P24 News Gujarat

‘પ્રોડ્યુસરને નુકસાનથી બચાવવા રણબીર અને મેં ફી ઘટાડી’:’જગ્ગા જાસુસ’ અંગે અનુરાગનો ખુલાસો, ‘ફિલ્મ ફ્લોપ થાય તો પણ દરેકને પૈસા મળવા જોઈએ’

ડિરેક્ટર અનુરાગ બાસુએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, 2017માં આવેલી ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ માટે તેમણે અને રણબીર કપૂરે ફી ઘટાડી હતી. ડિરેક્ટરે જણાવ્યું કે, ફિલ્મ બનાવતી વખતે તેમનો પહેલો નિયમ છે કે, ભલે ફિલ્મ ન ચાલે પણ દરેક વ્યક્તિને પૈસા મળવા જોઈએ. ગલ્લાટા પ્લસ (યુટ્યુબ ચેનલ) સાથેની વાતચીત દરમિયાન અનુરાગ બાસુએ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘હું ખાતરી કરું છું કે, મારા પ્રોજેક્ટ્સમાં નિર્માતાઓને નુકસાન ન થાય. તે હંમેશા કવર કરી લેવામાં આવે છે. મારા કોઈ પણ પ્રોડ્યૂસર તેના વિશે ફરિયાદ નહીં કરે. મને ખબર હોય છે કે, આ મારું બજેટ છે અને મારે આમાં જ રમવાનું છે. મેટ્રો ખૂબ જ સામાન્ય બજેટમાં બની છે, કારણ કે મને ખબર છે કે આમાં કલાકારોનો સમૂહ છે, કોઈ મોટા સ્ટાર નથી. જેના વિશે હું ખૂબ જ સભાન છું અને આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ નિર્દય છે.’ અનુરાગે કહ્યું કે, ‘ફિલ્મ બનાવતી વખતે મારો પહેલો નિયમ એ છે કે, જો ફિલ્મ ન ચાલે તો પણ, દરેકે પૈસા કમાવવા જોઈએ.’ વાતચીત દરમિયાન અનુરાગ બાસુએ પોતાની ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘જગ્ગાએ વઘારે પૈસા ન કમાયા પણ અમે એટલા પણ ખોટમાં નહોતા. રણબીરે ઓછા પૈસા લીધા. તેણે પોતાની ફી પર કાપ મૂક્યો, મેં મારી ફી ઘટાડી. અમે બધા. કારણ કે અમે અમારા પ્રોજેક્ટ પ્રત્યે ઉત્સાહી હતી, અમે પૈસા પાછળ દોડતા નહતા. પણ અમે અમારી ફી ઘટાડી દીધી, જેથી પ્રોડ્યુસરનું નુકસાન ન થાય. અમારું વિઝન અમારો પ્રોજેક્ટ હતો.’ 130 કરોડના ખર્ચે બનેલી ‘જગ્ગા જાસુસ’ ફ્લોપ રહી હતી અનુરાગ બાસુની 2017માં આવેલી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’, જેને બનાવવામાં લગભગ ચાર વર્ષ લાગ્યા હતા, તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. 130 કરોડના ખર્ચે બનેલી ‘જગ્ગા જાસૂસ’માં રણબીર કપૂર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે રણબીરના પિતા દિવંગત ઋષિ કપૂરે ફિલ્મની નિષ્ફળતા માટે જાહેરમાં અનુરાગ પર પ્રહાર કર્યા હતા અને ફિલ્મને જે રીતે પ્રતિસાદ મળ્યો, તેના માટે તેના મિસમેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યો હતો.

​ડિરેક્ટર અનુરાગ બાસુએ તાજેતરમાં ખુલાસો કર્યો છે કે, 2017માં આવેલી ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ માટે તેમણે અને રણબીર કપૂરે ફી ઘટાડી હતી. ડિરેક્ટરે જણાવ્યું કે, ફિલ્મ બનાવતી વખતે તેમનો પહેલો નિયમ છે કે, ભલે ફિલ્મ ન ચાલે પણ દરેક વ્યક્તિને પૈસા મળવા જોઈએ. ગલ્લાટા પ્લસ (યુટ્યુબ ચેનલ) સાથેની વાતચીત દરમિયાન અનુરાગ બાસુએ તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘મેટ્રો ઇન દિનોં’ વિશે વાત કરતા કહ્યું હતું કે, ‘હું ખાતરી કરું છું કે, મારા પ્રોજેક્ટ્સમાં નિર્માતાઓને નુકસાન ન થાય. તે હંમેશા કવર કરી લેવામાં આવે છે. મારા કોઈ પણ પ્રોડ્યૂસર તેના વિશે ફરિયાદ નહીં કરે. મને ખબર હોય છે કે, આ મારું બજેટ છે અને મારે આમાં જ રમવાનું છે. મેટ્રો ખૂબ જ સામાન્ય બજેટમાં બની છે, કારણ કે મને ખબર છે કે આમાં કલાકારોનો સમૂહ છે, કોઈ મોટા સ્ટાર નથી. જેના વિશે હું ખૂબ જ સભાન છું અને આ ઇન્ડસ્ટ્રી ખૂબ જ નિર્દય છે.’ અનુરાગે કહ્યું કે, ‘ફિલ્મ બનાવતી વખતે મારો પહેલો નિયમ એ છે કે, જો ફિલ્મ ન ચાલે તો પણ, દરેકે પૈસા કમાવવા જોઈએ.’ વાતચીત દરમિયાન અનુરાગ બાસુએ પોતાની ફિલ્મ ‘જગ્ગા જાસુસ’ વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, ‘જગ્ગાએ વઘારે પૈસા ન કમાયા પણ અમે એટલા પણ ખોટમાં નહોતા. રણબીરે ઓછા પૈસા લીધા. તેણે પોતાની ફી પર કાપ મૂક્યો, મેં મારી ફી ઘટાડી. અમે બધા. કારણ કે અમે અમારા પ્રોજેક્ટ પ્રત્યે ઉત્સાહી હતી, અમે પૈસા પાછળ દોડતા નહતા. પણ અમે અમારી ફી ઘટાડી દીધી, જેથી પ્રોડ્યુસરનું નુકસાન ન થાય. અમારું વિઝન અમારો પ્રોજેક્ટ હતો.’ 130 કરોડના ખર્ચે બનેલી ‘જગ્ગા જાસુસ’ ફ્લોપ રહી હતી અનુરાગ બાસુની 2017માં આવેલી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’, જેને બનાવવામાં લગભગ ચાર વર્ષ લાગ્યા હતા, તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. 130 કરોડના ખર્ચે બનેલી ‘જગ્ગા જાસૂસ’માં રણબીર કપૂર અને કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં હતા. તે સમયે રણબીરના પિતા દિવંગત ઋષિ કપૂરે ફિલ્મની નિષ્ફળતા માટે જાહેરમાં અનુરાગ પર પ્રહાર કર્યા હતા અને ફિલ્મને જે રીતે પ્રતિસાદ મળ્યો, તેના માટે તેના મિસમેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યો હતો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *