P24 News Gujarat

પહેલીવાર પાટીલના અધ્યક્ષસ્થાને મેટ્રોની મિટિંગ મળી:વિકાસને કારણે ખાડીપૂર આવ્યાનું ચિત્ર સિંચાઇ વિભાગે બતાવ્યું, CR પાટીલે તતડાવી કહ્યું, ‘રમતો બંધ કરો, જવાબદારી તમારી છે’

સિંચાઇ વિભાગનું પ્રેઝન્ટેશન : વિકાસને કારણે પૂર આવ્યું : શનિવારે બપોરે સવા ત્રણ વાગ્યે એડિશનલ કલેક્ટર વિજય રબારીએ મિટિંગમાં આવેલા મંત્રી સહિત તમામનું વેલકમિંગ કર્યા પછી સીધું સિંચાઇ વિભાગે પ્રેઝન્ટેશન શરૂ કર્યું હતું. એક પછી એક સ્લાઇડમાં ખુલ્લી જગ્યાઓ, વિકાસ, ઊંચી-ઊંચી ઇમારતો, નવા-નવા રોડ, ટી.પી. સ્કીમો બતાવવામાં આવી હતી અને આ બધા વિકાસને કારણે ખાડીમાં જતા પાણીનું વહેણ અટકી ગયું હોવાનો ચિતાર બતાવ્યો હતો. આ પછી સોલ્યૂશનના ભાગરૂપે ખાડી નદીમાં ડાયવર્ટ કરવાની વાત કરી હતી અથવા તો શહેરમાં ખાડીનું પાણી આવે છે તે પહેલા એક મોટો પોન્ડ બનાવવાનું સૂચન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓને કહ્યું, ‘મેટ્રોનું કામ એવી રીતે ન કરો કે લોકોનો રોજગાર છીનવાય’
ખાડીપૂરનો મુદ્દો પતી ગયા પછી મેટ્રોનો મુદ્દો ઊઠ્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રીતસર મેટ્રોના અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું હતું કે છ-છ મહિના પહેલાથી બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરી દો છો. એટલે લાખો લોકોના ધંધા-રોજગાર છીનવાઇ જાય છે. જે સ્થળે કામગીરી કરવાની છે ત્યાં 4 દિવસ પહેલા બંધ કરોને. લોકોની તકલીફોનો તો વિચાર કરો. આ કહેતા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી બોલ્યા હતા કે, પાલ, ઉમરા, ભેંસાણમાં આટલા વર્ષોમાં ક્યારેય પાણી ભરાયા નથી. આ વખતે પહેલીવાર મેટ્રોના કારણે પાણી ભરાયા. આ પછી સી.આર. પાટીલે કહ્યું કામગીરી કરતા પહેલા કોર્પોરેશનની મંજૂરી લો. ખાડીપૂર નિવારવા આ સુચના અપાઇ ત્વરિત ટિપ્પણી મૃગાંક પટેલ, એિડટર; ટેબલટોક શરૂઆત છે, હવે પરિણામ જોઇએ
ઇ ન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઇલ, ડાયમંડ જેવી ઘણી ઇન્ડસ્ટ્રીઝ મામલે વિશ્વના નકશા પર ચમકતું સુરત ખાડીપૂરના કલંકથી બદનામ હતું. સુરતીઓ 7 વર્ષથી ખાડીપૂરનો સામનો કરી રહ્યા હતા, પણ તંત્રની ઇચ્છાશક્તિના અભાવે આ લાંછન ભૂસાતું નહોતું. ચોમાસામાં હજારો સુરતી પરિવારો ખાડીપૂરને કારણે જાણે બાનમાં રહેતા હતા, પણ હવે પહેલી વાર ખાડીપૂર માટે ટેબલ ટોક થતાં એક આશા જન્મી છે. સુરતમાં પહેલી વખત ખાડીપૂરની આફતને અટકાવવાના પ્રયાસે અને મેટ્રોની ત્રાસદાયક કામગીરીથી પીડાતા નગરજનોને રાહત આપવા એક જ ટેબલ પર તંત્રના 80થી વધુ અધિકારી ભેગા થવાને લોકો આશાવાદથી જુએ છે. સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને સમસ્યાઓ અંગે જે તાકીદભર્યો વિચારવિમર્શ થયો તે ભલામણોથી આગળ વધી અમલના નવા દ્વાર ખોલે તેવી અપેક્ષા છે. સંતોષદાયક એ છે કે કોર્પોરેશન, કલેક્ટર, પોલીસ, સિંચાઈ વિભાગ, જીપીસીબી જેવા અગત્યના વિભાગોનો સંકલિત દૃષ્ટિકોણ અપનાવાયો છે, પરંતુ આ બેઠક માત્ર ‘ટેબલટોક’ ન બની રહે, તે મહત્ત્વનું છે. આ જનહિતના મુદ્દા લાંબા સમયથી ફાઇલોમાં ધૂળ ખાતા રહ્યા છે. હવે જ્યારે તંત્ર એકસાથે બેઠું છે તો ફક્ત આદેશો નહીં, પરંતુ જમાઈને જવાબદારી લેવાય તે જરૂરી છે. ખાડીપૂર રોકવાનો હેતુ ફક્ત માળખાકીય કામગીરીથી નહીં, એકઝેક્યુશનના ઈમાનદાર પ્લાન અને વૉર ફૂટિંગ અમલથી જ સિદ્ધ થશે. ખાડાઓ પૂરાઈ, ટ્રાફિક વ્યવસ્થિત થાય, નર્કાગાર સ્થિતિમાંથી લોકો મુક્ત થાય. અંતે એ જ કહેશું – આ બેઠક શરૂઆત છે, હવે પરિણામ જોઈએ છે. વચન નહિ, કામગીરીની જરૂર છે.

​સિંચાઇ વિભાગનું પ્રેઝન્ટેશન : વિકાસને કારણે પૂર આવ્યું : શનિવારે બપોરે સવા ત્રણ વાગ્યે એડિશનલ કલેક્ટર વિજય રબારીએ મિટિંગમાં આવેલા મંત્રી સહિત તમામનું વેલકમિંગ કર્યા પછી સીધું સિંચાઇ વિભાગે પ્રેઝન્ટેશન શરૂ કર્યું હતું. એક પછી એક સ્લાઇડમાં ખુલ્લી જગ્યાઓ, વિકાસ, ઊંચી-ઊંચી ઇમારતો, નવા-નવા રોડ, ટી.પી. સ્કીમો બતાવવામાં આવી હતી અને આ બધા વિકાસને કારણે ખાડીમાં જતા પાણીનું વહેણ અટકી ગયું હોવાનો ચિતાર બતાવ્યો હતો. આ પછી સોલ્યૂશનના ભાગરૂપે ખાડી નદીમાં ડાયવર્ટ કરવાની વાત કરી હતી અથવા તો શહેરમાં ખાડીનું પાણી આવે છે તે પહેલા એક મોટો પોન્ડ બનાવવાનું સૂચન કર્યું હતું. ગૃહરાજ્યમંત્રી સંઘવીએ અધિકારીઓને કહ્યું, ‘મેટ્રોનું કામ એવી રીતે ન કરો કે લોકોનો રોજગાર છીનવાય’
ખાડીપૂરનો મુદ્દો પતી ગયા પછી મેટ્રોનો મુદ્દો ઊઠ્યો હતો. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રીતસર મેટ્રોના અધિકારીઓનો ઉધડો લેતા કહ્યું હતું કે છ-છ મહિના પહેલાથી બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરી દો છો. એટલે લાખો લોકોના ધંધા-રોજગાર છીનવાઇ જાય છે. જે સ્થળે કામગીરી કરવાની છે ત્યાં 4 દિવસ પહેલા બંધ કરોને. લોકોની તકલીફોનો તો વિચાર કરો. આ કહેતા જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, ધારાસભ્ય પૂર્ણેશ મોદી બોલ્યા હતા કે, પાલ, ઉમરા, ભેંસાણમાં આટલા વર્ષોમાં ક્યારેય પાણી ભરાયા નથી. આ વખતે પહેલીવાર મેટ્રોના કારણે પાણી ભરાયા. આ પછી સી.આર. પાટીલે કહ્યું કામગીરી કરતા પહેલા કોર્પોરેશનની મંજૂરી લો. ખાડીપૂર નિવારવા આ સુચના અપાઇ ત્વરિત ટિપ્પણી મૃગાંક પટેલ, એિડટર; ટેબલટોક શરૂઆત છે, હવે પરિણામ જોઇએ
ઇ ન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્સટાઇલ, ડાયમંડ જેવી ઘણી ઇન્ડસ્ટ્રીઝ મામલે વિશ્વના નકશા પર ચમકતું સુરત ખાડીપૂરના કલંકથી બદનામ હતું. સુરતીઓ 7 વર્ષથી ખાડીપૂરનો સામનો કરી રહ્યા હતા, પણ તંત્રની ઇચ્છાશક્તિના અભાવે આ લાંછન ભૂસાતું નહોતું. ચોમાસામાં હજારો સુરતી પરિવારો ખાડીપૂરને કારણે જાણે બાનમાં રહેતા હતા, પણ હવે પહેલી વાર ખાડીપૂર માટે ટેબલ ટોક થતાં એક આશા જન્મી છે. સુરતમાં પહેલી વખત ખાડીપૂરની આફતને અટકાવવાના પ્રયાસે અને મેટ્રોની ત્રાસદાયક કામગીરીથી પીડાતા નગરજનોને રાહત આપવા એક જ ટેબલ પર તંત્રના 80થી વધુ અધિકારી ભેગા થવાને લોકો આશાવાદથી જુએ છે. સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને સમસ્યાઓ અંગે જે તાકીદભર્યો વિચારવિમર્શ થયો તે ભલામણોથી આગળ વધી અમલના નવા દ્વાર ખોલે તેવી અપેક્ષા છે. સંતોષદાયક એ છે કે કોર્પોરેશન, કલેક્ટર, પોલીસ, સિંચાઈ વિભાગ, જીપીસીબી જેવા અગત્યના વિભાગોનો સંકલિત દૃષ્ટિકોણ અપનાવાયો છે, પરંતુ આ બેઠક માત્ર ‘ટેબલટોક’ ન બની રહે, તે મહત્ત્વનું છે. આ જનહિતના મુદ્દા લાંબા સમયથી ફાઇલોમાં ધૂળ ખાતા રહ્યા છે. હવે જ્યારે તંત્ર એકસાથે બેઠું છે તો ફક્ત આદેશો નહીં, પરંતુ જમાઈને જવાબદારી લેવાય તે જરૂરી છે. ખાડીપૂર રોકવાનો હેતુ ફક્ત માળખાકીય કામગીરીથી નહીં, એકઝેક્યુશનના ઈમાનદાર પ્લાન અને વૉર ફૂટિંગ અમલથી જ સિદ્ધ થશે. ખાડાઓ પૂરાઈ, ટ્રાફિક વ્યવસ્થિત થાય, નર્કાગાર સ્થિતિમાંથી લોકો મુક્ત થાય. અંતે એ જ કહેશું – આ બેઠક શરૂઆત છે, હવે પરિણામ જોઈએ છે. વચન નહિ, કામગીરીની જરૂર છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *