વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં અત્યાધુનિક મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ રાજ્યની પ્રથમ મોબાઈલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ સુવિધા છે. આ સુવિધાના કારણે અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનાની પરિસ્થિતિઓમાં સ્થળ પર જઈને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે અને ઇમરજન્સીમાં સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી શકાશે. નેશનલ મેડિકલ કમિશન (NMC)ની ગાઈડલાઈન્સ મુજબ ડીકમ્પોઝ થયેલી બોડીના પોસ્ટમોર્ટમ માટે અલગ પોસ્ટમોર્ટમ રૂમ હોવો જોઈએ. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલ (મુવેબલ) પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ સ્ટોરેજ’ સુવિધા ધરાવતું એક ખાસ કન્ટેનર મૂકવામાં આવ્યું છે. શું છે વિશેષતા?
આ ખાસ કન્ટેનરમાં એકસાથે પોસ્ટમોર્ટમ કરી શકાય તેવી સુવિધા છે અને તેની સાથે 4થી 5 બોડીને કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કન્ટેનરની સૌથી મોટી વિશેષતા એ છે કે તે મુવેબલ છે. એટલે કે, કોઈ મોટી દુર્ઘટના, જેમ કે પ્લેન ક્રેશ અથવા કોઈ જંગલ વિસ્તારમાં ઘટના બને અને મૃતદેહોને હોસ્પિટલ સુધી લાવવાનું શક્ય ન હોય, ત્યારે આ કન્ટેનરને ઘટનાસ્થળે પહોંચાડીને ત્યાં જ પોસ્ટમોર્ટમ કરી શકાશે અને મૃતદેહોને ત્યાં જ કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાશે. પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનાની પરિસ્થિતિઓમાં આ સુવિધા ઉપયોગી
આ પ્રકારનો મુવેબલ પોસ્ટમોર્ટમ રૂમ અને કોલ્ડ રૂમ હાલમાં આખા ગુજરાતમાં ક્યાંય ઉપલબ્ધ નથી, જે ગોત્રી હોસ્પિટલની આ સુવિધાને અનોખી બનાવે છે. અમદાવાદ પ્લેન ક્રેશ જેવી મોટી દુર્ઘટનાની પરિસ્થિતિઓમાં આ સુવિધા અત્યંત ઉપયોગી સાબિત થશે. ડીકમ્પોઝ બોડી માટે ખાસ વ્યવસ્થા
ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં આ રૂમ ખાસ કરીને એવી બોડી માટે બનાવવામાં આવ્યો છે જેમાં સડો પડી ગયો હોય (ડીકમ્પોઝ હોય). આનાથી સામાન્ય બોડીના સ્વજનો અને અન્ય લોકોને દુર્ગંધનો સામનો કરવો નહીં પડે. આ ઉપરાંત, અજાણી બોડીને ત્રણ દિવસ કોલ્ડ સ્ટોરેજમાં રાખવાના નિયમ મુજબ, આવી અજાણી બોડીને અલગથી પોસ્ટમોર્ટમ અને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાની વ્યવસ્થા પણ આ કન્ટેનરમાં કરવામાં આવી છે. આ સુવિધા ગોત્રી હોસ્પિટલની ફોરેન્સિક મેડિસિન વિભાગની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે અને મૃતદેહોના સન્માનપૂર્વક નિકાલ અને તપાસમાં મદદરૂપ થશે. ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલ પોસ્ટમોર્ટમ યુનિટ તૈયાર કરાયું
વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ અનુપ ચંદાનીએ જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં મોબાઈલ પોસ્ટમોર્ટમ યુનિટ કરવામાં આવ્યું છે. જેમાં પોસ્ટમોર્ટમ રૂમ છે અને કોલ્ડ સ્ટોરેજ પણ છે. મોટી દુર્ઘટનાના સમયે આનો ઉપયોગ સ્થળ પર લઈ જઈને કરી શકાશે. ખાસ કરીને ડીકમ્પોઝ ડેડબોડી મૂકવામાં માટે પણ આ કન્ટેનરનો ઉપયોગ કરી શકાશે, જેનાથી આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ન ફેલાય અને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને તેનો સન્માનજનક નિકાલ થઈ શકે.