દાહોદમાં પરિણીતાએ પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના લગ્ન 5 એપ્રિલ 2024ના રોજ રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું. પરંતુ થોડા સમય બાદ યુવકે પત્ની પાસે દહેજની માંગણી શરૂ કરી હતી. તેમણે પત્ની સાથે ઝઘડા અને તકરાર કરવાનું શરૂ કર્યું. આટલું જ નહીં, યુવક અન્ય એક મહિલા સાથે પ્રેમ સંબંધ પણ રાખતા હતા. પતિ તરફથી મળતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલા પરિણીતાને પહેરેલા કપડાં સાથે જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આ ઘટના બાદ તેઓ પોતાના પિયર દાહોદ આવ્યા અને ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.