રાધનપુર-મહેસાણા હાઈવે પર શાક માર્કેટ નજીક એક અસામાન્ય અકસ્માત સર્જાયો છે. હાઈવે પર અચાનક આવી ગયેલી ભેંસને બચાવવાના પ્રયાસમાં ટ્રેલર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. ટ્રેલર હાઈવે પરથી નીચે ઉતરીને પલટી ગયું હતું. આ કારણે ટ્રેલરમાં ભરેલું હજારો લિટર તેલ રસ્તા પર અને આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયું છે. અકસ્માતમાં ટ્રેલર ભેંસ સાથે અથડાતા ભેંસની સ્થિતિ ગંભીર છે. ઘટના બાદ ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસ કાફલો તરત જ ઘટના સ્થળે પહોંચી ગયો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રસ્તા પર ફેલાયેલા તેલથી થઈ શકતા જોખમને ટાળવા માટે સલામતીના પગલાં લેવાઈ રહ્યા છે.