જુલાઈ મહિનાનું બીજું સપ્તાહ, એટલે કે 7 જુલાઈથી 13 જુલાઈ, 2025, તમારા ભવિષ્ય માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? ગ્રહો અને નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે તે જાણવા માટે, ચાલો જાણીએ આ સપ્તાહનું વિસ્તૃત રાશિફળ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહ દરમિયાન વિવિધ રાશિના જાતકો માટે ખાસ ભલામણો છે. વૃષભ રાશિના જાતકોને આ સમયગાળામાં જમીન-મકાન સંબંધિત કોઈ કાર્ય થવાની સંભાવના છે, જ્યારે મિથુન રાશિના જાતકોએ ધીરજ અને શાંતિ જાળવી રાખવી હિતાવહ રહેશે. આ ઉપરાંત, મકર રાશિના જાતકોને નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સફળતા મળી શકે છે.
