2012માં અજય દેવગણની ફિલ્મ ‘સન ઓફ સરદાર’ અને આદિત્ય ચોપડાની યશ રાજ ફિલ્મ્સની ‘જબ તક હૈ જાન’ની રિલીઝ સમયે થયેલા બોક્સ ઓફિસ વિવાદ પર હાલમાં કાજોલે પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં ધ લલ્લનટોપ સાથેની વાતચીતમાં, કાજોલે કહ્યું, ‘ઝઘડા હંમેશા મુશ્કેલ હોય છે, ખાસ કરીને જ્યારે તે કેટલાક સમય સુધી ઉકેલાતા નથી. જ્યારે બંને પક્ષ પોતાના માટે ઊભા રહે, ત્યારે તમારી સ્થિતિ કફોડી બને છે.’ કાજોલે વધુમાં ઉમેર્યું, ‘જે વ્યક્તિ બંને પક્ષ સાથે જોડાયેલી હોય, તે લાચારી અનુભવે છે. તમે કંઈ કરી શકતા નથી. તમારે માત્ર સમય વિતવાની રાહ જોવી પડે છે, જેથી લાગણીઓ ઠંડી પડી જાય. જેથી વસ્તુઓ ફરીથી સારી થઈ શકે. પરિવર્તન, પરિવર્તન હોય છે, તે ન તો સારું હોય છે, ન તો ખરાબ. ક્યાંક લખ્યું છે કે પરિવર્તન શાશ્વત છે. આ એક માત્ર વસ્તુ છે, જે સ્થિર છે.’ અજયની કંપનીએ CCI ને ફરિયાદ કરી હતી ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, 2012માં રિલીઝના દિવસે કઈ ફિલ્મને વધુ સ્ક્રીન મળશે તેને લઈને અજય દેવગણ અને યશ રાજ ફિલ્મ્સ વચ્ચે વિવાદ થયો હતો. અજયની કંપનીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)ને ફરિયાદ કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે, YRF (યશ રાજ ફિલ્મ્સ)એ વધુ સ્ક્રીન મેળવવા માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તેમની ફિલ્મને પૂરતી સ્ક્રીન મળી ન હતી. વિવાદ છતાં કાજોલ અને આદિત્ય ચોપડાની મિત્રતા અકબંધ નોંધનીય છે કે, આદિત્ય ચોપડાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કાજોલ લીડ એક્ટ્રેસ હતી. બંને વર્ષોથી મિત્રો રહ્યા છે. ‘સન ઓફ સરદાર’ અને ‘જબ તક હૈ જાન’ વચ્ચે થયેલા વિવાદ દરમિયાન પણ બંનેની મિત્રતા અકબંધ રહી હતી. કાજોલ વિશાલ ફુરિયાની ફિલ્મ ‘મા’માં જોવા મળી હતી કાજોલ તાજેતરમાં વિશાલ ફુરિયાની માઇથોલોજીકલ હોરર ફિલ્મ ‘મા’માં જોવા મળી હતી. હવે તે ફિલ્મ ‘સરઝમીન’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે ઇબ્રાહિમ અલી ખાન અને પૃથ્વીરાજ સુકુમારન પણ છે. ‘સરઝમીન’ 25 જુલાઈએ જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. જ્યારે અજય દેવગણની ‘સન ઓફ સરદાર 2’ પણ 25 જુલાઈએ રિલીઝ થશે.