P24 News Gujarat

મસ્ક આડાપાટે ચડ્યો છે, બેકાબૂ ટ્રેન જેવો બની ગયો છે:ઈલોને નવી પાર્ટી બનાવી તો ટ્રમ્પે મજાક ઉડાવ્યો, કહ્યું- મસ્કનું આ પગલું માત્ર ભ્રમ જ પેદા કરશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની નવી પાર્ટી બનાવવા બદલ મજાક ઉડાવી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને દુઃખ થઈ રહ્યું છે કે ઈલોન મસ્ક સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયા છે અને છેલ્લા પાંચ અઠવાડિયામાં એક બેકાબુ ટ્રેન જેવા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું કે મસ્ક હવે અમેરિકામાં ત્રીજો રાજકીય પક્ષ શરૂ કરવા માંગે છે, જે ઇતિહાસમાં ક્યારેય સફળ રહ્યો નથી. ટ્રમ્પે કહ્યું, અમેરિકાની વ્યવસ્થા આવા પાર્ટીઓ માટે બની જ નથી. ત્રીજી પાર્ટીનું એકમાત્ર કામ અવ્યવસ્થા અને અરાજકતા ફેલાવવાનું છે. અને આપણી પાસે પહેલાથી જ પૂરતી અરાજકતા છે, જે રેડિકલ લેફ્ટ ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે શનિવારે અમેરિકામાં એક નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે તેનું નામ અમેરિકા પાર્ટી રાખ્યું છે. સોશિયલ મીડિયા પર પોલ પછી મસ્કે એક પાર્ટી બનાવી મસ્કે પોતાની સોશિયલ પોસ્ટમાં કહ્યું કે તમારામાંથી 66% લોકો એક નવી રાજકીય પાર્ટી ઇચ્છે છે અને હવે તમને તે મળશે. અમેરિકાને બરબાદ કરવા અને ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે અમેરિકામાં બંને પાર્ટી (રિપબ્લિકન અને ડેમોક્રેટ) એક સમાન છે. હવે દેશને 2 પાર્ટી સિસ્ટમથી આઝાદી મળશે. તેમણે લખ્યું- આજે અમેરિકા પાર્ટીની રચના થઈ રહી છે જેથી તમને તમારી આઝાદી પાછી મળી શકે.” તેમણે આ અંગે X પર એક પબ્લિક પોલ પણ કર્યો હતો. મસ્કે 4 જુલાઈ, અમેરિકાના સ્વતંત્રતા દિવસના રોજ X પર એક પોલ પોસ્ટ કર્યો. આમાં તેમણે પૂછ્યું, “શું તમે બે પાર્ટીવાળી સિસ્ટમથી આઝાદી ઇચ્છો છો? શું અમારે અમેરિકા પાર્ટી બનાવવી જોઈએ?” પોલના પરિણામોમાં, 65.4% લોકોએ “હા” અને 34.6% લોકોએ “ના” માં વોટ આપ્યો હતો. મસ્ક ચૂંટણી લડી શકશે નહીં, કિંગમેકર બનવા માંગે છે અમેરિકાના બંધારણ મુજબ, ફક્ત અમેરિકામાં જન્મેલી વ્યક્તિ જ ચૂંટણી લડી શકે છે. મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. આવી સ્થિતિમાં, તે અમેરિકામાં ચૂંટણી લડી શકશે નહીં. મસ્ક પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. નવેમ્બર 2026માં, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની બધી 435 બેઠકો અને સેનેટની 100 માંથી 34 બેઠકો માટે ચૂંટણી થશે. મસ્કની યોજના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 8-10 બેઠકો અને સેનેટમાં 3-4 બેઠકો જીતવાની છે, જેથી તે ટ્રમ્પના બિલોને રોકીને કિંગમેકરની ભૂમિકા ભજવી શકે. મસ્કે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને 2500 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. પરંતુ પછી મસ્ક DOGE સંગઠનથી અલગ થઈ ગયા અને હવે ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાની બે પાર્ટી સિસ્ટમ શું છે? અમેરિકાના રાજકારણમાં છેલ્લા 150 વર્ષોથી ફક્ત બે પાર્ટી, ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીનો દબદબો રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીથી લઈને રાજ્ય વિધાનસભાઓ સુધી, આ બે પાર્ટી દરેક બાબતમાં પ્રભુત્વ ધરાવે છે. આ બે પાર્ટી સિસ્ટમને અમેરિકન લોકશાહીની સ્થિરતાનું કારણ પણ માનવામાં આવે છે. ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત 1828માં એન્ડ્રુ જેક્સનના સમયમાં થઈ હતી. શરૂઆતમાં તેને ખેડૂતો અને સામાન્ય જનતાની પાર્ટી માનવામાં આવતી હતી. 20મી સદીમાં તે સામાજિક કલ્યાણ, ન્યૂ ડીલ જેવા આર્થિક સુધારાઓ અને નાગરિક અધિકારોનું હિમાયતી બન્યું. તેમજ, 1854માં ગુલામીના વિરોધમાં રિપબ્લિકન પાર્ટીની રચના થઈ અને અબ્રાહમ લિંકન તેના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. 20મી સદીમાં તે વેપાર અને કર ઘટાડાને ટેકો આપતી પાર્ટી બની ગઈ. ત્રીજી પાર્ટી કેમ સફળ થઈ નથી? અમેરિકામાં ઘણી વખત ત્રીજી પાર્ટી બનાવવામાં આવી છે, પરંતુ તેઓ સફળ થયા નથી. 1912માં, રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે બુલ મૂસ પાર્ટી બનાવી અને 88 ઇલેક્ટોરલ મતો મેળવ્યા. જોકે, પાર્ટી આગામી ચૂંટણીમાં ટકી શકી નહીં. 1992માં, રોસ પેરોટને 19% લોકપ્રિય મત મળ્યા, પરંતુ એક પણ ઇલેક્ટોરલ મત મળ્યો નહીં. આ પાર્ટીને ફંડિંગ, સંગઠન અને મીડિયામાં સ્થાન મળતું નથી. મતદારો પણ તેમને વોટ કાપવાવાળા માને છે. આ જ કારણ છે કે લિબર્ટેરિયન કે ગ્રીન પાર્ટી જેવી પાર્ટી અત્યાર સુધી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 3-4% થી વધુ મત મેળવી શક્યા નથી. અમેરિકામાં ત્રીજી પાર્ટીની નિષ્ફળતાનું મુખ્ય કારણ તેની ચૂંટણી સિસ્ટમ છે. અહીંનું ચૂંટણી માળખું બે-પાર્ટી સિસ્ટમને સપોર્ટ કરે છે. બિગ બ્યુટીફુલ બિલ પર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ટક્કર 5 જૂનના રોજ, મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બિગ બ્યુટીફુલ બિલ પર ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મસ્કે ટ્રમ્પ વહીવટીતંત્રથી પોતાનો છેડો ફાડી નાખ્યો હતો. ટ્રમ્પે કહ્યું, ‘જ્યારે અમે ઇલેક્ટ્રિક વાહનોની ફરજિયાત ખરીદીના કાયદામાં કાપ મૂકવાની વાત કરી ત્યારે મસ્કને તકલીફો થવા લાગી. હું ઈલોનથી ખૂબ નિરાશ છું. મેં તેમને ઘણી મદદ કરી છે.’ આ પછી, મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક ટ્વીટ પોસ્ટ કર્યા. મસ્કે કહ્યું, ‘જો હું ત્યાં ન હોત, તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત.’ તેમણે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વાત પણ કરી. ખરેખરમાં, મસ્કે કહ્યું હતું કે ટ્રમ્પનું બિલ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને આપણા દેશને મોટું નુકસાન પહોંચાડશે. જોકે, ટ્રમ્પે 4 જુલાઈના રોજ તેના પર હસ્તાક્ષર કર્યા પછી, આ બિલ કાયદો બની ગયું છે. હવે ટ્રમ્પ અને મસ્કના સંબંધોની બનવાથી લઈને બગડવા સુધીની કહાની વાંચો… ટ્રમ્પની ચૂંટણીમાં મસ્કે 2500 કરોડ ખર્ચ્યા 13 જુલાઈ, 2024ના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ગોળી ટ્રમ્પના જમણા કાનને સ્પર્શીને નીકળી હતી. આ પછી, મસ્કે X પર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી. મસ્કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ માટે જોરશોરથી પ્રચાર કર્યો. ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવા માટે મસ્કે લગભગ 2500 કરોડ રૂપિયા ખર્ચ્યા. ટ્રમ્પ ચૂંટણી જીતતા જ અમેરિકન રાજકારણમાં મસ્કનું કદ ઝડપથી વધી ગયું. કેટલાક લોકો તેમને સુપર પ્રેસિડેન્ટ કહેતા હતા. મસ્ક અને વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE) ના વડા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણના કલાકો પછી રામાસ્વામીએ DoGE છોડી દીધું. આ વિભાગનો હેતુ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હતો. મસ્કને DoGEની જવાબદારી મળી રામાસ્વામીએ પદ છોડતાની સાથે જ મસ્ક DoGE વિભાગના વડા બન્યા. તેમણે સરકારી ખર્ચ ઘટાડવાના નામે મોટા પાયે સરકારી કર્મચારીઓને છૂટા કર્યા. આના કારણે દેશમાં તેમની સામે વિરોધ પ્રદર્શનો થયા, પરંતુ ટ્રમ્પ હંમેશા મસ્કના સમર્થનમાં ઉભા રહ્યા. 8 માર્ચે ટ્રમ્પની હાજરીમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મસ્ક અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્ક રુબિયો વચ્ચે સ્ટાફ કાપ અંગે દલીલ થઈ હતી. મસ્કે રુબિયો પર સ્ટાફ ઘટાડવામાં અસમર્થ હોવાનો આરોપ લગાવ્યો હતો. રુબિયોએ આ વાતનો ઇનકાર કર્યો. જ્યારે બંને વચ્ચે ચર્ચા વધુ તીવ્ર બની, ત્યારે ટ્રમ્પે રુબિયોનો બચાવ કર્યો અને કહ્યું કે તે ખૂબ સારું કામ કરી રહ્યા છે. આ પહેલી વાર હતું જ્યારે મસ્ક અને કોઈ મોટા નેતા વચ્ચે કોઈ વિવાદ થયો જેમાં ટ્રમ્પે તેમને ટેકો આપ્યો ન હતો. જોકે, ટ્રમ્પ અને મસ્ક હજુ પણ સુમેળમાં રહ્યા. આ સમાચાર પણ વાંચો… ‘બધો જ ધંધો બંધ કરીને પાછું સાઉથ આફ્રિકા ભાગવું પડશે’:ટ્રમ્પ-મસ્કનો વિવાદ વધ્યો, ઇલોનને ધમકી આપતાં કહ્યું, ટેસ્લાની સબસિડી બંધ કરી દઈશું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું ભવિષ્ય જોખમમાં છે. ટ્રમ્પે તેમને આડકતરી રીતે ધમકી આપી છે અને કહ્યું હતું કે તેમને ‘પોતાની દુકાન બંધ કરવી પડી શકે છે’. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળ્યા પછી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આનું કારણ EV એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ હોવાનું કહેવાય છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો

​અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કની નવી પાર્ટી બનાવવા બદલ મજાક ઉડાવી છે. ટ્રમ્પે કહ્યું કે તેમને દુઃખ થઈ રહ્યું છે કે ઈલોન મસ્ક સંપૂર્ણપણે પાટા પરથી ઉતરી ગયા છે અને છેલ્લા પાંચ અઠવાડિયામાં એક બેકાબુ ટ્રેન જેવા થઈ ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા ટ્રમ્પે કહ્યું કે મસ્ક હવે અમેરિકામાં ત્રીજો રાજકીય પક્ષ શરૂ કરવા માંગે છે, જે ઇતિહાસમાં ક્યારેય સફળ રહ્યો નથી. ટ્રમ્પે કહ્યું, અમેરિકાની વ્યવસ્થા આવા પાર્ટીઓ માટે બની જ નથી. ત્રીજી પાર્ટીનું એકમાત્ર કામ અવ્યવસ્થા અને અરાજકતા ફેલાવવાનું છે. અને આપણી પાસે પહેલાથી જ પૂરતી અરાજકતા છે, જે રેડિકલ લેફ્ટ ડેમોક્રેટ્સ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. અબજોપતિ ઉદ્યોગપતિ ઈલોન મસ્કે શનિવારે અમેરિકામાં એક નવી રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે તેનું નામ અમેરિકા પાર્ટી રાખ્યું છે. સોશિયલ મીડિયા પર પોલ પછી મસ્કે એક પાર્ટી બનાવી મસ્કે પોતાની સોશિયલ પોસ્ટમાં કહ્યું કે તમારામાંથી 66% લોકો એક નવી રાજકીય પાર્ટી ઇચ્છે છે અને હવે તમને તે મળશે. અમેરિકાને બરબાદ કરવા અને ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે અમેરિકામાં બંને પાર્ટી (રિપબ્લિકન અને ડેમોક્રેટ) એક સમાન છે. હવે દેશને 2 પાર્ટી સિસ્ટમથી આઝાદી મળશે. તેમણે લખ્યું- આજે અમેરિકા પાર્ટીની રચના થઈ રહી છે જેથી તમને તમારી આઝાદી પાછી મળી શકે.” તેમણે આ અંગે X પર એક પબ્લિક પોલ પણ કર્યો હતો. મસ્કે 4 જુલાઈ, અમેરિકાના સ્વતંત્રતા દિવસના રોજ X પર એક પોલ પોસ્ટ કર્યો. આમાં તેમણે પૂછ્યું, “શું તમે બે પાર્ટીવાળી સિસ્ટમથી આઝાદી ઇચ્છો છો? શું અમારે અમેરિકા પાર્ટી બનાવવી જોઈએ?” પોલના પરિણામોમાં, 65.4% લોકોએ “હા” અને 34.6% લોકોએ “ના” માં વોટ આપ્યો હતો. મસ્ક ચૂંટણી લડી શકશે નહીં, કિંગમેકર બનવા માંગે છે અમેરિકાના બંધારણ મુજબ, ફક્ત અમેરિકામાં જન્મેલી વ્યક્તિ જ ચૂંટણી લડી શકે છે. મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. આવી સ્થિતિમાં, તે અમેરિકામાં ચૂંટણી લડી શકશે નહીં. મસ્ક પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. નવેમ્બર 2026માં, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની બધી 435 બેઠકો અને સેનેટની 100 માંથી 34 બેઠકો માટે ચૂંટણી થશે. મસ્કની યોજના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 8-10 બેઠકો અને સેનેટમાં 3-4 બેઠકો જીતવાની છે, જેથી તે ટ્રમ્પના બિલોને રોકીને કિંગમેકરની ભૂમિકા ભજવી શકે. મસ્કે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પને 2500 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું હતું. પરંતુ પછી મસ્ક DOGE સંગઠનથી અલગ થઈ ગયા અને હવે ટ્રમ્પના બિગ બ્યુટીફુલ બિલનો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાની બે પાર્ટી સિસ્ટમ શું છે? અમેરિકાના રાજકારણમાં છેલ્લા 150 વર્ષોથી ફક્ત બે પાર્ટી, ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીનો દબદબો રહ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણીથી લઈને રાજ્ય વિધાનસભાઓ સુધી, આ બે પાર્ટી દરેક બાબતમાં પ્રભુત્વ ધરાવે છે. આ બે પાર્ટી સિસ્ટમને અમેરિકન લોકશાહીની સ્થિરતાનું કારણ પણ માનવામાં આવે છે. ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત 1828માં એન્ડ્રુ જેક્સનના સમયમાં થઈ હતી. શરૂઆતમાં તેને ખેડૂતો અને સામાન્ય જનતાની પાર્ટી માનવામાં આવતી હતી. 20મી સદીમાં તે સામાજિક કલ્યાણ, ન્યૂ ડીલ જેવા આર્થિક સુધારાઓ અને નાગરિક અધિકારોનું હિમાયતી બન્યું. તેમજ, 1854માં ગુલામીના વિરોધમાં રિપબ્લિકન પાર્ટીની રચના થઈ અને અબ્રાહમ લિંકન તેના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. 20મી સદીમાં તે વેપાર અને કર ઘટાડાને ટેકો આપતી પાર્ટી બની ગઈ. ત્રીજી પાર્ટી કેમ સફળ થઈ નથી? અમેરિકામાં ઘણી વખત ત્રીજી પાર્ટી બનાવવામાં આવી છે, પરંતુ તેઓ સફળ થયા નથી. 1912માં, રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે બુલ મૂસ પાર્ટી બનાવી અને 88 ઇલેક્ટોરલ મતો મેળવ્યા. જોકે, પાર્ટી આગામી ચૂંટણીમાં ટકી શકી નહીં. 1992માં, રોસ પેરોટને 19% લોકપ્રિય મત મળ્યા, પરંતુ એક પણ ઇલેક્ટોરલ મત મળ્યો નહીં. આ પાર્ટીને ફંડિંગ, સંગઠન અને મીડિયામાં સ્થાન મળતું નથી. મતદારો પણ તેમને વોટ કાપવાવાળા માને છે. આ જ કારણ છે કે લિબર્ટેરિયન કે ગ્રીન પાર્ટી જેવી પાર્ટી અત્યાર સુધી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 3-4% થી વધુ મત મેળવી શક્યા નથી. અમેરિકામાં ત્રીજી પાર્ટીની નિષ્ફળતાનું મુખ્ય કારણ તેની ચૂંટણી સિસ્ટમ છે. અહીંનું ચૂંટણી માળખું બે-પાર્ટી સિસ્ટમને સપોર્ટ કરે છે. બિગ બ્યુટીફુલ બિલ પર મસ્ક અને ટ્રમ્પ વચ્ચે ટક્કર 5 જૂનના રોજ, મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બિગ બ્યુટીફુલ બિલ પર ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ મસ્કે ટ્રમ્પ વહીવટીતંત્રથી પોતાનો છેડો ફાડી નાખ્યો હતો. ટ્રમ્પે કહ્યું, ‘જ્યારે અમે ઇલેક્ટ્રિક વાહનોની ફરજિયાત ખરીદીના કાયદામાં કાપ મૂકવાની વાત કરી ત્યારે મસ્કને તકલીફો થવા લાગી. હું ઈલોનથી ખૂબ નિરાશ છું. મેં તેમને ઘણી મદદ કરી છે.’ આ પછી, મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અનેક ટ્વીટ પોસ્ટ કર્યા. મસ્કે કહ્યું, ‘જો હું ત્યાં ન હોત, તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત.’ તેમણે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની વાત પણ કરી. ખરેખરમાં, મસ્કે કહ્યું હતું કે ટ્રમ્પનું બિલ અમેરિકામાં લાખો નોકરીઓ ખતમ કરશે અને આપણા દેશને મોટું નુકસાન પહોંચાડશે. જોકે, ટ્રમ્પે 4 જુલાઈના રોજ તેના પર હસ્તાક્ષર કર્યા પછી, આ બિલ કાયદો બની ગયું છે. હવે ટ્રમ્પ અને મસ્કના સંબંધોની બનવાથી લઈને બગડવા સુધીની કહાની વાંચો… ટ્રમ્પની ચૂંટણીમાં મસ્કે 2500 કરોડ ખર્ચ્યા 13 જુલાઈ, 2024ના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં ચૂંટણી રેલી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગ થયું હતું. આ ઘટનામાં ગોળી ટ્રમ્પના જમણા કાનને સ્પર્શીને નીકળી હતી. આ પછી, મસ્કે X પર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન આપવાની જાહેરાત કરી. મસ્કે સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પ માટે જોરશોરથી પ્રચાર કર્યો. ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવા માટે મસ્કે લગભગ 2500 કરોડ રૂપિયા ખર્ચ્યા. ટ્રમ્પ ચૂંટણી જીતતા જ અમેરિકન રાજકારણમાં મસ્કનું કદ ઝડપથી વધી ગયું. કેટલાક લોકો તેમને સુપર પ્રેસિડેન્ટ કહેતા હતા. મસ્ક અને વિવેક રામાસ્વામીને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DoGE) ના વડા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 20 જાન્યુઆરીએ ટ્રમ્પના શપથ ગ્રહણના કલાકો પછી રામાસ્વામીએ DoGE છોડી દીધું. આ વિભાગનો હેતુ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાનો હતો. મસ્કને DoGEની જવાબદારી મળી રામાસ્વામીએ પદ છોડતાની સાથે જ મસ્ક DoGE વિભાગના વડા બન્યા. તેમણે સરકારી ખર્ચ ઘટાડવાના નામે મોટા પાયે સરકારી કર્મચારીઓને છૂટા કર્યા. આના કારણે દેશમાં તેમની સામે વિરોધ પ્રદર્શનો થયા, પરંતુ ટ્રમ્પ હંમેશા મસ્કના સમર્થનમાં ઉભા રહ્યા. 8 માર્ચે ટ્રમ્પની હાજરીમાં યોજાયેલી કેબિનેટ બેઠક દરમિયાન મસ્ક અને સેક્રેટરી ઓફ સ્ટેટ માર્ક રુબિયો વચ્ચે સ્ટાફ કાપ અંગે દલીલ થઈ હતી. મસ્કે રુબિયો પર સ્ટાફ ઘટાડવામાં અસમર્થ હોવાનો આરોપ લગાવ્યો હતો. રુબિયોએ આ વાતનો ઇનકાર કર્યો. જ્યારે બંને વચ્ચે ચર્ચા વધુ તીવ્ર બની, ત્યારે ટ્રમ્પે રુબિયોનો બચાવ કર્યો અને કહ્યું કે તે ખૂબ સારું કામ કરી રહ્યા છે. આ પહેલી વાર હતું જ્યારે મસ્ક અને કોઈ મોટા નેતા વચ્ચે કોઈ વિવાદ થયો જેમાં ટ્રમ્પે તેમને ટેકો આપ્યો ન હતો. જોકે, ટ્રમ્પ અને મસ્ક હજુ પણ સુમેળમાં રહ્યા. આ સમાચાર પણ વાંચો… ‘બધો જ ધંધો બંધ કરીને પાછું સાઉથ આફ્રિકા ભાગવું પડશે’:ટ્રમ્પ-મસ્કનો વિવાદ વધ્યો, ઇલોનને ધમકી આપતાં કહ્યું, ટેસ્લાની સબસિડી બંધ કરી દઈશું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કનું ભવિષ્ય જોખમમાં છે. ટ્રમ્પે તેમને આડકતરી રીતે ધમકી આપી છે અને કહ્યું હતું કે તેમને ‘પોતાની દુકાન બંધ કરવી પડી શકે છે’. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળ્યા પછી ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આનું કારણ EV એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ હોવાનું કહેવાય છે. આ સમાચાર આગળ વાંચવા માટે અહીં ક્લિક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *