તાપી જિલ્લામાં આજે 6 જુલાઇના દિવસે સવારથી જ મેઘ મહેર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને ડોલવણ તાલુકામાં 6.10 ઇંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાની 5 નદીઓ બે કાંઠે વહી રહી છે. ડોસવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, તો ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જિલ્લાના 75 માર્ગો બંધ છે. તાપી જિલ્લામાં આજે સવારે 6થી સાંજે 6 વાગ્યા સુધીમાં પડેલો વરસાદ 5 નદીઓ બે કાંઠે, જિલ્લામાં 75 માર્ગો બંધ
આ ભારે વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે મીંઢોળા, અંબિકા, ઓલણ, વાલ્મિકી અને પુર્ણા છલકાઈ રહી છે, જેના પરિણામે અનેક લો-લેવલ કોઝવે પાણીમાં ડૂબી ગયા છે અને વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. જિલ્લાભરમાં પંચાયત હસ્તકના કુલ 75 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જેમાં વ્યારામાં 11, ડોલવણમાં 19, વાલોડમાં 16, સોનગઢમાં 28 અને ઉચ્છલમાં 1 માર્ગનો સમાવેશ થાય છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. ઉકાઈ ડેમની જળસપાટી 321.44 ફૂટ પર પહોંચી
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે. ઉકાઈ ડેમમાં હાલ 60,345 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આના પરિણામે, ડેમની જળસપાટી 321.44 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે તેની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલમાં ડેમમાંથી હાઈડ્રો કેનાલ દ્વારા 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મીંઢોળા નદી પરનો ડોસવાડા ડેમ ઓવરફ્લો
તાપી જિલ્લામાં થયેલા સાર્વત્રિક વરસાદને કારણે મીંઢોળા નદી પરનો ડોસવાડા ડેમ છલકાઈ ગયો છે, જેના પગલે હાલમાં ડેમમાંથી 3,800 ક્યુસેક પાણી મીંઢોળા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીની સપાટી વધતાં વહીવટી તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. આ પાણી સોનગઢ, વ્યારા અને વાલોડ થઈને બારડોલી તરફ આગળ વધશે, અને નદી કિનારાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉચ્છલના માણેકપુર પાસે તાપી નદીમાં બે ખેડૂત તણાયા
તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં માણેકપુર ગામ નજીક તાપી નદીમાં બે ખેડૂતો તણાયા. આ બંને ખેડૂતોની ઓળખ રતિલાલભાઈ ગાવિત અને સુરેશભાઈ ગાવિત તરીકે થઈ છે. તેઓ ખેતરે જતા સમયે નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. દુર્ઘટનામાં રતિલાલભાઈ ગાવિતનું મૃત્યુ થયું છે. સ્થાનિક તંત્ર દ્વારા સુરેશભાઈ ગાવિતની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હોવાથી બચાવ કાર્યમાં અવરોધ ઊભો થયો છે. નિઝર તાલુકાના ખેરવા ગામમાં દીવાલ પડતાં યુવક દબાયો
નિઝર તાલુકાના ખેરવા ગામમાં વરસાદી પાણી ભરાવાને કારણે બે મકાનોની દીવાલો ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં કિશન નામનો યુવક દીવાલ નીચે દબાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક મદદે દોડી આવીને યુવકને દીવાલ નીચેથી બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે નિઝર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાવાને કારણે મકાનોની દીવાલો નબળી પડી હતી, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.