુ સમાચાર વાંચો… 4. PM મોદી બે દિવસના આર્જેન્ટિનાના પ્રવાસે પહોંચ્યા:બિઝનેસ સમિટમાં ભાગ લેશે, રાષ્ટ્રપતિ જેવિયરને મળશે; લિથિયમ સપ્લાય પર કરાર શક્ય નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના પ્રવાસે આર્જેન્ટિના પહોંચ્યા હતા. અહીં હોટલ પહોંચતા જ ભારતીય સમુદાયના લોકોએ તેમનું સ્વાગત કર્યું. પીએમ બન્યા પછી મોદીની આર્જેન્ટિનાની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ 2018માં G20 સમિટમાં ભાગ લેવા માટે આર્જેન્ટિના ગયા હતા. વધુ સમાચાર વાંચો 5. નીરવ મોદીનો ભાઈ અમેરિકામાં એરેસ્ટ:નેહલ પર PNB કૌભાંડમાં સામેલ હોવાનો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ, ED-CBIએ પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી PNB કૌભાંડના આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBIની પ્રત્યાર્પણ અપીલ પર આ ધરપકડ કરવામાં આવી છે. નેહલની જામીન સુનાવણી 17 જુલાઈએ નેશનલ ડિસ્ટ્રિક્ટ ઓફ હોનોલુલુ (NDOH)માં થશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ધરપકડની પુષ્ટિ કરી છે. PNB કૌભાંડમાં પુરાવાનો નાશ કરવાનો આરોપ અમેરિકામાં એલએલડી ડાયમંડ્સ કૌભાંડ ઉપરાંત નેહલ મોદી પર 13,600 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. ED અને CBI તપાસમાં જાણવા મળ્યું છે કે નેહલે નીરવ મોદીને મદદ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે નકલી કંપનીઓનો ઉપયોગ કરીને ગેરકાયદે નાણાં છુપાવ્યા હતા. વધુ વાંચવા ક્લિક કરો… 6. રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી; અમદાવાદ-વડોદરામાં ધોધમાર વરસાદ, માર્ગો નદીઓમાં ફેરવાયા, ઠેર-ઠેર ટ્રાફિકજામ ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. ગઈ કાલે કચ્છ, પોરબંદર, દ્વારકા, અરવલ્લી, મહીસાગર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયાં સ્થળોએ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકા, વલસાડ તેમજ અમદાવાદ અને વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વધુ સમાચાર વાંચો… 7. પ્રેમી સાથેનો અશ્લીલ વીડિયો વાઇરલ થવાના ડરે યુવતીનો આપઘાત:એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂક્યું, બ્લેકમેલ કરનાર પ્રેમી સહિત બે સામે ગુનો નોંધાયો અમદાવાદમાં પ્રેમસંબંધમાં દગો મળ્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમિકા સાથેની અંગત પળોનો વીડિયો પ્રેમીએ તેના મિત્રને આપી દેતાં યુવતીને આત્મહત્યા કરવી પડી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલા હાઇરાઈઝ એપાર્ટમેન્ટના 14મા માળેથી પડતું મૂકી દેતા 21 વર્ષીય યુવતી મીનાક્ષી (નામ બદલ્યું છે)નું મોત નીપજ્યું છે. મીનાક્ષીની આત્મહત્યા મામલે પોલીસે તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલાં આરોપી અને ભોગ બનનાર વચ્ચે અશ્લીલ વીડિયો બાબતે માથાકૂટ થતાં પોલીસની હાજરીમાં જ વીડિયો ડિલિટ કરાવાયા હતા, જોકે જે-તે સમયે બંને પક્ષે સમાધાન થતાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી, પરંતુ ત્યાર બાદ પણ મૃતક યુવતીને સતત ડર હતો કે તેનો વીડિયો વાઈરલ થઈ જશે. પોલીસે આ મામલે ગુનો નોંધી મોહિત ઉર્ફે મિતરાજની ધરપકડ કરી લીધી છે, જ્યારે હાર્દિકની શોધખોળ હાથ ધરી છે. વધુ સમાચાર વાંચો… 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્ત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલ: દિલ્હીમાં શંકાશીલ પરિસ્થિતિમાં મળ્યા 3 મૃતદેહ:ત્રણેય એક રૂમમાં બંધ હતા, પોલીસની શ્વાસ રુંધાઈને મૃત્યુ પામ્યા હોવાની શક્યતા 2. ઈન્ટરનેશનલઃ ભારત આવીને પોતાની કિડની વેચી રહ્યા છે બાંગ્લાદેશીઓ:આખું ગામ દાણચોરીનો શિકાર બન્યું; રૂપિયા પણ પૂરા ન મળ્યા; લોકો ફક્ત એક કિડની સાથે જીવે છે 3. વકફ કાયદોઃ કેન્દ્ર સરકારનું નવા નિયમોનું નોટિફિકેશન જાહેર:બધી વકફ મિલકતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, 90 દિવસનો સમય આપવામાં આવશે 4. આફતઃ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં પૂરથી 13 લોકોનાં મોત: 20 છોકરીઓ ગુમ; વરસાદ હજુ પણ ચાલુ, હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચાલુ 5. ચેમ્પિયનઃ ગુકેશે ઝાગ્રેબ સુપરયુનાઇટેડ રેપિડ ચેસનો ટાઇટલ જીત્યું:અમેરિકન ખેલાડી વેસ્લી સો ને 36 ચાલમાં હરાવ્યો, 18 માંથી 14 પોઈન્ટ મેળવ્યા 6. સોનું-ચાંદીઃ આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં તેજી:સોનું ₹1237 વધીને ₹97021 પર પહોંચ્યું, ચાંદીનો ભાવ ₹2387 મોંઘો થઈને ₹1.08 લાખ પ્રતિ કિલોએ પહોંચ્યો 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ‘મુસ્લિમોએ હિન્દુ મહિલાના ઘરમાં ઘૂસીને બળાત્કાર કર્યો’:ઉધાર લીધેલા પૈસા કે ધાર્મિક એન્ગલ, બાંગ્લાદેશના આ વાઇરલ વીડિયો પાછળનું સત્ય શું? 2. PM મોદીની જીપ આગળ જય-વીરુની જોડી બેસી ગઈ હતી:વીરુ વિષ્ણુ અવતારનું સ્વરૂપ લાગતો, આંખોમાં રાજા જેવી ચમક હતી; ગર્જના સાંભળીને બીજા સિંહો ડરી જતા 3. મુંબઈના લાફાકાંડમાં પીડિત વેપારીના નવા ઘટસ્ફોટ:હું રાજસ્થાનનો વતની, હિન્દી બોલ્યો તો 10-12 લાફા ઝીંક્યા, સવારથી ફોન આવવા લાગ્યા, ક્રોસ FIRની ધમકી મળી 4. ચાર લાશો ઘરમાં રાખીને મિત્રને જમવા બોલાવ્યો:તક જોઈને હથોડાથી માથું કચડી નાખ્યું, જમશેદપુર મર્ડર કેસ પાર્ટ-2 5. મિશનરીઓનો તોડ શીખ-હિન્દુ સંતો:RSS બેઠકના બે મુદ્દા- 75 વર્ષના PM મોદી રાજનીતિમાં રહેશે કે નહીં, ભાજપ-અધ્યક્ષ કોણ હશે? ​​​​​6. આજનું એક્સપ્લેનર:પહેલા ટ્રમ્પ-મુનીરની ગુપ્ત મુલાકાત, હવે વાયુસેનાના વડા પહોંચ્યા; અમેરિકા-પાકિસ્તાનની નિકટતાની ભારત-ચીન પર શું અસર પડશે 🌍 કરંટ અફેર્સ ​​​​​​⏳ આજના દિવસનો ઈતિહાસ 🌦️ મોસમનો મિજાજ રવિવારનું રાશિફળ:મિથુન જાતકોને ઘરે શુભ કાર્યોની યોજના બનશે, કર્ક જાતકોને જૂના મતભેદો દૂર થશે… વાંચો સંપૂર્ણ રાશિફળ તમારો દિવસ શુભ રહે, વાંચતા રહો દિવ્ય ભાસ્કર એપ

​નમસ્તે,

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *