બોલિવૂડ એક્ટર અજય દેવગણ તાજેતરમાં તેલંગણાના મુખ્યમંત્રીને મળ્યો હતો. અજય સોમવારે નવી દિલ્હી ખાતે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નિવાસસ્થાને પહોંચ્યો હતો. જ્યાં તેનું ગુલદસ્તા અને ખાસ ચુનરીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન બંનેએ તેલંગણામાં ફિલ્મ નિર્માણના ભવિષ્ય વિશે વાત કરી. આ બેઠકમાં અજય દેવગણે તેલંગાણામાં એક વિશ્વ કક્ષાનો ફિલ્મ સ્ટૂડિયો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સ્ટૂડિયોમાં અદ્યતન એનિમેશન, VFX અને AI સંચાલિત સ્માર્ટ સ્ટૂડિયો ઈન્ફ્રાસ્ટ્રક્ચર હશે. આ સાથે જ અજયે તેલંગાણામાં એક સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (કૌશલ્ય વિકાસ સંસ્થા) શરૂ કરવા વિશે પણ વાત કરી. આ સંસ્થા ફિલ્મ નિર્માણ અને સંબંધિત ક્ષેત્રોને લગતા અભ્યાસક્રમો ઓફર કરશે. એક્ટરે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને કહ્યું કે, ‘તે આ પ્રોજેક્ટ્સમાં રાજ્ય સરકારની મદદ ઇચ્છે છે.’ મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી અજય દેવગણ સાથેની મુલાકાતની ખાસ તસવીરો શેર કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ‘અજયના પ્રસ્તાવ પર ટૂંક સમયમાં કામ શરૂ થશે.’ બેઠકમાં એક્ટરે કહ્યું કે, ‘આ પ્રોજેક્ટ્સ દ્વારા તે તેલંગણાની છબીને ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી બનાવશે. જે ભવિષ્યમાં સિનેમાનું કેન્દ્ર બની શકે છે. આ ખાસ બેઠકમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડી ઉપરાંત, મુખ્યમંત્રીના વિશેષ સચિવ અજિત રેડ્ડી, કેન્દ્રીય યોજનાના સંકલન સચિવ ડૉ. ગૌરવ ઉપ્પલ પણ હાજર રહ્યા હતા.’ અજય દેવગણ ઉપરાંત પૂર્વ ક્રિકેટર કપિલ દેવે પણ રેવંત રેડ્ડી સાથે મુલાકાત કરી અને હૈદરાબાદમાં એક સ્પોર્ટ્સ એકેડમી સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.