અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં શુક્રવારે, ગ્વાડાલુપ નદીમાં અચાનક આવેલા પૂરને કારણે 3 દિવસમાં 80 લોકોના મોત થયા હતા, જ્યારે 41 લોકો ગુમ થયા છે. નદી પાસે છોકરીઓનો એક સમર કેમ્પ હતો, જે પૂરમાં ફસાઈ ગયો હતો. જો કે, કેમ્પમાં હાજર 750 છોકરીઓને બચાવી લેવામાં આવી હતી. ટેક્સાસના ઘણા વિસ્તારોમાં હજુ સુધી પરિસ્થિતિ સામાન્ય થઈ નથી. હવામાન વિભાગે પૂરની ચેતવણી જારી કરી છે અને ગ્વાડાલુપ નદીના કિનારે રહેતા લોકોને ઊંચાઈવાળા સ્થળોએ જવાની અપીલ કરી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે ટેક્સાસના સાન એન્ટોનિયોમાં લગભગ 15 ઇંચ વરસાદ પડ્યો હતો. માત્ર 45 મિનિટમાં, નદીનું જળસ્તર 26 ફૂટ (8 મીટર) વધી ગયું હતું, જેના કારણે ઘરો અને વાહનો તણાઈ ગયા હતા. હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા હજુ પણ લોકોને શોધવાનું કામ ચાલુ છે. પીએમ મોદીએ શનિવારે પૂરમાં બાળકોના મોત પર પણ દુઃખ વ્યક્ત કર્યું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ટેક્સાસમાં પૂર પછીના ચિત્રો જુઓ… પોપ લીયોએ પૂરમાં માર્યા ગયેલા લોકો માટે પ્રાર્થના કરી પોપ લીયો XIV (ચૌદમા)એ રવિવારે સેન્ટ પીટર્સ સ્ક્વેરમાં પોતાના સંબોધન દરમિયાન અમેરિકાના ટેક્સાસમાં ગ્વાડાલુપ નદીના પૂરના પીડિતો માટે પ્રાર્થના કરી. તેમણે ખાસ કરીને સમર કેમ્પમાં ગયેલી છોકરીઓના પરિવારો માટે પ્રાર્થના કરી હતી. પોપે કહ્યું, “આ દુર્ઘટનામાં પ્રિયજનો ગુમાવનારા તમામ પરિવારો પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. અમે તેમના માટે પ્રાર્થના કરીએ છીએ,” અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે ટેક્સાસની મુલાકાત લઈ શકે છે. ટ્રમ્પે કહ્યું- અમે ત્યાં જ રહીશું. અમે ટેક્સાસના નેતાઓ સાથે મળીથી કામ કરી રહ્યા છીએ. આ એક ભયાનક ઘટના હતી. અમે તે બધા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ જેમણે ખૂબ જ દુઃખ સહન કર્યું છે. પૂરને કારણે 2600 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ વરસાદને કારણે નદી-નાળા છલકાઈ ગયા, જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. ટ્રેલર અને વાહનો તણાઈ ગયા. સાન એન્ટોનિયોની ઈમરજન્સી ટીમોએ હેલિકોપ્ટર અને ડ્રોનનો ઉપયોગ કરીને શોધખોળ અને બચાવ કામગીરી શરૂ કરી. વિસ્તારના લોકોએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે પૂરના પાણી અચાનક આવી ગયા અને તેમને પોતાને બચાવવા માટે ઝાડ પર ચઢવું પડ્યું. પૂરના કારણે વીજળીના તાર તૂટી ગયા અને કેરવિલની આસપાસના વિસ્તારોમાં લગભગ 2,600 ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. આ સમાચાર પણ વાંચો… અમેરિકામાં ભીષણ વાવાઝોડું, 21ના મોત: 6.50 લાખ ઘરોમાં વીજળી ગુલ; કેન્ટકી અને મિસૌરી સહિત 12 રાજ્યોમાં અસર અમેરિકામાં છેલ્લા 48 કલાકમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે 21 લોકોના મોત થયા છે. મિસૌરી અને દક્ષિણ-પૂર્વીય કેન્ટકી સહિત 7 રાજ્યોને તેની સૌથી વધુ અસર થઈ છે. 21 માંથી 14 મૃત્યુ કેન્ટકીમાં થયા છે જ્યારે 7 મૃત્યુ મિસૌરીમાં થયા છે.