‘કાંટા લગા’ ગીત ફેમ દિવંગત એક્ટ્રેસ શેફાલી જરીવાલાના મોતના એક અઠવાડિયા બાદ તેના પતિ પરાગ ત્યાગીએ તેના માટે ફરી એક લાગણીસભર પોસ્ટ શેર કરી છે. પરાગ ત્યાગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેફાલી જરીવાલા સાથે વિતાવેલી ક્ષણોની કેટલીક ખાસ તસવીરો સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે પરાગે લખ્યું, ‘પરી, જ્યારે પણ તું જન્મીશ, હું દરેક વખતે તને શોધી લઈશ અને દરેક જીવનમાં પ્રેમ કરતો રહીશ. હું તને ખુબ પ્રેમ કરું છું મારી ગુંડી છોકરી.’ નોંધનીય છે કે, શેફાલીના મૃત્યુ પછી પરાગે 4 જુલાઈના રોજ પોતાની પહેલી ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘શેફાલી મારી પરી, જેને હંમેશા ‘કાંટા લગા’ તરીકે યાદ કરવામાં આવે છે – તે દેખાવ કરતાં ઘણી વધારે હતી. તે એવી આગ હતી જે શાલિનતામાં લપેટાયેલી હતી. તેજ, ફોકસ્ડ અને અત્યંત મહેનતુ. એક એવી સ્ત્રી જેણે ઇરાદા સાથે જીવવાનું પસંદ કર્યું. જેણે ચૂપચાપ પોતાની કારકિર્દી, મન, શરીર અને આત્માને શણગાર્યો.’ શેફાલી જરીવાલાનું 27 જૂને અવસાન થયું હતું શેફાલી જરીવાલાનું 27 જૂનની રાત્રે અવસાન થયું. તે ઘરે હતી, ત્યારે અચાનક તેની તબિયત બગડી ગઈ. તેના પતિ પરાગ ત્યાગી તેને અંધેરીની બેવેલ્યૂ હૉસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શેફાલીની નજીકની મિત્ર પૂજા ઘાઈએ વિકી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં શેફાલીના અંતિમ ક્ષણો વિશે જણાવ્યું હતું કે, ‘પરિવાર અને પરાગ પાસેથી મને ખબર પડી કે તેમના ઘરે સત્યનારાયણ પૂજા કરવામાં આવી હતી. શેફાલીએ રાબેતા મુજબ રાત્રિભોજન કર્યું અને તેણે પરાગને તેમના પાલતું શ્વાનને નીચે ફરવા લઈ જવા કહ્યું. તે નીચે ગયો કે તરત જ તેને પાછો બોલાવવામાં આવ્યો. ઘરની હેલ્પરે તેને ફોન કરીને કહ્યું કે, દીદીની તબિયત સારી નથી.’ ‘પરાગે હેલ્પરને શ્વાનને વૉક કરાવવાનું કહ્યું, જેથી તે ઉપર જઈને શેફાલીને જોઈ શકે કારણ કે તેમનો શ્વાન ખૂબ જ વૃદ્ધ છે. તે નીચે લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો અને હેલ્પર આવતાની સાથે જ પરાગે શ્વાન તેને આપ્યો અને તરત જ ઉપર ગયો. તેણે જોયું કે શેફાલીના ધબકારા ચાલી રહ્યાં હતાં પણ તે આંખો ખોલતી ન હતી. તેને તરત જ ખ્યાલ આવી ગયો કે કંઈક ગડબડ છે અને તે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. પરંતુ તેને હૉસ્પિટલ લાવવામાં આવે તે પહેલાં, તે પહેલા જ તેનું અવસાન થઈ ગયું હતું.’
’કાંટા લગા’ ગીત ફેમ દિવંગત એક્ટ્રેસ શેફાલી જરીવાલાના મોતના એક અઠવાડિયા બાદ તેના પતિ પરાગ ત્યાગીએ તેના માટે ફરી એક લાગણીસભર પોસ્ટ શેર કરી છે. પરાગ ત્યાગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેફાલી જરીવાલા સાથે વિતાવેલી ક્ષણોની કેટલીક ખાસ તસવીરો સાથેનો એક વીડિયો શેર કર્યો છે. આ સાથે પરાગે લખ્યું, ‘પરી, જ્યારે પણ તું જન્મીશ, હું દરેક વખતે તને શોધી લઈશ અને દરેક જીવનમાં પ્રેમ કરતો રહીશ. હું તને ખુબ પ્રેમ કરું છું મારી ગુંડી છોકરી.’ નોંધનીય છે કે, શેફાલીના મૃત્યુ પછી પરાગે 4 જુલાઈના રોજ પોતાની પહેલી ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, ‘શેફાલી મારી પરી, જેને હંમેશા ‘કાંટા લગા’ તરીકે યાદ કરવામાં આવે છે – તે દેખાવ કરતાં ઘણી વધારે હતી. તે એવી આગ હતી જે શાલિનતામાં લપેટાયેલી હતી. તેજ, ફોકસ્ડ અને અત્યંત મહેનતુ. એક એવી સ્ત્રી જેણે ઇરાદા સાથે જીવવાનું પસંદ કર્યું. જેણે ચૂપચાપ પોતાની કારકિર્દી, મન, શરીર અને આત્માને શણગાર્યો.’ શેફાલી જરીવાલાનું 27 જૂને અવસાન થયું હતું શેફાલી જરીવાલાનું 27 જૂનની રાત્રે અવસાન થયું. તે ઘરે હતી, ત્યારે અચાનક તેની તબિયત બગડી ગઈ. તેના પતિ પરાગ ત્યાગી તેને અંધેરીની બેવેલ્યૂ હૉસ્પિટલમાં લઈ ગયો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. શેફાલીની નજીકની મિત્ર પૂજા ઘાઈએ વિકી લાલવાણીને આપેલા ઇન્ટરવ્યૂમાં શેફાલીના અંતિમ ક્ષણો વિશે જણાવ્યું હતું કે, ‘પરિવાર અને પરાગ પાસેથી મને ખબર પડી કે તેમના ઘરે સત્યનારાયણ પૂજા કરવામાં આવી હતી. શેફાલીએ રાબેતા મુજબ રાત્રિભોજન કર્યું અને તેણે પરાગને તેમના પાલતું શ્વાનને નીચે ફરવા લઈ જવા કહ્યું. તે નીચે ગયો કે તરત જ તેને પાછો બોલાવવામાં આવ્યો. ઘરની હેલ્પરે તેને ફોન કરીને કહ્યું કે, દીદીની તબિયત સારી નથી.’ ‘પરાગે હેલ્પરને શ્વાનને વૉક કરાવવાનું કહ્યું, જેથી તે ઉપર જઈને શેફાલીને જોઈ શકે કારણ કે તેમનો શ્વાન ખૂબ જ વૃદ્ધ છે. તે નીચે લિફ્ટની રાહ જોઈ રહ્યો હતો અને હેલ્પર આવતાની સાથે જ પરાગે શ્વાન તેને આપ્યો અને તરત જ ઉપર ગયો. તેણે જોયું કે શેફાલીના ધબકારા ચાલી રહ્યાં હતાં પણ તે આંખો ખોલતી ન હતી. તેને તરત જ ખ્યાલ આવી ગયો કે કંઈક ગડબડ છે અને તે તેને નજીકની હોસ્પિટલમાં લઈ ગયો. પરંતુ તેને હૉસ્પિટલ લાવવામાં આવે તે પહેલાં, તે પહેલા જ તેનું અવસાન થઈ ગયું હતું.’
