ભારતના સૌથી પોપ્યુલર સેલિબ્રિટી કપલમાંથી એક વિરાટ કોહલી-અનુષ્કા હંમેશા ચર્ચામાં રહે છે. હાલ કપલ ભારતથી દૂર લંડનમાં આરામદાયક જીવન જીવી રહ્યા છે. બંને પોતાના બાળકો સાથે વિદેશમાં શિફ્ટ થઈ ગયા છે. અહેવાલો અનુસાર, અનુષ્કા અને વિરાટ તેમના બંને બાળકો – વામિકા અને અકાયને સામાન્ય જીવન આપવા માંગે છે. એટલા માટે તે બંને મીડિયાની નજરથી દૂર વિદેશમાં રહે છે. સોશિયલ મીડિયા પર વામિકાની તસવીર વાઈરલ!
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હજુ સુધી અકાય અને વામિકાનો ચહેરો રિવીલ કર્યો નથી. જોકે હાલ અનુષ્કા અને વિરાટનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આમાં તેમની સાથે પુત્રી વામિકા પણ દેખાય રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવેલ તસવીરમાં વામિકા વિરાટના ખભા પર બેઠી છે અને તે અનુષ્કા શર્માની કાર્બન કોપી લાગી રહી છે. એક ફેન પેજે આ ફોટો શેર કર્યો છે. કેટલાક યુઝર્સ આને વામિકાની પહેલી ઝલક માની રહ્યા છે. જોકે, હકીકતમાં આ ફોટો સાચો નથી તે AI દ્વારા બનાવવામાં આવ્યો છે. ફોટો AI જનરેટેડ છે કેવી રીતે ખબર પડી?
સૌ પ્રથમ તો ફોટોના કોન્ટ્રાસને જોતા જ લાગી રહ્યું છે કે તે AIથી એડિટ થયેલો છે, તેમ છતાં કેટલીક એવી ખામીઓ દેખાય રહી છે જે તસવીરને ફેક સાબિત કરે છે. પહેલું વિરાટના ખભા પર બેસેલી છોકરીનો એક પગ ખભા પરથી પર અને બીજો પગ ગળા અને ડોકના ભાગમાંથી નીકળી રહ્યો છે. બીજું વિરાટએ અનુષ્કાની કમર પર હાથ રાખ્યો છે જેમાં તેની 5 આંગળીઓ દેખાય છે. અંતિમ અને મહત્ત્વની વાત ફોટોની નીચે મેટા AIનો વોટરમાર્ક લાગેલો છે. આ તમામ બાબતો એ સાબિત કરે છે કે ફોટો ફેક છે અને AI એડિટેડ છે. 2017માં લગ્ન કર્યાં હતા
2017માં લગ્ન કર્યાં હતા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. અનુષ્કાએ 11 જાન્યુઆરી 2021ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો અને અનુષ્કાએ 15 ફેબ્રુઆરી 2024એ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. વિરાટ અનુષ્કા બાળકોની પ્રાઇવસીને લઈને કડક છે
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને તેમનાં બાળકોની તસવીરો પોસ્ટ કરવી પસંદ નથી અને ન તો તેઓ તેમનાં બાળકોની તસવીરો ક્લિક કરાવવાનું પસંદ કરે છે. જાન્યુઆરી 2022માં ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝ દરમિયાન સ્ટેડિયમમાંથી વામિકાની તસવીરો સામે આવી હતી. તસવીરો વાઇરલ થયા બાદ અનુષ્કા અને વિરાટ ગુસ્સામાં આવી ગયાં અને તસવીરો હટાવવાની માગ કરી. શા માટે વિરાટ-અનુષ્કા પોતાનાં બાળકોને દુનિયાની નજરથી દૂર રાખે છે?
વિરાટ કોહલીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તેની દીકરી સમજદાર નહીં બને ત્યાં સુધી તે તેને સોશિયલ મીડિયા અને કેમેરાથી દૂર રાખશે, તેથી આજ સુધી તેણે ક્યારેય વામિકાની કોઈ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી નથી. એટલું જ નહીં, તેણે એવી પણ વિનંતી કરી હતી કે કોઈએ વામિકાનો ફોટો ન લેવો જોઈએ. એ જ રીતે દંપતી પણ તેમના પુત્ર અકાયને દુનિયાની નજરથી દૂર રાખે છે.