ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’નું ટ્રેલર રિલીઝ થયું છે. આ 2 મિનિટ 52 સેકન્ડના ટ્રેલરમાં ભક્ત પ્રહલાદની ભક્તિ અને ભગવાન નરસિંહના અવતારની વાર્તા બતાવવામાં આવી છે. આ ફિલ્મ 25 જુલાઈના રોજ રિલીઝ થશે. ટ્રેલરની શરૂઆત ‘ૐ બ્રહ્મા દેવાય નમઃ’ મંત્રથી થાય છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, કેવી રીતે ભગવાન વિષ્ણુ નરસિંહ તરીકે અવતાર લે છે અને દુષ્ટતાનો નાશ કરે છે અને ધર્મ અને માનવતાને પુનઃસ્થાપિત કરે છે. આ વાર્તા ભગવાન વિષ્ણુના પ્રખર ભક્ત પ્રહલાદની આસપાસ ફરે છે, જેનો સામનો તેના નાસ્તિક પિતા હિરણ્યકશ્યપ સાથે થાય છે, જેમને ભગવાન બ્રહ્મા દ્વારા અમરત્વનો આશીર્વાદ મળ્યો છે. ટ્રેલરમાં શ્રદ્ધાની ગર્જના બતાવવામાં આવી છે, જ્યારે ભગવાન વિષ્ણુના અવતાર મહાવતાર નરસિંહનો જન્મ થાય છે અને પ્રહલાદનું રક્ષણ કરવા માટે અવતરિત થાય છે, જે વાર્તાને દૈવી બનાવે છે. સાઉથની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઇઝી જેમકે, કેજીએફ, કંતારા, સલાર અને બગીરા જેવી મોટી ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ હોમ્બલે ફિલ્મ્સ હવે ક્લેમ પ્રોડક્શન્સ સાથે મળીને આ ફિલ્મ લાવી રહ્યું છે. એટલું જ નહીં, તેઓ ભવિષ્યમાં ભગવાન વિષ્ણુના દસ દિવ્ય અવતારોની વાર્તા પણ લાવશે. તેની શરૂઆત મહાવતાર નરસિંમ્હા (2025)થી થશે. આ પછી, મહાવતાર પરશુરામ (2027), મહાવતાર રઘુનંદન (2029), મહાવતાર દ્વારકાધીશ (2031), મહાવતાર ગોકુલાનંદ (2033), મહાવતાર કલ્કી ભાગ 1 (2035) અને મહાવતાર કલ્કી ભાગ 2 (2037) પણ આવશે. પ્રોડ્યૂસર શિલ્પા ધવને કહ્યું, ‘હવે ગર્જના કરવાનો સમય છે. 5 વર્ષની સખત મહેનત પછી, અમે શ્રી નરસિંહ અને શ્રી વરાહની મહાકાવ્ય ગાથાને દુનિયા સમક્ષ લાવવા માટે તૈયાર છીએ. દરેક ફ્રેમ, દરેક ક્ષણ, દરેક હૃદયના ધબકારાએ આ દૈવી વાર્તાને જીવંત બનાવવામાં કામ કર્યું છે. એક વિઝ્યુઅલ માસ્ટરપીસ માટે તૈયાર રહો, જે તમને અવાચક બનાવી દેશે. નરસિંહની ગર્જના આવી રહી છે અને તે બધું બદલી નાખશે.’ ડિરેક્ટર અશ્વિન કુમારે કહ્યું હતું કે, ‘મહાવતાર સિનેમેટિક યુનિવર્સની પહેલી એનિમેટેડ ફિલ્મનું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે અને તે પણ વૃંદાવનની પવિત્ર ભૂમિ પર, જ્યાં તેનું લોન્ચિંગ પૂજ્ય ઇન્દ્રેશ જી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. તેનાથી વધુ શુભ શરૂઆત શું હોઈ શકે. આજના મીડિયા અને સ્ક્રીન દ્વારા ભારતની સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખવાનું અમારું સ્વપ્ન હતું અને આજે તે સ્વપ્ન સાકાર થતું દેખાય છે.’