1999માં આવેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સૂર્યવંશમ’ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. આજની કલ્ટ ક્લાસિક ફિલ્મ તે સમયે ફ્લોપ રહી હતી. પરંતુ આજે આ ફિલ્મ અઠવાડિયામાં એક વાર ટીવી પર ચોક્કસ જોવા મળે છે. તાજેતરમાં, એક્ટર ઇશાન ખટ્ટરે ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો શેર કર્યો છે. ઇશાન ખટ્ટરે ‘બિગ બી’ની દાઢી ખેંચી હતી
આ ફિલ્મમાં, ઇશાન ખટ્ટરની માતા એક્ટ્રેસ નીલિમા અઝીમ અને પિતા રાજેશ ખટ્ટરે અમિતાભના પુત્ર અને પુત્રવધૂની ભૂમિકા ભજવી હતી. આ કારણે ઇશાન ઘણીવાર શૂટિંગ સેટ પર તેની માતા સાથે રહેતો હતો. ઇશાને તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે- તે સમયે હું ખૂબ નાનો હતો અને સેટ પર અમિતાભને જોઈને ‘બડે મિયાં બડે મિયાં’ કહેતો હતો. ઇશાન કહે છે કે- સેટ પર એક વખત અમિતાભ બચ્ચને તેને ખોળામાં લીધો હતો અને મેં તેમની દાઢી ખેંચી હતી. ઇશાન તેની માતા પાસેથી સાંભળેલી આ વાર્તાઓ સાથે મોટો થયો છે. અમિતાભે ઇશાનને સ્કૂલ એડમિશન આપાવવામાં મદદ કરી હતી
અગાઉ Mashable India સાથેની વાતચીતમાં, ઈશાને એમ પણ કહ્યું હતું કે- ‘મમ્મી મને એક શાળામાં પ્રવેશ અપાવવાનો પ્રયાસ કરી રહી હતી અને જમનાબાઈ તે સમયે શ્રેષ્ઠ શાળાઓમાંની એક હતી. ત્યાં મને પ્રવેશ અપાવવામાં મુશ્કેલી પડી રહી હતી અને પછી અમિતાભ બચ્ચન મારા એડમિશન માટે શાળાના આચાર્ય અને વહીવટીતંત્રને વ્યક્તિગત રીતે મળ્યા, જેના કારણે મને એડમિશન મળ્યું.’ ઇશાન ખટ્ટરનું વર્ક ફ્રન્ટ
નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ધ રોયલ્સ’માં ઇશાન ખટ્ટરને ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. એક્ટરની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. પેરિસ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એક્ટરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ઇશાન તેના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત થઈ ગયો છે. આ સાથે, તેની પાસે ‘ધ રોયલ્સ’ની બીજી સીઝન પણ છે. લોકો નવા પ્રોજેક્ટમાં એક્ટરને જોવાની રાહ જોઈ રહ્યા છે.