P24 News Gujarat

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ:રાજ્યમાં 24 કલાકમાં 33 જિલ્લાના 204 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, વાંસદામાં 8 મજૂર રેસ્ક્યૂ કરાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં ડેમોની સ્થિતિમાં સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના 48 % સુધી ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતા કરતાંના 53.29% ભરાયેલા છે. રાજ્યમાં તા.01-06-2025થી હાલ સુધી કુલ 3703 લોકોનું સ્થળાંતર કરાયું છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં 2308 ત્યારબાદ પંચમહાલમાં 500 અને સુરતમાં 266 લોકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ સુધી કુલ 677 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. જેમાં સૌથી વધુ સુરત 434, ત્યારબાદ ભાવનગર 128 અને અમરેલીમાં 69 છે. ગુજરાતના દરિયાકિનારે માછીમારોને તા.06-07-2025થી 10-07-2025 સુધી દરીયો ન ખેડવા આઇએમડી દ્વારા સૂચના આપવામાં આવી છે. નવસારીમાં છેલ્લા 4 દિવસથી પડેલા અનરાધાર વરસાદ અને ઉપવાસના પડેલા વરસાદને કારણે ત્રણેય નદી પુર્ણા, અંબિકા અને કાવેરી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જિલ્લામાં 80થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા. વાંસદામાં મજૂરી કામ કરવા આવેલા હનુમાનબારી ગામના 8 મજૂરો ફસાઈ જતા તેમને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બીલીમોરામાં કાવેરી નદીમાં 15 ભેંસ ફસાઈ જતાં તેમને પણ બીલીમોરાની ફાયર વિભાગની ટીમે બચાવી લીધી હતી. 19 દિવસ બાદ સૌરાષ્ટ્રનો શેત્રુંજી ડેમ પુન: છલકાયો
આ વર્ષે 15 જૂનથી ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ મન મૂકીને વરસતા જિલ્લાને તરબોળ કરી દીધો છે. આજે સતત ઉપરવાસના વરસાદી નીરની આવકથી સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 19 દિવસ બાદ રવિવારે સાંજના 5 કલાકે પુન: ઓવર ફ્લો થયો હતો અને 6 કલાકે તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા.

​ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં ડેમોની સ્થિતિમાં સરદાર સરોવર ડેમ કુલ સંગ્રહ ક્ષમતાના 48 % સુધી ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતા કરતાંના 53.29% ભરાયેલા છે. રાજ્યમાં તા.01-06-2025થી હાલ સુધી કુલ 3703 લોકોનું સ્થળાંતર કરાયું છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં 2308 ત્યારબાદ પંચમહાલમાં 500 અને સુરતમાં 266 લોકોનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલ સુધી કુલ 677 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. જેમાં સૌથી વધુ સુરત 434, ત્યારબાદ ભાવનગર 128 અને અમરેલીમાં 69 છે. ગુજરાતના દરિયાકિનારે માછીમારોને તા.06-07-2025થી 10-07-2025 સુધી દરીયો ન ખેડવા આઇએમડી દ્વારા સૂચના આપવામાં આવી છે. નવસારીમાં છેલ્લા 4 દિવસથી પડેલા અનરાધાર વરસાદ અને ઉપવાસના પડેલા વરસાદને કારણે ત્રણેય નદી પુર્ણા, અંબિકા અને કાવેરી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જિલ્લામાં 80થી વધુ ઘરોમાં પાણી ફરી વળ્યાં હતા. વાંસદામાં મજૂરી કામ કરવા આવેલા હનુમાનબારી ગામના 8 મજૂરો ફસાઈ જતા તેમને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. બીલીમોરામાં કાવેરી નદીમાં 15 ભેંસ ફસાઈ જતાં તેમને પણ બીલીમોરાની ફાયર વિભાગની ટીમે બચાવી લીધી હતી. 19 દિવસ બાદ સૌરાષ્ટ્રનો શેત્રુંજી ડેમ પુન: છલકાયો
આ વર્ષે 15 જૂનથી ભાવનગર જિલ્લામાં ચોમાસાના પ્રારંભથી જ મેઘરાજાએ મન મૂકીને વરસતા જિલ્લાને તરબોળ કરી દીધો છે. આજે સતત ઉપરવાસના વરસાદી નીરની આવકથી સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 19 દિવસ બાદ રવિવારે સાંજના 5 કલાકે પુન: ઓવર ફ્લો થયો હતો અને 6 કલાકે તમામ 59 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *