Guru Purnima 2025: 10 જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમા છે. આ દિવસે ગુરુ ગ્રહ મિથુન રાશિમાં છે. આવી સ્થિતિમાં ગુરુ પૂર્ણિમા પર ગુરુ ગ્રહનું મિથુન રાશિમાં હોવું એ તમને અનેક રીતે લાભ આપશે. તેને વ્યાસ પૂર્ણિમાં પણ કહેવામાં આવે છે, કારણ કે, મહર્ષિ વેદવ્યાસનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. તેમણે વેદોનું સંકલન અને મહાભારતની રચના કરી હતી. તમને જણાવી દઈએ કે, 9 જુલાઈના રોજ ગુરુનો ઉદય થશે.
