ફ્રાન્સની મિલિટરી અને સીક્રેટ અધિકારીઓએ રવિવારે દાવો કર્યો હતો કે ચીને મે મહિનામાં ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં રાફેલની ક્ષમતા પર સવાલ ઉભા કરવા માટે પોતાના દૂતાવાસોનો ઉપયોગ કર્યો હતો. ફ્રેન્ચ ગુપ્તચર અહેવાલો મુજબ, ચીનના વિદેશી દૂતાવાસોમાં મિલિટરી ડિપ્લોમેટ્સ એ રાફેલના વેચાણને નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીનના દૂતાવાસોએ રાફેલ ખરીદનારા દેશોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો, જેમાં ઇન્ડોનેશિયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. ચીનના રક્ષા મંત્રાલયે આ આરોપોને અફવાઓ ગણાવીને ફગાવી દીધા. ચીને કહ્યું કે અમે મિલિટરી એક્સપોર્ટમાં જવાબદાર વલણ અપનાવીએ છીએ. રાફેલને બદનામ કરવા માટે AIનો ઉપયોગ કર્યો મે મહિનામાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેના ચાર દિવસના સંઘર્ષમાં બંને દેશોના અનેક વિમાનોએ ભાગ લીધો હતો. આ દરમિયાન, ભારતે ફ્રેન્ચ બનાવટના રાફેલ ફાઇટર પ્લેનનો ઉપયોગ કર્યો હતો. ફ્રાન્સનો દાવો છે કે પાકિસ્તાન અને તેના સાથી ચીને રાફેલની છબી ખરાબ કરવા માટે સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર, હેરાફેરી કરેલા ફોટા, AI-જનરેટેડ સામગ્રી અને વીડિયો ગેમ ફૂટેજનો ઉપયોગ કર્યો હતો. ફ્રેન્ચ રિસર્ચર્સે જાણ્યું કે લડાઈ દરમિયાન 1,000થી વધુ નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા, જે ચીનની ટેકનોલોજી શ્રેષ્ઠ બનાવવાના દાવા કરી રહ્યા છે. જોકે, ફ્રાન્સે આ ઓનલાઈન ઝુંબેશને ચીનની સરકાર સાથે સીધી રીતે જોડવાનો કોઈ પુરાવો આપ્યો નથી. ઘણા પાકિસ્તાની સોશિયલ મીડિયા યુઝર્સે સંઘર્ષના મહિનાઓ જૂના ફૂટેજ શેર કર્યા હતા અને રાફેલને તોડી પાડવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને 3 રાફેલ તોડી પાડવાનો દાવો કર્યો હતો ભારત સાથેના સંઘર્ષ દરમિયાન, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની વાયુસેનાએ લડાઈ દરમિયાન પાંચ ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા, જેમાં ત્રણ રાફેલનો પણ સમાવેશ થાય છે. ફ્રેન્ચ અધિકારીઓનું કહેવું છે કે આનાથી રાફેલની ક્ષમતા પર સવાલો ઉભા થયા. બાદમાં ભારતે વિમાનને નુકશાન થયાની વાત સ્વીકારી, પરંતુ કેટલા પાઈટર પ્લેનને નુકશાન થયું તે જણાવ્યું નહીં. આ પછી, ફ્રેન્ચ વાયુસેનાના જનરલ જેરોમ બેલાંગરે કહ્યું હતું કે તેમણે ફક્ત 3 ભારતીય વિમાનોને નુકસાન થયું હોવાના પુરાવા જોયા છે – એક રાફેલ, એક રશિયન બનાવટનું સુખોઈ અને એક મિરાજ 2000. મિરાજ 2000 એ છેલ્લી પેઢીનું ફ્રેન્ચ જેટ છે. મીડિયા અનુસાર, આ પહેલી વાર હતું જ્યારે યુદ્ધમાં રાફેલને નુકસાન થયું હતું. સીડીએસે કહ્યું- પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની જરૂર પડી નહી, જે રાહતની વાત 31મેના રોજ સિંગાપોરમાં શાંગરી-લા ડાયલોગ કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં ભારતીય લડાકુ વિમાનોને તોડી પાડવામાં આવ્યા હોવાના દાવાઓ પર ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણે વાત કરી હતી. તેમણે બ્લૂમબર્ગને આપેલા ઇન્ટરવ્યુમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે વાસ્તવિક મુદ્દો એ નથી કે કેટલા વિમાનો તોડી પડાયા, પરંતુ તે શા માટે પડ્યા અને આપણે તેમાંથી શું શીખ્યા. ભારતે પોતાની ભૂલો સ્વીકારી, તેને ઝડપથી સુધારી અને પછી બે દિવસમાં ફરી એકવાર લાંબા અંતરથી દુશ્મનના લક્ષ્યોને નિશાન બનાવીને અસરકારક રીતે જવાબ આપ્યો. સીડીએસ ચૌહાણે કહ્યું કે પાકિસ્તાનનો દાવો કે તેણે 6 ભારતીય જેટ તોડી પાડ્યા છે તે બિલકુલ ખોટો છે. સંખ્યા મહત્વની નથી, પરંતુ મહત્વની વાત એ છે કે આપણે શું શીખ્યા અને આપણે કેવી રીતે સુધારો કર્યો. આ સંઘર્ષમાં ક્યારેય પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની જરૂર પડી નહી, જે રાહતની વાત છે. રાફેલની રેન્જ 3700 કિમી છે રાફેલ વિમાન ફ્રાન્સના દસોલ્ટ એવિએશન દ્વારા બનાવવામાં આવેલ બે એન્જિનવાળું ફાઇટર વિમાન છે. તે એક મિનિટમાં 60,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. તેની રેન્જ 3700 કિલોમીટર છે. ઉપરાંત, તે 2200 થી 2500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. સૌથી ખાસ વાત એ છે કે તેમાં આધુનિક ‘મીટિઅર’ મિસાઇલ અને ઇઝરાયેલી સિસ્ટમ પણ છે. 23 સપ્ટેમ્બર 2016ના રોજ, તત્કાલીન ફ્રાન્સના રક્ષા મંત્રી જ્યાં-ઈવ દ્રિયાં અને તત્કાલીન ભારતીય રક્ષા મંત્રી મનોહર પર્રિકરે નવી દિલ્હીમાં રાફેલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત સરકારે ફ્રાન્સ સાથે 59,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. ફ્રાન્સે 533 રાફેલ વિમાન વેચ્યા ફ્રાન્સના રક્ષા મંત્રાલયનું કહેવું છે કે રાફેલ એક અદ્યતન ફાઇટર એરક્રાફ્ટ છે. તેની વિરુદ્ધ અભિયાનનો હેતુ ફ્રાન્સની વિશ્વસનીયતા અને સંરક્ષણ ઉદ્યોગને નુકસાન પહોંચાડવાનો હતો. દસોલ્ટ એવિએશન અત્યાર સુધીમાં 533 રાફેલ જેટ વેચી ચૂક્યું છે, જેમાંથી 323 ઇજિપ્ત, ભારત, કતાર, ગ્રીસ, ક્રોએશિયા, યુએઈ, સર્બિયા અને ઇન્ડોનેશિયામાં એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. ઇન્ડોનેશિયાએ 42 જેટ ખરીદ્યા હતા. તે વધુ ખરીદવાનું વિચારી રહ્યું છે.