P24 News Gujarat

માછલી પકડવાની જાળમાં ફસાયેલા મગરનું રેસ્ક્યૂ:વરસાડાના તળાવમાં 8 ફૂટનો મગર આવી ચડ્યો, દોઢ કલાકની ભારે જહેમત બાદ પકડમાં આવ્યો

વડોદરા નજીક આવેલા વરસાડા ગામના તળાવમાં એક 8 ફૂટનો મગર આવી ચડ્યો હતો અને માછલી પકડવાની જાળમાં મગર ફસાઈ ગયો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને મગરને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો. મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપાયો
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, વરસાડા ગામના ચિંતનભાઇ પટેલનો અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો કે, અમારા ગામના તળાવમાં માછલી પકડવાની જાળમાં આશરે 8 ફૂટનો મગર ફસાઈ ગયો છે. આ કોલની જાણ થતા તરત જ અમારા સંસ્થાના કાર્યકર હાર્દિક પવાર, ઈશ્વરભાઈ ચાવડા અને અર્જુન પરમારને ત્યાં સ્થળ પર મોકલ્યા હતા. આ મગરમચ્છને દોઢ કલાકની ભારે જહમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને નેટમાં ફસાયેલ મગરને કાઢીને વડોદરા વન વિભાગના શૈલેષભાઈ અને જીગ્નેશભાઈને વડોદરા ખાતે જમા કરાવ્યો હતો. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી
નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે, ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી?

​વડોદરા નજીક આવેલા વરસાડા ગામના તળાવમાં એક 8 ફૂટનો મગર આવી ચડ્યો હતો અને માછલી પકડવાની જાળમાં મગર ફસાઈ ગયો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટની ટીમે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને મગરને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો. મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપાયો
વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, વરસાડા ગામના ચિંતનભાઇ પટેલનો અમારી સંસ્થાના હેલ્પલાઇન નંબર પર ફોન આવ્યો હતો કે, અમારા ગામના તળાવમાં માછલી પકડવાની જાળમાં આશરે 8 ફૂટનો મગર ફસાઈ ગયો છે. આ કોલની જાણ થતા તરત જ અમારા સંસ્થાના કાર્યકર હાર્દિક પવાર, ઈશ્વરભાઈ ચાવડા અને અર્જુન પરમારને ત્યાં સ્થળ પર મોકલ્યા હતા. આ મગરમચ્છને દોઢ કલાકની ભારે જહમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો અને નેટમાં ફસાયેલ મગરને કાઢીને વડોદરા વન વિભાગના શૈલેષભાઈ અને જીગ્નેશભાઈને વડોદરા ખાતે જમા કરાવ્યો હતો. વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી
નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે, ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *