P24 News Gujarat

કોલકાતાનો ખોફનાક ‘સ્કેલિટન હાઉસ’ કેસ:બહેનની લાશ સાથે US રિટર્ન ભાઇ છ મહિના એક જ રૂમમાં કેદ રહ્યો, દીકરાની હાજરીમાં પિતા બળી મર્યા

10 જૂન 2015.
3 રોબિન્સન સ્ટ્રીટ, કોલકાતા.
કોલકાતાની એ ઉકળાટભરી સાંજે જ્યારે સૂરજનાં કિરણો ધીમે ધીમે શેરીઓમાંથી વિદાય લઈ રહ્યાં હતાં, દક્ષિણ કોલકાતાના પોશ રહેણાંક વિસ્તારમાં એક અજીબ હડકંપ મચી ગયો. 3 રોબિન્સન સ્ટ્રીટના એક ઘરમાંથી કાળો, ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો. પહેલાં તો પડોશીઓને લાગ્યું કે કોઇકે કચરા જેવું કશુંક સળગાવ્યું હશે. પરંતુ જેમ જેમ ધુમાડો વધુ ગાઢ થતો ગયો, ત્યારે તેને ગંભીર માનીને કોઇએ ફાયરબ્રિગેડને જાણ કરી. થોડી જ મિનિટોમાં સાયરન ધણધણાવતી ફાયરબ્રિગેડની ટ્રક શેરીમાં પ્રવેશી. તેની સાથે પોલીસની ગાડી પણ હતી. કોલકાતાના શ્રીમંત ભદ્રલોકની આઇડેન્ટિટી જેવું આ ત્રણ માળનું લાલચટ્ટક ઘર બહારથી એકદમ નોર્મલ દેખાતું હતું. પરંતુ તે દિવસે કોલકાતાના સૌથી ભયાનક ઘટનાક્રમનું કેન્દ્ર બનવાનું હતું. કોઇને ખબર નહોતી કે આ ઘરની અંદર એવું રહસ્ય છુપાયેલું છે, જે માત્ર કોલકાતાને જ નહીં, પરંતુ આખા દેશને હચમચાવી દેશે. ‘બાબા બળી રહ્યા છે’
પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ બંગલાના પ્રાંગણમાં પ્રવેશી. બંગલો ઘણા સમયથી બંધ હોય તેવી હાલતમાં હતો. આંગણામાં એકઠો થયેલો કચરો, ઠેરઠેર ઊગી ગયેલી વનસ્પતિઓ અને લોખંડનો ભારે દરવાજો… આ બધું જ કોઇ અવાવરુ જગ્યાની ફીલ આપતું હતું. ટીમ ધક્કો મારીને લોખંડનો ઝાંપો ખોલીને અંદર પ્રવેશી. લાલ ઇંટોની દીવાલોથી બનેલી જૂનવાણી સ્ટાઇલની ઓસરીમાં પણ ધૂળના થર જામ્યા હતા. અધિકારીઓને પાક્કી ખાતરી હતી કે આ બંધ બંગલામાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવી જોઇએ. પરંતુ કોઇ અગમ્ય પ્રેરણાથી તેમણે ડૉરબેલ દબાવી અને દરવાજો પણ ખખડાવ્યો. સૌના આશ્ચર્ય વચ્ચે થોડીવારે દરવાજો ખૂલ્યો. તે સાથે જ અંદરથી એક અત્યંત વિચિત્ર વાસ બહાર આવી. ગંદા, અસ્તવ્યસ્ત, ઊકળાટભર્યા અને કશુંક સડતું હોય તથા કશુંક બળતું હોય એવી વાસથી આખો અંધારિયો ઓરડો ખદબદતો હતો. ‘ઘરમાંથી ધુમાડો કેમ નીકળે છે? શું થયું?’ એક પોલીસવાળાએ કડક અવાજે પૂછ્યું. જવાબ દેવાને બદલે જાણે કશી પરવા જ ન હોય એમ એ માણસ ખુરશી પર બેસી ગયો. બાજુમાં પડેલો ચાનો કપ ઉઠાવ્યો અને એક ઘૂંટ ભર્યો. તેની આંખોમાં ન ડર હતો, ન ગભરાટ, બસ એક અજીબ ઠંડક, ભયાનક ખામોશી હતી. પોલીસે ફરી પૂછ્યું, ‘આ ધુમાડો શેનો નીકળે છે?’ એણે ચાનો બીજો ઘૂંટ ભર્યો અને અતિશય ટાઢકથી જવાબ આપ્યો, ‘પાછળના બાથરૂમમાં બાબા બળી રહ્યા છે.’ પોલીસવાળાઓ એક ક્ષણ માટે થંભી ગયા. આ જવાબ એટલો વિચિત્ર હતો કે તેને પ્રોસેસ કરવામાં તેમને થોડીવાર લાગી. ‘બાબા બળી રહ્યા છે એટલે શું?’ એક સિપાહીએ જરા ખચકાટ સાથે પૂછ્યું, જાણે એણે સાચું જ સાંભળ્યું છે કે કેમ તેની ખરાઇ કરવા માગતો હોય. ‘જે મેં કહ્યું એ જ. બાથરૂમમાં જાઓ, જોઇ લો’, એ માણસે એ જ શાંત અવાજે જવાબ આપ્યો. તેના અવાજમાં એવી મુર્દા ઠંડક હતી, જે બધાને અસ્વસ્થ કરી રહી હતી. ફાયરબ્રિગેડના જવાનો સાવચેતીથી આગળ વધ્યા અને બાથરૂમના દરવાજા પાસે પહોંચ્યા. એમણે દરવાજો ખખડાવ્યો. દરવાજો અંદરથી બંધ હતો. જ્યારે તેને તોડવામાં આવ્યો, ત્યારે જે દૃશ્ય સામે આવ્યું, તે જોઇને બધા સ્તબ્ધ થઇ ગયા. બાથટબમાં એક વૃદ્ધની ભડભડ સળગતી લાશ પડી હતી, જેના શરીરમાંથી જ્વાળાઓ નીકળી રહી હતી. નજીકમાં તેલની શીશી, માચિસની ડબ્બી અને કેટલાંક બળેલાં કપડાં વેરવિખેર પડ્યાં હતાં. આગમાં સળગતા માણસના માંસની ગંધ અને એ વિકૃત થયેલી લાશની ભયાવહતાએ પોલીસ અને ફાયરબ્રિગેડના જવાનોને હેબતાવી દીધા. પરંતુ સૌથી વધુ પરેશાન કરનારી બાબત હતી એ માણસનું વલણ, જે બહાર નિરાંતે ચા પી રહ્યો હતો, જાણે કંઈ બન્યું જ ન હોય.
***
આ માણસ હતો પાર્થો ડે, અને બળી રહેલી લાશ તેના પિતા, ઓરોબિંદો ડેની હતી. આ ઘર, 3 રોબિન્સન સ્ટ્રીટ, કોલકાતાના સૌથી પોશ વિસ્તારોમાંનું એક હતું, પરંતુ અંદરનું વાતાવરણ કોઈ હોરર ફિલ્મથી ઓછું ન હતું. ઘરમાં ધૂળ-માટીનો જાડો થર, વેરવિખેર પડેલાં પુસ્તકો, જૂનાં લેપટોપ્સ અને એક એવી ભયાનક અનુભૂતિ હતી, જે જોઇને કાચોપોચો માણસ તો ભયથી ફાટી પડે. એ સ્પષ્ટ હતું કે આ ઘરમાં કંઈક ભયાનક લોચો ચાલો રહ્યું હતું. પરંતુ શું? બ્લેક મેજિક? કોઇ ખૂફિયા શેતાની કલ્ટની સાધના? તંત્ર-મંત્ર? માનવ બલિ? કે પછી કંઇક બીજું? આજના ‘ખાખી કવર’માં વાત કરીએ એક્ઝેક્ટ એક દાયકા પહેલાં કોલકાતામાં બનેલા ખોફનાક કેસ વિશે, જે મહિનાઓ સુધી મીડિયામાં ગાજતો રહ્યો, જેણે કોલકાતાના ભવ્ય સાંસ્કૃતિક વારસાને હચમચાવી મૂક્યો અને જેણે માનવ સંબંધો-મૃત્યુ-સાયકોલોજી વિશે સૌને વિચારતા કરી મૂક્યા.
***
‘દીદીનું હાડપિંજર તો એ રૂમમાં પડ્યું’
બાથરૂમમાં સળગતી આગને ઓલવીને મૃતદેહને એમ્બ્યુલન્સમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો. એ પછી તરત જ પોલીસે આ હોરર હાઉસનું રહસ્ય ઊકેલવાની શરૂઆત કરી દીધી. બાથટબની નજીક પોલીસને એક સુસાઇડ નોટ મળી, જેમાં લખ્યું હતું કે ઓરોબિંદો ડેએ જાતે પોતાના પર કેરોસીન છાંટીને આપઘાત કર્યો હતો. નોટમાં લખ્યું હતું, ‘હું મારી મરજીથી આ દુનિયા છોડી રહ્યો છું. મારા મોત માટે કોઈ દોષી નથી. હું 77 વર્ષનો છું. બધાને આશીર્વાદ. અલવિદા પાર્થો. લોટ્સ ઑફ લવ ટુ યુ.’ આ નોટના કારણે પોલીસે શરૂઆતમાં આને આત્મહત્યા માની લીધું. પરંતુ પાર્થોનું વર્તન પોલીસને સતત અકળાવી રહ્યું હતું. પ્રાઇમરી પૂછપરછમાં પાર્થોએ જણાવ્યું કે તેની માતાનું મૃત્યુ 2005માં કેન્સરના કારણે થઈ ચૂક્યું હતું, પરંતુ તેની એક મોટી બહેન દેબજાની પણ આ ઘરમાં રહેતી હતી. જ્યારે પોલીસે પૂછ્યું કે દેબજાની ક્યાં છે, તો પાર્થોનો જવાબ જવાબ સાંભળીને પોલીસ ફરીથી ચોંકી ઊઠી. ‘દીદી તો નહીં આવી શકે.’ તેણે કહ્યું. તેના અવાજમાં ફરીથી એ જ બેપરવાહી હતી. પોલીસે કડકાઈથી પૂછ્યું, ‘તમારી દીદી ક્યાં છે? તમારા પિતાની લાશ અમારે લાશ કોઈને સોંપવી પડશે.’ ‘લાશ લેનારું કોઈ નથી. તમે લોકો જ તેના અંતિમ સંસ્કાર કરી નાખો.’ આ સાંભળીને પોલીસનો ગુસ્સો ફાટી નીકળ્યો. ‘તમારા પિતાનું આટલું દર્દનાક મૃત્યુ થયું છે, તમે જાતે અહીં હાજર છો, અને તમે કહો છો કે લાશ લેનારું કોઈ નથી? તમારી દીદી ક્યાં છે? આટલી મોટી દુર્ઘટના ઘટી છે ને તમે કહો છો કે તમારી બહેન અહીં આવી નહીં શકે?’ પાર્થોએ ફરીથી એ જ શાંત લહેકામાં કહ્યું, ‘દીદી તો ઘરમાં એના રૂમમાં સ્કેલિટન (હાડપિંજર) તરીકે પડી છે.’ આ સાંભળીને પોલીસ અધિકારીઓના ચહેરા પર ગુસ્સા અને ડરના મિશ્રિત ભાવ ઊભરી આવ્યા. આ શું બકવાસ હતો? સ્કેલિટન એટલે શું? શું આ માણસ પાગલ હતો, કે કોઈ ભયાનક મજાક કરી રહ્યો હતો? પોલીસે વિચાર્યું કે કદાચ પાર્થોની માનસિક સ્થિતિ ઠીક નથી, પરંતુ તેની વાતો એટલી વિચિત્ર હતી કે તે સાચી પણ હોઈ શકે. પુસ્તકોની દીવાલ પાછળ ત્રણ હાડપિંજર હતાં
પોલીસની ટીમ ફોરેન્સિક એક્સપર્ટોની સાથે ઘરમાં દાખલ થઇ. જીવતી લાશ જેવો પાર્થો ડે પણ પોલીસની સાથે હતો. પોલીસે એને બહેનનો રૂમ બતાવવાનું કહ્યું એટલે એણે ઉપરની તરફ આંગળી ચીંધી. ઘરની અંદરનું દૃશ્ય હોલિવૂડની કોઇ હોરર ફિલ્મને પણ આંટે તેવું ખોફનાક હતું. આખા ઘરમાં ચમત્કાર અને અગમનિગમની વાતો કરતી અમેરિકન વક્તા જોયસ મેયરનો અવાજ ગૂંજી રહ્યો હતો. ફર્શ પર ધૂળનો જાડો થર જામ્યો હતો. ચારેકોર પાર વિનાનાં પુસ્તકો વેરવિખેર પડ્યાં હતાં. આખા ઘરમાં વીસ હજારથી પણ વધુ આધ્યાત્મિક પુસ્તકો, જૂનાં અખબારો, છૂટા કાગળોમાં કરેલી નોંધો, ડાયરીઓ જેવી અઢળક ચીજો વેરાયેલી પડી હતી. એવું લાગતું હતું જાણે આ ઘરમાં મનુષ્યો નહીં, પણ ભૂતો રહેતાં હોય. પાર્થોએ પોલીસને એક બંધ રૂમ તરફ ઈશારો કર્યો, ‘જુઓ, દીદી ત્યાં છે.’ પોલીસે સાવધાનીથી દરવાજો ખોલ્યો. રૂમની અંદર પુસ્તકોની એક ઊંચી દીવાલ હતી, જે પોતાની પાછળ કોઇ ડાર્ક સિક્રેટ સંતાડીને ઊભી હતી. એ દીવાલની પાછળ એક પલંગ હતો, અને એ પલંગ પર… એક સંપૂર્ણ રીતે કપડાં પહેરેલું માનવ હાડપિંજર પડ્યું હતું! નજીકમાં કેટલીક ખાવાની-પીવાની વસ્તુઓ, કેટલાંક ટેડી બેર, અને ઢગલાબંધ પુસ્તકો વેરવિખેર પડેલાં હતાં. પરંતુ આ તો માત્ર શરૂઆત હતી. એ પલંગના એક ખૂણામાં બે અન્ય હાડપિંજર હતાં—પરંતુ મનુષ્યોનાં નહીં, પણ તેમના બે લેબ્રાડોર કૂતરાઓનાં. પોલીસવાળાઓ સ્તબ્ધ થઈ ગયા. આ શું હતું? એક ઘર, જે બહારથી આટલું સામાન્ય દેખાતું હતું, અંદરથી કબ્રસ્તાન બની ગયું હતું. પાર્થોએ ભાવવિહિન ઠંડા અવાજમાં કહ્યું, ‘મેં કહ્યું હતું ને, દીદી સ્કેલિટન ફોર્મમાં છે.’ ‘કંકાલ બાડી’, ‘હોરર હાઉસ’
3 રોબિન્સન સ્ટ્રીટની આ ઘટના હવે કોલકાતાની શેરીઓમાં જંગલની આગની જેમ ફેલાઈ ગઈ હતી. એ ઘરની બહાર લોકોનાં ટોળાં જામ્યાં હતાં. ન્યૂઝ ચેનલોની બ્રોડકાસ્ટિંગ વાનો ખડકાઇ ગઇ હતી.
મીડિયાએ તેને ‘કંકલ બાડી’ કે ‘હાઉસ ઓફ હોરર’ નામ આપી દીધું હતું. કોઇકે વળી 1960માં આવેલી હોલિવૂડની સસ્પેન્સ ફિલ્મ ‘સાયકો’ સાથે પણ આ ઘટનાક્રમની સરખામણી કરી. એ ફિલ્મમાં પણ એક યુવાન પોતાની મૃત માતાનો મૃતદેહ વર્ષો સુધી ઘરમાં સાચવી રાખે છે. અખબારોએ અને ન્યૂઝ ચેનલોએ આ ઘરમાંથી મળેલી સળગતી લાશના સમાચારો મરી-મસાલા ભભરાવીને પબ્લિશ કર્યા હતા. કેટલાકે તેને કાળા જાદુ સાથે જોડી, કેટલાકે શેતાની વિધિઓની વાત કરી, જ્યારે કેટલાકે તેને એક પાગલ પરિવારની વાત કહી. લોકો આ ઘરની સામે સેલ્ફી લેવા માટે આવવા લાગ્યા, જાણે તે કોઈ ટૂરિસ્ટ સ્પોટ હોય. તેની બહાર રોડ પર ચા વેચનારાને ત્યાં તડાકો પડ્યો હતો. સામાન્ય દિવસોમાં રોજના ચાલીસેક કપ ચા વેચનારાએ કહ્યું કે એણે એક જ દિવસમાં 650 કપ ચા વેચી દીધી, કારણ કે લોકો આ ‘હાઉસ ઓફ હોરર’ જોવા માટે ઊમટી પડ્યા હતા. છ મહિનાથી બહેનની લાશ સાથે જ રહેતો
ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું કે દેબજાનીની લાશ લગભગ છ મહિના જૂની હતી. આનો અર્થ એ થયો કે પાર્થો છેલ્લા છ મહિનાથી તેની મૃત બહેનના હાડપિંજર સાથે એક જ ઘરમાં રહેતો હતો. તેની સાથે જ એ ખાતો-પીતો અને સૂઇ જતો. એવી વિકૃત અફવાઓ પણ ફેલાઈ હતી કે પાર્થો તેની બહેનના શબ સાથે સેક્સ પણ કરતો હતો, પરંતુ આ અફવાઓ માત્ર સનસનાટીભરી હતી. સત્ય એ હતું કે પાર્થો તેની બહેનને એટલો પ્રેમ કરતો હતો કે તે તેના મૃત્યુને સ્વીકારી શકતો ન હતો. પૂછપરછમાં પાર્થોએ પોલીસને કહ્યું, ‘મેં કોઈ ગુનો કર્યો નથી. દીદી રોજ મને રાત્રે મળવા આવતી હતી. તેથી હું તેના અને તેના ટેડી બેર માટે ખાવાનું રાખતો હતો.’ તેની વાત સાંભળ્યા પછી પોલીસને વિશ્વાસ જ ન આવ્યો કે કોઈ આટલું ડિસ્ટર્બ કેવી રીતે થઈ શકે. પ્રોપર્ટી વિવાદ, બ્લેક મેજિક, શંકા-કુશંકાનો વારસો
પાર્થો ડેના સંબંધીઓ અને અન્ય લોકોની પૂછપરછ અને ગહન ઇન્વેસ્ટિગેશનમાંથી આ બંગાળી પરિવારનો કાળોડિબાંગ ઇતિહાસ બહાર આવ્યો. પાર્થો અને દેબજાની ડે અત્યંત શિક્ષિત અને શ્રીમંત પરિવારનાં હતાં. પાર્થોએ એન્જિનિયરિંગ કર્યું હતું અને TCS તથા ઇન્ફોસિસ જેવી મલ્ટિનેશનલ કંપનીઓમાં જોબ પણ કરી હતી. જ્યારે દોબજાની કોલકાતાની એક નામાંકિત શાળામાં સંગીત શિક્ષક હતી. તેના પિતા ઓરોબિંદો ડે બેંગ્લોરમાં એક બ્રિટિશ કંપનીમાં ડિરેક્ટર હતા અને 1987માં નિવૃત્ત થયા પછી 1989માં આ ઘરમાં આવ્યા હતા. પરંતુ આ પરિવારની એક કાળી બાજુ હતી. પાર્થોના દાદા ગદાધર ડેએ દાયકાઓ પહેલાં ‘3 રોબિન્સન સ્ટ્રીટ’ ખાતે ત્રણ માળનું આ ભવ્ય ઘર બનાવ્યું હતું, જ્યાં પાર્થોનો પરિવાર અને તેના કાકા અરુણ ડે સાથે રહેતો હતો. દાદા ગદાધર ડેનું અવનસાન થયા પછી પાર્થોના પિતા અને કાકા યાને કે ઓરોબિંદો અને અરુણ ડે વચ્ચે મિલકત મુદ્દે ઝઘડા થયા કરતા હતા. મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હતો. પાર્થોનાં દાદી હંમેશાં તેના નાના પુત્ર (પાર્થોના કાકા) અરુણનો જ પક્ષ લેતાં હતાં, જેના કારણે અરબિંદો અને તેની પત્ની અનુરાધાને લાગવા માંડ્યું હતું કે તેમની વિરુદ્ધ કોઇ ષડ્યંત્ર થઇ રહ્યું છે. એટલું જ નહીં, તેમના પર કાળા જાદુનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ‘મારી સેક્સ્યુઆલિટી ચેક કરવા મમ્મી નોકરાણીને મોકલતી’
પાર્થોની માતા તેનાં બાળકોને વારંવાર આ અંગે ચેતવણી આપતી હતી. પરિણામ એ આવ્યું કે આ માન્યતા પાર્થો અને દેબજાનીના મનમાં ઊંડે સુધી બેસી ગઈ. તેમની માતા પોતાનાં બાળકો પ્રત્યે અત્યંત પ્રોટેક્ટિવ હતી. એ હદે કે તેણે પોતાનાં દીકરા-દીકરી બંનેને બહારની દુનિયાની સતત અળગાં રાખ્યાં. તેમને મિત્રો પણ બનાવવા ન દીધાં. ભાઈ-બહેનને તે એક જ કારમાં શાળાએ જવાની મંજૂરી પણ ન આપતી. પોલીસને પાર્થોની ડાયરીમાંથી કેટલીક ચોંકાવનારી બાબતો પણ મળી. પાર્થોએ લખેલું કે તેની માતાને લાગે છે કે તે (પાર્થો) નપુંસક છે, અને તે એની સેક્સ્યુઆલિટીની ચકાસણી કરવા માટે એના રૂમમાં એક નોકરાણીને પણ મોકલતી હતી. તેની માતાએ પણ દેબજાની સાથે પણ આવું જ કંઇક કર્યું હોવાના આક્ષેપો થયા હતા. જો કે, આ બાબતો સાચી છે કે પાર્થોની ડિસ્ટર્બ્ડ માનસિક સ્થિતિનું પરિણામ હતું તે ક્યારેય સ્પષ્ટ થયું ન હતું. એક ટ્રેજેડી અને આભ તૂટી પડ્યું
પાર્થો અને દેબજાનીએ તેમનું બાળપણ આ અત્યંત કંટ્રોલ્ડ અને વિચિત્ર વાતાવરણમાં વિતાવ્યું હતું. પાર્થો તેજસ્વી વિદ્યાર્થી હતો પરંતુ સામાજિક રીતે અત્યંત ઑકવર્ડ હતો. તેની માતાએ તેને અને તેની બહેનને કાલ્પનિક દુનિયામાં ફસાવી રાખ્યા જ્યાં માત્ર ત્રણ જ જણાં હતાંઃ પાર્થો, એની બહેન દેબજાની અને એની માતા અનુરાધા. પરંતુ થોડાં વર્ષ પછી પાર્થો અમેરિકા ગયો અને ત્યાં કામ કરવા લાગ્યો, ત્યારે જીવન થોડા સમય માટે સામાન્ય થઈ ગયું. ત્યાં જ ફરી પાછી એક દુર્ઘટના ઘટી અને આખો પરિવાર હંમેશ માટે પતનની ખાઇમાં ગરકાવ થઇ ગયો. 2005માં પાર્થોની માતાને કેન્સર હોવાનું નિદાન થયું. વળી, આ કેન્સર ટર્મિનલ સ્ટેજમાં પહોંચી ચૂક્યું હતું, યાને કે તે શરીરમાં એટલે ઊંડે સુધી પ્રસરી ચૂક્યું હતું કે તેનો ઇલાજ શક્ય નહોતો. અંતિમ સમયમાં માતાની સાથે રહેવા માટે પાર્થો અમેરિકાથી પાછો આવી ગયો અને બંને ભાઇ-બહેન માતાની સેવામાં લાગી ગયાં. થોડા સમયમાં જ માતાનું મૃત્યુ થયું અને આખી દુનિયાથી કપાયેલાં ભાઇ-બહેન પાર્થો અને દેબજાની સંપૂર્ણપણે ભાંગી પડ્યાં. તેમના પિતા ઓરોબિંદો તેમની સાથે હતા, પરંતુ તે પોતે પણ પાછલા દોઢ દાયકાથી પરિવારમાં ચાલી રહેલા ઝઘડા અને પત્નીના શંકાશીલ સ્વભાવથી ત્રસ્ત થઇને મૂક, નિઃસહાય દર્શક બનીને રહી ગયા હતા. બંને ભાઇના પરિવારો વચ્ચે વર્ષો થયે ચાલ્યો આવતો સંપત્તિનો વિવાદ એ હદે વકરી ચૂક્યો હતો કે હવે અરુણ ડેનો પરિવાર કોલકાતામાં બીજે ઠેકાણે રહેવા ચાલ્યો ગયેલો. તેના ભાઇ ઓરોબિંદો સાથે તેમને બોલવા-ચાલવાનોયે સંબંધ રહ્યો નહોતો. આથી અનુરાધાના મૃત્યુબાદ પિતા અને તેમનાં બંને સંતાનો ત્રણ માળના મકાનમાં એકલાં રહી ગયાં હતાં. કરોડોના શહેરમાં એકલતાની ભીંસ
માતા અનુરાધાના ઓવર પ્રોટેક્ટિવ સ્વભાવે બંને સંતાનોને મેન્ટલી અને ઇમોશનલી સાવ પાંગળાં બનાવી દીધાં હતાં. માતાની ગેરહાજરીમાં કેવી રીતે સ્વસ્થ જીવન જીવવું તે આ ભાઇ-બહેનને ખબર જ નહોતી. બંનેએ નોકરી છોડી દીધી અને ત્રણેય રોબિન્સન સ્ટ્રીટના એ ઘરમાં સાથે રહેવા લાગ્યાં. બહારની દુનિયા સાથે ધીમે ધીમે તેમણે સંપર્ક કાપવા માંડ્યો અને એકલવાયું જીવન ગાળવા લાગ્યાં. અહીંથી તેમના જીવનમાં કાળો વળાંક આવ્યો. તેઓ બંને હતાશ અને એકલાં હતાં. તેઓએ હજારો કોમિક્સ વાંચવાનું શરૂ કર્યું, રંગીન પુસ્તકો, અને તેમના ઉદાસીને દબાવવા માટે ફાસ્ટ ફૂડ ખાવા માંડ્યાં. ઇમોશનલ ટેકો મેળવવા માટે તેમણે બે લેબ્રાડોર કૂતરાં પણ પાળ્યાં. પરંતુ જ્યારે આ બધું અપૂરતું સાબિત થયું ત્યારે તેઓ ધર્મ અને આધ્યાત્મિકતા તરફ વળ્યાં. તેઓ બંને ધાર્મિક પુસ્તકો વાંચવા લાગ્યાં, ચમત્કાર અને આત્મા-પરમાત્મા સાથે કોન્ટેક્ટ કરવાની વાતો કરતી જોય્સ મેયર જેવાં ઇન્ટરનેશનલ વક્તાઓને સાંભળવા લાગ્યાં. ધીમે ધીમે બંને એક ભયાનક માનસિક વમળમાં ફસાઇ ગયાં. એક જ ઘરમાં પિતાને દીકરીના મોતની ખબર ન પડી!
આખરે દેબજાની અને પાર્થો એક રૂમમાં પુરાઇ રહેવા લાગ્યાં. તેમના પિતાએ વિરોધ કર્યો, પરંતુ ભાઇ-બહેને તેમની સાથે વાત કરવાનું બંધ કરી દીધું. તેઓ માત્ર ટૂંકી નોંધો-ચબરખીઓ દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. તેમના બે લેબ્રાડોર કૂતરા પણ તેમની સાથે એક જ રૂમમાં રહેતા હતા. ત્યારે બીજી દુર્ઘટના સર્જાઈ. તેમના બંને કૂતરા ઓગસ્ટ 2014માં મૃત્યુ પામ્યા. આનાથી નવેસરથી ભાંગી પડેલી દેબજાનીએ નક્કી કર્યું કે તે ‘આધ્યાત્મિક શુદ્ધિકરણ’ માટે આમરણાંત ઉપવાસ કરશે. એણે ખાવા-પીવાનું સદંતર બંધ કરી દીધું. પરિણામે 29 ડિસેમ્બર 2014ના રોજ ભૂખમરાથી તેનું મૃત્યુ થયું. પાર્થોએ મનોમન નક્કી કરી નાખેલું કે તે બહેનના મૃતદેહનો અગ્નિસંસ્કાર નહીં જ કરે. તે માનતો હતો કે તેની બહેનનો આત્મા તેના શરીરમાં પાછો આવશે. પાર્થો બહેનના રૂમને ટેપ વડે સીલ કરી દીધો, જેથી દુર્ગંધ બહાર ન આવે. તેણે તેની બહેનના હાડપિંજર સાથે રહેવાનું શરૂ કર્યું. એની બહેન જાણે જીવતી જ હોય તે રીતે વર્તવાનું એણે શરૂ કર્યું. તે રોજ એના માટે ખાવાનું લાવતો, એની સાથે વાતો પણ કરતો. જોવા જેવી વાત એ હતી કે મૃત્યુ પામેલા તેમના બંને કૂતરાના મૃતદેહ પણ એ જ રૂમમાં હતા. સડી રહેલા એકસાથે ત્રણ ત્રણ મૃતદેહોની માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વચ્ચે પાર્થો રહેતો હતો. જ્યારે પાછળથી એને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે, ‘મને મારી બહેનની દુર્ગંધ થોડી આવે?’ આશ્ચર્ય કહો કે આઘાતની વાત એ હતી કે પાર્થો અને દેબજાનીના પિતા આ જ મકાનમાં રહેતા હતા, પરંતુ તેમને પોતાની દીકરી મૃત્યુ પામી છે તેની ખબર સુદ્ધાં નહોતી! પાછળથી પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું કે પિતા ઓરોબિંદોને તેમની પુત્રીના મૃત્યુ વિશે છેક ત્રણ મહિના પછી માર્ચ 2015માં જાણવા મળ્યું હતું. આ બધું હવે તેમની સહનશક્તિની બહારનું હતું. એક સિમ્પલ ફોન કરીને કે ઘરની બહાર જઇને મદદ મેળવવાને બદલે પિતા ઓરોબિંદોએ જાતે જ બળી મરીને આ શારીરિક-માનસિક ત્રાસમાંથી કાયમ માટે છૂટકારો મેળવી લેવાનું નક્કી કર્યું. 10 જૂન, 2015ના રોજ, ઓરોબિંદોએ બાથરૂમમાં પુરાઇને શરીરે કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી. તેનો ધુમાડો ઘરની બહાર નીકળ્યો અને વાત પોલીસ સુધી પહોંચી. દુનિયાએ ક્યારેય ભૂતકાળ ભૂલવા ન દીધો
આખો ઘટનાક્રમ બહાર આવ્યા પછી પાર્થોને કોલકાતાની પાવલોવ મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેની માનસિક સ્થિતિની ગહન તપાસ કરવામાં આવી. ડૉક્ટરોએ તેને ‘શેર્ડ સાયકોસિસ’ (Shared Psychosis)નો કેસ કહ્યો. આ માનસિક બીમારીમાં એક વ્યક્તિની માનસિક વિકૃતિ તેની નિકટની બીજી વ્યક્તિને પણ અસર કરે છે. પાર્થોની સ્કિઝોફ્રેનિયાની પણ સારવાર કરવામાં આવી અને થોડા સમય પછી તે સ્વસ્થ થવા લાગ્યો. તેણે મધર ટેરેસાના NGO ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ સાથે કામ કરવાનું શરૂ કર્યું, અને સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કર્યો. એણે અન્ય એક ઠેકાણે ફ્લેટ ભાડે રાખીને રહેવાનું પણ શરૂ કર્યું. પરંતુ સમાજે તેને ક્યારેય સ્વીકાર્યો નહીં. લોકો તેને ‘કંકાલ બાડી વાલા’ કહીને ટોણા મારતા હતા. ભૂતકાળની ભૂતાવળો અને નિર્દયી દુનિયાનાં અપમાનો વેઠી વેઠીને પાર્થો એટલો ત્રાસી ગયો કે 2017માં એણે વટગંજના નવા ફ્લેટમાં આત્મહત્યા કરી લીધી. તેના પિતાની જેમ જ તેની સળગી ગયેલી લાશ બાથરૂમમાંથી મળી આવી હતી. ત્યારે તેની ઉંમર માત્ર 44 વર્ષ હતી. તે પહેલાં ‘3 રોબિન્સન સ્ટ્રીટ’ ખાતેનું ઘર 2016માં વેચવામાં આવ્યું હતું. પ્રદીપ કુંડલિયા નામના રિયલ એસ્ટેટ ડીલરે તેને ખરીદ્યું હતું. છેલ્લા એક દાયકાથી આ ઘર એ જ ભૂતિયા હાલતમાં બંધ પડ્યું છે. તેના નવા માલિકોએ તેને રિડેવલપ કરવા વિશે વિચાર્યું નથી. પાડોશીઓ કહે છે કે અઠવાડિયે એકાદવાર સફાઇ કામદારો આવીને ઘરની સાફ-સફાઇ કરી જાય છે. પરંતુ અંદર પાર્થો અને દેબજાનીનો રૂમ તાળું મારીને બંધ જ રાખવામાં આવ્યો છે. ઘરની અંદરનો અંધકાર અને ઘર ફરતેનું રહસ્યનું કુંડાળું હજીયે યથાવત છે. લોકો માટે આ ઘર આજે પણ ‘હોરર હાઉસ’ છે. ઘણા લોકો આજેય તેને જોવા માટે આવતા રહે છે. ગયા વર્ષે બંગાળી ડિરેક્ટર કમલેશ્વર મુખર્જીએ એક OTT પ્લેટફોર્મ માટે આ ઘટનાક્રમ પરથી ‘રોબિન્સન સ્ટ્રીટ હોરર સ્ટોરી’ નામે ડોક્યુમેન્ટરી સિરીઝ પણ બનાવી હતી. ત્યારે આ ખોફનાક ઘટનાક્રમ ફરીથી ચર્ચામાં આવ્યો હતો. મન અને મનીની માયાજાળ
વક્રતા જુઓ. જે પ્રપર્ટી માટે પાર્થો અને દેબજાનીનાં માતા-પિતાએ પોતાના સગાભાઇ અને તેમના પરિવાર સાથે દોઢ દાયકા સુધી ઝઘડા કર્યા તેનું અંતે શું થયું? એ મકાન 27-30 કરોડ રૂપિયા જેટલી જંગી કિંમતે વેચાયું હતું. પાર્થોએ આત્મહત્યા કરી ત્યારબાદ તેના ખાતામાંથી એક કરોડ રૂપિયા ઉપરનું બેલેન્સ મળી આવ્યું હતું. આ તમામ સંપત્તિ આખરે તેમના કાકા અને તેમના પરિવારના જ ફાળે ગઇ. એ સંપત્તિ જેના માટે પાર્થો ડેના પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી અને પોતાનું જીવન બરબાદ કરી નાખ્યું. ‘3 રોબિન્સન સ્ટ્રીટ’ના આ ઘરમાં ઘટેલી વિભિષિકા માત્ર એક રિયલ લાઇફ હોરર સ્ટોરી નથી. પરંતુ માનસિક સ્વાસ્થ્યને અવગણવું કેટલું જોખમી હોઈ શકે છે તેની એક વૉર્નિંગ પણ છે. જો પાર્થો અને તેના પરિવારને સમયસર મદદ મળી હોત તો કદાચ આ સ્ટોરી અલગ હોત. આ સ્ટોરી આપણને શીખવે છે કે માનવ મનની કાળજી લેવી શરીરની કાળજી જેટલી જ મહત્ત્વપૂર્ણ છે. જ્યાં સુધી આપણે માનસિક સ્વાસ્થ્યને ગંભીરતાથી નહીં લઈએ ત્યાં સુધી આપણાં મગજમાંથી ફરીફરીને આવાં હાડપિંજર નીકળ્યાં જ કરશે.

​10 જૂન 2015.

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *