રાજ્ય સરકાર સર્વ શિક્ષા અભિયાનમાં બાળકો ભણે અને આગળ વધે તેવા સૂત્ર સાથે વડોદરા સહિત રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. જેમાં પ્રવેશના આંકડા સરકાર માનભેર પ્રસિદ્ધ કરે છે. જોકે સિક્કાની બીજી બાજુનું કડવું સત્ય એ છે કે, વડોદરા જિલ્લાના કરજણની પિંગલવાડા પ્રાથમિક શાળા સહિત 69 પ્રાથમિક શાળાઓની હાલત ખસ્તા છે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આ 69 સ્કૂલોમાં 216 ક્લાસ રૂમ જર્જરિત છે. જ્યારે પિંગલવાડાની શાળામાં જર્જરિત ઓરડામાં બાળકો વરસાદમાં ટપકતી છત નીચે અભ્યાસ કરવા બેસે છે. વરસાદી પાણી ઝીલવા ટબ મૂકવાનો વારો આવ્યો છે. દિવ્ય ભાસ્કરે પ્રવેશોત્સવની ઉજવણીમાં જર્જરિત સ્કૂલોની મુલાકાત લીધી હતી. જેમાં કરજણના પિંગલવાડાની પ્રાથમિક શાળામાં પ્રવેશ સાથે જ સામે નોટિસ લગાવી છે કે, ‘પ્રવેશ નિષેધ, જર્જરિત ઓરડા હોવાથી અહીં કોઈએ પ્રવેશ કરવો નહીં.’ આ સ્કૂલમાં 5થી વધુ ઓરડાઓ હતા, પણ શિક્ષકોની લાચારી અનુસાર સ્કૂલમાં 4 જર્જરિત ઓરડામાંથી જે ઓછા જર્જરિત હોય તેવા ઓરડામાં બાળકોને અભ્યાસ કરવા બેસાડવાં પડે છે. આ સ્કૂલની દીવાલો અને પિલરોમાં પણ તિરાડો છે. જિલ્લાના કરજણ સિવાય ડભોઈ, પાદરા સહિતની કેટલીક પ્રાથમિક સ્કૂલોની હાલત પણ દયનીય છે. જેમાં દશરથમાં બાલવાડી જર્જરિત હોવાથી બાળકોને ખાનગી મકાન ભાડે રાખી ભણાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોપ આઉટની શક્યતા ધરાવતાં બાળકોને શોધી કાઢ્યાં હતાં અને બાળકો શિક્ષણ ન છોડે તેવા પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. ડભોઈનાં 148, ડેસરનાં 30, કરજણનાં 153, પાદરાનાં 114, સાવલીનાં 75, શિનોરનાં 18, વડોદરા તાલુકાનાં 98 અને વાઘોડિયાનાં 157 બાળકોના ડ્રોપ આઉટની શક્યતાઓ શિક્ષણ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. સ્કૂલોમાં સુરક્ષા જ ન હોવાથી, વાલીઓમાં ભય હોવાથી પણ ડ્રોપ આઉટની સંભાવના વધી છે. એઆઇથી ડ્રોપઆઉટ થવાની શક્યતા ધરાવતાં 164 શાળાનાં 79 બાળકો શોધ્યાં
શિક્ષણ વિભાગે ડ્રોપ આઉટની શક્યતા ધરાવતાં બાળકો એઆઈથી શોધ્યાં હતાં. પ્રવેશોત્સવ વેળા ડ્રોપ આઉટની સંભાવના ધરાવનાર 793 બાળકો અભ્યાસ ન છોડે તે માટે પ્રયાસ કરાયા છે. જોકે કેટલાં બાળકોએ પુનઃ પ્રવેશ કર્યો તેની વિગતો સામે આવી નથી. વડોદરા જિલ્લાની 59 પ્રાથમિક શાળામાં શૌચાલયો સુધ્ધાં જર્જરિત હાલતમાં
વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા એમ.આઈ. પટેલે જણાવ્યું હતું કે, અમે વડોદરા જિલ્લા પંચાયતની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શૌચાલયોની વ્યવસ્થા નથી તેવો પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી કુલ 59 સ્કૂલોમાં શૌચાલયો જર્જરિત હાલતમાં હોવાનું જણાવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, સ્કૂલોમાં શૌચાલયો હોવાં અત્યંત જરૂરી છે, બાળકો સ્કૂલમાં ભણવા આવતાં હોવાથી તેમની જરૂરિયાતમાં શૌચાલયો પણ આવતાં હોય છે. જિલ્લાની 164 સ્કૂલોમાંથી 793 બાળકો ડ્રોપ આઉટ થવાની શક્યતા ધરાવતાં હતાં
વડોદરા જિલ્લાની 69 સ્કૂલોના 216 ક્લાસ રૂમ જર્જરિત હાલતમાં છે. જેથી અન્ય ક્લાસરૂમમાં બાળકોના અભ્યાસાર્થે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. > એમ.આર.પાંડે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્કૂલમાં જર્જરિત ઓરડાનાં બોર્ડ છતાં પણ શિક્ષણ કાર્ય ચાલુ
પિંગલવાડા પ્રાથમિક શાળાના પ્રવેશ દ્વારની સામે જ આવેલા બે ઓરડાની બહાર પ્રવેશ નિષેધ, જર્જરિત ઓરડામાં પ્રવેશ કરવો નહીં તેમ લખવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્કૂલના અન્ય બે ઓરડાની બહાર પણ આ રીતે લખાણ લખવામાં આવ્યું છે. જોકે વિદ્યાર્થીઓને ચોમાસામાં આ જર્જરિત ઓરડામાં જ બેસીને અભ્યાસ કરવો પડે છે. કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોણ લેશે તે સવાલ ઊભો થયો છે.