P24 News Gujarat

કચ્છમાં મેઘમહેર:ભુજમાં રાત્રે 5 ઇંચ વરસાદ, મૌસમનો સૌથી વધુ નખત્રાણામાં 354 મિમી નોંધાયો

કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાયું છે. ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલી મેઘ મહેર પરોઢના 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન 127 મિમી (5 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ભુજમાં મૌસમનો કુલ વરસાદ સવારના 8 વાગ્યા સુધીમાં 330 મિમી થયો છે. નખત્રાણામાં સૌથી વધુ 354 મિમી વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં 333 મિમી વરસાદ થયો છે. અન્ય તાલુકાઓમાં લખપતમાં 176, રાપરમાં 230, ભચાઉમાં 187, અંજારમાં 177, માંડવીમાં 332, અબડાસામાં 135 અને મુન્દ્રામાં 319 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સતત ધીમી ધારે વરસાદ પડવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. મુન્દ્રાનો ગજોડ ડેમ, માંડવીનો વિજય સાગર ડેમ, અબડાસાનો કંકાવટી અને બેરાચીયા ડેમ તેમજ માંડવીનો વેગડી ડેમ ઓવરફ્લો થયા છે. ભુજ તાલુકાની પાવરપટ્ટીના ગામોની સિંચાઈ માટે મહત્વનો ઝુરાનો કાયલા ડેમ પણ છલકાયો છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીપટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. ભારે વરસાદ છતાં કોઈ મોટી ખાનાખરાબી નોંધાઈ નથી. માત્ર રસ્તાઓ પર પાણી ભરાવા અને ખાડા પડવાની સામાન્ય સમસ્યાઓ સર્જાઈ છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે અને પ્રકૃતિ લીલીછમ બની છે.

​કચ્છ જિલ્લામાં મેઘરાજાની મહેરબાનીથી સર્વત્ર આનંદનું વાતાવરણ છવાયું છે. ભુજ શહેરમાં ગઈકાલે રાત્રે 8 વાગ્યાથી શરૂ થયેલી મેઘ મહેર પરોઢના 4 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન 127 મિમી (5 ઇંચ) વરસાદ નોંધાયો હતો. ભુજમાં મૌસમનો કુલ વરસાદ સવારના 8 વાગ્યા સુધીમાં 330 મિમી થયો છે. નખત્રાણામાં સૌથી વધુ 354 મિમી વરસાદ નોંધાયો છે. ગાંધીધામમાં 333 મિમી વરસાદ થયો છે. અન્ય તાલુકાઓમાં લખપતમાં 176, રાપરમાં 230, ભચાઉમાં 187, અંજારમાં 177, માંડવીમાં 332, અબડાસામાં 135 અને મુન્દ્રામાં 319 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સતત ધીમી ધારે વરસાદ પડવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. મુન્દ્રાનો ગજોડ ડેમ, માંડવીનો વિજય સાગર ડેમ, અબડાસાનો કંકાવટી અને બેરાચીયા ડેમ તેમજ માંડવીનો વેગડી ડેમ ઓવરફ્લો થયા છે. ભુજ તાલુકાની પાવરપટ્ટીના ગામોની સિંચાઈ માટે મહત્વનો ઝુરાનો કાયલા ડેમ પણ છલકાયો છે. તંત્રએ નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીપટમાં અવરજવર ન કરવા અપીલ કરી છે. ભારે વરસાદ છતાં કોઈ મોટી ખાનાખરાબી નોંધાઈ નથી. માત્ર રસ્તાઓ પર પાણી ભરાવા અને ખાડા પડવાની સામાન્ય સમસ્યાઓ સર્જાઈ છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશ છે અને પ્રકૃતિ લીલીછમ બની છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *