કોલકાતા લો કોલેજ ગેંગરેપ કેસમાં પોલીસે નવા ખુલાસા કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના પછી, મુખ્ય આરોપી મનોજિત મિશ્રા અને તેના સાથીઓએ (પ્રમિત મુખર્જી અને ઝૈબ અહેમદ) કોલેજના ગાર્ડ રૂમમાં કલાકો સુધી દારૂ પીધો હતો. સુરક્ષા ગાર્ડ પિનાકી બેનર્જીને આ ઘટના વિશે કોઈને કંઈજ ન કહેવાની ધમકી આપવામાં આવી હતી. આ પછી, તેઓ EM બાયપાસ પરના એક ઢાબા પર જમવા ગયા હતા. પછી તેઓ પોતપોતાના ઘરે પાછા ફર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાના બીજા દિવસે, 26 જૂનના રોજ, જ્યારે મનોજીત મિશ્રાને પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવ્યો, ત્યારે તેણે દક્ષિણ કોલકાતાના દેશપ્રિયા પાર્ક વિસ્તારમાં રહેતા એક મોટા માથાનો સંપર્ક કર્યો. તે વ્યક્તિએ તેને અગાઉ પણ મદદ કરી હતી. જોકે, આ વખતે તેણે મનોજીતને પીછેહઠ કરવાની સલાહ આપી. 25 જૂનના રોજ દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થિની પર ગેંગરેપ થયો હતો. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા તે જ કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે. અન્ય બે આરોપીઓ વર્તમાન વિદ્યાર્થીઓ છે. મુખ્ય આરોપી મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની 26 જૂનના રોજ ધરપકડ કરવામાં આવી હતી. મનોજીત શહેરમાં ફરતો રહ્યો, ઘણા લોકો પાસે મદદ માંગી પોલીસ અધિકારીએ જણાવ્યું કે મનોજીત ઘણા લોકો (માર્ગદર્શકો) પાસેથી મદદ લેવાનો પ્રયાસ કર્યો. આ માટે, તે શહેરના વિવિધ ભાગો જેમ કે રાસબિહારી એવન્યુ, દેશપ્રિયા પાર્ક, ગરિયાહાટ, ફર્ન રોડ અને બાલીગંજ સ્ટેશન રોડ પર ફરતો રહ્યો. મોબાઇલ ટાવર લોકેશન દર્શાવે છે કે તે કરાયા પોલીસ સ્ટેશન નજીક પણ કોઈને મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગરેપનો સમગ્ર પ્લાન અગાઉથી ઘડવામાં આવ્યો હતો. કોલ ડિટેલ રેકોર્ડ (CDR)થી જાણવા મળ્યું કે ઘટના પહેલા ઘણા દિવસો સુધી ત્રણેય આરોપીઓ વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. પોલીસ આરોપીને લો કોલેજ લઈ ગઈ, 4 કલાક સીન રી-ક્રિએટ કર્યા 4 જુલાઈના રોજ, કોલકાતા પોલીસે લો કોલેજની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપની તપાસના સંદર્ભમાં ક્રાઈમ સીન રી-ક્રિએટ કર્યા હતા. પોલીસ ધરપકડ કરાયેલા ચાર આરોપીઓને લઈને દક્ષિણ કોલકાતા લો કોલેજ પહોંચી હતી. ત્રણ મુખ્ય આરોપી મનોજીત મિશ્રા, વર્તમાન વિદ્યાર્થીઓ પ્રમિત મુખર્જી અને ઝૈબ અહેમદ અને સુરક્ષા ગાર્ડ પિનાકી બેનર્જીને સવારે લગભગ 4.30 વાગ્યે કોલેજ લઈ જવામાં આવ્યા હતા. આ પ્રક્રિયા પૂર્ણ થવામાં લગભગ ચાર કલાક લાગ્યા. ત્યારબાદ, બધાને પોલીસ સ્ટેશન પાછા લાવવામાં આવ્યા. હાલમાં કોલકાતા પોલીસના ડિટેક્ટીવ વિભાગ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી છે. કોલેજ પ્રશાસને કહ્યું- પરીક્ષાઓ લેવાની છે, પગાર ચૂકવવાનો છે કોલેજ પ્રશાસને કોર્ટને જણાવ્યું હતું કે 200થી વધુ વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં સેમેસ્ટર પરીક્ષા આપવાની છે અને તેમણે તેના માટે ફોર્મ ભરવાના છે. કર્મચારીઓને પણ પગાર ચૂકવવાનો છે. કોલેજ સત્તાવાળાઓએ કેમ્પસની અંદર સતર્ક રહેવાની સૂચનાઓ પણ આપી હતી. અધિકારીઓને પોલીસ તરફથી એક ઈમેલ મળ્યો છે, જેમાં પોલીસ તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) છે. વહીવટીતંત્રે કર્મચારીઓના હાજરી રજિસ્ટર જેવા દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે. કલકત્તા હાઈકોર્ટનો આદેશ – ચૂંટણી સુધી વિદ્યાર્થી સંઘનું કાર્યાલય બંધ રહેશે કોલકાતા હાઈકોર્ટે 3 જુલાઈના રોજ બંગાળની તમામ કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘના કાર્યાલય બંધ કરવાનો આદેશ આપ્યો છે. જસ્ટિસ સૌમેન સેન અને જસ્ટિસ સ્મિતા દાસ ડેની બેન્ચે જણાવ્યું હતું કે વિદ્યાર્થી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી આ રૂમો બંધ રહેશે. કોર્ટે કહ્યું કે આવા રૂમોનો ઉપયોગ કોઈપણ કામ માટે કરી શકાતો નથી. જો જરૂરી હોય તો, યુનિવર્સિટી રજિસ્ટ્રારને માન્ય કારણો સાથે અરજી આપવી પડશે. સીસીટીવી અને મેડિકલ રિપોર્ટમાં ગેંગરેપની પુષ્ટિ કોલેજના સીસીટીવી ફૂટેજમાં 25 જૂનના રોજ બપોરે 3:30 થી રાત્રે 10:50 વાગ્યા સુધીના લગભગ 7 કલાકના ફૂટેજ છે. એક તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફૂટેજમાં પીડિતાને બળજબરીથી ગાર્ડના રૂમમાં લઈ જવાની ઘટના કેદ થઈ છે. આ વિદ્યાર્થિનિની લેખિત ફરિયાદમાં લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ કરે છે. 28 જૂનના રોજ, પીડિતાના મેડિકલ રિપોર્ટમાં બળાત્કારની પુષ્ટિ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાના શરીર પર બળજબરી, બચકા ભરવા અને ઉઝરડાના નિશાન હતા. તે પણ પુષ્ટિ થઈ છે કે તેને માર મારવામાં આવ્યો હતો.